mara haiya no rang in Gujarati Love Stories by Jainil Joshi books and stories PDF | મારા હૈયા નો રંગ

Featured Books
Categories
Share

મારા હૈયા નો રંગ

કહેવાય છે કે પ્રેમ કદી પૂર્ણ નથી થતો. પણ  અહીંયા  કહાની છે શોભા અને શુભ ની. પસવા બંનેનો પ્રેમ પૂર્ણ થશે ખરો... શું બંનેના પ્રેમ ની અંદર હૈયાનો રંગ પુરાશે  ખરો?
ચલો વાંચીએ  નવી કહાની.... મારા હૈયા નો રંગ.
શુભ 11 માં ધોરણ માં ભણતો હતો. જ્યારે દસમું ધોરણ પાસ કરીને તેણે અગિયારમા ધોરણમાં એડમિશન લીધું ત્યારે સતત પંદર દિવસ સુધી શોભાની રાહ જોઈ પણ શોભા ક્યાંય ન દેખાઈ. ત્યારે શુભ એક દિવસ બેઠો હોય છે શાળાની અંદર ત્યારે પાછળથી કોઈક તેની બંને આંખો બંધ કરી દે છે,ત્યારે શુભ કહે છે," શોભા?, ત્યારે સામેથી હાથ હટાવી પ્રિયંકા કહે છે," ઓય, તને બસ ચડેલી શોભા જ દેખાય છે? અમે તો દેખાતા જ નઈ?" ત્યારે  શુભ કહે છે,અરે પ્રિયંકા,તું તો મારી ફેવ.બહેન છે,પણ આતો હું શોભા ની રાહ જોવું છું કે તેણે ક્યાં એડમીશન લીધું હશે? " ત્યારે પ્રિયંકા કહે છે," બસ,આટલી જ વાત તારે જાણવી હતી? શોભા આજે જ શાળામાં આવે છે,જો આવી શોભા.....જોઇલે માં ભરીને,પણ સાચું કવ  તો શોભા તારા લાયક નથી." ત્યારે શુભ કહે છે," મારા લાયક હોય કે ના હોય,તે મારી  થાય કે ના થાય પણ હું તો તેને ચાહીશ.." ત્યારે પ્રિયંકા કહે છે," શુભ....... તું નઈ સુધરે." બસ આટલું કહીને તે ત્યાં થી જતી રહે છે..પણ શુભ તો શોભા ને જ જોતો હોય છે, શુભ થી ભલે ઊંચી હતી પણ નાજુક હતી એ..જાણે પતંગિયું."આમ તો શુભ બધા સાથે બોલી જતો હતો,પણ શોભા પાસે જાય એટલે તેની બોલતી બંધ થઈ જતી.તેને જોવામાં ને જોવામાં દિવસ પૂરો થઈ જાય છે,પણ આખી શાળા ને ખબર હતી કે શુભ શોભા ને ચાહે છે,શિવાય શોભાને..કેમ કે શોભા તો તેના ગામના કોઈ  બીજા છોકરા ને પ્રેમ કરતી હોય છે,પણ મજા તો ત્યારે આવે છે કે જેમ શુભ શોભા ને કઈ કહી શકતો નથી,તેમ શોભા પણ તેના ગામના છોકરાને પોતાના પ્રેમ ની ઈઝહાર કરી સકતી નથી.પણ એક વાત તો ચોક્કસ હતી કે શુભ બાજુ આખી સ્કૂલ હતી ને એટલે ચર્ચા પણ વધુ થતી હતી.ને શોભા ને લાગણી તો હતી શુભ પ્રત્યે પણ કહી નતી સકતી.અરે તે શુભ સાથે એક શબ્દ પણ બોલતી નતી..ને સાચું કહું ને તો શુભ જો સામે થી આવતો દેખાય ને તો તે રસ્તો પણ બદલી નાખતી હતી...આગ તો બંને બાજુએ થી લાગી હતી પણ લોકો રૂપી પાણી નડતું હતું..હવે વાર્તામાં વળાંક ત્યારે આવે છે કે શોભા સાથે તેની બહેનપણી હતી દિશા.....દિશા શોભા જેવી જ હતી પણ લાગણીશીલ બહુ હતી...ને સાચું કહું ને તો શુભ સાથે વધુ તો દિશા ને બનતું હતું.
