આ એક સકારાત્મક ઊર્જા અને નકારાત્મક ઊર્જા ને દર્શાવતી એક નાની વાર્તા છે.જે આજના આધુનિક યુગમાં દોડ મુકેલ માનવી થોડું ઊભા રહીને વિચારવા માટે મજબૂર કરી દે છે.
આ એક શહેરમાં રહેતી એક ચાલીસ થી પચાસ વર્ષની માંની વાત છે. જેનો એકનો એક દીકરો ધૃવ જે સ્વભાવ થી ખુબજ સરળ અને શાંત, કોઈને પણ પહેલી નજર માં મનહરી લે તેવો સુંદર યુવક હતો. માં રેવતી નો ખુબ જ લાડલો હતો. માં અને દીકરા વચ્ચે નો સંબંધ મિત્રતા અને વાત્સલ્ય થી ભરેલો હતો.પિતા ગોપાલભાઈ નું માથું ઊંચું થઈ જતું ધૃવ ને જોઈને.
આજે શીયાળાની સાંજ નો સમય હતો. દરોજ જેવો જ આજનો પણ દિવસ કામકાજ અને થાક થી ભરેલો દિવસ પસાર કરીને ધૃવ ઘરે આવે છે. માં પાસે ગરમાગરમ ચા- નાસ્તો માંગે છે
" માં બહું ભુખ લાગી છે કાંઈ ગરમાગરમ ચા-નાસ્તો આપોને પ્લીઝ "
માં પ્રેમ થી માથા પર હાથ ફેરવ્યો અને બોલી ચા અને પૌંઆ તૈયાર છે હાથ-પગ ધોઈને આવીજા.
માં અને દીકરો ચા નો કપ હાથમાં લઈને બેસે છે. તરત ધૃવ રેવતી કહે છે.
માં મને ઘણા સમયથી તમારા થી એક ખાસ વાત કરવાની હતી પણ એ વાત હું કરી શકતો નહોતો આજે એવું લાગે છે કે મને કહેવું જોઇએ.
રેવતી બોલને દીકરા શું કહેવું છે.
" માં મારી સાથે એક પ્રિયા નામ ની છોકરી છેલ્લા બે વર્ષથી કામ કરે છે "
રેવતી ચા નો કપ હાથમાં લઈને ધ્યાન થી સાંભળે છે.નાની એવી ખુશી અને સિમત ને પોતાની અંદર દબાવી ને કહે છે -
" ઓકે "
ધૃવ માં ના ચહેરા સામે જોઈ ને ખુબજ શરમ થી આંખ ઝુકાવીને કહ્યું
" માં હું અને પ્રિયા એકબીજાને પસંદ કરીએ છીએ અને મારી પ્રિયા સાથે લગ્ન કરવાની ઈચ્છા છે જો તમે અને ડેડી હા કહો તો જ "
રેવતી થોડું વિચારીને બેટા હું તારા ડેડી સાથે વાત કરી પછી તને જણાવું
બન્ને માં અને દીકરો ચા ખત્મ કરી અને પોતપોતાના કામમાં લાગી ગયા.
રાતનું જમવાનું પતાવી, થોડું ટી.વી. જોઈને ત્રણેય જણ પોતપોતાના રૂમમાં ગયા ત્યારે રેવતી ગોપાલનો મુળ જાણીને વાત ની શરૂઆત કરી.
" સાંભળો છો મને કશુંક કહેવું છે "
ગોપાલભાઈ બગાસું ખાતાં ખાતાં, " હા બોલ ભઈ શું કહેવું છે તમારે " (મજાક ના મુળમાં)
ધૃવ ને એક પ્રિયા નામ ની છોકરી પસંદ છે જે એની સાથે ઓફિસ માં કામ કરે છે. બન્ને જણ લગ્ન કરવાનું વિચારે છે. હવે બોલો શું વિચાર છે તમારો ? ગોપાલભાઈ વિચારી ને એક કામ કર ધૃવ ને કહે કે કાલે ઓફિસ થી પાછો આવે ત્યારે પ્રિયાને પણ ડીનર કરવાં માટે જોડે લેતો આવે જેનાથી આપણે પણ પ્રિયાને મળી લઈએ.
" ચાલ હવે સુઈજા કાલે મારે ઘણા કામ છે ગુડ નાઈટ " કહીને ગોપાલભાઈ તો સૂઈ ગયા. રેવતી ને ઊંઘ ન આવતી હતી કારણ કે તેના મનમાં એક સાથે ઘણા વિચારો ચાલતા હતા. ક્યારેક તે ધૃવ વિશે વિચારતી હતી તો ક્યારેક જેને ક્યારેય જોઈ નથી એવી પ્રિયા! કેવી હશે તે વિચારતાં વિચારતાં ક્યારેય ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી અને સવાર ના છ નું અલામ એના સમય પ્રમાણે વાગી ગયું.
સવાર ના ચા- નાસ્તા થી માંડી ને બપોર ના ટિફીન સુંધી ના બધા જ કામ નીપટાવીને રાતે ડીનર માં શું ખાસ બનાવું વિચારતાં હતાં.
