Atitna Padchhaya - 9 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | અતીતના પડછાયા - 9

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અતીતના પડછાયા - 9

અતીતના પડછાયા

વ્રજલાલ હિરજી જોષી

. પાકિસ્તાની દાણચોર

ટરરર... ડ્રાઉ... ડ્રાઉ... મનહુસ સન્નાટામાં તમરા અને દેડકાઓનો ગુંજતો અવાજ ધ્રુજારી પેદા કરતો હતો.

હાથને હાથ ન દેખાય તેવું ગાઢ અંધારું છવાયેલું હતું.

રાતના લગભગ બાર વાગ્યાનો સમય થયો હતો. ચારે તરફ સોંપો પડી ગયો હતો. બાવળના કાંટાને ચીરતો સૂસવાટાભેર પવન વાઈ રહ્યો હતો. દૂર-દૂર કૂતરાઓના ભસવાના અવાજો ને સાથ આપતા હોય તેવા વગડામાં શિયાળોના ચિલ્લાવાના અવાજ થોડી થોડી વારે આવતા હતા.

રાજ અને કદમ મક્કમ પગલે હવેલી તરફ આગળ વધતા હતા. રાત્રીના અગિયાર વાગ્યાના સમયે કદમે રાજને કહ્યું હતું કે, " આજ હવેલી પર જવાનું છે, તે પણ કોઈને પણ વાત કર્યા વગર. "

રાત્રે લગભગ નવ વાગ્યાના સમયે એસ. પી. સાહેબે કદમને બોલાવ્યો હતો. જે વાળ પરીક્ષણ માટે મોકલ્યા હતા તેના રિપોર્ટ આવી ગયા હતા. કદમ એસ. પી. સાહેબ સાથે એક કલાક બેઠો હતો અને પછી જ રાત્રીના હવેલી પર જવાનો પ્લાન બનાવ્યો હતો.

હવેલીથી થોડે દૂર પહોંચ્યા પછી તરત કદમે લાલ લેઝર લાઇટ ખિસ્સામાંથી બહાર કાઢી આકાશ તરફ લાલ કિરણોનો પ્રકાશ ફેંકી કોઈ સંકેત કર્યો, તરત આકાશમાં પણ ચારે દિશાએથી લેઝર કિરણો વડે સંકેત મળ્યા.

"ચાલ રાજ... તું તૈયાર છો... ?"

"હા... ચાલ હું મારી સાથે મારી રિવોલ્વર અને ટોર્ચ લેતો આવ્યો છું. "

" રાજ... આજ તમારા ફાર્મ હાઉસ પર ખેલાતા નાટકનો અંત આવી જશે. આજ તમારા અપરાધીને પકડી કાયદાના હવાલે કરી દઈશ. ચાલ... "ધીમા સુસવાટા અવાજે કદમે કહ્યું.

હવેલી પાસે પહોંચી કદમ અને રાજ એક તરફ ફેલાયેલા મોટા વૃક્ષ પાસે આવીને ઊભા રહ્યા.

હવેલીના દરવાજા બંધ હતા.

જીવંત માનવીનું કાંઈ જ ચિહ્ન ત્યાં દેખાતું ન હતું.

લગભગ પાંચ-સાત મિનિટનો સમય થયો.

અચાનક ભૈરવ પક્ષીની કિલકિલારીનો તીવ્ર અવાજ શાંત વાતાવરણમાં ગુંજી ઉઠ્યો.

"ચાલ, રાજ... "રાજનો હાથ પકડતાં ઝડપથી કદમ હવેલી તરફ આગળ વધ્યો, તેના એક હાથમાં તેની સર્વિસ રિવોલ્વર અંધકારમાં ચમકતી હતી. રાજના હાથમાં ચાર સેલની મોટી એવરેડની ટોર્ચ હતી જે અત્યારે બંધ હતી.

હવેલી પાસે પહોંચ્યા પછી કદમે લાકડાના મોટા દરવાજામાં બનેલી નાની ડેલીને ધક્કો માર્યો. ડેલી અંદરથી સજ્જડ બંધ હતી.

"ચાલ... આપણે પાછળના ભાગમાંથી હવેલીમાં પ્રવેશશું" કહેતાં હવેલીના પાછળના ભાગ તરફ જવા તે લપકયો, રાજ પણ સાથે હતો.

હવેલી ફરતે બનેલી બાઉન્ડ્રીની દીવાલ લગભગ દસ ફૂટ જેટલી ઉંચી હતી. પણ સમયની થપાટો સાથે તે તૂટી પડી હતી. ખંડેર જેવી તે હવેલી જર્જરિત બની ગઈ હતી.

તૂટેલી પાળ પાસે પહોંચ્યો પછી કદમે રાજને ઈશારો કર્યો અને બંને જરાય અવાજ કર્યા વગર તૂટેલી પાળ પરથી અંદરની તરફ ઘૂસી ગયા. અંદરના ભાગમાં ઘૂંટણ સુધી આવતું જંગલી ઘાસ એકદમ સૂકાઈ ગયેલું હતું. પગ મૂકતા જ ચર... ચર... નો અવાજ ઉઠતો હતો.

ધીરે - ધીરે બંને હવેલી તરફ સરકવા લાગ્યા.

એકાએક કોઈએ કદમના પાછળથી ખભા પર હાથ મૂક્યો. કદમે ડોક ઘુમાવી અંધકારમાં આંખો ફાડી-ફાડીને પાછળ જોયું.

ક્ષણ માટે તે સેહત ખાઈ ગયો.

લીંબુના ફાડ જેવી લાલઘૂમ આંખો તેને જોઈ રહી હતી.