પણ શોભા સાથે તો નતું બનતું.પણ દિશા જ એવી વ્યક્તિ હતી જેને શોભા અને શુભ બંને સાથે બનતું હતું.શોભા બહુ attitude ધરાવતી હતી,જ્યારે શુભ  aatitude સાથે એક નિખાલસ સ્વભાવ પણ ધરાવતો હતો,એવું ક્યારે પણ નહોતું બનતું કે તેને કોઈ સાથે ઝગડો થયો હોય.પણ હા શોભા વિરુદ્ધ કોઈ બોલે તો સહન પણ નહોતો કરતો.પછી ભલે ને તેનું ભલું ઈચ્છવા વાળી એની બહેન પણ કેમ ના હોય? શોભા વિરુદ્ધ સહન નહોતો કરતો પણ હા તેની બહેનો સાથે હંમેશા સાથે પણ રહેતો.
કહેવાય છે ને કે બે વ્યક્તિ સાથે રહે તો તેમને પ્રેમ થઈ જતો હોય છે,એમ બસ શોભા ના હદય ના કોઈ ખૂણામાં શુભ ના  પ્રેમ નું અંકુર તો ફૂટ્યું જ હતું.પણ  પરિસ્થિતિ એવી હતી કે ના એકરાર થાય ને ના સહેવાય.ને એમ પણ પાછું સ્ત્રી હદય એટલે થોડું શરમાળ પણ ખરું.
આ બાજુ શુભ પણ ઓછો ન હતો..આંધળો વિશ્વાસ પોતાના મિત્રો પર મૂકી દેતો..પણ બધા મિત્રો થોડી ને સરખા હોય..ને એમ પણ તેના અમુક મિત્રો ને તો શોભા અને શુભ ની જોડી ગમતી પણ ન હતી..એટલે તમામ રાજકીય રમતો શરૂ થઈ ગઈ હતી..ને તેમાં ફસાઈ ગઈ શોભા.કારણ કે શોભા ને  એમ જ લાગતું કે શુભ જ જાતે કરીને પોતાની વાત ફેલાવે છે.બસ શુભ તેના થી હવે થોડો દૂર થયો હતો કારણ કે બંને વચ્ચે વાતચીત થતી ન હતી..તો પછી સમાધાન પણ કંઈ રીતે થાય?
એવામાં આવે છે રક્ષાબંધન.આખી શાળાના છોકરાઓ રાહ જોઈને બેઠા હતા કે શોભા આવશે અને શુભ ને રાખડી બાંધી દેશે.શુભ પણ જાણતો હતો કે આજે તે નહિ જાય તો બધા શોભા ને બદનામ કરશે.એના કરતાં વધારે સારું રહેશે કે તે શાળામાં જાય.શુભ શાળામાં જાય છે,આખી શાળા એ ઘડી ની રાહ જોઈને બેઠી છે,કે ક્યારે શોભા આવે અને રાખડી શુભ ને બાંધે..પણ અફસોસ કે શોભા અને દિશા બંને તે દિવસે શાળામાં ના આવ્યા...શુભ ને તો જોઈતું મળ્યું...ને શુભ એ દિવશે બહુ ખુશ થયો.કે શોભા તેને પ્રેમ કરે છે માટે જ નથી આવી..પણ શોભા બીજા દિવસે આવે છે,ને આવતાની સાથે જ.....પણ શોભા બીજા દિવસે આવે છે ને આવતાની સાથેજ તેની બહેનપણીઓ ફોર્સ કરે છે શુભ ને રાખડી બાંધવા માટે...ત્યારે શોભા કહે છે."શું રાખડી બાંધવા થી એ મારો ભાઈ બની જશે,ખબર નઈ કેમ લોકો આવું માને છે.રાખડી એ ભાઈ બહેન ના પ્રેમ નું પ્રતિક છે.તો એવું કામ હું ના કરી શકું કેમ કે તે મારો ભાઈ પણ નથી અને પ્રેમી પણ નથી.તે મારો દોસ્ત છે."