Pranay Saptarangi - 26 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 26

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 26

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 26

સંયુક્તા અને સીમા સાથે શોપીંગ માટે નીકળ્યાં થોડેકજ હજી ગયા હશે અને સંયુક્તાની ગાડી બંધ થવા લાગી છેલ્લે આંચકા ખાઇને બંધ થઇ ગઇ. સંયુક્તાએ સ્ટાર્ટ કરવાં ઘણાં પ્રયત્ન કર્યા પણ ના જ થઇ છેવટે હારી થાકી ને એણે રણીજતને ફોન કર્યો "રણજીત અમારી ગાડી બંધ થઇ ગઇ છે હેલ્પ અસ. રણજીતે સામે સવાલ કર્યો કઇ ગાડી લઇને નીકળી છું ? સંયુક્તાએ કહ્યું "કેમ મારી જ ગાડી લાલ.... હજી આગળ બોલે પહેલાં રણજીતે કહ્યું "તું પણ શું ખટારા ગાડી લઇને નીકળે છે મર્સીડીઝ પડી છે. ઇનોવા, સ્કોડા આ બધી મૂકી તું એ લઇને ક્યાં નીકળી ? ઠીક છે ક્યાં છું ? તું એકલી છું ? ડ્રાઇવરને મોકલું છું મર્સીડીઝ લઇને.

સંયુક્તાએ કહ્યુ "અરે ભાઇ હું જે ચાવી હાથમાં આવી લઇને નીકળુ હું અને સીમા શોપીંગમાં જઇએ છીએ અને આ બંધ પડી પ્રથમ ગ્રાસે દક્ષિણા જેવું જ થયું. કંઇ નહી તમે મોકલો અમે અહીં રાહ જોઇએ છીએ.

સીમાનું નામ સાંભળી રણજીતે કહ્યું "ઓહો તો મેડમ ખાસ સહેલી સાથે નીકળ્યા છો અને હું ડ્રાઇવર મોકલું ? ના ના બંદા પોતેજ સેવામાં હાજર થાય છે. સંયુક્તાને સાંભળીને હસવું આવી ગયું અને સીમા સામે જોવા માંડી. સંયુક્તાએ કહ્યું સીમાનાં ઘરે થી થોડેક જ આગળ છીએ. રણજીતે કહ્યું ફોન મુકુ ચાલ હું આવું છું મર્સીડીઝ લઇને જ.

સીમાએ સંયુક્તા સામે જોયું અને એ એની સામે હસી એટલે પૂછ્યું "શું થયું કેમ હસી તું મારી સામે જોઇને ? સંયુક્તાએ એકદમ બોલ્ડ અંદાજમાં કહ્યું અરે કંઇ નહીં મે કીધું કે હું અને સીમા શોપીંગ માટે નીકળ્યા છીએ એટલે ભાઇ કહે આવી ખટારો ગાડી લઈને કેમ નીકળી ? એ પોતેજ મર્સીડીઝ લઇને આવે છે હેલ્પ કરવા. તું સાથે છે એટલે મને હસુ આવી ગયું. સીમાને આર્શ્ચય થયું હું સાથે છું એટલે હસવુ આવી ગયું. હું ના સમજી ?

સંયુક્તાએ કહ્યું "ભાઇ એટલો કાળજી અને લાગણી પ્રદ્યાન છે કે છોકરીઓ ક્યાંય મુશ્કેલીમાં અટવાય તો બધાંજ કામ પડતાં મૂકીને મદદ કરવા માટે દોડી આવે અને એનાં સ્વભાવ અને જવાબ પર મને હસુ આવ્યું એ સાવ એમ કહીને બોલવાનું અધુરુ રાખી હસવા લાગી.

બંન્ને સહેલીઓ વાતો કરતી ગપ્પા મારતી સમય પસાર કરતી હતી અને એટલામાં કાળી ચમચમાતી મર્સીડીઝ કાર લઇને રણજીત આવી ગયો. એ એકદમ ખુશખુશાલ લાગતો હતો એણે આવીને હોર્ન માર્યો. એની સાથે આવેલો ડ્રાઇવર ઉતરી ગયો એણે સંયુક્તા પાસેથી કારની ચાવી લીધી.

