Return of shaitaan - 13 in Gujarati Fiction Stories by Jenice Turner books and stories PDF | Return of shaitaan - Part 13

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

Return of shaitaan - Part 13

"|| conclave ચાલી રહી છે હમણાં." હેલિકોપ્ટર નો પાઇલટ બોલ્યો.( conclave નો મતલબ છે કે દુનિયા ભર માં થી કેથિલીક પ્રિસ્ટ ના વડા રોમ આવે અને રોમ ના પૉપ બનવા માટે ઇલેકશન કરે.જે કેથોલિક પ્રિસ્ટ ચૂંટાઈ ને આવે એ રોમ ના પૉપ બને. આખી પ્રોસેસ માં પૉપ ની એક સિક્રેટ મિટિંગ થાય છે જેમાં કોઈ પણ જઈ શકતું નથી જ્યાં સુધી નવા પૉપ નું ઇલેકશન ના પતે ત્યાં સુધી.જેવા નવા પૉપ નું ઇલેકશન ખતમ થાય એવો ચર્ચ ની ચીમની માં થી સફેદ ધુમાડો નીકળે છે અને બધા લોકો ને ખબર પડે છે કે ઇલેકશન પૂરું થઇ ગયું છે.)

"ઓહ હા || conclave ચાલે છે રાજે બે દિવસ પહેલા જ ન્યૂઝ જોયા હતા. ૧૫ દિવસ પહેલા જ જુના પૉપ નું અવસાન થયું હતું. બધા જ ન્યૂઝ પેપર ના પહેલા પાને છપાયેલા સમાચાર હતા કે પૉપ નું ઊંઘ માં જ અવસાન થયું હતું.કોઈ બીમારી કે તકલીફ નહિ એક્દુમ તંદુરસ્ત હતા પૉપ અને અચાનક જ ઊંઘ માં અવસાન ના સમાચારે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હવે પૉપ ના અવસાન ને ૧૫ દિવસ વીતી ગયા હતા.હવે વેટિકન માં || કોંકલેવ ચાલી રહી હતી.જેવું હેલિકોપ્ટર સેન્ટ પીટર્સ બેસિલિકા પરથી પસાર થયું તેવું લોરા ને લાગ્યું કે કદાચ પેરિશ ની જગ્યા એ આ ચર્ચ ને ઉડાવી દેવાનો પ્લાન હશે પણ શું લોરા નું આ વિચારવું સાચું હતું?

********************

હેલિકોપ્ટર હેલિપેડ પાસે ઉતાર્યું. ત્યાં એક કાર તેમની રાહ જોઈ ને ઉભી હતી. બંને જણ એમાં બેસી ગયા.લોરા અને રાજ બંને બરાબર ના થાકી ગયા હતા. તે બંને સવારથી મુસાફરી કરતા હતા. લોરા તો દુનિયા ના એક ખૂણે થી બીજા ખૂણે આવી હતી બીજી બાજુ રાજ નું પણ એવું જ હતું અમેરિકા થી સ્વિઝર્લેન્ડ પછી પેરિશ સુધી જવું અને અડધા રસ્તે થી પાછું રોમ. આટલી મુસાફરી અને અલગ અલગ ટાઈમ ઝોન ના લીધે તેને બરાબર નો થાક અને ઊંઘ આવી રહી હતી. લોરા નો પણ એ જ હાલ હતો. ઉપરથી પિતાના મૃત્યુ નું દુઃખ અને લુસિફર વાળી વાત લોરા ને લાગતું હતું કે હજુ તેને કેટલું સહન કરવાનું છે. આજે તેને ભાન થયું કે સમય કેટલો મહાન છે. પોતે આટલી મોટી સાયન્ટિસ્ટ અને દુનિયા ની સૌથી મોટી કોઈ વસ્તુ ની ખોજ કરનાર એ અત્યારે કેટલી લાચાર હતી. હજુ ગઈ કાલ સુધી તો તે તેના પિતાજી સાથે વાત કરી હતી તેને સપના માં પણ અંદેશો ના હતો કે કાલે તેના પિતાજી આ દુનિયા માં નહિ રહે. પણ શું કરવાનું મોત જ જીવન ની સૌથી મોટી સચ્ચાઈ છે જેટલું જલ્દી સમજી લે એટલું જ જલ્દી માણસ ચમક દમક ની દુનિયા માં થી બહાર નીકળી અને આધ્યાત્મ ના રસ્તે જતો રહે. લોરા પણ એ જ વિચારતી હતી કે જો અહીંયા થી એન્ટી મેટર ને તે સહી સલામત CERN માં પહોંચાડી દેશે પછી તે પણ સાયન્સ ને છોડી ને ઈશ્વર ના રસ્તે જતી રહેશે. એવું કઈ કે જેનાથી તેના બેચેન મન ને શાંતિ મળે. પરંતુ અત્યારે સૌથી મોટી સમસ્યા એ હતી એની આગળ કે તે એન્ટી મેટર ને શોધે ક્યાં અને કેવી રીતે લુસિફર ને પાછું આપે. અને એન્ટી મેટર તેને પાછું આપવું એનો મતલબ કે દુનિયા માં શેતાન નું રાજ્ય સ્થાપવું. શું કરે અને શું ના કરે? એટલા બધા સવળો તેના મન માં ઉઠતા હતા આટલી વાર માં જ કાર રોકાઈ.કાર સેન્ટ. પીટર્સ ચર્ચ ના પાછળ ના ભાગ માં આવી ને ઉભી રહી ત્યાં ઉભેલા ગાર્ડ એ દોર ઓપન કર્યો અને બંને બહાર નીકળ્યા.