લગભગ સાત ફૂટની લંબાઈ ધરાવતો હાથમાં ડાંગની લાકડી લઈને એક આદમી તેની પાછળ ઉભો હતો.

માથા પર ફાળિયું બાંધ્યું હતું. તેની મોટી મૂછોને વળ આપીને તેણે એકદમ ફાંસીના ગાળિયા જેવી બનાવી રાખી હતી. ઝભ્ભા પર બંડી અને નીચે લંગોટ પહેરેલી હતી તે એક ભરવાડ જેવો જણાતો હતો.

"કોણ જોઈએ છે... શા માટે અહીં આવ્યા છો... ?" ભરાવદાર અને કઠોર અવાજે તે બોલ્યો.

ક્ષણ માટે રાજ પણ ધ્રુજી ઉઠ્યો તેનો હાથ ખીસ્સામાં પડેલી રિવોલ્વર તરફ સરકવા લાગ્યો.

"ભાઈ યમદૂત મારી બકરી વગડામાં ચરતાં - ચરતાં અહીં ઘૂસી આવી છે. તેને શોધતા અમે અહીં આવી ચડયા છીએ. જરા જુઓ તો ખરા, ક્યાંય દેખાય છે. "હાથ જોડતા જાણે તેનાથી ડરી હોય તેવા ભાવ ઉત્પન્ન કરતા કદમ બોલ્યો.

"અહીં કોઈ જ બકરી નથી આવી. "

"કદાચ આ અંધકારમાં તમે જોઈ ન હોય તેવું બને. અમે શોધી લઈશું. તમતારે ઠંડી હવા ખાવ... "કહેતાં કદમે રાજનો હાથ પકડ્યો, " ચાલ ભાઈ આપણે શોધી લઈએ. "

" એય.... "હાથમાં રહેલી ડાંગને ઊંચી ઉઠાવતાં તેણે ત્રાડ પાડી, "ભાગી જાવ નહીંતર તમારા હાડકાં ભાંગી નાખીશ. "

"એ ભાઈ... તારી આ હવેલીમાં કંઈ સોના-ચાંદી દાટ્યા છે કે અમે લઈ જશું. બકરી શોધી ચાલ્યા જશું એમાં આમ પાડા જેવી રાડો શા માટે પાડે છે... ?"

"હરામખોર... તુ એમ નહિ માને" કહેતાં જ તેણે ઉપર ઉઠાવેલી ડાંગને ફેરવી.

સમમમ... હવામાં સુસવાટો બોલાવતી ડાંગ કદમ તરફ ઘૂમી અંધકારમાં પૂરું દેખાતું પણ ન હતું.

એક ઝાટકા સાથે કદમે રાજનો હાથ ખેંચ્યો અને નીચે બેસી ગયો. સુસવાટો બોલાવતી ડાંગ તેના માથા પરથી પસાર થઈ ગઈ.

"સા... સાલા વંતરીના એક વાર કહ્યું કે બકરીને શોધી લઈ અમે ચાલ્યા જઈશું છતાંય વાંધો નથી. બુદ્ધિનો બળદિયો લાગે છે. "

"તમારા બંનેની લાશો જ હવે આ હવેલીમાંથી બહાર જશે. "કહેતાં તેણે દાંત કચકચાવ્યા અને કદમ, રાજ ને મારવા તેણે ફરીથી ડાંગને ઘુમાવી.

" ભાગ... સાલ્લો પાડો આપણાં માથા ફાડી નાખશે. "રાડ નાખતા કદમે કૂદકો માર્યો. ડાંગ તેમને સ્પર્શ કરે તે પહેલા જ બંને દૂર નીકળી ગયા.

" ઊભા રહી જાવ... "ડાંગને ગોળ ગોળ ફેરવતા તે કદમ અને રાજની પાછળ દોડ્યો.

"માર્યા ઠાર સાલ્લો પીછો નહીં મૂકે... "દોડતાં કદમ બોલ્યો અને પછી હવેલીની એક તરફ ભાગ્યો.

"કદમ... ચાલ અત્યારે નાસી છૂટીએ. કાલે આવશું.. "હાંફતાં હાંફતાં રાજ બોલ્યો.

"ના રાજ, તું ભાગતો રહેજે હું હમણાં જ ચમત્કાર બતાવું છું. "કહેતાં કદમ એક મોટા પથ્થર પાછળ છૂપાઇ ગયો.

રાજ આગળ દોડ્યો. તે ભરવાડ તેની પાછળ લાકડી ફેરવતો દોડતો જ્યાં કદમ છુપાયો હતો ત્યાંથી પસાર થયો. તે જ પળે કદમે હાથમાં એક મોટો પથ્થર લીધો અને પછી ક્ષણનોય વિલંબ કર્યા વગર તે ભરવાડના માથાનું નિશાન લઇ ઘા કર્યો. સન... સન્નાટામાં ધ્વનિ ફેલાવતો પથ્થર કદમના હાથમાંથી ગોફણમાંથી છૂટેલા પથ્થરની જેમ છૂટ્યો.

તડાક.. ના અવાજ સાથે પથ્થર તે ભરવાડના માથામાં જોર સાથે લાગ્યો.

" ઓ માડી રે.... મરી ગયો... "ની ચીસ નાખતો હાથમાં ગોળ - ગોળ ફરતા ડાંગને ઘા કરતો તે માથું પકડીને નીચે બેસી ગયો. વાતાવરણમાં તેની ચીસ ગુંજી ઊઠી અને તે પછીની પળે હવેલીના પાછળના ભાગની બે બારીઓ ફટાફટ ખુલી ગઈ.

