Premkunj - 12 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | પ્રેમકુંજ - (ભાગ-૧૨)

Featured Books
Categories
Share

પ્રેમકુંજ - (ભાગ-૧૨)


પ્રેમકુંજ-(ભાગ-૧૨)

મને વિશ્વાસ નથી આવતો..!!!કુંજ

જો તને મારા પર વિશ્વાસ ન હોય તો તું મારા પર વિશ્વાસ કરતા શીખી જા આજ થી...

ઓકે કુંજ હું આંખ બંધ કરું છું.

જેવી રિયા એ આંખ બંધ કરી કુંજ ઉભો થયો રિયાની
પાછળ જય રિયાને એક મસ્ત ડાયમન્ડનો હાર પહેરાવિયો.

કુંજ કુંજ હું આંખો ખોલું...!!!

હા, રિયા..!!!

રિયા તેના ગળામાં ડાયમન્ડનો હાર જોઈને ધર ધર આંસુ એ રોવા લાગી.

કેમ રિયા તું રડે છે,નહીં કુંજ આ ખુશીના આંસુ છે.
આજ સુધી મારા ડોકમાં મેં કહી નથી પહેર્યું આજ તે મને હાર પહેરાવ્યો એના આસું છે કુંજ.

થેનક્સ કુંજ..!!!

સર આપનો ઓર્ડર ભેળ અને વેનીલા આઈસ્ક્રીમ.

ઓકે થેનક્સ અહીં ટેબલ પર મૂકી દો..

આભાર..!!!

તે દિવસ હું અને કુંજ ભેળ અને આઇસક્રીમ ખાયને છુટા પડીયા.કુંજ મને લાલજીની દુકાન સુધી મુકવા આવીયો.

બાય રિયા..!!!

મેં પણ કુંજ ને કહ્યું બાય જલ્દી ફરી મળીશું..

કુંજ જ્યાં સુધી દેખાતો બંધ થયો ત્યાં સુધી હું તેને નિહાળતી રહી.તે જગ્યાને પણ હું નિહાળતી રહી
બસ નિહાળતી જ રહી...

"એની દરેક યાદ દિલમાં હજી તાજી છે,

એ નથી મારી પાસે પણ એની આસ હજી બાકી છે,

એની યાદ આવતા જ આંસુ આવી જાય છે,

આ આંસુ તો પી લીધા પણ પ્યાસ હજી બાકી છે."

આજ રિયાને કુંજ સાથે પ્રેમ થઈ ગયો હતો.તે ઘડી ભર ઘડી ભર કુંજે આપેલ ડાયમન્ડના હારને હાથમાં લઈ જોઈ રહી હતી.કેટલો સુંદર છે.કુંજ પણ એટલો
જ સુંદર છે.શું કુંજ મને મળશે..?

હું આ દુનિયામાં બે જ વ્યક્તિને ઓળખું છું એક લાલજી અને કુંજ આ દુનિયામાં મારુ કોઈ નથી.
મને કોઈ રાખવા પણ ત્યાર નથી.એક હોટલમાં રહેતી છોકરીને કુંજના માતા-પિતા સ્વીકારશે.જેના માતા પિતા નથી તે છોકરીને કુંજ સ્વીકારશે...

કુંજને મારે કેહવું જોતું હતું કે આ દુનિયામાં ફક્ત તું એક જ છે મને પ્રેમ કરનાર છે,મારુ બીજું આ દુનિયામાં કોઈ નથી કુંજ..

મેં શા માટે નો કીધું..!!!!

રિયા તું કુંજને પ્રેમ કરવા લાગી છો.શુ કુંજને તું આ વાત કશ તો શું તને કુંજ પ્રેમ કરશે.નહીં કદાપિ નહિ.
પણ,મારે કુંજને એ વાત કરવી જોઈએ.હા હું કરીશ જ ભલે તે મને છોડી દે કેમ કે એક દિવસ બહાર તો વાત આવાની જ છે.

આજ રિયાને નિંદર નોહતી આવી રહી.બસ કુંજના જ વિચાર કરી રહી હતી.તે એને જ સવાલ કરી રહી હતી.

આ પ્રેમ કેવો હશે..?

શું કોઈને પ્રેમ કરવો જરૂરી છે...?

એકબીજા સાથે મિત્રતા રાખી તેની સાથે જીવન પ્રચારનો કરી શકાય.લોકો લગ્ન શા માટે કરતા હશે.
લગ્ન કરીને જ સાથે રહી શકાય.એ પહેલા કેમ નહીં. રિયા ને આજ સવાલ ઉદ્દભવી રહિયા હતા.તેનું શરીર તેના સવાલોના જવાબ પણ આપી રહીયું હતું.

પ્રેમ કોઇ વ્‍યકિતના શરીરને નહી પરંતુ આત્‍માને થાય છે. પ્રેમ વ્‍યકિતની ખુબીને નહી પરંતુ ખામીને થાય છે. પ્રેમ વ્‍યકિતની બાહય સુંદરતા નથી જોતો. પણ આંતરીક સુંદરતાને અનુભવે છે. પ્રેમ કરવો સહેલો છે. પરંતુ કોઇના પ્રેમને સમજો એટલો જ મુશ્‍કેલ છે. પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્‍કેલ છે.

સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ.જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ.જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળેશે પણ તારી લાગણીને સમજનાર અને ખામીઓને સ્‍વીકારનાર કોઇ એક જ હોય છે.તે કુંજ જ છે રિયા બીજું કોઈ નહિ.

રિયાનું મન કહી રહયું હતું કોઈ સાથે પ્રેમનો સંબંધ એ લોહીના સંબંધથી અનેક ગણો મહાન છે.જીવનમાં પરિસ્‍થિતિ ભલે બદલાય.પરંતુ સાચો પ્રેમ કદી બદલાતો નથી. સાચો પ્રેમ એ નિરંતર વહેતા પાણીના પ્રવાહ જેવો હોય છે.તે પોતાનો રસ્‍તો આપો આપ જ કરી લે છે.વ્‍યકિત જયા પણ સાચો પ્રેમ અનુભવશે ત્‍યા આપોઆપ જ તણાતો રહેશે.

પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે.જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય છે.એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઇ જાય છે.જયા સાચો પ્રેમ હોય છે ત્‍યા વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે.પણ જયા વિશ્વાસ જ નથી હોતો.ત્‍યા કદિ સાચો પ્રેમ પાંગરતો નથી.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)