પણ શું કરવાનું a દુનિયાને કંઈ રીતે સમજવાની? એવામાં શુભ પણ આવે છે.શુભ જાણતો હોય છે કે આજે શોભા તેને રાખડી બાંધશે જ.પણ શોભા ભલે તેની પ્રિયતમા ન બને પણ એક દોસ્ત તો બનશે જેથી શોભા સાથે વાત તો કરી શકશે.જિંદગીમાં પ્રેમ કરવો એ અલગ છે ને તેને પામવો તે અલગ છે.પ્રેમ બલિદાન પણ માંગી લે છે ને પ્રેમ કોઈક વખત મળી પણ જાય છે.ને જો ભગવાન ને જે મંજૂર હોય તે પણ જોડી તો ભગવાન ઉપર થી બનાઈ ને મોકલે છે.આવું  વિચારી તે ખુલ્લા મને જાય છે.ને બધા ના ત્રાસ થી શોભા રાખડી બાંધવાનું વિચારે છે પણ તેને એ પણ વિચાર આવે છે.કે શુભ તેને ખૂબ પ્રેમ કરે છે,પણ તે તેને પ્રેમ નથી કરતી પણ રાખડી બાંધી ને તે શુભ ને નિરાશ કરવા માંગતી નથી.છતાં રાખડી બાંધવા તે નીકળી પડે છે.આ બાજુ શુભ ગેલેરી માં છે તે તરફ શોભા રાખડી બાંધવા આગળ આવે છે.શુભ નું કાંડું પકડી તે તેને રાખડી બાંધે છે,ને ધીમે થીંકહે છે," આને છોડી દે જે. ને તને મજબૂરીમાં રાખડી બાંધી છે." ત્યારે શુભ પાસે કોઈ શબ્દો જ નથી હોતા કે શું કહેવું? પણ આંખો ના પાણીએ બધું કહી દીધું હતું.એવામાં દિશા તેને મળે છે.ને સમજાવતા કહે છે...દિશા તેને સમજાવતા કહે છે," શુભ જે થયું તે સારા માટે થયું...એમ પણ એનો સ્વભાવ જ એવો છે.એમ પણ તે રાખડી બાંધી તને દુઃખી કરવા નહોતી માંગતી,પણ આ સંબંધ પણ શક્ય નથી.તું તેની પાછળ સમય ના બગાડ,પણ કઈક બની જા પહેલા.. ને હા અત્યારે આ પ્રેમ કરવાની ઉંમર પણ તારી નથી." ત્યારે શુભ તેને અટકાવતા કહે છે," ગમેતે થાય પણ હું તેને પ્રેમ કરું છું.બળજબરી પૂર્વક બાંધેલી રાખડી થી હું તેનો ભાઈ નથી બની જતો.ને  હા,એને જોઈને મને બહેન વાળું ફિલિંગ આવતું જ નથી.પણ હા હવે એ સામે થી પ્રપોઝ કરશે તો જ હું તેની સાથે વાત કરીશ.....નહિ તો નહિ કરું.હું પણ જોવું છું તેના atitude ને."આટલું કહી તે છુટા પડે છે.
શુભ આખી રાત વિચાર કરે છે કે તેની સાથે આમ થયું કેમ? બીજા છોકરા જો તેની સાથે વાત કરે તો ચાલે તે તે વાત કરે તો ના ચાલે.. હવે તો સ્કૂલ ના સાહેબો પણ વિચાર કરે છે,આ બંને વિશે...પણ શુભ જાણે છે બંને વચ્ચે કશું નહોતું પણ લોકો એ શરૂ કરેલી વાત પ્રેમ સુધી લઈ જાય છે.
થોડા દિવસ પછી exam  શરૂ થાય છે ને અફસોસ શુભ નાપાસ થાય છે.શુભ ને આઘાત લાગે છે.કે હવે શું થશે? મારા કરિયર નું શું? ત્યારબાદ તે નક્કી કરે છે કે તેણે અભ્યાસ કરવો જોઈએ.