ગાર્ડ તેમને લઇ ને ઓફિસ માં ગયો અને સોફા પર બેસવાનો ઈશારો કરી ને કહ્યું," તમે લોકો અહીંયા બેશો સર હમણાં આવશે." આટલું બોલી ને તે ચાલ્યો ગયો.

થોડી વાર થઇ ને એક માણસ ફોન પાર વાત કરતા કરતા ત્યાં આવ્યો. રાજ અને લોરા ને લાગ્યું કે આ તેજ માણસ છે બંને પોતા ની જગ્યા પર થી ઉભા થઇ ગયા. પણ પેલો માણસ તો ત્યાંથી આગળ ચાલ્યો ગયો અને બંને પાછા સોફા પર બેસી ગયા.

"હવે આગળ શું મિસ લોરા?" રાજે લોરા ની સામે જોઈ ને સવાલ કર્યો.

"ખબર નહિ મી. રાજ મને પોતાને જ કઈ ખબર નથી પડતી કે હવે આગળ શું કરીશું?" લોરા એ ઉદાસ ચેહેરે જવાબ આપ્યો.

"મિસ.લોરા આ જગ્યા એ આપણને કેવી રીતે ખબર પડશે કે કેનિસ્ટર ક્યાં છે? અને હજારો લોકો ની ભીડ માંથી આપડે કેવી રીતે શોધી શકીશું એને? તમે સમય જોયો છે હજુ તો આપણે એ પણ નથી જાણતા કે કેનિસ્ટર એક્ઝેટ કયા સમયે ચોરી થયું હતું અને આપણી પાસે કેટલો સમય બાકી રહ્યો છે? આ તો રૂ ના ઢગલા માંથી સોય શોધવા જેટલું અઘરું છે." રાજ બોલ્યો.

" હા હું પણ એ જ વિચારું છુ કે ક્યાંથી શરૂઆત કરીએ. કઈ નહિ જોઈએ છે મને ઈશ્વર પર પૂરો ભરોષો છે કે તે આપણને કોઈ ને કોઈ રીતે એન્ટી મેટર સુધી તો પહોચાડશે જ . ઈશ્વર મદદ કરશે આપણી મી. રાજ તમે ધીરજ રાખો."

" કોલ મી રાજ. હુ ક્યારનો મી. રાજ સાંભળી સાંભળી ને થાકી ગયો છુ” રાજે સહેજ ગુસ્સો બતાવતા કહ્યું.

"ઓકે ધેન કોલ મી લોરા હું પણ થાકી ગઈ છુ મિસ લોરા મિસ લોરા સાંભળી ને."લોરા એ પણ સહેજ ગુસ્સા સાથે કહ્યું.

