tolerate in Gujarati Women Focused by Aahuti Joshi books and stories PDF | સહન

Featured Books
Categories
Share

સહન

ગમે તેવી તકલીફ પડે તારે સહન તો કરવું જ પડશે, આવું એક માઁ તેની પુત્રીને ને ફોન માં સમજાવી રહી હતી.. પુત્રી નાં વિવાહ માટે માતા પિતા કેટલાં આતુર હોય છે દીકરી ના લગ્ન થાય એટલે માતા પિતા ની ચિંતા નો અંત આવે..
અહીં વાત આસ્થા નામની એક છોકરી ની છે જે લગ્ન માં માનતી નથી, એકલાં રેહવું તેને ગમે પુરુષ માત્ર થી નફરત તેવી આસ્થા માટે છોકરાં જોવાનુ શરૂ કર્યું , જેનું મન સંસાર માં ના હોય તેવી વ્યક્તિ સંસારી થઈને કેમ જીવે છતાં માતા પિતાની ઇચ્છા ને માન આપતી રહી..
સગપણ નકકી થયું નયન નામનાં છોકરાં સાથે ડાહ્યો અને સરકારી નોકરિયાત.. બધું જ સારું હતું પણ છોકરી
રાજી નોંહતી, તે માતા પિતા ને ફરિયાદ કરતી કે તેની સાસુ વિચિત્ર છે, મા કહેતી લગ્ન પછી બધું જ સારું થશે.. દીકરી ના લગ્ન થયા, સાસરી ના પહેલાં મહીના થી સાસુ તેનો રંગ બતાાવવા લાગ્યા વહું આવી એટલે કામવાળી કાઢી, વોશિંગ મશીન માં કપડા નહીં ધોવાના, સાસુ કહે તે જ રસોઇ બનાવાની, વહું નાં ભાગ માં રોજ જમવાનું ના વધે તો બીજી વાર બનાવું નહીં, મીઠાઈ અને ઘી નહીં ખાવું.. દૂધ અને ચા નો કપ ઢોળી નાખે અને બોલે કે તમારે ચા - દૂધ પીવા નહીં.. રોજ ઘરનું કામ કરે છતાં તેવું સંભળાવે કે તમે કઈ કામ કરતાં નથી.. માં બાપે સંસ્કાર નથી આપ્યા તમારે તમારાં પરિવાર ને નહીં બોલાવાંના તેની સાથે વાત નહી કરવાની, તમે ડાઉન કેરેક્ટર છો, પાડોશી સાથે કેમ કરી..
સાહેબ.. આટલું સહન કરતી દીકરી માતા પિતા ને ફરિયાદ પણ ના કરી વધવા લાગ્યું ત્યારે માતા પિતા ને કીધું પણ ત્યાંથી સલાહ આવી.. ' બેટા, સાસરી આને જ કહેવાય, મેં પણ સહન કર્યું છે, તું લાગણી વાળી છો એટલે વાર લાગે બધું જ સારું થશે,અને પિતા કહે તારો જ વાંક હશે..'
હા.. તે દીકરી નો વાંક જે રોજ અપેક્ષા રાખે કે આજે સારું થશે.. અને રોજ અત્યાચાર વધે પતિ તો કામનો નહીં કઈ બોલે નહીં,જાણે તેની પત્ની તેના માટે કોઈ નથી..
રોજ મેેેણા ખાતી દીકરી સહન કેટલું કરે!!? માતા રોજ કહેતી કે મેં પણ સહન કર્યું તારે પણ કરવું જોઈએ.. સાસરી આવી જ હોય રોજ કેદી ની જેમ જીવતી દીકરી આશાઓ અને અપેક્ષા રાખતી બંધ થઈ
મારું કોણ એ જ વાત કર્યા કરતી.
સમાજ અને ભારત નો નિયમ છે કે નારી એ સહન શીલ થવું જોઈએ, ફરિયાદ નહીં કરવાની, મરી જાય ત્યાં સુધી કોઈ દીકરી તેની પીડા કહીં શકતી નથી, ક્યારેક કોઈ ની દીકરી ને સાસરી માં મારી પણ નાખવામાં આવી હશે છતાં મેં સહન કર્યું એટલે તારે કરવાનું તેવું કયા શાસ્ત્રો માં લખ્યું છે..!!?
મારું કહેવું એટલું જ છે, સ્ત્રી પણ એક જીવ છે તેનો શોખ નહીં જોવાનો બસ તેને બીજા ની ખુશી માટે પોતાનું અસ્તિત્વ ભૂલવા નું આ તે કેવી વિચારધારા !? હું દરેક દીકરી ના માવતાર અને સાસરી વાળાને વિનંતિ કરું છું કોઈ દીકરી હેરાન થાય તો તેને સહન નાં પાઠ શીખવા કરતાં તેની હાલત સમજ્જો કદાચ તમારી દિકરી ને તમારો સાથ મળશે કદાચ તેનો જીવ પણ બચી જશે.. અને દીકરી થી કોઈ ભૂલ થાય તો પિયર વાંધો નથી પણ એક ભુલ જો સાસરી માં થાય તો જીવન ભરના મેણુ બની જાય. દરેક ને સમય જોઈએ એકબીજા ને સમજવા..