ધાપ... ધાપ... ધાપ... સન્નાટોને દોડતી આગ ઝરતી કેટલીય ગોળીઓ કદમ અને રાજ તરફ છૂટી.

કદમ એકદમ જમ્પ મારી કૂદ્યો અને પછી રાજને સાથે લેતો તે સીધા માથે જમીન પર પછડાયો.

ગોળીઓ તેમના માથા પર સુસવાટા બોલાવતી નીકળી ગઈ.

રાજ હેબતાઈ ગયો. આટલું બધું બનશે તે તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું.

"રાજ... તું અહીં જ સૂતો રહેજે અને જરાય હલનચલન કરતી નહીં.. " ધીમા સુસવાટા અવાજ સાથે કદમ બોલ્યો. પછી કમરમાં ભરાવેલી રિવોલ્વરને ખેંચી કાઢી. હાથમાં લઇ ચારે પગે (બે હાથ અને બે પગે) મગરની જેમ ચાલતો આગળ વધવા લાગ્યો.

તે જ ક્ષણે માથું પકડીને બેઠેલો ભરવાડ ઉભો થયો અને છલાંગો મારતો હવેલીની બહારની તરફ જવા તે તૂટેલી પાળ તરફ દોડ્યો.

બારીમાંથી આવતો એકદમ આછો પ્રકાશ કદમે જોયો હતો. તેણે દાંત કચકચાવ્યા અને પછી બારીનું નિશાન લઇ ટ્રિગર દબાવ્યું. ધાપ... ધાપ... ધાપ... ફરીથી ગોળીઓના ધમાકાનો અવાજ ગુંજી ઉઠ્યો.

ત્યારબાદ સામેથી પણ કદમના વારનો જવાબ આપતી કેટલીય ગોળીઓનો વરસાદ તેના તરફ થયો. ગાઢ અંધકારને લીધે ગોળીઓ તેને સ્પર્શ કર્યા વગર આજુબાજુ નીકળી ગઈ.

"કદમ તું ઠીક તો છે ને... ?"તેની પાસે સરકી આવેલ રાજ બોલ્યો.

"રાજ... એક કામ કર તું સામેના મોટા પથ્થર પાછળ ચાલ્યો જા અને ત્યાંથી છુપાઈને હવેલીની સામેની બારીઓ ખુલ્લી દેખાય છે તે તરફ થોડી થોડી વારે ગોળીબાર કરતો રહેજે , હું હવેલીની અંદર ઘુસવાની કોશિશ કરું છું. જમીન પર સૂતાં - સૂતાં આગળ સરકતા કદમે ધીમા અવાજે કહ્યું

૧૫૧-૧૬૫

તે જ શોર મચાવતી બે ગોળીઓ રાજના માથા પરથી પસાર થઈ. રાજનાં રૂવાંડા ઉભા થઇ ગયાં. તેના કપાળ પર પરસેવો નીકળવા લાગ્યો. " ભલે... "કહેતાં તે સૂતાં - સૂતાં જ ત્યાં પડેલા મોટા પથ્થર તરફ સરકવા લાગ્યો.

કદમ પણ જમીન પર સરકતો હવેલી તરફ આગળ વધ્યો. સુકાયેલા ઘાસમાં આગળ વધવું, તકલીફભર્યું હતું. ઘાસના સુકાયેલા ડાળખાં તેના મોં અને હાથ પર ખૂપતા હતાં.

દાંત ભીંસી કદમ મક્કમ મને આગળ વધતો રહ્યો.

રાજ ત્યાં પડેલા મોટા પથ્થરની પાછળ પહોંચી ગયો અને ત્યાંથી જ તેમણે બારી તરફ ગોળીબાર કર્યો.

સામેથી પણ રાજ તરફ ગોળીબાર થવા લાગ્યો.

તકનો લાભ લેતaલી તરફ સરકી ગયો.

હવેલીના પાછળના ભાગમાં અત્યારે તે દિવાલ સરસો ઊભો - ઊભો હાંફતો હતો. શર્ટની બાંયથી માથા પરનો પરસેવો લૂછ્યો પછી ઉપરની તરફ દ્રષ્ટિ ફેરવી.

જ્યાં તે ઊભો હતો તેની ઉપર જ એક બારીનો છજ્જો હતો.

કદમ પહેલાંથી કંઈક વિચાર કરીને છજ્જાની નીચેની તરફ સરકતો આવ્યો હતો.

છજજા તરફ દ્રષ્ટિ કર્યાદ કદમ ઊલટો ફર્યો અને દિવાલ તરફ મોં રાખી ઘૂંટણથી થોડો નીચે ઝૂક્યો પછી હાથ ઉપર ઉઠાવી જમ્પ મારી. બીજી જ પળે તેના બંને હાથના પંજા છજજા પર જડાઈ ગયા. હવે તે પંજાના આધારે છજજા પર અધ્ધર લટકતો હતો. ત્યારબાદ બંને હાથના બાવડાના જોર પર શરીરને ઉપરની તરફ ઉઠાવતો ગયો. તેના શરીરનો છાતી સુધીનો ભાગ છજજા સુધી અધ્ધર થયા બાદ તે છજજા ઉપરની તરફ ઝૂકી ગયો અને પછી શરીરને સંકોચીને છજજા ઉપર ચડી ગયો.

થોડી થોડી વારે ઉપરના માળની ખુલ્લી બારીમાંથી ગોળીઓના ધમાકા થતા હતા તો રાજ પણ થોડા સમયના અંતરે તે તરફ ગોળીબાર કરતો હતો.

સન્નાટાભર્યા વાતાવરણમાં ગોળીઓના ધમાકા ગુંજતા હતા.

