તો ઘણું છે
નથી જોઇતી યાદોની અઢળક ભારીઓ મને,
એકાદ બે સારી સ્મૃતિઓ મળે તો ઘણું છે,
નથી જોઈતા દુનિયા ના ઉપકરણો મને,
કોઈ નું એક અંતકરણ મળે તો ઘણું છે,
નથી ગમતા આ દુનિયા ના અલગાવો મને,
કોઈ નો સારો એક લગાવ મળે તો ઘણું છે,
નથી આપવી કોઈને નકામી વેદનાઓ મને,
જો અપાય એકાદ સંવેદના તો ઘણું છે,
નથી જોઈતા આ સંબંધો ના ભારી ભરખમ પોટલાઓ,
મળે ક્યાંક સંસ્મરણ એવું સગુ મળે તો ઘણું છે,
નથી જીવવું આ આભાસી દુનિયામાં મારે,
બેનામ, મળે એક અહેસાસની પળ તો ઘણું છે.
ખબર નહીં પણ કેમ બેનામ આમ થતું હસે,
કોઈ ગુમનામ નાં હાસ્ય ઉપર આ દિલ ઢળી જતું હશે,
ખબર જ છે કે નહિ મળે અહીં ઉતારાઓ,
તોય ના જાણે કેમ એ તરફ ઢળી જતું હશે,
જ્યાં નથી વસાહતો એ તો કોઈ ના દિલ છે,
એ ગુમનામ રસ્તા તરફ ના જાણે કેમ દોડી જતું હશે,
કાબૂ માં રાખવાની કોશિશો તો ઘણી છે છતાં,
કોઈની લાગણી નું બળ એ તરફ દોરી જતું હશે,
ના જાણે શાં શમણાં એને આજકાલ સતાવે છે,
કઈ બોલ્યા વગર જ કેમ એ રડી જતું હશે,
લાગે છે "બેનામ" કંઇક સારું થવા જઈ રહ્યું છે આજે,
કઈ અમસ્તું જ તો આ દિલ નહિ જોરથી ધડકતું હશે..
ચાલો બનાવીએ
ચાલો આજ એક નવી દુનિયા બનાવીએ,
સ્વર્ગ ને પણ ઝાંખી પાડે એવી ધરા બનાવીએ,
ના દુઃખો ને જગ્યા હોય, ના દર્દ ની વાતો મળે,
એવી એક ખૂબસૂરત નગરી બનાવીએ,
પ્રેમ ની નદીઓ વહે, લાગણીઓના સમુદ્ર મળે,
એવી એક ખૂબસૂરત વસુંધરા બનાવીએ,
ના વેર ઝેર હોય, ના ઈર્ષા મળે લેશ,
જ્યાં ઉભરાય હેત આપર એવી ધરણી બનાવીએ,
હસતા ખીલતા ચહેરાઓ મળે, મળે નયન રમ્ય નિશાનીઓ,
નવા ઉમંગો સભર એવી ધરતી બનાવીએ,
જ્યાં નિર્ભય રહે દરેક દીકરીઓ, જ્યાં ડર ના હોય સહેજ,
ચાલો "બેનામ" એવા આપણે શહેરો વસાવીએ...
દૂર કહી જાના હૈ
ચલ સાથી આજ હમે દૂર કહી જાના હૈ,
મુશ્કિલ ડગર હૈ, સાથ તુઝે આના હૈ,
અંજાને રાસ્તે હૈ, મુશ્કિલ યે ફસાના હૈ,
ચલ સાથી આજ હમે દૂર કહી જાના હૈ,
વો ખૂબસૂરત જહાં હૈ, નયા જમાના હૈ,
હમ જૈસે અલબેલો કા વહા ઠિકાનાં હૈ,
ચલ સાથી આજ હમે દૂર કહી જાના હૈ,
બડે સે ઘર હૈ ઔર છોટા સા તરાના હૈ,
બડી હમારી મંજીલ હૈ બડા આશિયાના હૈ,
ચલ સાથી આજ હમે દૂર કહી જાના હૈ,
નયે લોગો સે મિલના હૈ, દોસ્ત ભી બનાના હૈ,
ગીત નયે ગાના હૈ ઔર ગુનગુનાના હૈ,
ચલ સાથી આજ હમે દૂર કહી જાના હૈ..
કહેવાય નહીં
આમ તો આ જિંદગી કોરી છે અમારી,
પણ
તમારું હેત ભીંજવી જાય તો કેહવાય નહિ,
આમ તો બહુ કઠણ છીએ અમે,
પણ
પણ તમારો સ્નેહ અસર કરી જાય તો કેહવાય નહિ,
આમ તો સાવ બેરંગ છે જિંદગી અમારી,
પણ
તમારી લાગણીઓ રંગ ભરી જાય તો કહેવાય નહી,
આમ તો અસમંજમાં છે જિંદગી અમારી,
પણ
તમારો એક ઈશારો કામ કરી જાય તો કહેવાય નહી,
આમ તો ઘણી મુશ્કેલીઓમાં ઘેરાયેલ છીએ અમે,
પણ
તમારી એક હામ થી જીવી જવાય તો કહેવાય નહી,
આમ તો બહુ મજબૂત દિલ છે મારું બેનામ,
પણ
તમે સામે આવો ને આંખ દગો કરી જાય તો કહેવાય નહી..