સંયુક્તા અને સીમા બંન્ને રણજીતની સાથે કારમાં બેસી ગયાં. રણજીતે સંયુક્તાને કહ્યું ? બોલો મેડમ ક્યાં જવાનું છે ? સીમા અને સંયુક્તા બન્ને પાછળ બેઠાં રણજીત ડ્રાઇવ કરી રહ્યો છે. સીમા એ સંયુક્તાને કહ્યું તે શા માટે રણજીતભાઇને તકલીફ આપી આપણે રીક્ષા કે ટેક્ષીમાં જતા રહેત ને ? રણજીતભાઇ સાંભળીને રણજીતને મટો ધક્કો લાગ્યો અને સંયુક્તાને હસ્વુ આવી ગયું. રણજીતે કહ્યું રણજીતભાઇ ? સીમા શું હું એટલો મોટો છું કે મને આમ બોલાવે ? વી આર જસ્ટ ફ્રેન્ડ્સ ડોન્ટ સે ભાઇ. હું તો ફક્ત સંયુક્તાનો જ ભાઇ છું. સીમા કહે ? યુ આર રાઇટ વી આર ફ્રેન્ડ્રસ બટ ઇટ્સ એ જસ્ટ કરટસી ટુ સે. યુ આર એલ્ડર બ્રધર ઓફ સંયુક્તા સો ઇટ્સ જસ્ટ… ઓલ્સો માઇન.

રણજીત કહે "ના ના મને આવા ટાઇટલ નથી ગમતાં વી આર ઓન્લી ફ્રેન્ડસ્.. સંયુક્તા કહે હાં સીમા આપણે બધાં ફ્રેન્ડ્સ છે ભાઇ બ્હેન નથી ઇટ્સ જસ્ટ ઓલ્ડ ફેશન. તું રણજીતને મારી જેમ રણજીત જ કહી શકે છે નેવર માઇન્ડ. સીમા કહે ઇટ્સ ઓકે. સીમાને થયું આ બધુ ડીસ્કસન બહું લાંબુ થઇ ગયું હું ક્યાં આવી સાથે ફસાઇ ? સાગર જાણશે તો એને નહીં ગમે. પણ સંયુક્તાને ક્યાં ખબર હતી ? ગાડી બગડશે. ઠીક છે પછી સાગરને ફોન કરીશ એ કહેતો હતો કે એ થોડો બીઝી છે આમે. બેંગ્લોર જવાની તૈયારી ઓફીસમાં અને બીજા કામ શીડ્યુલમાં છે.

સીમા વિચારોમાં રહીને સંયુક્તાએ સામે મોટાં મોલમાં ગાડી લઇ જવા કહ્યું અને એ લોક મોટાં રેડરોઝ મોલમાં પહોચ્યાં રણજીતે ગાડી ઉભી રાખી અને પાછળનાં દરવાજા એણે સીમા અને સંયુક્તાને ઉતરવા માટે ખોલ્યાં અને સીક્યુરીટી કારની ચાવી લઇને ગયો ત્યાં વેલે પાર્કીંગ હતું એ લોકો ત્રણે ઉતરીને મોલમાં પ્રવેશ્યાં.

સંયુકતાની સામે રણજીતે ઇશારો કર્યો અને સંયુક્તાએ સંમતિ માં સામે જવાબમાં ઇશારો કર્યો. સીમાને ખબર નહોતી એતો અંદર સળંગ સ્ટોર્સ જોઇ રહી હતી. અને સંયુક્તાએ કહ્યું "સીમા ચાલ બીજા માળે જઇએ ત્યાં હમણાં લેટેસ્ટ ડ્રેસ આવી ગયાં છે. મારાં પર મેસેજ હતો અને મારી પાસે ડીસ્કાઉન્ડ કૂપન છે આપણને ફરક પણ ઘણો પડશે. ચાલ અંદર જઇએ.

સીમાએ કહ્યું અરે આ મસ્ત બ્રાન્ડ છે એનું ફીટીંગ પણ એટલું સારું આવે છે મને ખૂબ પસંદ છે. એ ત્રણે અંદર પ્રવેશ્યા. ત્રણેની પાછળ કોઇ એક જણ પણ સાથે સાથે ચલૂકાઇથી અંદર ગયું. સીમા અને સંયુક્તા જુદી જુદી સ્ટાઇલના ડ્રેસ વિગેરે જોવા લાગી અને રણજીત ચારે તરફ નજર નાંખી રહ્યો હતો અને એણે પાછળ આવેલાં અક્ષયને આંખ મસરીને એ પાછો એ લોકો સાથે આવી ગયો. સંયુક્તાએ 3-4 ડ્રેસ પસંદ કર્યા સીમાએ પણ કાઢ્યાં અને સંયુક્તાએ જોયું રણજીત કંઇક ઇશારા કરે છે સીમા ડ્રેસ જોવામાં વ્યસ્ત હતી. રણજીતે એને એક ઇશારો કરીને ડ્રેસ બતાવ્યા અને સીમાને માટે લેવા કહ્યું એનાં તરફથી સંયુક્તા સમજી ગઇ એણે ડોકું હલાવી હા પાડી અને રણજીતે બતાવેલાં ડ્રેસ એ જોવા લાગી એમાંથી લેટેસ્ટ ફેશનના બે ત્રણ ડ્રેસ કઢાવ્યા અને ચેક કર્યા કે સીમા જે ડ્રેસ એનાં માટે લઇ રહી છે એજ સાઇઝ-નંબરનાં છે ને બધું ચકાસીને જુદાં કાઢ્યાં અને પોતાનાં ડ્રેશ સામે લઇ લીધાં.