હજુ તે લોકો ની વાત જ ચાલતી હતી ત્યાં એક યુનિફોર્મ પહેરેલો માણસ અંદર આવ્યો. બંને ઉભા થઇ ગયા. તે માણસે બંને સાથે હસ્તધૂનન કરતા કહ્યું કે ," ગુડ આફ્ટરનૂન હું કમાન્ડર ઓલિવેટ છુ.કમાન્ડર પ્રિન્સીપલ ઓફ સ્વિસ ગાર્ડ.તમારા ડિરેક્ટર નો ફોન આવ્યો હતો. અત્યારે અહીંયા પણ એક પ્રોબ્લેમ થયો છે. તમે અહીંયા આવો મારી સાથે." આટલું કહી ને તે લોરા અને રાજ ને લઇ ને એક ડાર્ક રૂમ માં આવ્યા.

સામે મુકેલા સ્ક્રીન માં ઇમેજ ચેન્જ થઇ રહી હતી. આ રૂમ કંટ્રોલ રૂમ જેવો દેખાતો હતો. તેમને અંદર આવેલા જોઈ ને ત્યાં બેઠેલો ગાર્ડ ત્યાંથી ઉભો થઇ ને ચાલ્યો ગયો. હવે રૂમ માં માત્ર ૩ જ વ્યક્તિ હાજર હતા. તેઓ ત્યાં ચેર માં બેઠા અને પછી કમાન્ડર બોલ્યા," અહીંયા તમે ધ્યાન થી જુઓ' લોરા એ ધ્યાન થી જોયું જે ઇમેજ આવી રહી હતી તે એકદમ બંધ રૂમ ની હતી અને ત્યાં એક કેનિસ્ટર મૂકેલું હતું અને તેની નીચે led ડિસ્પ્લેય દેખાઈ રહ્યું હતું.

લોરા અને રાજ ની આંખો ચાર થઇ કેનિસ્ટર જોઈ ને . લોરા ને લાગ્યું લુસિફર સાચું જ બોલી રહ્યો હતો.રાજે લોરા ની સામે જોઈ ને ઈશારામાં પૂછ્યું કે આ જ છે? લોરા એ પણ માત્ર આંખો થી જવાબ આપ્યો કે હા એ જ વસ્તુ છે જે આપણે શોધી રહ્યા છે રાજ ને પણ ખુશી થઇ કે જે વસ્તુ તે લોકો શોધી રહ્યા હતા તે સામે ચાલી ને મળી ગઈ. લોરા એ LED પર સમય જોયો અને રાજ ના કાન માં ધીરે થી બોલી," હજુ ૬ કલાક બાકી છે."

" હા આપણી પાસે આજ રાત સુધી નો સમય છે "

" હા મીડ નાઈટ સુધી નો . ફટાફટ કેનિસ્ટર લઇ ને પહેલા તો CERN જતા રહીએ અને પછી વિચારીયે કે એને લુસિફર ને આપવું છે કે નહિ ." આ બધી વાત તેઓ ગુસપુસ કરી ને કરી રહ્યા હતા. કમાન્ડર ઓલિવેટ તેમની ગુસપુસ સાંભળી ને બોલ્યા કે," શું આ ઓબ્જેક્ટ તમારો છે?"

" હા સર આ cern નો પ્રોજેક્ટ હતો. આ કેનિસ્ટર માં એક અત્યંત જ્વલનશીલ પદાર્થ છે જેને એન્ટી મેટર કહેવાય છે." લોરા બોલી.

" મિસ લોરા હજુ સુધી મેં આવા કોઈ પદાર્થ નું નામ નથી સાંભળ્યું." કમાન્ડર બોલ્યા.

" હા સર એ નવી ટેક્નોલોજી છે હજુ હમણાં જ તેની શોધ ડો. લિઓનાર્દો વેત્રા કે જે મારા પિતા હતા તેમના દવારા થઇ છે સર મને કહો કે એ ક્યાં છે જેથી અમે તેને લઇ ને તેની માટે બનાવેલ સ્પેશ્યલ ચાર્જિંગ પોડિયમ પાર મૂકી દઈએ જેથી તે બ્લાસ્ટ ના થાય અને મોટી જણ હાનિ થતા બચી જાય."

" શું કહ્યું મિસ લોરા તમે બ્લાસ્ટ?"

" હા સર આટલા એન્ટી મેટર મ આટલી તાકાત છે કે તે વેટીકન સિટી સાથે બીજા ૫ થી ૬ શહેર ને ઉડાવી દે."

