ઓ મહારાણી.........
શું.....છે..... મમ્મી સવાર સવાર માં.... બુમાબુમ કરે
ના કરુુંતો તું સાંજ સુધી સુઈ જ રે... તારે આજે કોલેજ નો પહેલો દિવસ છે...... ઉઠી જાય હવે....સૂર ના મમ્મી...
સૂર એટલે સુંદરતા ની પરિભાષા.....
ગોરો રંગ, આકર્ષક ચહેરો,નમણું નાક, ગુલાબી હોઠ, લાંબા રેશમી વાળ,મોટી કામણગારી આંખ....
કોઈ તેને જૂએ તો બસ મંત્ર મૂગ્ધ થઈ જાય...
પરફેક્ટ હાઈટ બોડી,અને વાત ચીત ની છટા થી કોઈ પણ તેના પર ફિદા થઈ જાય તેવી અદાકારા.....
સૂર ના પપ્પા સુધીરભાઈ બીઝનેસમેન છે મમ્મી સ્મિતાબેન હાઉસ વાઈફ છે ભાઈ સુહાન પણ પપ્પા ના બીઝનેસ મા જોડાવાની તૈયારી કરે છે અને સૂર કોલેજ માં એડમીશન મેળવે છે....આમ નાનું પણ સુખી સંપન્ન કુટુંબ....
સૂર કે તેના મમ્મી ને જરા પણ ઘમંડ નથી સાવ સરળ વ્યક્તિત્વ.... તેના પપ્પા ને પૈસા ને પોઝીશન નો કેફ છે....
...............
સૂર તૈયાર થઈ નીચે આવે છે બધા સાથે બેસી નાસ્તો કરે છે સુધીરભાઈ થોડી સલાહ આપે છે...કે આપણી બરાબરી ના હોય એમની જ દોસ્તી કરવાની.....આમ તો સૂર ને તેના પપ્પા પ્રત્યે ખૂબ આદર પણ પપ્પા ની આ મોટાઈ તેને જરા પણ પસંદ નથી....
સૂર કંઈ પણ બોલ્યા વગર નીકળી જાય છે કોલેજ.....
આજે તે ખૂબ ખુશ અને થોડી નર્વસ પણ હતી... કેમ કે આજે કોલેજ નો પહેલો દિવસ હતો...એને બસ એ જ વિચાર આવતા હતા કે કોલેજ નુ વાતાવરણ કેવુ હશે? ટીચર્સ કેવા હશે સ્ટુડન્ટ કેવા હશે?બસ આ વિચાર માં ને વિચાર તે કોલેજ પહોંચે છે...
તે ક્લાસમાં જાય છે તે થોડી લેટ થાય છે એટલે બધા સ્ટુડન્ટ આવી ગયા હોય છે... સૂર એન્ટ્રી થતાં સન્નાટો છવાઈ જાય છે બધા નું ધ્યાન બસ સૂર તરફ જ હોય છે.... છોકરી ઓ તેને જોઈ ઈષ્યૉ કરે છે જ્યારે છોકરાઓ ખૂશ થાય છે.....બધા એકીટશે એને જોઈ રહ્યા હોય છે સિવાય એક "સમ્રાટ"....
........
સમ્રાટ મધ્યમ પરીવાર નો છોકરો..એના પીતા એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા
સામાન્ય પગાર ભાઈ-બહેન બંને ના ભણવા ના ખર્ચ બાદ કરતાં માંડ ઘર નું ગુજરાન ચાલતું...
પીતા ને મદદરૂપ થવા સમ્રાટ પાર્ટટાઈમ જોબ કરતો..
સમ્રાટ ભલે મધ્યમ પરીવાર માંથી હતો પણ એનઃ ઉસુલ સંસ્કાર ખૂબ ઉંચા હતા... શાંત અને સરળ વ્યક્તિત્વ...ખોટો દંભ નહીં,કોઈ ઘમંડ નહીં....છ ફૂટ હાઈટ ગૌર વર્ણ,ભૂરી નાની આંખ આકર્ષક સ્મિત...
મનમોહક ચહેરો.....પર્સનાલિટી જોય કોઈ પણ છોકરી ફિદા થય જાય.....
બધા એકીટશે સૂર ને જોઈ રહે છૈ સમ્રાટ નું ધ્યાન માત્ર બુક્સ માં હોય છે.....કેમ કે એને કંઈક બનવું છે એની મમ્મી ના સપના પૂરા કરવા છે પપ્પા ની મહેનત ને રંગ આપવો છે એટલે ભણવા સિવાય કોઈ બાબત માં એને રસ નથી....
સૂર ક્લાસ માં બેસી જાય છે....
પ્રોફેસર ક્લાસ મા આવે છે...
એક પછી એક બધા નો ઈન્ટ્રો થાય છે....કોલેજ નો પહેલો દિવસ હોવાથી કોઈ ને ભણવા નો મૂડ નથી બધા મસ્તી કરે છે અને એક બીજા વિશે જાણે છે....આમ જ કોલેજ નો પ્રથમ દિવસ મસ્તી ધમાલ માં પૂરો થાય છે બધા પોતપોતાના ઘરે જવા નીકળી જાય છે...સૂર પણ કોલેજ ને પૂરી નિહાળી પોતાના ઘરે જવા નીકળે છે
ક્રમશઃ
આગળ ના ભાગમાં જોવું કે આ તદ્ન વિરોધી સ્વભાવ એક શાંત સરળ અને એક નટખટ મસ્તીખોર....જાણે કે કોઈ તૂફાન એવી આ બે વ્યક્તિ કંઈ રીતે એક બનશે....
મિત્રો હું આરતી વિવેક પુરોહિત "આરવીક" તમારી સમક્ષ નવી કહાની લય આવી છું તો તમારા અમૂલ્ય પ્રતિભાવો અને મંતવ્યો જરૂર આપજો...
ખૂબ જ જલ્દી મળશું બીજા પાર્ટ સાથે...જે હશે ધમાલ મસ્તી અને ઈમોશન થી ભરપુર....