બંન્ને જણાએ ડ્રેસ નક્કી કરીને કાઉન્ટર પર મોકલાવી દીધાં અને બંન્ને સહેલીઓ વાતો કરવા લાગી કે સરસ ડ્રેસ આવી ગયાં. સીમાએ કહ્યું મારે હજી બીજા સ્ટોરમાં પણ જવું છે મારે સાગર માટે ટીશર્ટ લેવાં છે. મારી પસંદગીનાં તો ત્યાં જઇએ. સંયુક્તાએ કહ્યું "ઓહ ઓકે શ્યોર અહીં આપીને ત્યાંજ જઇએ. સીમાએ કહ્યું "સંયુક્તા તું રણજીતને કહી દે એને જવું હોય તો જાય આપણે રીક્ષામાં પાછાં જતા રહીશું મને ઓડ ફીલ થાય છે નાહક એ એનો સમય બગાડે છે.

સંયુક્તાએ કહ્યું "ઠીક છે કહી જોઉં પણ એમાં ઓડ શું આપણી સાથે સાગર હોત તો ઓડ લાગત ? એમ બોલી સંયુક્તાએ રણજીતને કહ્યું ભાઇ તારે જવું હોય તો જા અમે આવી જઇશું સીમાને ચિંતા થાય છે કે તારો સમય બગડે છે.

રણજીતનું ધ્યાન બીજે હતું એણે એતરફથી ધ્યાન સીમા તરફ કર્યું અને સમજીને સીમાની બરોબર લગોલગ આવી ગયો સંયુક્તા થોડી આઘી ખસી ગઇ પછી રણજીતે સીમાને કહ્યું "અરે કેમ આટલી ચિંતા કરે છે ? મને ફ્રી ટાઇમ હતો એટલે જ હું આવ્યો અને બાય ધ વે તમારાં લોકોની ચોઇસ કેવી છે એપણ ખબર પડે શું શું લીધું ? એમ કહીને લીધેલા ડ્રેસ પાછાં કાઉન્ટર પરથી હાથમાં લીધાં. સંયુક્તાએ કહ્યું "આતો મારાં છે અને આ સીમાએ એનાં માટે પસંદ કરીને લીધાં છે.

રણજીતે સંયુક્તાનાં ડ્રેસ પાછા મૂકીને સીમાનાં લીધેલાં ડ્રેસ હાથમાં લીધાં અને કહ્યું "વોટ એ ચોઇઝ. મસ્ત ડ્રેસ બધાં છે એકદમ જ શોભી ઉઠશે. અને એનો અને સીમાનો એકલાનો જ સ્નેપ આવે એવી રીતે અક્ષયને પોઝ આપ્યો. અક્ષયે ક્લીક કરી લીધાં. એ લોકોની પાછળ પાછળ અક્ષય પણ હતો.

સીમાએ કહ્યું "થેંક્સ રણજીત "રણજીતે કહ્યું વેલકમ પણ હું મારી જાતને રોકી ના શક્યો કહેવા એટલી સરસ પસંદગી છે. સંયુક્તાએ કહ્યું શોભી ઉઠશે એટલે ? સીમા કે ડ્રેસ ? રણજીતે કહ્યું "સીમાનાં ખૂબસૂરત તન ઉપર કોઇ પણ ડ્રેસ શોભી ઉઠશે સીમા છે જ એવી લાખોમાં એક જોજે મારીજ નજર ના લાગે કાળો ટીક્કો લગાવી દેજે.