તે મન લગાઈ ને અભ્યાસ કરે છે ને પરિક્ષા પણ બોર્ડ ની આવી જાય છે.શુભ પરિક્ષા આપે છે,જ્યારે તે પેપર આપવા જાય છે ત્યારે સામે થી શોભા આવીને "બેસ્ટ ઓફ લક " કહે છે.ત્યારે શુભ ખુશ તો થાય છે પણ તે " સેમ ટુ યુ " કહે છે,ને ત્યાંથી પોતાના બ્લોક માં જાય છે તો શોભા નો નંબર તેની બાજુ માં પડે છે.શુભ ને નવાઈ લાગે છે,પણ દિશા ને આ ગમતું નથી.પણ તે શુભ ની પાસે આવે છે ને કહે છે," આ ઘમંડી ને ના બોલતો."ત્યારે શુભ કહે છે,સારું,"બેસ્ટ ઓફ લક."
પરીક્ષાનો છેલ્લો દિવસ હોય છે,પરિક્ષા પૂરી થાય છે ને શોભા શુભ પાસે આવીને કહે છે,"શુભ મારે તને કઈક કહેવું છે." શુભ માં હદય માં તો જાણે રોમાન્સ ભરાઈ ગયો..તે  તો મનમાં મલકવવા લાગ્યો.કે શોભા આજે પ્રેમ નો એકરાર તો ચોક્કસ થી કરશે. એમ વિચારી તે બોલ્યો," હા, બોલ શોભા" ત્યારે શોભા કહે છે," અત્યારે બધા મારી ત્યાં આવે છે તું આવજે" ત્યારે શુભ ની આશા પર પાણી ફરી ગયું...છતાં તે તેના ઘરે બધા મિત્રો સાથે જાય છે,આઇસ્ક્રીમ આવે છે, બધાને મળે છે પણ જેવો શુભ નો વાળો આવે છે તેવો આઇસ્ક્રીમ ખલાસ થઈ જાય છે, શોભા બધા વચ્ચે પૂછી શકે તેમ નથી.તો શુભ શોભા નો બચાવ કરતા કહે છે," મારે આઇસ્ક્રીમ નથી ખાવો." લાગે કુદરત ને પણ મંજૂર નહોતું કે શોભા શુભ ને આઇસ્ક્રીમ આપે.ત્યાં થી બધા ઘેર જવા નીકળે છે.હવે. તો સ્કૂલ પણ પૂર્ણ થઈ ગઈ અને શોભા પણ દૂર થઈ ગઈ.....પણ હા પરિક્ષા પૂરી થવાની ખુશી બહુ હતી..
થોડાક દિવસો સુધી શુભ  ને શોભા ના  જ વિચારો આવે છે.તે નક્કી કરે છે  દિશા ને કૉલ કરીને કહે છે કે ગમેતે રીતે તું વાત કરાઈ દે શોભા સાથે. મારે મારા પ્રેમ નો એકરાર કરવો છે..ત્યારે દિશા સારું કહી તે શુભ ના ઘરે આવે છે.,શુભ દિશા ને પૂછે છે. "શોભા સાથે વાત કરી છે ને?". તો દિશા કહે છે,"હા, તું  કૉલ કર" શુભ કોલ કરે છે,ને સામે થી અવાજ આવતા તે પોતાના પ્રેમ નો ઈઝહાર કરે છે,ને સામે થી શોભા ની જગ્યા યે તેની મોમ હોય છે,તે શુભ ને બહુ લડે છે," શુભ સાંભળી લે છે.પછી ગમે તે રીતે શુભ શોભા ની મોમ ને મનાઈ લે છે,ને પ્રોમિસ આપે છે,કે તે ક્યારેય કોલ નહિ કરે. પછી તે દિશા ને પૂછે છે," દિશા તે પહેલા વાત કરી હતી?" દિશા કહે," ના નહોતી કરી વાત" ત્યારે શુભ   ચિડાઈ ને જતો રહે છે.
