ત્યારબાદ મિસ અજનબી ને તેના ઘરેથી કોલ આવ્યો..અમે બન્ને વાતમાં એટલા મશગૂલ થઈ ગયા હતા અમને સમયનું ભાન જ ન રહ્યો..તેને કોલ આવ્યો એટલે હું ત્યાંથી ઊભો થઈને ચાલ્યો ગયો..ત્યારબાદ તે વાત પૂરી કરીને મારી પાસે આવી...ત્યારબાદ તેણે મારી સામે જોયું અને મિસ અજનબી ને આંખમાં આંસુ હતા એટલે મેં કહ્યું મેં કીધું હતું ને કે હું હસીને કહીશ તો પણ તમારી આંખમાં આસું આવી જશે..તેણે મને કીધું તું બહુ ખુશનસીબ છો..એટલે મે તેની સામે જોઈને કીધું hmmm...ત્યારબાદ તેણે મને કીધું યાર સખત ભૂખ લાગી છે ચાલને કાક નાસ્તો કરીએ..મેં કીધું નાસ્તો અને અત્યારે ટાઇમ જોયો છે..જેને કીધું હા આઠને ત્રીસ જ વાગ્યા છે..મેં કીધું અત્યારે જમવાનું હોય નાસ્તો ના હોય..યાર તું મગજના ફેરવ ભૂખ લાગી છે બોજ તુ ચાલ...એટલે તેણે મારો હાથ પકડ્યો અને આગળ ચાલવા લાગી અને હું બસ તેને જોતો જ રહ્યો..ત્યારબાદ હુ બાઈક પાર્કિંગમાંથી કાઢીને બહાર આવ્યો..ત્યારબાદ તે મારી પાછળ બેઠી....તેનો એક હાથ મારા ખભા પર હતો..જે રીતના ખુશી પહેલી વાર મારી બાઇકની પાછળ બેઠી હતી તે જ રીતના મિસ અજનબી પણ બેઠી હતી..થોડી વાર એવું ફીલ થયું કે ખુશી જ મારી પાછળ બેઠી છે..ત્યારબાદ ધીમે ધીમે બાઇક ચલાવતો હતો એટલે તેણે મને કહ્યું આપણે આજે જ જમવાનું છે અને ટાઇમ્સ પર નહીં પહોંચીએ તો ભૂખ્યા રહી જશુ...થોડી ફાસ ચલાવીને શું ધીમે ધીમે ચલાવે છે..તેણે કીધું લાવ હું ચલાવી લવ મેં કીધું નાના મારે મરવું નથી હો..તેણે કીધું બહુ સારું મને પણ આવડે છે..અમે બન્ને મજાક મસ્તી અને દલીલો કરતાં કરતાં રસ્તો કપાઈ ગયો ખબર જ ના પડી ક્યારે રેસ્ટોરન્ટ આવી ગયું..ત્યારબાદ અમે ત્યાં અંદર ગયા તો ત્યાં વેઇટિંગમાં બહુ જ મોટું લાંબુ લિસ્ટ હતુ...એટલે મિસ અજનબી મારી સામું જોઇને થોડા ગુસ્સામાં..ફર્સ્ટ ટાઇમ મેં તેના ગુસ્સાનો સામનો કર્યો મારા પર ગુસ્સે થવા લાગી..કહેતી હતીને કે ફાસ ચલાવ હવે શું કરીશું...પણ તારે કોઈની વાત સાંભળવી નથી પોતાની મરજી કરવી છે..કેટલું લાંબુ વેઇટિંગ છે ક્યારે વારો આવશે ક્યારેય આપણે ઓર્ડર દઈશું ક્યારે આપણે જેમશું...એટલે હું કાન આડા હાથ રાખીને ત્યાંથી બહાર નીકળી ગયો..એટલે તે મારી પાછળ આવીને કહે વેઇટ સાંભળતો ખરા ઓ અજનબી...ત્યારબાદ મેં જલ્દી જલ્દી બાઇક કાઢ્યું અને તે મારી પાસે આવી કે સોરી સોરી યાર..મેં ગુસ્સામાં કંઇક તેને જાજુ જ કહી દીધું..પણ શું કરું યાર મને ભૂખ લાગે એટલે મને ગુસ્સો બહુ જ આવે..મેં કહ્યું જલ્દી બેસ નહીં તો તારો ગુસ્સો વધશે તો તું મને અહીંયા જ મારવા લાગીશ..અને હું કાલના ન્યૂઝપેપરની બ્રેકિંગ લાઇન બનવા નથી માંગતો..ચાલ બેસ આપણે બીજા રેસ્ટોરન્ટમાં જોઈએ..ત્યારબાદ અમે બીજા રેસ્ટોરન્ટમાં ગયા..