સીમા થોડી શરમાઇ..... વખાણથી થોડી પોરસાઇ... ભોળા સ્વભાવની સામેવાળાની નજર દાનત ના પારખી સકી અને કહ્યું "થેક્યું રણજીત ! પણ એવું કંઇ નથી સંયુક્તા તો ખૂબ જ સુંદર છે એનાં ડ્રેસ પણ એનાં પર એકદમ શોભી ઉઠશે. રણજીત સીમાનો રીસ્પોન્સ જોઇને એકદમ અંદરને અંદર ખુશ થઇ ગયો અને હિંમત વધી એણે એકદમ એટીટ્યુડમાં અને સીમા સંયુક્તાને રિસ્પેક્ટ આપવાનાં મોડમાં આવીને કહ્યું" તમે લોક આગળ વધો હું પેમેન્ટ કરીને આવું છું. સીમાએ કહ્યું પેમેન્ટ તો હું મારું કરી દઊં છું. તમે સંયુક્તાનું કરી શકો છો.

રણજીતે કહ્યું "એક આટલી નાની સેવા નહીં કરવા દે ? તું મારી ફ્રેન્ડ જ છે ને એમાં શું થઇ ગયું. પ્લીઝ અને આમાં તો... સંયુક્તા વચ્ચે બોલી આમો તો એટલું ડીસ્કાઉન્ટ થયું છેકે ખાસ બીલ જ નથી થયું.

કાઉન્ટરની સામે આ બધી ચર્ચા થઇ રહી હતી અને શોરૂમનાં અંદરનાં કકાઉન્ટર પાછળ કાચની કેબીનમાંથી એક લેડી બહાર આવી અને એણે સંયુક્તા અને રણજીતને જોઇને હેલો કહ્યું અને બોલ્યાં તમારી બધી ખરીદી આજની તદ્દન ફી છે એટલે તમારે કોઇ પેમેન્ટ જ નથી કરવાનું. રણજીતે કહ્યું" મેડમ એવું કંઇ નથી એમ કહીને ક્રેડીટ કાર્ડ આગળ કર્યું સ્ટોર્સનાં મેડમે કહ્યું "યોર હાઇનેસ તમારું પેમેન્ટ ક્યારનું અહીં જમા થઇ ગયું છે આગળની ખરીદીમાં જે ડીસ્કાઉન્ટ અને બાકીનાં જમા રહી છે જ છેલ્લે તમારાં મધર ખરીદી કરી ગયાં ત્યારથી એટલે ડોન્ટ વરી પ્લીઝ તમે તમારી આજની ખરીદીની બેગ્સ લઇ શકો છે.

રણજીતે આભાર માન્યો અને આંખનો ઇશારો કરી બહાર નીકળ્યો. મેડમે કહ્યું ઓકે અને તેઓ ત્રણે બહાર નીકળ્યા સીમા તો અંદરને અંદર આર્શ્યમાંતી બહાર જ નહોતી નીકળી એનો સ્વાવલંબી સ્વભાવે બંડ પોકાર્યું. એણે સંયુક્તાને કહ્યું તમારે જે સંબંધ હોય એ મારી ખરીદીનાં પૈસા તો તારે લેવા જ પડશે. સંયુક્તાએ કહ્યું "હમણાં તારી બેગ્સ લઇ લે પછી હિસાબ કરી લઇશું. હું વસૂલી લઇશ બસ ? એમ કહીને હસવા લાગી. સીમાએ પોતાની ખરીદેલી બેગ અંદર કપડા નંગ જોઇને બધી સંયુક્તા એ બીજી બે બેગ ઉંચકી અને એ લોકો આગળ વધ્યાં.

સીમાએ એક બ્રાન્ડેડ શોરૂમ જોઈને ટી શર્ટ અંગે એણે કહ્યું હું અહીંથી સાગરના માટે ટીશર્ટ લઇ આવું તમે લોકો અહીં વેઇટ કરો. સંયુક્તાએ કહ્યું હું આવું છુ ચાલ ભાઇ અહીં ઉભો રહેશે. રણજીતે કહ્યું "હું એકલો શા માટે અહીં ઉભો રહું ? સંયુક્તાનું પણ મારા માટે બે ચાર ટી શર્ટ ખરીદી લે જે. ચાલ હું અહીં સાઈડ પર વેઇટ કરુ છું તમે લોકો ખરીદી આવો.

સીમાએ ડેસ્કપર જઇને સાગર માટે ટીશર્ટ ખરીદ્યા અને રણજીત માટે બે ટીશર્ટ લીધાં. સંયુક્તાએ એક લેટેસ્ટ ટીશર્ટ લઇને સીમાનાં પસંદ કરેલાં ટીશર્ટ સાથે મૂકી દીધું. અને કાઉન્ટર પર મોકલાવી દીધાં. ત્યાં જઇને સંયુક્તાએ રણજીતનો અને એક લેટેસ્ટ ટીશર્ટનાં પૈસા ચૂકવ્યાં. સીમાએ એણે સાગર માટે લીધેલાં ટીશર્ટનાં પૈસા ચૂકવ્યાં. ફાઇનલ પેકીંગમાં સંયુક્તાએ લેટેસ્ટ ટીશર્ટ સીમાની બેગમાં ચાલાકીથી મૂકી દીધું. અને બાકીની બેગ એણે ઉંચકી લીધી.