થોડાક દિવસો પછી એકદમ દિશા શુભ ના ઘરે આવે છે ને પ્રેમ પત્ર આપે છે,ત્યારે શુભ ખુશ થઈ જાય છે. કે શોભા યે પ્રેમ પત્ર આપ્યો હશે." તે ફટાફટ ખોલે છે. તો તેમાં " આઇ લવ યુ " લખ્યું હોય છે,ત્યારે શુભ કહે છે," આ શું છે?"ત્યારે કહે છે," આ પત્ર મને મનોજે આપ્યો છે,તેને મને પ્રપોઝ કર્યું છે." ત્યારે ફરી શુભ ની આશાઓ પર પાણી ફરી વળે છે.....દિશા મનોજ ના પાપા ને પત્ર આપવા જાય છે પણ શુભ આમ કરવા ના કહે છે...અત્યાર સુધી ની વાર્તામાં આપને લાગતું હસે ને આમાં હૈયાનો રંગ તો ક્યાંય દેખાતો નથી...પણ મિત્રો વાર્તા જ કઈક અહીંયા થી કરવટ બદલે છે.
દિશા શુભ નું માની ને પત્ર આપતી નથી.પણ તે વખતે મદદ કરવા બદલ દિશા એટલી ઈમોશનલ બની જાય છે કે તે શુભ ને હગ કરી દે છે.શુભ ને એક સમય માટે તો શું થયું તે કંઈ ખબર નથી પડતી પણ તે આ વાત સામાન્ય સમજી જતી કરે છે.થોડા દિવસો પછી દિશા કોલેજ કરવા માટે બોમ્બે જાય છે,ત્યારે તે શુભ ને મળવા આવે છે.શુભ થી તેને દૂર થવાનું ગમતું નથી કારણ કે શુભ તેનો ખાસ મિત્ર હોય છે.પણ હા જતા જતા શુભ ને વચન આપીને જાય છે કે શોભા માટેનું કોઈ પણ કામ હોય તો કે જે.
લગભગ એકાદ મહિના પછી તે પછી પોતાના ગામ આવે છે,ત્યારે તે શુભ ને મળવા માટે આવે છે,ને કહે છે," શુભ મારો એક મિત્ર છે,જે તારી સાથે વાત કરવા માંગે છે, તારો નંબર પણ માંગ્યો છે,શું હું નંબર તેને આપુ?" ત્યારે શુભ કહે છે," આપી દે,મને વાંધો નથી પણ કેમ તે મારી સાથે વાત કરવા માંગે છે?કોઈ મુશ્કેલી તો નથી ને?" દિશા કહે છે," ના,પણ તું સાંજે વાત કરજે." આટલું કહી દિશા ત્યાં થી જતી રહે છે. સાંજે શુભ દિશા ના મિત્ર ને કૉલ કરે છે,તો તેનો મિત્ર એમ પૂછે છે કે દિશા સાથે શુભ ને અફેર છે કે નહિ? ત્યારે શુભ મનમાં વિચાર કરે છે કે કદાચ આ છોકરો દિશા ને હેરાન કરતો હશે,એટલે દિશાએ નંબર આપ્યો હશે.એમ વિચારી તે ખોટું બોલતા કહે છે," હા, તે મારી ગર્લ ફ્રેન્ડ છે,ને હું તેની સાથે રિલેશન માં છું."આટલું કહી તે આગળની વાત કહી દિશા ને હેરાન ન કરવાનું કહે છે.દિશા નો  મિત્ર પણ માની જાય છે.હવે દિશા શુભ ને કોલ કરીને વાત થઇ હતી  કે નહિ તે પૂછે છે,ત્યારે જે કંઈ પણ વાત થઈ હતી તે તમામ વાત શુભ દિશાને કહી દે છે.દિશા તેનો આભાર માને છે.આ બાજુ એક દિવસ બાદ સ્ટેન્ડ પર શોભા ની મુલાકાત શુભ સાથે થઈ જાય છે, એ પણ વાર્તામાં ટવીસ્ટ લાવી દે છે,કેમ કે શોભા બસ માં થી ઉતરતી હોય છે ને તેનો પગ લપસતાં તે સીધી શુભ પર પડે છે,ને કોઈ બીજો સમજી લાફો શુભ ને મારી દે છે,શુભ પણ વગર વાંકે માર ખાય તેવો નહોતો તે જેવો લાફો મારવા જાય છે ત્યારે તેને ખબર પડે છે કે આતો શોભા છે.તે ત્યાં કશું બોલતો નથી પણ ત્યાંથી ચાલ્યો જાય છે....પણ હા શોભા ના હદય માં થોડી તો જગ્યા બનાવીને જાય છે.....હવે શોભા ના હદય માં શુભ માટે લાગણી છે ને તેને પ્રેમ નો ઈઝહાર હવે કરવો છે પણ શુભ નો સંપર્ક કરે તો પણ કેમ નો કરે? કારણ કે શુભ પહેલા રહેતો ત્યાં તે હવે નથી રહેતો.શોભા ખૂબ પ્રયત્ન કરે છે પણ શુભ તેને ક્યાંય મળતો નથી.એવામાં બે વર્ષ નીકળી જાય છે.