સાંજ ના આઠ વાગ્યા ગોપાલભાઈ ઘરે આવી ગયા હતા અને તેના થોડા સમય પછી ધૃવ અને પ્રિયા પણ ડીનર માટે આવે છે. ધૃવ રેવતી બેન ને કહે છે.
" મોમૅ એન ડેડી આ છે પ્રિયા "
" ગોપાલભાઈ અને રેવતીબેન હસીને જવાબ આપ્યો આવો બેસો "
ઘર પરિવાર અને નાની-મોટી એવી વાતો કરી ને બધા સાથે બેસીને ડીનર લીધું પછી રેવતી બેન અને ગોપાલભાઈ ની વિદાય લઈને ધૃવ પ્રિયાને ઘેર છોડવા માટે જાય છે.
થોડાં સમય પછી ધૃવ અને પ્રિયા ની સગાઇ અને લગ્ન થઇ ગયાં. ધૃવ અને પ્રિયા રેવતી અને ગોપાલભાઈ સાથે જ રહે છે. બે થી ત્રણ મહિના સુધી સુખ શાંતિ પરિવાર ચાલે છે. ધીરે ધીરે રેવતી ધૃવ અને પ્રિયાના અંગત જીવનમાં દખલ દે છે જેના કારણે ધૃવ અને પ્રિયા વચ્ચે નાના-મોટા ઝગડા થયા કરે છે.જેના લીધે પ્રિયા ના મન થી રેવતી ઊતરી જાય છે અને રેવતી ના મનમાં પણ પ્રિયા પ્રત્યે પ્રેમ રહેતો નથી આમ સાથે રહેવું બન્ને સાંસુ અને વહું માટે મુશ્કેલ બની જાય છે આમ કરતાં સમય નીકળી જાય છે. છેલ્લે રેવતી બેન કંટાળી ને પોતાના માનેલા ગુરુ પાસે જાય છે અને પોતાના દુ:ખની વાત કરે છે.
ગુરુજી આંખી વાત ધ્યાનથી સાંભળી ને પછી રેવતી ને કહે છે આનો એક ઉપાય મારી પાસે છે પણ એને કરવો તો તારે જ પડશે અને એમાં થોડોક સમય પણ લાગશે તારે ધીરજથી કામ લેવું પડશે બોલ છે મંજૂર ?
રેવતી થોડું વિચારીને " ગુરુજી મને બંધુ જ મંજૂર છે જો એનાં થી મારા ઘરમાં ફરી થી સુખ અને શાંતિ આવતી હોય તો "
ગુરુજી - " સાંભળ આજથી જ નહીં પણ હમણાં થી જ મનની અંદર એક જ વિચાર કર્યો કર કે મારી વહુ બહું જ સારી છે અને હું તેને બહુ પ્રેમ કરું છું "
બસ આ એક જ વિચાર મનના અંદર ના ભાવ સાથે વિચારવા નું ચાલુ કર અને ઘરમાં બધાંય થી પ્રેમભાવ રાખ પછી જો તારી એ વહુ તારી દિકરી બની ને તને કેવો પ્રેમભાવ આપે છે.
ગુરુજી ની આ સલાહ લઈ, ને પ્રણામ કરી, વિદાય લઈને રેવતી ઘરે પોંહચી અને મનની અંદર એક જ વિચાર ચાલતો હતો જે ગુરુજી વિચારવા નું કહ્યું હતું.
આજે રેવતી બેન ને ધૃવ અને પ્રિયા ના આવતાંની સાથે જ ચા નાસ્તો આપીયો એ પણ પ્રેમભાવ થી ખુશ થતાં રેવતી બેન નું આ નવું રૂપ જોઈને ધૃવ અને પ્રિયા ની સાથે ગોપાલભાઈ પણ નવાઈ પામીયા અને બધા સાથે મળીને પહેલા ની જેમ મજાક મસ્તી સાથે ચા નાસ્તો કર્યો. આજે ઘણા સમય પછી ઘરમાં હસી મજાક નો અવાજ સંભળાયો હતો.
તેજ રાતનું જમવાનું બહાર હોટલમાં બધાંય સાથે મળીને કરશું એવું નક્કી થયું. અને આંખો પરિવાર સાથે મળીને હોટલમાં ડિનર લીધું અને ધીમે ધીમે પ્રિયા પણ રેવતી બેન સાસુ નહીં પણ માં માનવા લાગી. આમ આંખો પરિવાર ફરી થી એક થઈ ગયો.
આ વાર્તા માંથી આપણે એ શીખવા મળ્યું કે આપણા એક સકારાત્મક વિચાર થી આપણે કોઈ પણ નું હૃદય જીતી શકીએ છીએ અને એક નકારાત્મક વિચાર થી લોકો ને દુ:ખ પણ આપી શકીએ છીએ. પ્રેમ અને માન-સન્માન આપવા થી જ મળે છે પરંતુ સંબંધ તો " પરસ્પર" જ હોય છે.