બધું પત્યાં પછી સંયુક્તાને સીમા સ્ટોર્સની બહાર નીકળ્યા રણજીત બહાર જ ઉભો હતો એણે કહ્યું "હવે બાકીનું શોપીંગ પછી કરજો ફુડકોર્ટમાં જઇને કંઇક લઇએ મને થોડી ભૂખ લાગી છે અને તમે લોકો પણ સવારનાં નીકળ્યા છો લંચ ટાઇમ થઇ ગયો છે. સંયુક્તાએ કહ્યું "તો લંચજ લઇ લઇએ ને આપણે સાથે જ સીમા કંઇ બોલી જ નહીં એણે વિચાર્યું મારું બોલવાનો કોઇ અર્થ નથી આ લોકો એમનું ધાર્યું જ કરશે. છતા એટલું બોલી કંઇ ભારે ભારે નહીં ખવાય કંઇક હલકું જ હું લઇશ.

સંયુક્તા એ કહ્યું "સીમા અહીંના પીઝા મસ્ત આવે છે એન્ડ આઇ નો તને પીઝા ખૂબ ભાવે છે એમાંય ડબલ ચીઝ રણજીતે કહ્યું "ક્યા બાત હૈ મને પણ પીઝા ખૂબ પસંદ છે ચાલો પીઝા પાર્ટી થઇ જાય એમ કહીને એ લોકો પીઝાનાં બ્લોકમાં ગયા અને ડબલ ચીઝ પીઝા ઓર્ડ કર્યા વીથ ચીર્ધ ફલેવર અને બધાં સામ સામે ગોટવાયાં. થોડે દૂર બીજા ટેબલ પર અક્ષય ગોઠવાયો એણે કોઇ ડ્રીંક મંગાવ્યું અને સાથે દાબેલી સંયુક્તાને સીમા સાથે બેઠાં હતાં અને એ લોકોની સામે રણજીત.

રણજીત થોડીવાર સીમા સામે જોઇ રહ્યો પછી નજર હટાવીને કહ્યું "ચીકું તું અને સીમા બન્ને સાથે રીસોર્ડ પર આવો એકવાર ત્યાંનાં પીઝા અને બીજી ફ્રુડ આઇટમ એટલી ટેસ્ટી હોય છે કે આંગળાં ચાટી જશો. સાચે યાદ કરશો. સંયુક્તાએ કીધું હું અને સીમા સાથે અમી પણ આવીશું. એને પણ ખાવાનો ખૂબ શોખ છે. સીમાએ કંઇ જવાબ ના આપ્યો એને સંમતિ સમજીને રણજીતને કહ્યું" ચીકુ સમય કાઢીને આવજો સાંજનો માહોલ એકદમ સેક્સી હોય છે અને મ્યુઝીક ડાન્સ બધું જાણે આપણે બીજા પ્લેનેટમાં હોવ એવો અનુભવ થશે. સંયુક્તાએ રણજીત તરફ આંખો કાઢી અને સમજાવવા પ્રયત્ન કર્યો કે વધુ કૂદ નહીં ન્હીતર બધુ જ કેન્સલ અને ફલોપ થઇ જશે.

રણજીત જાણે સમજી ગયો હોય ચૂપ થઇ ગયો અને બીજે ધ્યાન હોય એમ જોવા લાગ્યો એણે સંયુક્તા અને સીમાને બોલવા સમય આપ્યો સંયુક્તાએ કહ્યું ઠીક છે જોઇશું. ક્યારેક મૂડ હશે તો પ્લાન બનાવીશું. એમ કહીને વાત પુરી કરી. થોડીવારમાં પીઝા આવી ગયાં અને ત્રણે જણાંએ ખાવા ચાલુ કર્યાં સીમા પીઝા ખાઇ રહી હતી રણીજત પણ ખાઇ રહ્યો હતો. અને રણજીતનાં ઇશારે અચાનક જ સંયુક્તાએ પર્સ પાસે મૂકીને કહ્યું "હુ આવું વોશરૃમ જઇને અને જવાબની રાહ જોયા વિના જતી રહી, સીમા અને રણજીતને એકલા કર્યા, અક્ષયે ફરીથી તક ઝડપી અને બંન્ને જણનાં એવી રીતે ફોટાં લીધા કે એ લોક બંન્ને એકલાં જ સાથે આવ્યા હોય. ટેબલ પરની ડીસો એવી રીતે કેમેરામાં કેદ કરી કે સંયુક્તાની ક્યાંય ડીશ દેખાય નહીં. થોડી પળમાં સંયુક્તા આવી ગઇ ત્યાં સુધીમાં અગત્યનું કામ પતી ગયું હતું. રણજીતે કહ્યું કંઇક ડ્રીંક, જ્યુસ, કોલ્ડ કોફી, કે આઇસ્ક્રીમ જે ખાવું પીવું હોય એ મંગાવીએ.