"મિસ લોરા તમે શું વાત કરી રહ્યા છો તમને ખબર પણ છે કે અસલી પ્રોબ્લેમ શું છે?"

લોરા એ માથું હલાવી ને ના પડી.

" તો સાંભળો આ જે ઇમેજ છે તે કેમેરા નંબર ૮૬ માંથી આવી રહી છે પરંતુ હકીકત માં આ કેમેરો ચોરાઈ ગયો છે અને આટલી મોટી રેડીયસ માં આવેલી કોઈ પણ બિલ્ડીંગ માં તે હોઈ શકે છે હવે એ ક્યાં હશે એ કોને ખબર ? અને બીજું એ કે આ કેનિસ્ટર ની બેટરી ને ડિસ્ચાર્જ થવામાં કેટલો સમય બાકી છે? અને તેને નોર્મલ ચાર્જર થી ચાર્જ કરી શકાય?" કમાન્ડર એક પછી એક સવાલ કરી રહ્યા હતા.

"........................"

"મિસ.લોરા?" કમાન્ડર એ ફરીથી લોરા ને પૂછ્યું.

"..................."

"મિસ લોરા હું તમારી સાથે વાત કરી રહ્યો છુ તમે મને જવાબ આપશો?"કમાન્ડર આ વખતે જોર થી બોલ્યા.

"હા હા સર શું કહ્યું તમે ? કેમેરા ચોરાઈ ગયો છે? તો પછી આ ઇમેજ ક્યાંથી આવી રહી છે?" લોરા એ હડબડી માં પૂછ્યું.

" મિસ લોરા મેં પહેલા પણ કહ્યું કે કેમેરા વાયરલેસ છે અને કેમેરા ની રેન્જ ૪ થી ૫ કિલોમીટર સુધી ની છે. અને આ રેડીએસ માં ૫ થી ૬ બિલ્ડીંગ આવેલી છે અને દરેક ૧૦ માળ થી પણ વધારે ઊંચી છે.હવે આ કેમેરા ક્યાં હશે એ કેવી રીતે ખબર પડશે? પરંતુ પહેલા મારા સવાલ ના જવાબ આપો ." કમાન્ડર બોલ્યા.

" સર તેને ચાર્જ કરવા સ્પેશ્યલ ચાર્જર ની જરૂર પડે અને આપણી પાસે ૬ કલાક જેટલો સમય છે. સર હમણાં જ ઓર્ડર આપી દો કે વેટિકન સિટી ખાલી કરી દે બધા માણસો ને બીજે મોકલી દો."લોરા હજુ પણ ગભરાહટ માં હતી.

" મિસ લોરા તમે મજાક કરી રહ્યા છો? તમને ખબર પણ છે કે અહીંયા શું ચાલી રહ્યું છે?

"હા સર મને ખબર છે પણ બધાની જિંદગી દાવ પર લાગેલી છે. આપડી પાસે માત્ર ૬ જ કલાક છે સર તમે કેનિસ્ટર શોધવાનું ચાલુ કર્યું?" લોરા ની આંખ માં થી આંસુ પડી ગયું આટલું બોલતા બોલતા તો.

રાજ એ જોઈ ગયો તેને દિલ માં ખબર નહિ પણ કોઈ અજીબ પ્રકાર ની ફીલિંગ થઇ તેને લોરા માટે દિલ માં જાણે અઢળક પ્રેમ ઉભરાઈ આવ્યો.

બીજી બાજુ કમાન્ડર ઓલિવેટ હતા જેના પેટ નું પાણી પણ હાલતું ના હતું. તે બોલ્યા," ના હજુ નથી કર્યું."

" શું હજુ તમે એને શોધવાની શરૂઆત નથી કરી? જેમ બને તેમ જલ્દી એની શોધ ચાલુ કરી દો સર પ્લીસ " લોરા લગભગ કરગરી રહી હતી.

" ના. અને તમે કોણ છો મને ઓર્ડર આપવા વાળા. અને મારી વાત ધ્યાન થી સાંભળો . તમારા ડિરેક્ટર કોહલર એ મને કોઈ ઇન્ફોરમેશન આપી નથી.બસ મને એટલું જ કહ્યું છે કે તમે લોકો કોઈ વસ્તુ શોધી રહ્યા છો.અને હું એટલો મૂર્ખ નથી કે મારા સોલ્જર ને વગર કારણે દોડવું કે જે વસ્તુ ને મને કોઈ જાણકારી નથી."

