Atut dor nu anokhu bandhan - 20 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | અતુટ દોર નુ અનોખું બંધન -20

Featured Books
Categories
Share

અતુટ દોર નુ અનોખું બંધન -20

સવારે બધા ઉઠીને સાથે નાસ્તો કરવા બેસે છે. નિહાર ના લગ્ન ને ત્રણ દિવસ થઈ ગયા છે. બધા કૃતિ ને બહુ જ સરસ રાખે છે. એટલામાં નીર્વી એક કવર લઈને આવે છે અને કૃતિ ને આપે છે. અને ખોલવા કહે છે તો એ જોઈને કૃતિ ખુશ થઈ જાય છે.

બધા પુછે છે તો નીર્વી કહે છે આ નિહારભાઈ એ લોકોનુ હનીમુન પેકેજ છે તેમની ગિફ્ટ અમારા ત્રણેય ભાઈઓ તરફથી. અને એ કેરાલા નુ પંદર દિવસ નુ પેકેજ હતુ.

દાદી કહે છે બેટા ફરી આવો તમે. આ જ તમારા માટે એકબીજાને સમજવાનો, એકબીજા ને સમય આપી હંમેશા માટે એકબીજા ના થવાનો સમય છે. અને આ યાદો જ તમને આખી જિંદગી સાથે રહેવાની ઈચ્છા જિવંત રાખશે.

પછી બધા છુટા પડે છે.કૃતિ રૂમમાં જાય છે અને તેની મમ્મી ને ફોન કરે છે તે કહે છે, મમ્મી મારો પ્લાન તો ફ્લોપ જતો લાગી રહ્યો છે. મે હજુ નિહાર સાથે એટલો સંબંધ વધાર્યો નથી. અને આ લોકો અમને હનીમૂન માટે પેકેજ આપી દીધું છે આજે. મે બધાની વચ્ચે તો ખુશ થઈ ને હા પાડી.

આ બધુ ના થાય એ માટે મે નિહાર ને કહ્યું હતુ કે અત્યારે આપણે એટલું કમાતા નથી તો અત્યારે ફરવા નથી જવુ અને તેને સમજાવી દીધો હતો.પણ આ લોકોએ તો એમના પૈસાથી બધુ કર્યુ એટલે હુ ના પણ નથી પાડી શકતી...મારે તો ઘરમાં રહીને બધુ બરાબર જાણીને અહીંથી સફાયો કરવાનો હતો.

થોડી વાર સાભળીને તે કહે છે, સારૂ હુ જઈ આવીશ આગળ જોઈએ...આ બધુ બહારથી સાચી સાભળી રહી છે...

               *         *         *        *        *

નિહાર અને કૃતિ હનિમૂન માટે નીકળી ગયા છે. આ બાજુ બીજા દિવસે સાચી, પરી અને નીર્વી દાદીના રૂમમાં આવે છે તેઓ દાદીને કૃતિ ની બધી જ વાત કરે છે. અને તેમનો આગળનો પ્લાન કહે છે.

તેઓ તેમાં થોડી સલાહ આપે છે. અને ઘરની બધી જ પ્રોપર્ટી બધાની સેફ જગ્યાએ કરી દેવાય છે. અને કૃતિ વિશે આ બધુ કરવા માટે નુ સાચુ કારણ જાણવા કહે છે. અને તેમનુ મિશન ચાલુ થાય છે.

             *         *         *         *         *

આજે નિહાર અને કૃતિ ના હનીમૂન નો સાતમો દિવસ છે. આટલા દિવસ બંને સાથે ફરે છે પણ હજુ કૃતિ એ નિહારને કોઈ લગ્ન પછી શારીરિક સંબંધો માટે મંજુરી આપી નથી.

સાજનો પાચ વાગ્યા નો સમય છે. આજે બંને ફરીને થાકેલા હતા. એટલે બંને હોટેલમાં રૂમમાં જ છે.. નિહાર બેડ પર ઘસઘસાટ સુઈ ગયો છે. આ બાજુ કૃતિ પડખા ફેરવે છે પણ ઉઘ આવતી નથી. તે બાલ્કનીમાં આવીને તેની મમ્મી ને ફોન કરવા પ્રયત્ન કરે છે. પણ ત્યાં ગયા પછી એમની ઘરે કોઈની સાથે વાત થઈ નથી. પણ ફોન ના લાગતા તે ગુસ્સામાં ફોન પછાડે છે અને ત્યાં બેસી જાય છે. અને રડી પડે છે અને તેને તેનો ભુતકાળ યાદ આવી જાય છે....

