Bas kar yaar - 23 in Gujarati Fiction Stories by Mewada Hasmukh books and stories PDF | બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૩

Featured Books
Categories
Share

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૩

"હું નથી આવતી એટલે..?" એના અવાજ માં વજન હતું... એ મને ઘણું બધું કહેવા માગતી હતી.. પણ હું એના જોડે એક પળ રોકાયા વગર કેમ્પસ માં આવી ગયો..

બસ કર યાર ભાગ - ૨૩..

આજે ઘરે જતા ખબર પડી કે વરસાદ નાં કારણે બાઈક સ્લીપ થતાં પવન પડી ગયેલો ...
થોડી ઇજા પહોંચી હતી..પણ તે સ્વસ્થ હતો...

બીજા દિવસે થોડો થોડો લંગડાતા લંગડાતા કોલેજ જરૂર આવી ગયો...!
અરે..આવે જ ને..!
નેહા.. જો એની રાહ જોતી હોય..!

હું,વિજય..અને બીજા મિત્રો નો જમાવડો પવન નાં ઓવારણાં કરવામાં વ્યસ્ત હતા...ત્યાં જ નેહા તોફાન ની જેમ ઘસી આવી...એની આંખો માં પણ આંસુ ની બજાર ભરાઈ હતી...એ સ્તબ્ધ હતી એજ એનો પ્રેમ હતો ..
નેહા ની સાથે આવેલી એની ફ્રેન્ડ નિરંતર નેહા ને જોઈ રહી હતી..અને ખ્યાલ પણ રાખતી હતી...ક્યાંય નેહા રડી નાં પડે..!

નેહા કંઇ બોલે તેના પહેલા જ પવન મંદ વાયરા ની રીતે બફારા સાથે બોલ્યો..
"I'm ok friends.. મને કઈ નથી થયું..નેહા ને વધુ વાગ્યું હશે માટે એ નાં રડમસ ચહેરા ને શાંત કરો.."
કહી જોર થી હસી પડતાં સૌ મિત્રો પણ હસી પડ્યા..
આ ટોળા માં મહેક પણ હતી..
એને માત્ર મારી જ નજર જ શોધી શકી હતી....
હું એની પર વારે વારે આંખો થી અચાનક એટેક કરતો..એ પણ મારા હુમલા નો જવાબ એક સ્મિત થી આપવાનો પ્રયત્ન કરતી..
અમે આમ જ સંતાકૂકડી નાં દાવ રમતા હતા ત્યાજ..
વિજયે પ્રવાસ નહિ જવાની જાહેરાત કરી...કારણ કે..પવન ની પીડા અને માત્ર બે દિવસ નો સમય રહ્યો હતો...

ત્યાં જ પવન થોડી વાર પછી બોલ્યો..
"અરે..આમ ધોયેલા મૂળા જેવું મો કરી ને કેમ બેઠા છો .?"

બધા શાંત હતા...
"મારા કારણે કોઈ પ્રવાસ કેન્સલ નહિ કરે...અને ખુશી ની વાત એ છે કે હું પણ તમારી જોડે આવીશ.." વિજયા તું તૈયારી કરવા માંડ...!!

"અકસ્માત મને થયો છે ને દર્દી ની માફક મોઢા તમારા દેખાય છે." કહેતા પવન હસી પડ્યો..
સહુ મિત્રો તાળી પાડતા ખુશ ખુશ થઈ ગયા..
નકલી સ્મિત હતું તો માત્ર મહેક અને અરુણ નાં ચહેરા પર..!

બંને નાં કુત્રિમ હાસ્ય ને નેહા..પવન..વિજય .પારખી ગયા હતા..

"પવન..સાચું કહે છે..સહુ ટુર માં જશું..કાલે શું ખબર આપણે ક્યાં ક્યાં સેટ થઈ ગયા હશું..!!" વિજય મહેક ની સામે જોતા બોલ્યો..

