Prem kahani - 7 in Gujarati Love Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ કહાની - ૭

Featured Books
Categories
Share

પ્રેમ કહાની - ૭

હરિ કયારે આવે છે.
હું તને કાફે માં રાહ જોઈ રહ્યો છું. 
તુ જલ્દી આવી જા. તું આવ પછી કોફી ઓર્ડર કરું.

તું ફોન મુક બસ થોડી રાહ જો આવી ડાર્લિંગ...

ચૂમ.... કરતી ગાડી પાર્ક થઈ.
હાય ડાર્લિંગ
હાય
જાનુ રોજ આ રીતે મળવું યોગ્ય નહી. આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ.
કૉલેજ પુરી કરી પછી લગ્ન કરીએ.
સારું હરિ. જાનુ તું તારા ભાઈ વિજય ને પૂછ. હું મારી બેન વિભા ને પૂછી લવ. પછી કાંઈક કરીએ. 

પ્રેમ માં પરોવાયેલા બંને યુગલ મોજ થી પ્રેમ ની પળો માણવા લાગ્યા. કૉલેજ સાથે જવું, કોફી શોપ માં જવુ, બાઇક પર જવું આ રોજ નું રૂટિન બની ગયું.

એક રાતે અચાનક જાનુ આત્મહત્યા કરી લીધી. જાનુ ના દેહાંત થી વિજય દુખી થયો. હરિ વિજય ને દોષિત માનતો. સવારે વિજય હરિ પર પોલીસ કેસ કર્યો. હરિ બીજે દિવસે છૂટી ગયો. વિજય બહુ દુખી થઈ હરિ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. બદલા ની યાદ રોજ સતાવવા લાગી. 

થોડા દિવસ થયા એક સાંજે વિભા ઘરે જઈ રહી હતી. ત્યાં વિજય ગાડી માં તેનું અપહરણ કર્યું. હાથ બાંધ્યા મોં બંધ કર્યું. ગાડી સીટી બહાર આગળ વધી. બીજું બાજુ હરિ વિભા ની રાહ જોઈ રહ્યો. ગાંડી દુર દુર ગઈ એક બાજુ પાર્ક કરી વિભા અને 
વિજય ગાડી માં સૂઈ ગયા. 

સવાર થયું વિભા ઘરે પહોચી નહીં. હરિ પોલીશ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી. 
વિજય ગાડી ભગાડી સુનસાન રસ્તો હતો. કોઈ વાહન પણ પસાર થતું નોટુ. આગળ જતા ગાડી માં પંક્ચર પડયું બંને ગાડી નીચે ઉતર્યા. વિભા રોડ ની સાઈડ ની પાળી પર બેઠી. વિજય ગાડીનું વ્હીલ ખોલી રહ્યો ત્યારે હાથ માં વાગ્યું હાથ માંથી લોહી વહેવા લાગ્યું. રૂમાલ લઈ હાથ માં કોશિશ કરવા લાગ્યો પણ લોહી વહી રહયું. વિભા થી જોવાનું નહીં, ત્યાં આવી રૂમાલ લઈ બાંધી આપ્યો. બને ની મદદથી વ્હીલ લગાડયું. એ સમય દરમિયાન બને એક બીજા સામે ક્યારે ક્યારેક જોઈ રહ્યા હતા.

ગાડી આંગળ વધી. મને બહુ ભૂખ લાગી છે આગળ રાખજો. ઓકે હું પણ થાકી ગયો છું આગળ હોટલ આવે એટલે રાખું.
એક નાની હોટલ મા ગાડી ઉભી રાખી. હોટલમાં એક રૂમ હતી ના છુટકે તેણે એન્ટ્રી લીધી. સાંજ નો સમય થયો. હોટલ રૂમમાં બને ફ્રેશ થયા. વિભા ના હાથ પાછા બાંધ્યા. હું બહાર જાવ છું હમણા આવું કહી રૂમમાં નીકળ્યો. નીકળતા હોટલ માલિક ને પણ કહેતો ગયો.

હજુ વિજય બહાર ગયો હસે ત્યાં હોટલનો માલિક વિભા ના રૂમમાં જઈ બત્તમીજી કરવા લાગ્યો. વિભા ને ટચ કરવા લાગ્યો. એજ સમયે વિજય આવી માલિક ને બહુ મારે છે અને ત્યાં થી નીકાળી ગયા. ગાડી માં વિભા બોલી તમે મને કેમ બચાવી. મારી જવાબદારી હતી. તો આવું સૂકામ કરો છો.
બદલો લેવા. મારે મારી બેન નો બદલો લેવો છે. પણ હું તને કઈ નહીં કરું. વિજય ની સામે પહેલી વાર સ્મિત વિભા નું હતું.

બીજી હોટલ બૂક કરી હોટલમાં રોક્યા. સાંજ પડી હતી બને જમવા બેસ્યા વિભા ના બંધ હાથ માંથી રસ્સી છોડી. અને બને સાથે જમીને સૂઈ ગયા. રાત દરમિયાન વિભા વિજય વીસે વિચારતી રહી. ખ્યાલ આવ્યો કે મારો ભાઈ ની ભૂલ હસે તો જ વિજય આ હદ તક જઈ શકે.

સવાર વિજય વિભા ને જગાડી. સાલ હું તને ઘરે મુકી જાવ. તારા ભાઈ ની ભૂલ ને તને મારે દંડ ન અપાય. સાલ જલ્દી ત્યાર થા.
મારે નથી જવું સ્માઈલ સાથે કહ્યું
કેમ વિભા.
હવે મને ઘર યાદ નથી આવતું.
તો કોણ યાદ આવે છે.
તું, અને રાતે પણ તું.
બને એક બીજા સાથે જોઈ રહ્યા. ગંભીર શહેરો હતો. બને નાં શહેરા પર પ્રેમ ની ફીલિંગ સાફ દેખાઈ રહી હતી.
હિંમત કરી વિભા એ પ્રેમ નો ઈકરાર કર્યો.

I love you વિજય
I love you વિભા


જીત ગજ્જર