કદમ તે છજજા ઉપર ઉભો થયો અને પછી નજરને ઉપરની તરફ ફેરવી. ઉપરના માળની બારી નીચેની બારીથી લગભગ વીસ ફૂટના અંતર પર હતી.

ઉપર જમ્પ મારીને ચડી શકાય તેવું તો ન હતું. પણ જે બારીના છજજા પર કદમ ઊભો હતો, તેનાથી ચાર ફૂટના અંતરે એક ડ્રેનેજનો પાઇપ ઉપર તરફ જતો હતો.

અંધકારમાં હવે કદમની આંખો ચારેતરફનું દ્રશ્ય જોવા ટેવાઈ ગઈ હતી. છતાં પણ દ્રશ્ય ધૂંધળું દેખાતું હતું.

કદમ ડ્રેનેજ પાઈપ તરફના છજજાના ભાગ તરફ ઊભો રહ્યો. પછી હાથ લંબાવ્યા, પણ ડ્રેનેજ પાઈપ સુધી તેના હાથ પહોંચતા ન હતા.

હવે શું કરવું એકદમ તેના વિચારમાં પડ્યો.

કંઈક વિચારી કદમે મનને મક્કમ કર્યું. ત્યારબાદ તેણે છજજાનો ભાગ જે ડ્રેનેજ પાઈપ તરફ હતો, તેના છેડા પર ઊભા રહી એક પગને છજજાના છેડા પર મૂક્યો. અત્યારે તે દિવાલ પર પીઠ ટેકવીને છજજા પર એક પગે ઊભો હતો. ત્યારબાદ કુશળ સર્કસના ખેલાડીની જેમ તેણે શરીરને ડ્રેનેજ પાઈપ તરફ ઝુકાવ્યું.

જરાય પણ ચૂંક થાય તો કદમ નીચે પછડાય તેવી શક્યતા પૂરેપૂરી હતી. પણ આવા ખેલ તો તે કેટલીય વાર ખેલી ચૂક્યો હતો.

તેનું શરીર એક તરફ ધીરે - ધીરે ઝુંક્તું હતું અને પછી તેનો એક હાથ ડ્રેનેજ પાઈપ પડ્યો. હાથના જોરે તેણે શરીરને નીચેની તરફ નમતું અટકાવ્યું. અત્યારે તેનો એક પગ છજજા પર હતો અને એક હાથ ડ્રેનેજ પાઈપ પર હતો.

હાથને તેણે ડ્રેનેજના પાઇપ પર લાગેલા ક્લેમ્પ પર મજબૂતાઈથી ભરાવ્યો અને પછી છજજા પડેલા તેના પગને થોડો નીચો નમાવી જમ્પ મારી.

તેનું શરીર સ્પ્રિંગની જેમ ઊછળ્યું અને ઉછળતા શરીરને હાથના સહારે ગુમાવી પણ નાખ્યું. ક્ષણ માટે તેના હાથના પંજામાં કારમી પીડાની લહેર દોડી ગઈ. પણ બીજી જ ક્ષણે કદમે બીજો હાથ પણ ડ્રેનેજ પાઈપ પર જકડી દીધો. ત્યારબાદ બંને પગના પંજાને ડ્રેનેજ પાઈપ પર ભરાવ્યા અને પછી ધીરે ધીરે ઉપરની તરફ સરકવા લાગ્યો. બે મિનિટમાં જ તે ઉપરની બારીના છજજા પાસે પહોંચી ગયો અને પછી જમ્પ મારી બારીના છજજાને પકડી તે તરત ઉપર ચડી ગયો.

અત્યારે તે ઉપર ઊભો ઊભો પોતાના ઉખડેલા શ્વાસને કાબૂમાં લેવાની કોશિશ કરતો હતો.

વાતા ઠંડા પવનની લહેરખીઓ તેના શરીરને ઠંડક આપતી હતી. થોડીવાર કળજાયેલા હાથના પંજાને મસળતો તે ઊભો રહ્યો. પછી ઉલટા ફરીને બારી પર નજર જમાવી. તે બારીનો કાચ તૂટેલો હતો. તૂટેલા કાચમાં હાથ નાખી બારીની સ્ટોપર ખોલી તે બારીની અંદર સમાઈ ગયો. તે કમરામાં ગાઢ અંધકાર છવાયેલો હતો.

કદમે ખિસ્સમાંથી મોબાઇલ બહાર કાઢ્યો અને તેના અંદરની ટોર્ચ ઓન કરી. કમરામાં આછો પ્રકાશ રેલાયો.

ધીરે-ધીરે તે જરાય અવાજ કર્યા વગર તે કમરાના દરવાજા પાસે આવ્યો.

ગોળીબાર બંધ પડી ચૂક્યો હતો.

હવે શું કરવું?તેનો વિચાર કરતો રાજ પથ્થરની પાછળ જ બેઠો હતો.

કદમ દરવાજો ખોલી લોબીમાં આવ્યો.

ચારેતરફ ભયાનક સન્નાટો પથરાયેલો હતો. અત્યારે પણ એવું લાગી રહ્યું હતું કે હવેલીમાં કોઈપણ નથી. તેણે આગળના કમરાના દરવાજામાં પડેલી તિરાડમાંથી આછો પ્રકાશ બહાર આવતો જોયો.

રિવોલ્વરને હાથમાં પકડી દીવાલ સરસો કદમ તે તરફ આગળ વધ્યો. થોડીવારમાં જ તે દરવાજા પાસે પહોંચી ગયો.

દરવાજાની એક તરફ દીવાલ સરસા જ ઉભા રહી ડોક લંબાવી.

