એકાએક રૂમમાં અજવાળું આવતા નિસર્ગની આંખો ખુલે છે. તે ઘડિયાળ માં જુએ છે આઠ વાગી ગયા હતા. આજે તેને અઢી મહિના પછી એક રાહતભરી ઉઘ લીધી હતી. અને નીર્વી તો હજુ પણ સુતી હતી તે નીર્વી ને જગાડતો નથી. પણ તેને આમ મસ્ત જોઈ તેના પર વ્હાલ ઉભરાઈ આવે છે અને તે તેનુ કપાળ પ્રેમથી ચુમી લે છે.
એટલામાં જ નીર્વી જાય છે અને નિસર્ગનો હાથ પકડીને કહે છે , ગુડમોર્નિગ આજે કેટલા મહિના પછી આપણને ત્રણેય ને શાંતિથી ઉઘ આવી.
હા આપણુ બેબી પણ આજે શાંતિથી સુઈ રહ્યું છે જાણે.... પછી તેઓ મોડું થયુ હોવાથી ફટાફટ રેડી થઈ ને નાસ્તો કરવા આવે છે તો બધા ત્યાં આવી ગયા હતા ફક્ત તે બે જ બાકી હતા.
નિહાર અને કૃતિ પણ હતા ત્યાં એમને પરી અને સાચી ઈશારામા ચીડવી રહ્યા છે. એ જોઈને નીર્વીને પણ હસુ આવી જાય છે .
કૃતિ મનોમન વિચારી રહી છે કે સારૂ થયુ લગ્ન પછી નિસર્ગ ઘરે આવ્યો નહી તો મારો બધો જ પ્લાન ફેઈલ જાત. પણ તેને આટલા દિવસોમાં મારી ખબર પડી હશે ?? પણ નિસર્ગ ના અત્યાર ના વર્તન પરથી એવુ જરા પણ નહોતું લાગી રહ્યું કે તેને કંઈ પણ ખબર હોય.
પછી નાસ્તા પછી પરી અને સાચી નીર્વી ને મળે છે અને નિસર્ગ નુ પુછે છે બધુ. નીર્વી બધુ કહે છે.હવે આગળ માટે નિસર્ગ રાત્રે મળવાનો પ્લાન બધા સાથે મળવાનું નક્કી કરે છે.
* * * * *
નિસર્ગ આજે ઓફીસ અઢી મહિના પછી જાય છે. તેને તો એમ જ હતુ કે મારો જાત મહેનત થી ઉભો કરેલો બધો બિઝનેસ ખબર નહી કઈ હાલતમાં હશે ??
એ વિચારતો વિચારતો એ ત્યાં પહોંચે છે અને જુએ છે કે સ્ટાફ તો કંઈક સારૂ અલગ જ વર્તન કરતો હતો. અને બધુ ચેક કરતાં ખબર પડી કે બિઝનેસ તો હતો એના કરતાં પણ અનેકગણો વધી ગયો છે
તેના મેનેજર કહે છે, સર તમે બહુ લકી છો કે નીર્વીભાભી જેવી જીવનસંગીની મળી છે. તે આવી હાલતમાં પણ દરરોજ ઓફિસ આવતા કેટલી મહેનત કરતાં. અને અમને બધાને પણ એક ઓફીસમાં પરિવાર જેવુ જ રાખતા જેથી અમને પણ તેમના પર બહુ માન થાય છે.
નિસર્ગ એ સાભળીને હસે છે અને મનોમન વિચારે છે, એ તો હુ નસીબદાર જ છુ કે નીર્વી મારા જીવનમાં આવી.
* * * * *
રાત્રે બહુ સમય પછી બધા સાથે મળ્યા હોવાથી પરી, સાચી અને નીર્વી ત્રણેય કપલમા બહાર થોડા ફરવા નીકળે છે. તેઓ નિહાર અને કૃતિ ને પણ કહે છે પણ કૃતિ હવે નિસર્ગ થી થોડી ગભરાવવા લાગી છે. કે હવે તેનુ કંઈ પોલ ખુલી ના જાય એટલે નિહાર ના કહેવા છતાં તે થાકી ગઈ છે એમ કહીને ના પાડી દે છે.
એટલે બધા બહાર જાય છે. પછી જમે છે અને બધા વાતો કરે છે અને શાશ્વત અને પ્રથમ ને બધી વાત ખબર પડે છે.
પ્રથમ : આપણે હવે કૃતિ નુ અસલી રૂપ બધાની સામે લાવવુ જોઈએ. નહી તો આપણા ઘરમાંથી એ ક્યારે ભાગવાનો પ્લાન કરે એ પણ નહી ખબર નહી પડે આપણને.
શાશ્વત : પણ કેમ કરવુ આ બધુ ??
સાચી : પણ નિહાર નુ શુ થશે ??
નીર્વી : એને તો આ કંઈ જ ખબર નથી. એને જો કંઈ પણ આવી ખબર પડશે તો એ અંદર થી તુટી જશે અને તે કૃતિ ને નફરત કરવા લાગશે.
પરી : મને લાગે છે આપણે ઘરની બધી જ પ્રોપર્ટી અને દાગીના એક સેફ જગ્યાએ રાખી દેવાની વ્યવસ્થા કરવી જોઈએ.
હવે અત્યાર સુધી ચુપ રહેલો નિસર્ગ કહે છે, આપણે એ બધી સાવચેતી રાખવાની છે પણ હુ અલગ રીતે વિચારૂ છુ.
કૃતિ હવે આ પરિવારની વહુ છે અને નિહારની પત્ની. હવે તેની ઈજજત ઉછળશે તો આપણા પરિવારની બદનામી થશે. હવે આપણે એ વિચારીને જ આગળ પ્લાન કરવાનો છે.
બધા થોડી વાર વિચારે છે.......
નીર્વી : મને એક આઈડિયા આવ્યો છે જો તમને બધાને યોગ્ય લાગે તો અમલમાં મુકીએ.
નીર્વી બધાને આઈડિયા કહે છે. બધા કહે છે મસ્ત વિચાર છે. જો તે કામ કરશે તો બધું જ સરસ થઈ જશે.
શુ હશે નીર્વી નો આઈડિયા ?? તે કામ કરશે ?? કૃતિ ના કરતુતો બહાર લાવવામાં તેઓ સફળ થશે ??
જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખુ બંધન - 20
next part.......... publish soon..........................