     
            *         *          *         *         *

અઠાવીસ વર્ષ પહેલા,

7 જુલાઈ નો દિવસ,

કૃતિ ઉછળતી કુદતી બાર વાગે તેની સ્કૂલમાંથી ઘરે આવે છે.તે  બીજા ધોરણમાં હતી. અને તેનો ભાઈ હજુ સિનિયર કેજીમા ભણતો હતો. ઘર મિડિયમ હતુ પણ બધા પ્રેમથી ખુશીથી રહેતા હતા.

તે ઘરે આવે છે અને જુએ છે કે તેની મમ્મી ની આસપાસ ઘણા લોકો ટોળે વળ્યાં હતા. કોઈએ કહ્યું તેને કે તે ભગવાનના ઘરે ગઈ છે.તેમને હાર્ટ ની કોઈ બિમારી હતી. તે બહુ રડી હતી તેના ભાઈને લઈને. થોડા દિવસો તો સગા ત્યાં રહ્યા પણ તેનુ બહુ મોટું કુટુંબ નહોતું તેથી અઠવાડિયામાં બધા ઘરે જતાં રહ્યા.

હવે બે નાના બાળકોની જવાબદારી તેના પપ્પા ના માથે હતી.તેની મમ્મી ઘરે ટ્યુશન ને કરાવતી. પપ્પાની એટલી આવક નહોતી.તેથી ઘર ચલાવવામાં તફલીક પડવા લાગી. અને સ્ત્રી વગરના ઘરની હાલત બહુ ખરાબ થઈ જાય છે.આ બધી જવાબદારી એકસાથે માથે આવી જતાં તે ચિંતા માં આવી ગયા. અને ધીરેધીરે ચિંતા દુર કરવા તેઓ શરાબ પીવા લાગ્યા.

આ બધુ રોજ ચાલવા લાગ્યું. તેના એક ફોઈ હતા જેમને લગ્ન ના ઘણા વર્ષો થયા હોવા છતાં કોઈ સંતાન નહોતું. તેથી તેમને કૃતિ ના ભાઈને તેમના દીકરા તરીકે તેને અપનાવી ઘરે લઈ જવા કહ્યું. નશામાં રહેતા તેના પિતા ને દીકરાને દુર કરવા માટે દુઃખ પણ ના થયુ અને હા પાડી દીધી.

કૃતિ એ બહુ ના કહી પણ કોણ હતુ હવે એનુ સાભળનાર !! હવે તે એકલી થઈ ગઈ હતી. સ્કુલની ફી પણ ભરવાના પૈસા ન રહેતા તેને એક સરકારી શાળામાં ભણવા મુકી દીધી.

થોડા મહિના આમ ચાલ્યું તે સ્કુલેથી આવીને બાજુ વાળા ના ઘરે રમતી. એક બા હતા તે તેને સાચવતા. હવે તે દારૂની સાથે ક્યારેક સટ્ટો પણ રમતા. એમાં એક દિવસ એ બહુ હાર્યા અને હવે તેની મમ્મી ના દાગીના અને એક વતનનુ ઘર હતુ એ પણ વેચી દીધુ હતુ.

આખરે એક દિવસ એવો આવ્યો કે તેના પપ્પા એ તેને એક જગ્યાએ વેચી દીધી. અને તેની જિંદગી માં એક નવો વળાંક આવ્યો....

એક દંપતી એ તેને વેચાતી લઈ લીધી એ બીજું કોઈ જ નહી પણ અત્યારે તેના કહેવાતા માતાપિતા છે. એ બસ કૃતિનો ફક્ત ઉપયોગ કરી રહ્યા છે.અને તે ફક્ત તેના કહેવા પ્રમાણે કામ કરી રહી છે.....

આગળ શુ શુ થયુ હશે તેની લાઈફમાં ??  કૃતિ શુ તેની લાઈફમાં નિહાર ને લાગણી થી અપનાવી શકશે ??

જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન -21