Dikri vahal no dikro in Gujarati Women Focused by Suresh Thakor books and stories PDF | દીકરી વ્હાલ નો દીકરો

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

દીકરી વ્હાલ નો દીકરો

દીકરી વ્હાલ નો દરિયો

ચોમાસાના દિવસની શરૂઆત થઈ ગઈ હતી. રામજીભાઈ એ પોતાનું ખેતર ખેડી ને તૈયાર કરી દીધું હતું. તેઓ પોતાના ખેતરમાં ઉભા રહીને આકાશ તરફ જોઈ રહ્યા હતા. તેમને વિચારો આવતા હતા કે આ વર્ષ વાવણી લાયક સારો વરસાદ થાય તો પોતાની વ્હાલી દીકરીના હાથ પીળા કરી નાખું. આકાશમાં પણ કાળા વાદળો જોવા મળતા હતા અને આ જોઈ ને રામજીભાઈ હર્ષ અનુભવતા હતા.

રામજીભાઈ ની એક જ દીકરી હતી. નામ તેનું હેતલ. ભગવાને દીકરો ના આપ્યો પણ દીકરાની ખોટ પૂરી કરે તેવી આજ્ઞાકારી દીકરી મેળવી રામજીભાઈ ખુશ હતા. હેતલ ગામડાની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી વાંચતા લખતા શીખી હતી. ગામમાં માધ્યમિક શાળા ન હોવાથી તેને ભણવાનું છોડી ને ઘરકામ તથા રામજીભાઈ ને ખેતીકામ મા મદદ કરતી. હેતલ સરળ સ્વભાવ ની છોકરી હતી. ગામડાની બીજી છોકરીઓ ની જેમ જ રમુજી અને નટખટ. રામજીભાઈ ને પોતાની દીકરી ઉપર ખૂબ જ સ્નેહ. હેતલ માટે જરૂરી તમામ વસ્તુઓ એ માગે ત્યારે હાજર જ હોય. હેતલ ને કોઈ બાબતે ખોટ પડવા ના દે. આ જોઈ ક્યારેક હેતલ ના બા રામજીભાઈ ને ટોકે પણ ખરા કે "તમે હેતલ ને બગાડો છો. દીકરી તો પારકુ ધન કહેવાય. આવા લાડ કરવા સારા નહિ. સાસરે જશે ત્યારે તેને ઘરકામ પણ આવડવું જોઈએ". રામજીભાઈ તેમની પત્ની ની આ વાત સમજતા પણ પોતે પોતાની વ્હાલી દીકરી ઉપર કોઈ બંધન મૂકવા માગતા ન હતા. હેતલ પણ પોતાના બાપુજી સાથે જ જમવા બેસતી ક્યારેક ખેતરમાં તેમના માટે ભાથું લઈને જતી. કહેવાય છે કે છોકરી ને વધતા વાર નથી લાગતી. હેતલ પણ ક્યારે સગાઈ કરવા યોગ્ય થઈ ગઈ તેની રામજીભાઈ ને ખબર પણ ના પડી.

રામજીભાઈ હવે દિવસ રાત ચિંતામાં રહેવા લાગ્યા. તેઓ પોતાની દીકરી માટે યોગ્ય મુરતિયો ની શોધમાં હતા. હેતલ પણ પિતાજીની મુંઝવણ ને પારખતી હતી પણ તે કાઈ બોલતી ન હતી. યુવાની ના ઉંબરે પહોંચેલી હેતલ હવે પિતાજી સાથે અોછુ બોલતી. હવે તે તેની બા સાથે વધુ સમય પસાર કરવા લાગી. હેતલ ઘરકામ મા કુશળ બની ગઈ હતી. જ્યારે મહેમાનો આવતા ત્યારે હેતલ જ રસોઈ બનાવતી અને બધા તેની રસોઈના ભરપેટ વખાણ કરતા. થોડા સમયમાં જ હેતલ માટે સારા એવા ઘરના છોકરાનું માગું આવ્યું. છોકરો શહેરમાં ભણતો હતો. સંસ્કારી અને સુખી સંપન્ન પરિવાર હતો તેથી રામજીભાઈ એ પણ હેતલ ના સગપણ ની હા પાડી દીધી. અત્યારની જેમ છોકરાં છોકરી ને જોવા નો રિવાજ ન હતો તેથી હેતલ પણ પોતાના પિતાજી ની હા મા જ ખુશ હતી.ગામના લોકો પણ કહેતા કે હેતલ નસીબ વાળી છે કે આવું સુંદર અને ખાનદાન ઘરનું માગું સામેથી આવ્યું. હેતલ ના સાસુ સસરા પણ ખૂબ જ સંસ્કારી હતા. દહેજ ના જમાના મા એમને રામજીભાઈ પાસે માત્ર હેતલ ની જ માગણી કરી. રામજીભાઈ પોતે યથાશકિત દહેજ આપવા માગતા હતા તો પણ એમને ના પાડી દીધી. રામજીભાઈ પોતાની દીકરી ને આવા માતા પિતા તુલ્ય સાસુ સસરા મળ્યા તેથી હર્ષ અનુભવતા હતા.