આ બાજુ દિશા એક દિવસ બજાર માં જતી હોય છે તો તે દરમિયાન તેની બેગ ચોરાઈ જાય છે, એ બેગ માં તેના અગત્યના બેંક ના ડોક્યુમેન્ટ હતા.માટે તે ડોક્યુમેન્ટ બીજા લેવા માટે બેંક માં જાય છે.ત્યાં તે મેનેજર ના કક્ષમાં જાય છે,ને તેને ખબર  પડે છે કે ત્યાં તો મેનેજર શુભ જ હોય છે,વર્ષો પછી શુભ ને દેખીને તે ખૂબ ખુશ થઈ જાય છે.બંને ભૂતકાળ ની વાતો કરી છુટા પડે છે,ને મોબાઈલ નંબર ની આપ લે કરે છે.
  થોડા દિવસ પછી શુભ હોટેલ માં હોય છે ત્યાં અચાનક દિશા નો કોલ આવે છે,દિશા કહે છે," શુભ પહેલા મને સાંભળી  લે જે પછી શાંતિ થી જવાબ આપજે " શુભ કહે છે," વાંધો નહિ,જે કહેવું હોય તે કહેજે."
દિશા કહે છે," શુભ,ક્યારેય હું તને શોભા સાથે દેખી શકતી નહોતી,શુભ હું તને પ્રેમ કરું છું,ક્યારેય મારી જાત ને મેં જોડી હોય તો માત્ર તારા નામ સાથે જ જોડી છે,કેમ કે શુભ હું તને પ્રેમ કરું છું,શુભ તારી પ્રત્યેક ખુશીમાં મેં હંમેશાં મારી જ ખુશી સમજી છે,શુભ તને મેં હગ કરેલું એ તને તો કદાચ યાદ નહિ હોય પણ હું તો તેને મારી જિંદગીની અમૂલ્ય ક્ષણ માનું છું, ને સાચું કહું ને તો તું તો મારા હૈયાં નો રંગ છે,જે સદાય ને માટે મારી સાથે જોડાયેલો રહેશે.તારી સાથે જોડાયેલી પ્રત્યેક યાદો મારા હદયમાં રંગ પૂરી જાય છે.હું  મારા પ્રેમ નો ઈઝહાર પણ કરતી પણ તું તો મને હંમેશા  ઇગનોર જ કરતો હતો.કઈ નહિ શુભ મને ખાલી એટલું જાણવું છે,શું તું મને પ્રેમ કરે છે? કેમ કે એમ પણ મારા લગ્ન આવતા અઠવાડિયે છીએ,પણ મારે એટલું જાણવું છે કે તું મને ચાહે છે કે નહિ?"