સીમાએ કહ્યું "મારે કાંઇ જ ના જોઇએ. સંયુક્તાએ કહ્યું હું તો ડોલ્ડકોફી વીથ આઇસ્ક્રીમ મંગાવીશ રણજીતે કહ્યું હું તો કસાટા મંગાવું છું સીમા તું કંઇક લેને સારું કઈ ઠંડુ આવું ખાધા પછી. સીમાએ કહ્યું ઠીક છે. હું... એ બોલે પ્હેલાં રણજીતે કહ્યું "રાજા રાણી આઇસ્ક્રીમ ? અહીનાં ખૂબ સરસ આવે છે સીમાએ કહ્યું" ઓકે ઠીક છે એ મંગાવ.

ત્રણે જણાએ પીઝા ખાધાં પછી આઇસ્ક્રીમ મંગાવ્યો સંયુક્તાએ તો કોફી વીથ આઇસ્ક્રીમ પુરો કર્યો અને સીમામાંથી થોડો આઇસ્ક્રીમ ચાખ્યો પછી કહ્યું "અરે યાર ખૂબ મસ્ત છે હવે પેટ ભરાઇ ગયું નહીંતર મંગાવત ઠીક છે નેક્સટ ટાઇમ. રણજીતે કહ્યું સાચેજ ? એમ કરીને સીમા વિવેક કરે પહેલાં એની ચમચી અને ફોર્કથી સીમાનો આઇસ્ક્રીમ લઇને ચાખ્યો એનો પણ ફોટો લેવાઇ ગયો અને એ ફોટામાં ક્યાંય સંયુક્તા નહોતી. બધું પુરુ કર્યા પછી ત્રણે જણાં પાછાં જવા નીકળ્યાં ત્યાં સંયુક્તાનો ફોન રણકર્યા સંયુક્તાએ ફોન ઉપાડ્યો સામે એનો ડ્રાઇવર હતો "ડ્રાઇવરે કહ્યું મેડમ તમારી કાર તૈયાર છે એમાં કાંઇ નહોતું જસ્ટ બેટરીનો વાયર ઢીલો હતો. અને મને રાણી સાહેબ કહ્યું આ કાર સંયુક્તાને આપી આવ અને એને કહે કે... ડ્રાઇવર બોલી રહેલો અને સંયુક્તા રણજીતની સામે ટગર ટગર જોઇ રહી હતી અને રણજીત એની સામે જોઇને દાઢમાં હસી રહ્યો હતો.

સંયુક્તા બધું સમજી ગઇ કે આ બધો જ પ્લાન રણજીતનો છે એણે હાં હાં ઓકે કર્યા કર્યું અને કહ્યું તું આ મોલ પર આવી જા અને ત્યાં છીએ અને સીક્યુરટીને કારની ચાવી આપી દે. અને મને આપવા કહી દે. સીમા બધું સાભળી રહી હતી પણ એને કંઇજ સમજાઇ નહોતું રહ્યું. એ લોકો વાતો કરતાં કરતાં ધીમે ધીમે મોલની બહાર આવ્યા અને સીક્યુરીટીએ રણજીતનાં હાથમાં બે કારની ચાવી આપી. રણજીતે મલકાઇને લઇ લીધી. સીક્યુરીટીએ કહ્યું સર કાર મંગાવી આપું ? રણજીતે કહ્યું ના મે બહાર જ મંગાવી લીધી છે હું ત્યાંથી લઇ લઊં છું એમ કહીને સંયુક્તાને એની કારની ચાવી આપી. સીમાને થયું હાંશ ચાલો હવે સંયુક્તા સાથે ઘરે પહોંચી જઇશ.