થોડા સમયમાં જ હેતલ અને રામજીભાઈ માટે ખુશીના સમાચાર આવ્યા. હેતલની જેની સાથે સગાઇ થઇ હતી એને આર્મીમાં નોકરી મળી ગઈ. આ સમાચાર સાંભળી હેતલના સાસરિયામાં પણ બધા લોકો હેતલ ને શુકનિયાળ માણવા લાગ્યા. બને પરિવારોમાં ખુશીનો માહોલ હતો. હેતલના લગ્ન ટુંક સમયમાં જ ગોઠવવામાં આવ્યા. રામજીભાઈ એ પોતાની વ્હાલી દીકરીના લગ્નમાં કોઈ કસર બાકી ના રાખી. તમામ ગામલોકો ને આમંત્રણ આપવામાં આવ્યું. નક્કી કરેલા દિવસે જાન આવી. હેતલ જે ઘર, ગામના ગોંદરે રમી હતી ત્યાંથી હવે તે જતી હતી. વિદાય પ્રસંગ ખૂબ જ ભાવુક હતો. રામજીભાઈ અને તેમના પત્ની પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. એકબાજુ પોતાની દીકરી ને સારી જગ્યાએ લગ્ન કરાવવાનો આનદ હતો તો બીજી બાજુ જેને નાનપણ થી હેત અને સ્નેહ સાથે મોટી કરી એ દીકરી સદાય માટે પોતાનું ઘર છોડીને જઈ રહી હતી. રામજીભાઈ જેવા અડગ મન નો માનવી પણ પોતાની દીકરીની વિદાયમા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. હેતલ પણ પોતાના મન પર કાબૂ મેળવી શકતી નથી. જે આંગણાં મા તે મોટી થઈ હતી , જે માટીમાં તે રમી હતી, જે પિતાજીનો ખોળો ખુંદતી તે મોટી થઈ હતી, જે માતા ના સ્નેહ નીચે એ રહી હતી એ બધું જ છોડી ને એ જઈ રહી હતી. હેતલ ને ખબર હતી કે તેના લગ્ન બાદ તેના બા બાપુજી એકલા થઈ જાસે તેથી તેને વધુ દુઃખ થાતું હતું. ગામના લોકો આ સમયે રામજીભાઈ તથા તેમના પત્ની ને હિંમત આપતા હતા. થોડા જ સમયમાં હેતલ પરણીને ને કોઈ પંખી ઉડીને જતું રહે એમ જતી રહી. રામજીભાઈ તથા તેમના પત્ની પણ તેમના ખેતીકામ મા જોડાઈ ગયા. દીકરી સાસરે ખુશ છે તે જાણી બને ખુશ થતા.

હેતલ પોતાના સાસરે ખુશ હતી. તેનો પતિ આર્મી મા સેવા બજાવતો એટલે મોટે ભાગે હેતલ ને સાસુ સસરા સાથે જ રહેવું પડતું. હેતલ ખૂબ મન થી સેવા કરતી અને ઘરના તમામ કામો પણ એ કરી લેતી હતી. એક દિવસ આ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. હેતલ નો પતિ આતંકવાદી સાથે ની અથડામણ મા શહિદ થઈ ગયો. હેતલ ઉપર તો જાણે આભ તુટી પડ્યું. હેતલ ના સાસુ સસરા આ આઘાત સ હન ન કરી શક્યા. તે બનેને લકવો પડી ગયો. રામજીભાઈ પણ પોતાની દીકરી ઉપર આવી પડેલી આફત સાંભળી ખૂબ જ દુઃખી થયા. રામજીભાઈ હેતલ ને મળવા માટે ગયા ત્યારે હેતલ અડગ બની પોતાના સાસુ સસરા ની સેવા કરતી હતી. રામજીભાઈ પોતાની દીકરી ની આ હાલત જોઈ ને રહી ના શક્યા. ત્યારે હેતલ તેમની પાસે આવીને સુંદર વાક્ય બોલી - " બાપુજી તમે આપેલા સંસ્કારો હું જાળવી રાખીશ અને તમારી પ્રતિષ્ઠા ને હાની પહોંચે એવું વર્તન કોઈ દિવસ નહિ કરું. " આ સાંભળી રામજીભાઈ બોલ્યા કે " બેટા ભગવાને મને દીકરી નહિ પણ દીકરો આપ્યો છે જે બે મા બાપ ની સેવા કરી એમને સાચવે છે." રામજીભાઈ તેમની પત્ની અને હેતલ અને તેના સાસુ સસરા એકસાથે રહેવા લાગ્યા. હેતલે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું. જે માતા પિતાની સાથે સાસુ સસરા ની પણ પ્રેમથી સેવા કરતી હતી.જે અત્યાર સુધી કોઈ દીકરા એ કામ નથી કર્યું એ હેતલે કરીને આખા સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. દીકરો પ્રત્યે ઘૃણા ધરાવતા આજના આધુનિક સમાજ ને માટે હેતલ જેવી દીકરીઓ પાસેથી ઘણું શીખવું પડે.


ઠાકોર સુરેશ ( માંડવી)