" સર હું અને મારા પિતા જ હતા આ શોધ ની પાછળ અને હું તમને કહું છુ કે જો આ કેનિસ્ટર સમયસર તેના નિયત કરેલા સ્થાને નહિ પહોંચે તો પછી એવો બ્લાસ્ટ થશે જેમાં કોઈ જ નહિ બચી શકે."લોરા બોલી.

"મિસ લોરા હું તમને જાણકારી આપી દેવ કે મારી સિકયુરિટી કેટલી સિક્યોર છે બિલ્ડીંગ બધી ભલે સદીયો પુરાણી રહી પરંતુ અમારી પાસે લેટેસ્ટ ટેક્નોલોજી છે . દરેક બિલ્ડીંગ ના એન્ટ્રન્સ પાસે, બંને પબ્લિક અને પ્રાઇવેટ ,એડવાન્સ સેન્સિંગ એકવીપમેન્ટ મુકેલા છે .અગર કોઈ આવા ડિવાઇસ સાથે અંદર આવાની કોશિશ કરશે તો તે જરૂર થી પકડાઈ જશે.અમારી પાસે રેડીઓ એકટીવ ઇસોટોપ સ્કેનર , ઓલિફેક્ટરી ફિલ્ટર્સ અને એક્સ રે સ્કેનર્સ તથા મેટલ ડિટેક્ટર છે જે કોઈ પણ હિસાબે આ વસ્તુ ને ડિટેક્ટ કરી લેશે." કમાન્ડર ગર્વ સાથે બોલ્યા.

" વેરી ઇમ્પ્રેસીવ સર પણ બદનસીબે આ એન્ટી મેટર નોન રેડીઓ એકટીવ છે અને કેનિસ્ટર પ્લાસ્ટિક નું બનેલું છે આમાંથી કોઈ પણ ડિવાઇસ આ કેનિસ્ટર ને ડિટેક્ટ કરી નહિ શકે ."

" હા પણ ડિવાઇસ ની ઉપર એનર્જી સોર્સ છે . LED ડિસ્પ્લેય નાના માં નેનો નિકલ કેડમિયમ નો ટ્રેસ પણ...................." કમાન્ડર ની વાત અધૂરી રહી અને લોરા બોલી," સર બેટરી પણ પ્લાસ્ટિક ની છે.

" પ્લાસ્ટિક બેટરી વ્હોટ ધ હેલ..........." કમાન્ડર નો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો.

" હા સર પોલિમર જેલ ઇલેકટ્રોલાઇટ વિથ ટેફલોન." લોરા બોલી.

કમાન્ડર એ પાસે પડેલી બોટલ માંથી પાણી પીધું અને પછી બોલ્યા," મિસ લોરા વેટિકન સિટી ને દર મહિને ૧ ડઝન થી પણ વધારે બૉમ્બ થ્રેટ મળે છે હું પર્સનલી સ્વિસ ગાર્ડ ને ટ્રેઈન કરું છુ મોડર્ન એક્સપ્લોઝિવ ટેક્નોલોજી ને લઇ ને.અને મને જાણ છે ત્યાં સુધી પૃથ્વી પર એવો કોઈ પાવરફૂલ પદાર્થ નથી કે જેવી રીતે તમે મને ડરાવી રહ્યા છો. હા અગર એ ન્યુક્લિએર બૉમ્બ હોય તો પણ આટલા નાના કેનિસ્ટર માં બૉમ્બ હોય એવું તો હું ના જ માની શકું."

" સર પ્રકૃતિ પાસે ઘણા રહસ્યો છે જે હજુ ઉજાગર કરવાના છે."

" શું હું તમને પૂછી શકું છુ કે તમારી પોઝિશન શું છે cern માં?"

ક્રમશ:

આભાર મિત્રો તમારો તમને આ નોવેલ પસંદ આવી રહી છે અને તમે રેટીંગ આપી રહયા છો તે માટે. વાંચતા રહો ટૂક સમય મા મળીશુ . આભાર.