સંયુક્તાએ કારની ચાવી લઇને સીમાને કહ્યું "આઇ એમ સોરી સીમા હું તને થોડી તકલીફ આપી રહી છું ગાડી ઓકે છે ડ્રાઇવર આવી ગયો પણ મારે તાત્કાલીક પેલેસ પહોંચવું પડે એમ છે કોઇ ખાસ કામ માટે મંમીએ બોલાવી છે. રણજીત તને તારાં ઘરે ડ્રોપ કરી દેશે. પ્લીઝ આઇ એમ સોરી.

સીમાએ કહ્યું "અરે ઇટ્સ ઓકે મને કોઇએ મૂકવા આવવાની જરૂર નથી હું તો અહીંથી રીક્ષામાં ચાલી જઇશ. પ્લીઝ રણજીત તારે પણ આવવાની જરૂર નથી.

રણજીતે કહ્યું "પણ હું તારાં ઘરનાં રસ્તે થઇને જ જવાનો છેક તારાં ઘરને અડીને તો પછી હું જ ડ્રોપ કરી દઉને કેમ હું ના કરી શકું ? કે તારાં ઘરની કોફી નથી પીવરાવવી ? સીમા કહે અરે એવું કંઇ નથી પણ હું જતી રહીશ.

રણજીતનાં પ્રેશર સામે સીમાએ હાર માની અને એણે હા પાડી. સંયુક્તાએ સીમાની બેંગ્સ રણજીતની કારમાં મૂકાવી અને એ એની ગાડીમાં બાય ડાર્લીંગ હેવ એ ગ્રેટ ટાઇમ એમ કહીને જતી રહી. સીમા તો કંઇ સમજી નહીં પણ એ રણજીત સાથે એની કારમાં બેસી ગઇ.

સીમાનું કારમાં બેસવાનું માંડીને એણે કારનો દરવાજો બંધ ક્યો તેનાં ફોટાં અને વીડીયો લેવાઇ ગયાં હતાં. સીમાને આમાંની કંઇ જ ખબર નહોતી.

રણજીતે ગાડી સ્ટાર્ટ કરી. એસી. પરફ્યુમ બધુ સ્ટાર્ટ કર્યું એકદમ ધીમુ સંગીત મૂક્યું મર્સીડીઝની કમ્ફર્ટ સીટમાં સીમાને બેસવાની પણ મજા આવી રહી હતી. રણજીતનાં મગજમાં નવાં નવાં વિચારો આવી રહેલાં અને એણે ગાડી ભીડમાંથી કાઢીને ખૂલ્લાં રસ્તાં પર લીધી.

રણજીત થોડીવાર શાંત રહ્યો અને પછી જ્યારે તક મળે એ મીરરમાંથી સીમાને તાક્યા કરતો હતો. થોડીવારમાં બોલ્યો "સીમા મને તે તારું ગાયેલું ગીત જાણે હૃદયમાં પરોવાઇ ગયું છે કેવું મીઠું ગાયું હતું જાણે લતામંગેશ્કર.... તારાં જેટલા વખાણ કરું એટલાં ઓછાં છે. અને સાચા દીલથી કહુ છું ખોટાં વખાણ નથી કરતો.

સીમાએ કહ્યું "થેંક્સ" સ્ત્રીસહર્ષ સ્વભાવ અત્યારે સીમા ઉપર પ્રભાવ કરી રહેલો એને રણજીતનાં મોઢે વખાણ સાંભળવા ગમી રહ્યાં હતાં. રણજીત પણ રમજી રહેલો એણે એક પછી એક પાસા ફેકવા ચાલુ કર્યા. રણજીતે કહ્યું" આવી ગાયકી ભગવાનની મહેર હોય છે. અને એમાંય તારી તો વાત જ કંઇક જુદી છે. આટલું સુંદર રૂપ અને એમાંય રૂપાની ઘંટડી જેવો મીઠો અવાજ. તને જોઇને સાંભળીને ઇન્દ્ર પણ ધાયલ થઇ જાય તો અમારાં જેવાં માણસોની શું ઓકાત ?

રણજીત આગળને આગળ બોલી રહેલો અને સીમાં એનાં કરાતાં વખાણનાં પ્રવાહમાં વહી રહી હતી એને અંદરથી ગમી રહેલું અને થોડું અજુગતું પણ લાગી રહેલું. રણજીતે જાણે એનાં હાવભાવ વાંચી લીધાં હોય એમ કહ્યું મને તો સાગરની મીઠી ઇર્ષ્યા આવે છે કે એને તારાં જેવી અપ્સરા મળી છે અને તમારાં બંન્નેની જોડી પણ સરસ જામે છે. સાગર પણ ખૂબ સરસ ગાય છે પણ હું તો પક્ષ લેવાનો હોય તો તારો જ લઊં તારો અવાજ સીધો દીલમાં ઉતરે છે.

