( આપણે આગળના ભાગમાં જોયું કે મિહીકા અને આદિત્ય એક જ કૉલેજ માં હોય છે પણ તેઓ એકબીજાને ઓળખતા નથી. પણ coincidentally બંને એક પ્રોજેક્ટમાં એક જ ટીમમાં હોય છે. મિહીકા આદિત્યને પોતાની ટીમમાં જોઈને થોડી નિરાશ થાય છે. હવે આગળ શું થાય તે જોઈશું.)
આ તરફ આદિત્યને એના ગૃપમાં કોણ કોણ છે એની સાથે કોઈ લેવા દેવા નથી. એને તો બસ કોઈ પણ રીતે આ પ્રોજેક્ટ પૂરો થાય એનાથી જ મતલબ છે. હવે પ્રોફેસર બધાને ગૃપ વાઈઝ બેસાડે છે. મિહીકાના ગૃપમાં એ, આદિત્ય, ધરા અને સમીર હોય છે. ધરા અને સમીર તો એક સાથે બેસી જાય છે તેથી નાછૂટકે મિહીકાએ આદિત્ય સાથે બેસવું પડે છે. આદિત્ય એની તરફ જુએ છે અને એક સ્માઈલ આપે છે અને કહે છે " hi.. I am Aditya મિહીકા પણ જવાબમાં હળવી સ્માઈલ આપે છે અને પોતાને introduce કરે છે hii... my name is Mihika.
આદિત્ય : મને ખબર છે કે તુ મિહીકા છે.
આદિત્યના આમ કેહવાથી મિહીકા આશ્ચર્યથી એની તરફ જુએ છે.
આદિત્ય : ક્લાસ ટૉપરને કોણ ના ઓળખે !!
મિહીકા : ઓહહ.. ના ના એવું નથી આ તો મને ભણવું ગમે છે એટલે બાકી મહેનત કરીને તો કોઈ પણ ટૉપર બની શકે.
આદિત્ય : હા, પણ મને તો વાંચવાના નામ પર જ કંટાળો આવે છે. ખબર નહી તમે આટલું બધું કેવી રીતે વાંચી શકો છો. હું તો બુક્સ ખોલુ કે ઊંઘ આવવા લાગે છે. પણ સારૂં છે આ પ્રોજેક્ટમાં તું છે તો મને કોઈ ટેન્શન નથી.
મિહીકા : no way, આ એક ગૃપ પ્રોજેક્ટ છે તો બધાંએ સાથે મળીને જ કરવાનું છે હો. અને તે પાછળ ફરીને ધરા અને સમીરને કહે છે કે, આપણે બ્રેકમાં મળીએ અને પ્રોજેક્ટ વિશે ડિસ્કશન કરીશું. આદિત્ય તારે પણ આવવાનું છે તે આદિત્ય તરફ ફરીને કહે છે. અને ત્રણેય જણા હા કહે છે.
બ્રેક ટાઈમમાં ચારેય જણાં કેન્ટીનમાં ભેગાં થાય છે. મિહીકા બધાંને પ્રોજેક્ટ વિશે સમજાવે છે. જુઓ સરે આપણને દુર્લભ વનસ્પતિઓનો અભ્યાસ કરી એના વિશે બધી માહિતી ભેગી કરી એના ફોટા સાથેનો પ્રોજેક્ટ તૈયાર કરવા આપ્યો છે. તો મારો વિચાર છે કે આપણે આહવા ડાંગના જંગલોમાં જઈ અભ્યાસ કરીએ.
સમીર : હા આઈડીયા તો સારો છે અને એ બહાને આઉટીંગ પણ થઈ જશે.
આદિત્ય : great હું મારી જીપ લઈ લઈશ. આપણે બધા સાથે જઈશું તો મજા આવશે.
ધરા : હા, બહું મજા આવશે મને તો સમીર સાથે ફરવાનો મોકો મળશે.
મિહીકા : ઓ મોકાવાળી આપણે ત્યાં પિકનિક પર નથી જતાં. પ્રોજેક્ટ માટે જઈએ છીએ.
સમીર : હા પણ આખો દિવસ કંઈ વનસ્પતિનો અભ્યાસ થોડો કરવાનો હોય. થોડું ઘણું ફરવાનું પણ હોય કે નઈ...
આદિત્ય : હા, હા, આપણે પ્રોજેક્ટ સાથે એન્જોય પણ કરીશું. મિહીકા આપણે ક્યારે જઈશું.
સમીર : વાહ... તને તો આ પ્રોજેક્ટમાં કંઈક વધારે જ ઈન્ટ્રેસ્ટ છે ને... આમ તો તું એક પણ લેક્ચર ભરતો નથી.
આદિત્ય : ના યાર એવું નથી. પણ મને એડવેન્ચર્સ ખૂબ ગમે છે. આ તો આ પ્રોજેક્ટમાં પાર્ટ લેવો ફરજીયાત છે એટલે નહી તો કોઈ બીજા પાસે પૂરુ કરાવી લેત. અને મને ખબર નહી કેમ આ પ્રોજેક્ટ આપણાં માટે યાદગાર રેહશે એવું લાગે છે.
ધરા : સારુંને એ બહાને આપણે એકબીજાને ઓળખી શકીશું. બાકી તુ તો તારી જ દુનિયામાં મશગૂલ હોય, અને આ મેડમ એની બુક્સમાં. ધરા મિહીકા તરફ જોઈને કહે છે.
મિહીકા : અને તમે બંને એકબીજામાં... તે ધરા એને સમીરને કહે છે.