ત્યારબાદ અમે ટેબલ પર બેઠા અને ઓર્ડર આપ્યો પછી જીવને શાંતિ થઈ..થોડીવાર થઈ એટલે જે ઓર્ડર કર્યું હતું તે બધું આવી ગયું...એટલે અમે સ્ટાર્ટ કરતાં હતાં ત્યાં તેણે તેના ચપ્પલ કાઢ્યા અને ખુરશી પર પણોઠી વાળીને બેઠી...એટલે મેં કીધું આ શું પગ નીચે ઉતાર...તું હોટલમાં જમવા આવી જો ઘરે નથી જમતી નીચે પગ રાખ બધા તેને જોવે છે..તેણે કીધું ના...મેં કીધું બધા જ જોવે છે ના સારું લાગે યાર..તેણે કીધું ભલે જોતાં આપણે શું તેની ઘરે જમવા આવ્યા..શું તું જમાનાથી આટલો બધો બીવે છે..તને મજા આવે એવી રીતના તુ જીવને બીજાનું તું શું કામ વિચારે છે..શું કામ ખોટી ગામની ચિંતા કરે છે બિંદાસ જીવન જીવને મારી જેમ...મેં કીધું મનમાં ને મનમાં હે ભગવાન...તેણે કીધું ભગવાનનું નામ ના લે જમવાનું સ્ટાર્ટ કરો ઠંડું થઇ જશે..ત્યારબાદ જમતાં જમતાં મેં તેને પૂછ્યું કે તારી લાઇફમાં કોણ જેવું સ્પેશિયલ....તેણે કીધું કોઈ સ્પેશિયલ છે જ નહીં હું મારી સ્પેશિયલ છું..બધાના નસીબમાં તારા જેવો સાચો પ્રેમ ના લખેલો હોય..ત્યાર બાદ વેટર બિલ લઈને આવ્યો અમે બંને મગજમારી કરતા હતા કે બિલ હું આપીશ...એટલે તેણે નક્કી કર્યું કે બિલ તુ આપી દે આઇસક્રીમ હુ ખવડાવીશ...ત્યારબાદ બિલ પે કર્યું..ત્યારબાદ મુખવાસ નો વાટકો ટેબલ પર હતો..એટલે તેને ત્રણ ચાર વાર મુખવાસ ખાધો..એ જોઈને મેં તેને કીધું એક કામ કરો સાથે જ લઈ લે..તેણે કીધું good idea...મેં કીધું એ..તેણે કીધું શું એ.. એ...મુખવાસ તો ખાવો તો જોઇને આવડું મોટું બિલ બનાવી દીધુ..એટલે મેં કીધું હવે જઈશું એમ કહીને હું આગળ ચાલવા લાગ્યો..બાઈક પાસે ગયું એટલે પોકેટમાં હાથ નાખ્યો પણ ચાવી ક્યાંય મળી નહીં...એટલે હું અંદર ટેબલ પર જોવા ગયો કે ત્યાં ભૂલી નથી ગયો ને ત્યાં પણ ન હતી..ત્યારબાદ પાછો બહાર આવ્યો ત્યાં મિસ અજનબી બાઈક પાસે ઉભી રહીને ચાવી ફેરવતી હતી...એટલે મેં જોઈને કીધું ચાવી તારી પાસે છે તેને કીધું હા.. તો અત્યાર સુધી બોલી કેમ નહીં...તેણે કીધું તને હેરાન પરેશાન જોઈને મને બહુ મજા આવતી હતી (હસતા હસતા)...મેં કીધું ગજબ હા....લાવ ચાવી...તેણે કીધું ના હું ચલાવીશ...ત્યારબાદ તેણે બાઇક સ્ટાર્ટ કર્યું...મેં કીધું હું રિક્ષામાં જતો રહું...તેણે કીધું તારી મરજી.. એટલે હું ધીમે ધીમે ચાલતો થયો..એટલે તેણે કીધું નખરાં બંધ કર બેસ પાછળ...ત્યારબાદ હું તેની પાછળ બેઠો એટલે તેણે મને કીધું બીક લાગતી હોય તો પકડીને બેસી જા મને...મેં કીધું એ પૂછવા જેવું છે...તેણે મારા બંને હાથ પકડયા અને તેની કમર પર રાખ્યો...તેણે કીધું પકડી રાખ મને...ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા...તે આખા રસ્તે બોલબોલ કરતી રહી અને હું બસ તેની સામે જોતો રહ્યો....
શું લાગે મિત્રો શું થશે આગળ...??