દરવાજાની તિરાડમાંથી કદમે જોયું.

અંદર ચાર માણસો હતા.

લાકડાનું એક જૂનું અને મોટું ટેબલ કમરાની વચ્ચોવચ પડ્યું હતું. તેના ફરતે નેતરની ખુરશીઓ ગોઠવેલી હતી. ટેબલ પર હરિકેનનું લાલટેન પડ્યું હતું અને તેનો ધૂંધળો પ્રકાશ કમરામાં ફેલાયો હતો. કદમે કાન સરવા કર્યા.

" હવે... હવે શું કરવું છે, બોસ... ?"એક આદમી બોલ્યો.

" જુઓ... અત્યારે દુશ્મનો નાસી છૂટયા છે, કેમકે ગોળીબાર બંધ થઈ ગયો છે અને બીજી કોઈ જ ચહલ-પહલ વર્તાતી નથી. મારે આવતીકાલ સુધી કામ નિપટાવી લેવું છે. કાલ રાત સુધી કામ થઈ, સોદો થઈ જાય એટલે તમે છુટ્ટા, પછી તમે સૌ તમારા રસ્તે જઈ શકો છો... "ચારેમાં બોસ જેવો લાગતો આદમી બોલ્યો. તેમણે ઝભ્ભો અને કૂર્તો પહેર્યા હતા. માથા પરના વાળ ખભા સુધી વધેલા હતા અને ચહેરા પર ભરાવદાર દાઢી-મૂછો હતા. તેનો અવાજ પણ પડછંદ હતો. "

આપણો ભરવાડ નાસી ગયો લાગે છે. દુશ્મનના એક આદમીએ તેને પાછળથી પથ્થર જેવું કંઈક માર્યું હતું. મેં જોયું તે એવું નહીં, બને ને કે એ અહીંથી નાસી જઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ગયો હોય. "એક મવાલી જેવો લાગતો માણસ બોલ્યો.

"ના રે ના ... સાલ્લો અક્કલનો બળદિયો હતો. તેનામાં એટલી બુદ્ધિ નથી કે પોલીસ સ્ટેશન જાય અને તેને આપણા કામની પણ ક્યાં ખબર છે. થોડા દિવસ સામાન સાચવવા માટે હવેલી ભાડે લેવામાં આવી છે. બાકી કોઈ વાતની તેને ખબર નથી. "

"ડોક્ટરના માલનું શું કરવાનું છે. તેઓ પણ નાસી જવાની વેતરણમાં લાગે છે. બાકી ડૉક્ટર માલ સારો છે. " જીભનો ચટાકો લેતાં એક જણ બોલ્યો.

"કાલ આપણું કામ પતે એટલે આપણે અહીંથી ગચ્છન્તિ કરવા માંગીએ છીએ. બરાબર અને એવું કાંઈ જ પગલું ન ભરતા કે આપણા સામે પોલીસ ફરિયાદ થાય અને આપણો ભાંડો ફૂટી જાય. રહી વાત ડોક્ટરના માલની તો મેં તેને કહી દીધું છે કે કાલ સુધીમાં તમારું કામ પતાવવું હોય તો પતાવી લ્યો. આ તો ડોક્ટરે મારો જાન બચાવ્યો હતો એટલે તે બંનેને આટલા દિવસ સાચવ્યા. "દાઢીધારી બોસ બોલ્યો.

તે લોકોની વાત સાંભળતા કદમની આંખોમાં એક અનેરી ચમક ઉભરાઇ પછી તેના હાથમાં રહેલી રિવોલ્વરને બંને હાથે મજબૂતાઈથી પકડી દરવાજાની સામે ઊભો રહ્યો. ત્યારબાદ પૂરા બળ સાથે દરવાજાને લાત ફટકારી.

" ધડામ" ના જોરદાર અવાજ સાથે દરવાજો ખૂલી ગયો. અંદર બેઠેલા ચારે એકદમ ચમકીને ઉભા થઇ ગયાં.

બોસ જેવા આદમીનો હાથ તેના ઝભ્ભાના ખિસ્સા તરફ સરકવા લાગ્યો.

"ખબરદાર... તારો હાથ ઉપર કરી લે હૈદરઅલી નહિતર મારી રિવોલ્વરની ગોળી તારુ ભેજો ઉડાવી નાખશે, " ચેતવણી ભર્યો અવાજે કદમ ગર્જ્યો.

બોસ જેવા તે આદમીએ ઝડપથી હાથ ઉપર ઉઠાવી લીધા તેના ચહેરા પર મૂંઝવણ અને આશ્ચર્યના ભાવ છવાયેલા હતા. પોતે હૈદરઅલી છે તે સામેવાળાને કેમ ખબર પડી તે તેની સમજની બહાર હતું.

"એક રિવોલ્વરથી તો મને અટકાવી નહીં શકે.... મારા માણસો હવેલીની ચારે તરફ ફેલાયેલા છે. તો મરવાનો થયો છે. એટલે અહીં આવ્યો છે. રાજનો દોસ્ત છો તેની મને ખબર છે. કારણ વગર કોઈનું લોહી વહેવડાવવાનીનું મને પસંદ નથી એટલા માટે તને આગલી વખત જીવતો મૂકી દીધો હતો. પણ તું તો દોઢડાહ્યો નીકળ્યો. "

"હૈદર, તારા માણસો હવેલીમાં ફેલાયેલા છે તે તારે જોવું છે. તેની હાલત કેવી થાય છે... ?જોઈ લે. "કહેતાં કદમ ખુલ્લી બારી તરફ લાપક્યો અને ઝડપથી ખિસ્સામાંથી લેઝર કિરણો છોડતી પેન્સિલ બહાર કાઢી, પહેલાં તેણે જ્યાં રાજ છુપાયો ત્યાં લેઝરનો લાલ પ્રકાશ ફેંક્યો, પછી હવેલીની ચારે તરફ લેઝર પ્રકાશને તે ઘુમાવવા લાગ્યો.