ધરા : વાહ તો તને ખબર છે અમારા વિશે !!
મિહીકા : હા ખબર તો હોય જ ને... હું પણ તમારી કૉલેજમાં જ ભણું છું હો...
ધરા : પણ તું હંમેશા લાઈબ્રેરીમાં જ હોય છે અને જ્યારે જુએ ત્યારે બુક્સ જ વાંચતી હોય એટલે મને લાગ્યું કે તને કૉલેજમાં બીજું શું ચાલે છે એ ખબર ના હોય !!
મિહીકા : હા વાત તો તારી સાચી છે મને વાંચવુ ખૂબ ગમે છે. પણ હું એટલી પણ બેધ્યાન નથી કે કૉલેજમાં બીજું શું થાય છે તેની ખબર ના હોય.. હા, પણ honestly કહું તો મને તમારા વિશે ખબર નહોતી. આ તો મારી બેસ્ટફ્રેન્ડ ઈશુએ મને કહ્યું હતું.
સમીર : ઓફ ઓઓઓઓ.. તમે બંને આજે બધું જાણી લેવાના કે શું ? હવે બધું પછી જાણી લેજો. હવે એ કહો કે આપણે આહવા ક્યારે જવાનું છે.
આદિત્ય : હા યાર આ છોકરીઓ પાસે ખબર નહી આટલી વાતો ક્યાંથી હોય છે. બસ એમને મોકો મળવો જોઈએ. ચાલો ત્યારે હવે મેઈન ટોપિક પર આવીએ આપણે ક્યારે જઈશું ?
મિહીકા :જુઓ કાલે રવિવાર છે તો આપણે કાલે સવારે જ નીકળી જઈએ તો સાંજે જલ્દી પાછા આવી શકીએ.
આદિત્ય : good idea.. તો હું આજે જ જીપની સર્વિસ કરાવી દવ. જેથી રસ્તામાં કોઈ પ્રોબ્લેમ્સ નહી આવે.
મિહીકા : હા પણ પેટ્રોલનો અને બીજા બધા જ ખર્ચ આપણે સોલ્જરીથી કરીશું.
આદિત્ય : અરે પણ એની શું જરૂર છે પેટ્રોલ તો હું ભરાવી દઈશ.
મિહીકા : ના આદિત્ય આ પ્રોજેક્ટ આપણાં બધાંનો જ છે. તો ખર્ચ પણ આપણે સાથે જ વહેંચીશું.
ધરા : હા મિહીકાની વાત સાચી છે.
સમીર : હા યાર મને પણ આ જ યોગ્ય લાગે છે.
આદિત્ય : OK as u wish. તો આપણે કાલે સવારે મળીએ.
મિહીકા : અરે wait. મળીએ એવું તો કહી દીધું પણ ક્યાં મળીશું એ વિશે કંઈ વિચાર્યું ?
આદિત્ય : અરે હા એનો તો મને ખ્યાલજ ના રહ્યો. ખરેખર તું ટૉપર ખરી હો. તું બધું જ વિચારે છે.
મિહીકા : બસ હો.... હવે મને ચણાના ઝાડ પર ચઢાવવાની જરૂર નથી. litsen આપણને બધાંને જ નજદીક પડે એવી જગ્યા પર જ આપણે મળીએ.
સમીર : મારા ખ્યાલથી આપણે બધાં અહીં કૉલેજ પર જ મળીએ. તો સારુ રેહશે.
આદિત્ય : હા એ સારું રેહશે.
મિહીકા અને ધરાને પણ એ જ યોગ્ય લાગે છે. અને બીજા દિવસે સવારે છ વાગ્યે બધાં અહીં જ ભેગાં થશે એવું નકકી કરી ચારેય છૂટા પડે છે.
મિહીકા ઘરે જઈ એના મમ્મી પપ્પાને કૉલેજના પ્રોજેક્ટ વિશે અને આહવા - ડાંગ જવાની વાત કરે છે. એની મમ્મી કોણ કોણ સાથે જવાનું છે એ પૂછે છે. અને મિહીકા ધરા, સમીર અને આદિત્ય વિશે કહે છે. એની મમ્મીએ એમની રોજની આદત પ્રમાણે સલાહ - સૂચનો આપવાં લાગે છે. અને મિહીકા હસીને એની મમ્મીને હગ કરે છે. અને સૂવાની તૈયારી કરે છે.
આ તરફ આદિત્ય પણ આ પ્રોજેક્ટ માટે ખૂબ ઉત્સાહિત હોય છે. એ એની જીપને સર્વિસ કરાવી લે છે. ઘણાં સમયથી એણે કોઈ એડવેન્ચર ટ્રીપ ન્હોતી કરી હતી. આ પ્રોજેક્ટ એના માટે એક એડવેન્ચર ટ્રીપથી વધું કાંઈ ન્હોતો. પણ મિહીકા અને આદિત્ય એ વાતથી બેખબર હતા કે કુદરતે એમના માટે કંઈક અલગ જ વિચારેલ હોય છે.
વધું આગળના ભાગમાં...
( મિત્રો, આ ભાગ પરથી તમે એટલું તો સમજી ગયા હશો કે મિહીકા અને આદિત્ય જ આપણી સ્ટોરીના હીરો હિરોઈન છે. પણ એમની વચ્ચે કયા સંજોગોમાં પ્રેમ ઉદ્દભવે છે તે જોઈશું આગળના ભાગમાં...)
સ્ટોરી પસંદ આવે તો રેટીંગ અને કોમેન્ટ જરુર આપજો.
Tinu Rathod ' Tamanna '