શુભ ખૂબ ચિંતિત થઈ જાય છે ને દિશા ને શું જવાબ આપવો તે વિચાર કરતા કહે છે.શુભ વિચાર કરતાં કહે છે," આઈ એમ સોરી. મને ખબર છે કે તું સારા સ્વભાવવાળી વ્યક્તિ છે, તે હંમેશા મને સાથ આપ્યો છે, કદાચ મારી સાથે વિતાવેલી પ્રત્યેક ક્ષણો તેં કહ્યું તેમ તારા હૃદયમાં  રંગો પૂરતી હશે. તે કહ્યું કે તું મને પ્રેમ કરે છે, અને અત્યારે તું એનો મારી પાસે જવાબ માગી રહી છે, મારો જવાબ છે, હા, હું તને પ્રેમ કરું છું પણ એ પ્રેમ એક મિત્ર નો છે. કારણકે હવે મારી પત્ની નું સ્થાન  મારી જિંદગીમાં કોઈ લઈ ન શકે. હું જાણું છું કે શોભા કરતાં તું મારી વધારે કેર રાખતી હતી, અરે શોભાએ તો કેર જ નથી રાખી પણ તે તો એક મિત્રતા નું એક આદર્શ ઉદાહરણ મારી સમક્ષ રજૂ કર્યું છે. ને હા, તે તારા  મિત્ર સાથે  જ્યારે મારી વાત કરાવી ત્યારે મને લાગેલું એક સમય માટે કે તું મારા માટે મિત્રતાથી પણ કંઈક વધારે વિચારે છે, પણ મેં એ વાતને જતી કરી હતી કે આવું દિશા તો ન કરી શકે. કંઈ નહીં તારા હૈયામાં  હું ભલે રંગ પુરતો હોવ એવું તને લાગતું હોય પણ મારો  હૈયા નો રંગ તો માત્ર ને માત્ર હવે મારી પત્ની  જ છે." બસ આટલું કહી શુભ ફોન મૂકી દે છે.દિશા માત્ર એટલું કહે છે, "શુભ સાચે, આઇ મિસ યુ...." શુભ કહે છે," દિશા એમ પણ મારા લગ્ન થઈ ગયા છે,ને મારી પત્ની સાથે હું દગો કરી ના શકું."
ફૉન કટ થઇ જાય છે,ને શુભ પણ પોતાના ઘેર જવા નીકળે છે.એવામાં તેના પર બીજો  ફોન આવે છે,તે ફોન ઉપાડે છે શોભા કહે છે," તમે શુભ છો? શુભ પંડ્યા?" શુભ કહે છે," હા,હું શુભ વાત કરું છું,તમે કોણ? ત્યારે શોભા કહે છે," તારા પહેલા પ્રેમ ને ભૂલી ગયો?"શુભ કહે છે.....શુભ કહે છે," મારા પહેલા પ્રેમ ને તો હું ભૂલી નથી ગયો,પણ મારા પ્રથમ પ્રેમે મારી કદર ના કરી."
શોભા કહે છે," શુભ,પ્લીઝ યાર આમ ના કે..પ્રેમ તો  તને જ કરતી હતી પણ દુનિયા મને નડતી હતી." શુભ: " દુનિયા? કઈ દુનિયા?" શોભા: તે પણ તો ક્યાં પને પ્રપોઝ કર્યું હતું? તું તો છોકરો  હતો ને  તારા થી કેમ પ્રપોઝ ના થયું? એવામાં ફોન કટ થઇ જાય છે, શોભા ફરી ફોન કરે છે," ને કહે છે," આજે ફોન ને પણ મંજૂર નથી કે આપની વાત થાય." શુભ કહે છે," શોભા તને યાદ છે, જ્યારે પરિક્ષા પૂર્ણ  થઈ ત્યારે મેં પ્રયત્ન પણ કર્યો હતો પણ તું  મને ઈગનોર જ કરતી હતી,કારણ આપીશ તું?"
શોભા કહે છે," શુભ મારી ભૂલ થઈ ગઈ છે,તને મેં ચાહ્યો જ નહોતો.પણ હવે તને ખૂબ ચાહું છું."
શુભ: " શું બોલી તું? ફરી બોલ તો? તું મને હવે પ્રેમ કરે છે? પહેલા નહોતી કરતી?  કેમ મને રાખડી બાંધતી વખતે તે એમ કહેલું કે બધાના લીધે તને રાખડી બાંધી હતી?"
શોભા: મને દિશાએ કહ્યું હતું કે શુભ તારી પાસે રાખડી બાંધવાનું કહેવડાવ્યું છે."
શુભ: વોટ? દિશા તને એવું કહેતી હતી?