"ઘુઘુ.... ઘુઘુઘુ... " ભૈરવ પક્ષીના અવાજ જેવો અચાનક અવાજ અચાનક બહારથી આવ્યો, પછી ચારે તરફ નિશાચર પક્ષીઓ ચીસો પાડતા ઊડી રહ્યા હોય તેવી કિલ- કિલ્લારીનો અવાજ ગુંજી ઉઠ્યો.

હૈદરઅલી ધીરે-ધીરે કદમ તરફ સરકવા લાગ્યો. તેની આંખોમાં બિલ્લી જેવી ચમક ઉભરાઇ આવી હતી. ચિત્તાની જેમ તેણે પોતાના શરીરને સંકોચ્યું અને પછી થોડા બેધ્યાન થયેલા કદમ પર જમ્પ લગાવી.

"ધડામ"ના અવાજ સાથે તેનો પથ્થર જેવું સખ્ત બનેલું માથું કદમના માથા સાથે અથડાયું.

અચાનક થયેલા હુમલાથી કદમ હચમચી ઉઠ્યો. તેના હાથમાંથી રિવોલ્વર છૂટીને ફર્શ પર પડી. તે લથડ્યો.

"હરામખોર હૈદરઅલીને ધમકી આપતો હતો. "

માથું પકડીને નીચે પડેલા કદમની કમર પર એક જોરદાર લાત હૈદરઅલીએ મારી.

"ઓ... માં!" કદમના મોંમાંથી ચીસ સરી પડી, તેને લાગ્યું કે તેના કમરના મણકા તૂટી પડ્યા છે. તીવ્ર પીડાથી તે બેવડો વળી ગયો.

હૈદરઅલી... નીચો નમ્યો પછી પાછળથી કદમનું ગળું પકડી ઉપર ઉઠાવ્યું અને પછી હતું એટલું બળ કરી કદમના શરીરને દીવાલ તરફ ધક્કો માર્યો.

કદમ સીધા મોં એ દીવાલ સાથે અથડાયો.

તેનું નાક છોલાઈ ગયું. કપાળમાં જોરથી દીવાલ વાગી.

હૈદરઅલી કદમ તરફ આગળ વધ્યો.

ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બધી જ પીડાને ભૂલી જઈ કદમ સ્ફૂર્તિથી એક પગે અર્ધગોળ ફર્યો.

"ધડામ"ના અવાજ સાથે જોરથી બીજા પગની લાત તેણે હૈદરઅલીના બંને પગ વચ્ચે મારી દીધી અને બીજી જ ક્ષણે કૂદકો મારી તે એક તરફ હટી ગયો અને ફર્શ પર રિવોલ્વર પડી હતી તે તરફ જમ્પ લગાવી.

હૈદરઅલીના ગળામાંથી પીડાભરી તીવ્ર ચીસ નીકળી ગઈ. બંને હાથને પગની વચ્ચે દબાવતો તે બેવડો વળી ગયો.

હૈદરની હાલત જોઈ તેની સાથેના ત્રણે જણા કદમને મારવા દોડ્યા.

"ખબરદાર... એક પગલું પણ આગળ વધ્યા છો તો. " રિવોલ્વરને તેઓ તરફ લહેરાવતાં નીચે ફર્શ પર સૂતાં - સૂતાં જ કદમ ચિલ્લાયો. ત્રણેયના પગમાં બ્રેક વાગી ગઇ.

"સાલ્લા હરામખોર... " અચાનક હૈદરઅલી માતેલા આખલાની જેમ ક્રોધથી ધૂઆં - પૂઆં થતો કદમ તરફ દોડ્યો.

કદમ ઝડપથી એક હાથની કોણી પર અર્ધ બેઠો થયો અને તેની રિવોલ્વર હૈદરઅલી તરફ ફેરવતાં ગોળો દબાવ્યો.

કમરામાં ગોળી છૂટવાનો ભીષણ ધડાકો થયો.

ગોળી હૈદરઅલીના કાનની બૂટને સ્પર્શ કરતી આગળ વધી. સામેની દીવાલ પર અથડાઇ.

ધડાકાના અવાજ સાથે ચૂના અને માટીના પ્લાસ્ટરવાળી દીવાલનો કેટલોય ભાગ ઉખડી ગયો. ધૂળ - માટી અને કાંકરી ચારે તરફ વેરાયા, સાથે ધૂળોના ગોટા ઊડ્યા.

"ધાપ... " કદમે સ્ફૂર્તિથી હટી જઇ, ત્રણમાંથી એક જણ જે એકાએક તેની સામે ધસી આવતો જોઈ ગોળી છોડી.

ગોળી તેના પગમાં લાગી.

ટ્રકના અવાજ સાથે તેનું હાડકું તૂટ્યું તે ત્યાં જ પછડાયો.

તેની ચીસોથી કમરો ગુંજી ઉઠ્યો.

હૈદરાલીના ચહેરા પર દહેશતનાના ભાવ છવાયેલા હતા. તેનો એક હાથ તેના કાન પર ફરતો હતો. ગોળી કાનને ટચ થઈ હોવાથી ત્યાં લોહી નીકળતું હતું.

હૈદરઅલી... અલી... અલી... " કદમની ત્રાડના પડઘા ચારેતરફ ગુંજી ઊઠયા.