રણજીતને સાવધાન ચોપાટ પાથરી હતી સાગરનું પણ સાથે સાથે બોલી રહેલો એટલે સીમાને કોઇ બીજા વિચાર ના આવે અને સંવાદ વચ્ચે રોકે નહીં. બહુ શિયાળ જેવી લૂચ્ચી ચાલ ચાલી રહેલો. રણજીતે કહ્યું સાચું કહ્યું સીમા દીલથી આ વાત મને કહેવાની તક જ ના મળી. સીમાએ કહ્યું "શું" રણજીતે કહ્યું "કંઇ નહીં કંઇ નહીં તું જો ખોટું લગાડી બેસીશ તો મને જ તકલીફ પછી તું મારાં પર ગુસ્સે થઇ જાય એનાં કરતાં ફરી કોઇવાર સીમા સાંભળીને ચૂપ થઇ ગઇ એની ઇચ્છા હોવા છતાં એણે આગ્રાહ ના કર્યો. રણજીતથી સાથે લક્ઝરી કારમાં બેઠી ત્યારથી એને રણજીત કે સંયુક્તા માટેનાં કોઇ નેગેટીવ વિચાર જ નહોતાં આવ્યાં.

સીમા અત્યારે રણજીતનાં કરેલાં વખાણનાં પ્રવાહમાં હસી એણે વિચાર્યું આ લોકો આમ ગમે તેવા હશે પણ દીલનાં તો સારાં એકતો સંયુક્તાએ બધાંજ ડ્રેસ લીધાં ના એક પૈસો લીધો અને એ પણ ભોળી સુંદર છે આટલાં મોટાં રાજવી પરીવારની છોકરી હોવા છતાં એક પૈસાનું અભિમાન નથી કહેવું પડે. અને એનાં ભાઇ વિષે મેં કેટલું સાંભળેલું પણ એ કેટલો વિવેકી અને મારા સન્માન સાથે વાત કરે છે. આટલાં એનાં કામ મૂકીને મને મૂકવા આવી રહ્યો છે. સાગર સાચું જ કહે છે કે કોઇ વ્યક્તિને નજીકથી જ્યાં સુધી ના ઓળખીએ આપણને માણસ કોઇ સાચી રીતે પરખાય જ નહીં.

સીમાં વિચારોનાં વમળમાં હસી અને ઠગારા અને છલાવાનાં જાળમાં ફસાઇ ચૂકી હતી. એ મૂલ્યાંકન કરવામાં ભૂલ કરી બેઠી હતી. રણજીત એનો આજે પૂરે પૂરો ફાયદો ઉઠાવી રહ્યો હતો. આમ વાત વાતમાં સીમાનું ઘર આવ્યું અને રણજીતે કાર થોભાવી તરત ઉતરીને એણે સીમાનો દરવાજો ખોલીને ઉતરવા માટે સંજ્ઞાન કરી પછી એણે પાછળની સીટ ઉપરથી બધી શોપીંગ બેગ આપી અને પછી કહ્યું "સીમા આજે તારી સાથે ભલે સાવ ઓછા સમયની રાઇડ થઇ પણ મને ખૂબ સારું લાગ્યું તારો અવાજ અને રૂપ સાથે તારાં વિચાર વર્તન પણ ખૂબ સંસ્કારી છે હું તો જાણે કંઇક વધારે જ ધાયલ થઇને જઇ રહ્યો છું.

સીમાએ કહ્યું "થેક્યુ રણજીત અને મને પણ એવું લાગ્યું કે હું ઘણાં સારાં ઘરાણાનાં માણસો સાથે સંકળાઇ છું પછી એણે શોપીંગબેગ લીધી પછી કહ્યું "આવો કોફી પીને જાવ ..પછી ના તેના મેં કીધું નહીં મંમી અને સાગરને પણ ગમશે તમે મારી કેટલી કેર લીધી. રણજીતને જાણે આંચકો આવ્યો સાગરનું નું નામ સાંભળીને કડવું મો કરીને કહ્યું ના હા થેંકસ ફરી કોઇવાર એમ કહીને નીકળી ગયો.

પ્રકરણ 26 સમાપ્ત.

સીમા ઉતરી ગઇ અને ઘરમાં શોપીંગબેગ્સ સાથે આવી ગઇ એને ખબર જ નહોતી એની બેગ્સ સાથે બીજી પણ એક બેગ સાથે આવી ગઇ છે. હજી ઘરમાં પગ મૂકે છે ત્યાંજ સાગરનો ફોન આવી ગયો.