"હા..સ્તો..હવે એક વર્ષ છે સાથે રહેવાનું..પછી કોણ ક્યાં..શું ખબર..એકબીજાને મળશું કે નહિ મળીએ પણ..!!"
મહેક નેહા ના ખભે હાથ મૂકી મસ્તી કરતા બોલી .

સહુ..ટુર માં જવા તૈયાર થયા..રજીસ્ટ્રેશન કરાવી પોત પોતાની બેઠક નક્કી કરી દીધી...

આવતી કાલે ટુર માં જવા બધા ખુશ હતા...જરૂરી વસ્તુઓ પણ
સહુએ પોતાની રીતે રાખી લીધી હતી...

**** ***** ***** ******** ***** *****
સહુ મિત્રો રેડી હતા...નક્કી કરેલી જગ્યાએ..
રાત ના નવ વાગી ગયા હતા...!
આછા આછા અંધારા માં પણ ગર્લ્સ સ્ટુડન્ટ્સ નો મેક અપ અજવાળું પાથરતો હતો...
ને..એમાંય, અત્તર..સુગંધિત તેલ ની ખુશ્બૂ..વાતાવરણ ને મુગ્ધ બનાવતી હતી..સહુ પોતપોતાના બોય ફ્રેન્ડ સાથે ખુશી થી વાતો માં વીંટળાઈ ગયેલી હતી..
હા, ઘણી એવી પણ હતી..જેનો કોઈ બોય ફ્રેન્ડ નહોતો યા તો મારા જેમ અધૂરું બ્રેક અપ થયું હોય..!!

"હાય,અરુણ.!" અવાજ જાણીતો લાગ્યો..એ દિશામાં નજર કરતા..
પરોઢ નાં કોમલ કિરણો નું તેજ સમુ દેદીપ્યમાન ઊજાશ જેવી દેખાઈ આવતી મહેક..હતી..

ખુલ્લા રેશમ વાળ...તર્જની આંગળીમાં બ્લેક ડાયમંડ માં જડેલ બ્લેક બ્રાઇટ રીંગ...!! કાન ની રીંગ પણ બ્લેક..!
બેસ્લેટ...વોચ..પણ મેચિંગ...!
આંખો..માં આંજેલુ કાજલ..પાંપણ ને પરાણે મારી તરફ ખેચી રહ્યું હતું..!
ગુલાબી લિપસ્ટિક નો આછેરો રંગ..મને બેબાક નજર બસ જોતા જ રહેવા સમજાવતો હતો..
બ્લેક શૂઝ..મોજા પણ બ્લેક..!
કાર્ગો સ્ટાઇલ બ્લેક જીન્સ પર બ્લેક કમરપટ્ટો...પણ બ્લેક..!!
બ્લેક વેલ્વેટ નું શોર્ટ ટી શર્ટ એના કમર નાં ગોરાપણા ને પરાણે પરાણે સંતાડતું હતું.
એકદમ ટાઇટ..ચિપકેલા ટી શર્ટ માં એની છાતી નો ભાગ વધુ પડતો ઉપસેલો અને ઉત્તેજિત દેખાઈ આવતો હતો..


શોખ પણ કેવો હોય છે...
મેચિંગ કપડાં...મેચિંગ શૂઝ...
મેચિંગ બેગ..મચિંગ રૂમાલ... ધડિયાલ...વગેરે વગેરે..!!


મેચિંગ દિલ...હોય..?

આપનો અભિપ્રાય આપો...યાર..!!

આવતા રવિવારે...
હસમુખ મેવાડા..
સહુ નો આભાર..!!

એક દી તો આવશે...!!
મંગળવારે....ભાગ - ૪...
જરૂર વાંચો..



સહુ મિત્રો ને ગુરુ પૂર્ણિમા ની આગોતરી શુભેચ્છા ઓ..!!
ગુરુ વગર કોઈ પંથ કાપી શકાય તેમ નથી..

ગુરુ કૃપા હી કેવલમ્..


ભારત માતા કી જય..!!