"હૈદરઅલી... તારુ અને તારા આદમીઓનું મોત ઇચ્છતો નહોતો ચૂપચાપ ઊભો રહે અને તારા ચમચાઓને પણ ચૂપચાપ ઊભા રહેવાનું કહે નહિતર હવે મારી રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી તમારી છાતીમાં ઊતરી જશે... "

હૈદરઅલી અને તેમના માણસો કદમની ત્રાડ સાથે ધ્રૂજી ઉઠ્યા, ચારેના હાથ આપોઆપ ઉપર ઊંચકાયા.

" કદમ... કદમ... તું ઠીક તો છો ને... ?"ત્યાં દોડી આવેલ રાજ હાંફતા અવાજે બોલ્યો, તે દરવાજા પાસે ઊભા રહી અંદરનું દ્રશ્ય જોઈ જ રહ્યો પછી પોતાના હાથની રિવોલ્વર તે ચારે તરફ તાંકતો અંદર પ્રવેશ્યો.

થોડી જ વારમાં સર્ચ લાઈટોના પ્રકાશથી હવેલી ઝળહળી ઊઠી. હવેલીમાં ચારે તરફ ટપ... ટપ... ટપ... ચાલવાનો અવાજ ગુંજી રહ્યો હતો. હવેલીમાં શું થઈ રહ્યું છે તેની ન તો રાજને ખબર પડતી હતી ન હૈદરઅલી અને તેમના માણસોને ખબર પડતી હતી.

કદમના સંકેતથી હવેલીને ઘેરી લેવામાં આવી હતી અને ચારેતરફ પોલીસોના ચાલવાથી બૂટોના અવાજ ગુંજતા હતા.

"ચલો હૈદરઅલી, હવેલીને ચારે તરફથી પોલીસે ઘેરી લીધી છે. હવે નાસી છૂટવાની કોશિશ બેકાર છે. મારો ડાહ્યો દીકરો થઈને ચાલ... આમે તારો દેશ મારા દેશનો દીકરો છે. ભારત પાકિસ્તાનનો બાપ છે. બચ્ચું તું બાપના હાથમાં ફસાયો છો. "કદમે સ્મિત ફરકાવ્યું.

" તું... તું... કોણ છો... ?દહેશત સાથે તરડાયેલા અવાજે હૈદરઅલી બોલ્યો.

"બેટા... હૈદર... મને લોકો કદમ કહે છે. દુશ્મનોના મોતની આહટ... મોતનાં પગલાં દુશ્મનોની નજદીક આવે છે અને મોતના કદમની આહટ સાંભળી ભારતના દુશ્મનો... મારા દેશના દુશ્મનો વગર મોતે મરી જાય છે. તે પગલાને કદમ કહે છે... સમજ્યો, તને પણ અત્યારે તારા મોતના પગલાંની આહટ સુનાઈ દેતી હશે, હૈદર... "ગુસ્સા સાથે કદમનો ચહેરો તમતમીને લાલ થઇ ગયો.

તે જ ક્ષણે એક ઇન્સ્પેક્ટર કેટલાય પોલીસ સ્ટાફ સાથે કમરામાં ધસી આવ્યો. સૌના હાથમાં રાઇફલો હતી અને તે રાઈફલો હૈદરઅલી અને તેના માણસોની સામે તકાયેલી હતી.

"તું... તું કદમ છો. ' રો ' નો એજન્ટ... કદમ... ?" ભયભીત થઈ. હૈદરઅલી કદમની સામે તાકી રહ્યો.

"હા... હું કદમ છું. તારા દેશ પાકિસ્તાનનો કાળ... સમજ્યો... " તારા આકાઓને ક્યારેક પૂછી લેજે હું શું છું તે તને જણાવી દેશે, પણ ત્યારે તેઓનો અવાજ ધ્રૂજતો હશે જેમ અત્યારે તું ધ્રૂજી રહ્યો છે. "

"સર... આ કોણ છે... ?"આશ્ચર્ય સાથે ઇન્સ્પેક્ટરે કદમને પૂછ્યું.

"ઇન્સ્પેક્ટર, આ પાકિસ્તાનનો દાણચોર હૈદરઅલી છે અને તેને સ્વપ્ન આવ્યું હતું કે ભારતમાં રૂપિયાની જરૂર છે. તેની પાસે અસલી રૂપિયા તો હતા નહીં એટલે નકલી નોટો લઈ તે પાકિસ્તાનથી કચ્છની રણબોર્ડરમાં ઘૂસી આવ્યો છે અને ભૂત-પ્રેતનાં નાટકો કરી આ હવેલીમાં કેટલાય દિવસથી પાંજરામાં પુરાયેલા ઉંદરની જેમ આ હવેલીમાં સડે છે. "કદમ કટાક્ષ સાથે બોલ્યો.

" ચાલો, હવે કચ્છના ખારા પાણી પીવડાવી તરબોળ કરેલા મારા મસ્ત ચામડાના હન્ટરનો પ્રસાદ ખાવા પોલીસ સ્ટેશને પધારો, હૈદરઅલી... " હસતાં ઇન્સ્પેક્ટર બોલ્યો, પછી હૈદરનું બાવડું પકડી ચાલ, "હરામખોર મારી સામે જોવાની જરૂર નથી. "કહેતાં દરવાજા તરફ જોરથી ધક્કો માર્યો. હૈદરઅલી દરવાજા સાથે અથડાતાં માંડ માંડ બચ્યો.

" હૈદરઅલી... એકાએક કદમ બોલ્યો.