શોભા: " હા, મને દિશાએ જ કહ્યું હતું "
ફોન ફરી કટ થઇ જાય છે....
શુભ ફરી ફોન લગાવે છે," શોભા તું સાચું કહે છે?
શોભા:, " હા,શુભ સાચું કહું છું ને દિશા જ મને એવું કહેતી હતી કે. તુ તો  મને બહેન માને છે."
શુભ: "તો પછી આટલા વર્ષો પછી તે અચાનક મને કેમ કોલ કર્યો?"
શોભા: " મારા પર દિશા નો કોલ આવેલો ને દિશાએ મને કહ્યું કે દિશાએ આપણા બંને વચ્ચે વાતચીત નહોતી થતી તેનો ફાયદો લીધો હતો, તેને આજે મને કહ્યું એટલે મેં તને કોલ કર્યો છે, શું તું મને તારી દુલ્હન બનાવીશ?"
શુભ: " શોભા આપના વચ્ચે ભૂતકાળ માં જે થયું તે થયું પણ હવે તે શક્ય નથી કે  હું તારી સાથે લગ્ન કરી શકું."
શોભા: " કેમ?"
શુભ: " શોભા પ્રેમ એક તરફ થી થાય તો એ પ્રેમ નથી,પ્રેમ કદી બાહ્ય સુંદરતા નથી જોતો પણ પ્રેમ હદય ની સુંદરતા જોવે છે,ને હું જ્યારે ખૂબ દુઃખ માં હતો ત્યારે એક વ્યક્તિએ મને હંમેશા સાથ આપ્યો છે,તે વ્યક્તિએ તેના હૈયા નો રંગ મારા હદય માં પૂર્યો છે,તેના થી અત્યારે હું કંઇક છું,તે વ્યક્તિ બીજુ કોઈ નહિ પણ મારી પત્ની નીરા છે, sorry શોભા, મારી પત્ની મારો પ્રેમ છે,મારી જિંદગી છે,ને સાચું કહું તો હું આવતા સાત જન્મો માટે પણ ભગવાન પાસે તેનો જ સાથ ને તેનો જ હૈયા નો રંગ માંગીશ. શોભા લે મારી પત્ની તારી સાથે વાત કરવા માંગે છે.વાત કરીશ તું?
શોભા: "હા,શુભ વાત કરીશ..પણ તને ન પામવાનું દુઃખ મને છે.."
નીરા કહે છે," શોભા,ભલે શુભ મારો છે,ને મને તેના પર ગર્વ પણ છે,ને સાચું કહું શુભ જેવો જીવનસાથી મળવો મુશ્કેલ છે,હું તમારાં ફિલિંગ ને સમજુ  છું પણ પ્રેમ એટલે પામવું એવો અર્થ પણ નથી થતો..ભલે તમે પ્રેમી ના બની શક્યા પણ હજુ પણ તમે એક દોસ્ત તો બનીને રહી શકો છો..પણ. એક સ્ત્રી હોવાના લીધે એટલું હું કહીશ કે કેટલીક વખત આપણે પુરુષ ને સમજી શકતા નથી પણ પાછળ થી આપણને તે પુરુષ ની સાચી કિંમત સમજાય છે....મને ગર્વ પણ છે કે શુભે તમારા વિશે તમામ હકીકત મને કહી દીધી હતી."
શોભા કહે છે," નીરા સાચે યાર તું બહુ સમજે છે,મારી ભૂલ થઈ ગઈ શુભ ને ઓળખવામાં પણ ભગવાન સદાય ને માટે તમને બંને ને એકબીજાના હમસફર રાખે ને તમે કાયમ માટે શુભ ના હૈયાનો રંગ બની રહો તેવી શુભેચ્છા."
ફોન કટ થઇ જાય છે..
શુભ નીરા ને બાહોમાં લઈને તેનો આભાર માને છે.
આશા રાખું છું..આ વાર્તા આપને ગમી હશે....આપના પ્રતિભાવ મને ચોક્કસ થી આપજો..મળીશું નવી વાર્તા સાથે ત્યાં સુધી  મારી સાથે વાંચતા રહો.....
Life Never Ends With Jainil Joshi