આગળ જોયું કે ઓમ તેની મનની શકિતથી પર્વત માં માર્ગ બનાવે છે અને આગળ ગુફા તરફ જાય છે.ગુફા ચારે તરફથી બંધ હતી તેથી ઓમ બહાર નીકળ્વાનો રસ્તો શોધે છે.
ઓમ નીચે પુસ્તક શોધે છે અને ટોર્ચનાં પ્રકાશમાં તે પુસ્તક માં જોઈ છે.
"પથ્થરોમાં જ માર્ગ છે , કર એટલે અહીં હાથ ની વાત કરી લાગે છે...હાથ ઉઠાવી વાર કરું તો રસ્તો ખુલશે..પણ હું હાથ ઉઠાવીને વાર કરીશ તો મારો હાથ તુટી જશે પથ્થર ને કશું નહીં થાય....પણ ચામાચીડિયુંને લીધે આ પથ્થર ન ખસ્યો હોય અને મારા હાથ થી ખસ્યો હોય તો.....!! ઓમ વિચાર કરે છે.
નાનો પથ્થર ખસ્યો હતો તે દિવાલ સામે ઓમ તેનાં હાથ સીધા કરે છે. અચાનક તેનાં હાથમાંથી ભુરા રંગનો પ્રકાશ નીકળે છે અને સામે પથ્થરો ખસીને રસ્તો બની જાય છે.
"આ બધું કેવી રીતે થાય છે આ શકિત ઓ મારી પાસે કેવી રીતે આવી.....?" ઓમ વિચાર કરે છે.
ઓમ એ રસ્તા પર આગળ વધે છે.તે આજુબાજુ જોઈ છે.એ ગુફાની બહાર એક સુંદર વન હતું.ઓમ એ આવું સુંદર વન કયારેય જોયું ન હતું. વન જોઈ એવું જ લાગતું હતું કે જાણે પૃથ્વી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય.
ઓમ વનની સુંદરતા જોતાં જોતાં આગળ વધે છે અને થોડે દૂર પહોંચતા જ તે ગુપ્ત રસ્તા વાળા ખાડામાં પડી જાય છે જયાં ઉપર ઘાસ ગોઠવેલું હોવાથી ગુપ્ત રસ્તો દેખાતો ન હતો.
ઊંડાં ખાડામાં પડવાથી ઓમ ને ઘણી ઈજા થાય છે અને માથાં માં વાગે છે તેને લીધે તે બેહોશ થઈ જાય છે. ઘણાં સમય બાદ ઓમ હોંશ માં આવે છે.
ઓમ ધીમેથી આંખો ખોલે છે.ઓમનું શરીર કમજોર થઈ ગયું છે. તે જેમતેમ પથ્થર પકડીને ઊભો થાય છે.તે ગુફામાં આગળ વધે છે. ઉપરથી પડવાને લીધે તે બરાબર ચાલી શકતો નથી. ઓમને આજુબાજુ ગુફાની દિવાલો પર નાગની આકૃતિ ઓ કોતરેલી દેખાય છે.તે પથ્થરના સહારે જેમતેમ આગળ વધે છે.પણ થોડે દૂર પહોંચતા જ આગળથી રસ્તો બંધ હોય છે.ઓમ ત્યાં જાય છે અને એક પથ્થર પર બેસે છે પછી તે પુસ્તક માં જોઈ છે પણ એમાં કશું મળતું નથી.
"હવે અહીંથી બહાર કેવી રીતે જઈશ?" ઓમ વિચાર કરે છે.
" હે મહાદેવ, હવે તમે જ મારી મદદ કરો , હવે મારાંમાં તાકાત નથી રહી તમે જ કોઈ માર્ગ બતાવો" ઓમ પ્રાર્થના કરે છે.
તે ગુફામાં ઉપર એક બીજી ગુફા હતી ઓમની નજર એ ગુફા પર પડે છે. ઓમ ઊભો થાય છે અને તે ગુફામાં નીચેથી જોઈ છે.
"અહીંથી જ બહાર જવાનો રસ્તો લાગે છે પણ હું આવી હાલતમાં ઉપર કેવી રીતે ચઢું?" ઓમ બોલ્યો અને અચાનક જ ઓમને સામેથી એક મોટો વિશાળકાય નાગ આવતો દેખાય છે.ઓમ તેને જોઈને ગભરાઈ ગયો.તે થોડું પાછળ ખસ્યો પણ પાછળ પથ્થર સાથે ઠોકર લાગતા તે નીચે પડી ગયો.
પેલો નાગ ઓમની સામે આવીને ઊભો રહે છે અને ઓમને જોઈ છે . પછી નાગ ઉપરની ગુફા તરફ જાય છે. ઓમ ઊભો થાય છે અને પેલો નાગ ઉપર ગુફામાં ચઢતા ચઢતા ઊભો રહી જાય છે.
"ગુફા તો બંધ છે તો આટલો મોટો નાગ અંદર કેવી રીતે આવ્યો , આ અવશ્ય નાગરાજ વાસુકી હશે જેને મહાદેવે મારી મદદ કરવા મોકલ્યા હશે" ઓમ મનમાં વિચાર કરે છે.
ઓમ તે નાગની પુંછડી પકડે છે. ઓમ એ જેવી પુંછડી પકડી ત્યારે નાગ ધીમે ધીમે ઉપર જવા લાગ્યો. નાગ ઓમને ઉપરની ગુફામાં મુકી જતો રહ્યો.
ઓમને એ ગુફામાં એક તળાવ દેખાય છે ઓમ તે તળાવ પાસે જઈને ત્યાં બેસે છે. ઓમ હાથમાં થોડું પાણી લઈ તેના હાથનાં ઘાવ સાફ કરે છે. ઘાવ પર પાણી પડતાં જ તે ઘાવ ચમત્કારિક રીતે સારાં થઈ જાય છે. ઓમ તેનાં બધાં ઘાવ પર પાણી રેડે છે અને તેનાં બધાં ઘાવ ધીરે ધીરે સારાં થવા લાગે છે.આ જોઈ ઓમ તેનાં પગ પાણીમાં મૂકે છે અને મોઢું ધોવા પાણી તરફ વાંકો વળે છે ત્યારે જ તેની નજર પાણીમાં પડે છે.
ક્રમશ......