હૈદરઅલીએ ડોક ઘુમાવી પાછળની તરફ જોયું.

"હૈદર... પેલો ડોકરો અને ભૂતડી બનીને આ હવેલીમાં ફરતી ડાકણ ક્યાં છે તે બતાવતો જા નહીંતર તારી રિમાન્ડ લેવા માટે પોલીસ સ્ટેશનમાં આવવું પડશે... "ગંભીર અવાજ સાથે કદમે કહ્યું.

"નીચે - નીચે અંડરગ્રાઉન્ડમાં એક કમરો છે. તેમાં તે બંને રહે છે.

"ઠીક છે ભાઈ ઇન્સ્પેક્ટર રસીદી, તમે પાકિસ્તાની મહેમાનોની જેલની હવા ખાવા માટે લઇ જાવ અને હા હવે અહીં પોલીસ સ્ટાફની જરૂર નથી. માત્ર બે પોલીસના જવાનોને મુકતા જાવ... "

"યસ, સર... " કહેતાં ઈન્સ્પેક્ટરે આદર સાથે કદમની સામે જોયું, પછી હૈદરઅલી અને તેમના સાથીઓને લઇને તે ત્યાંથી રવાના થઈ ગયા.

" ભાઈ રાજ, ચાલ હવે તને તારા અપરાધી બતાવું" કહેતાં રાજ તરફ જોયું.

બેટરીના જોરદાર પ્રકાશમાં તેઓ હવેલીના ભૂગર્ભ ગૃહમાં જવાનાં પગથિયાં ઉતરી રહ્યા હતા. ચારે તરફ કરોળિયાનાં ઝાળા બાઝેલાં હતાં, અને થોડી-થોડી વારે ફરરર .. નો ભેદી અવાજ કરતાં ચામાચીડિયાં તેઓના માથા પરથી ઊડીને ભાગતાં હતાં, અંદર ભેજ અને પક્ષીઓની ભઠ્ઠની દુર્ગંધ મારતી હતી.

" કદમ... તું તો એવી રીતે ભૂગર્ભ ગ્રહ તરફ જઈ રહ્યો છો અને હવેલીના ફરી રહ્યો છો, જાણે તું અહીંનો ભોમિયો છો... "

" હું હવેલીમાં કેટલીય વખત ચક્કર મારી ગયો છું. રાજ"

" કદમ, તને કેવી રીતે ખબર પડી કે નકલી નોટો સાથે પાકિસ્તાની દાણચોર અહીં છુપાયો છે.. ?"

કાલ તું ડૉ. દેવાંગી સાથે શોપિંગ માટે ગયો હતો. સાંજે હું એકદમ નવરો હતો. તો થયું ચાલ હવેલી તરફ ચક્કર લગાવી આવું. રાજ કાલ સિવાય હું બે-ત્રણ વખત હવેલીના દરવાજાથી થઇને અંદર ઘૂસ્યો હતો, પણ કાલ દરવાજા બંધ હતા, એટલે હું પાછળના ભાગમાં ગયો અને આજે જે તૂટેલી દીવાલ પરથી આપણે હવેલીમાં ઘૂસ્યા તે તરફ ગયો અને દિવાલની અંદરના ભાગમાં ઊગેલા ઘાસની અંદર એક પાંચસોની નોટ પડેલી જોઈ. મેં તરત ઉઠાવી લીધી, ચેક કરતાં તરત મને ખબર પડી કે તે નકલી નોટ છે અને રાજ જ્યારે તારા કેસ માટે મેં મારા સર પાસે પરમિશન માંગી હતી. ત્યારે મારા સરે મને બાતમી આપી હતી કે પાકિસ્તાની સ્મગલર, હૈદરઅલી કચ્છની રણબોર્ડર પરથી ભારતમાં ઘૂસ્યો છે, તેવી 'રો'ના એજન્ટે બાતમી આપેલી છે. અને તેને પકડવાનું કામ મને સોંપવામાં આવ્યું, રાજ... કહેવાય છે ને કે ' ઘો 'મરવાની થઈ હોય ત્યારે કોળીઓના વાસ તરફ જાય છે. તેમ હૈદરઅલી પણ મરવાનો થયો હતો, એટલે આ હવેલીમાં આવી ભરાયો, "કહેતાં કદમ ચૂપ થઈ ગયો અને નીચે તરફ જતી સીડીનાં પગથિયા ઊતરવા લાગ્યો.

" કદમ... હૈદરઅલીને અમારાથી શું દુશ્મની હોય અને તું કહેતો હતો કે તારા અપરાધી... મને કાંઈ જ સમજમાં આવતું નથી... "મૂંઝવણના ભાવ સાથે રાજે પૂછ્યું.

"રાજ... થોડી ધીરજ રાખ, તને બધું જ સમજાવીશ, તારા અપરાધીને તારી સમક્ષ રજૂ કરીશ... "એક મોટા હોલ જેવા કમર પાસે આવતાં કદમ એકદમ ચૂપ થઈ ગયો અને નાક પર આંગળી મુકી રાજને પણ ચૂપ રહેવા સંકેત કર્યો.

તે એક મોટો હોલ હતો, અંદર લાલટેન બળતું હોય તેવો પ્રકાશ તિરાડોમાંથી બહાર આવતો હતો. અંદર બેઠેલી વ્યક્તિઓ ધીમા અવાજે વાતો કરતી હતી. સન્નાટાભર્યા એકદમ શાંત વાતાવરણમાં તેઓનો અવાજ બહાર સંભળાતો હતો. હવેલીમાં બની ગયેલી ઘટનાની તેઓને ખબર હોય તેવું લાગતું ન હતું.

***