Budhvarni Bapore - 28 in Gujarati Comedy stories by Ashok Dave Author books and stories PDF | બુધવારની બપોરે - 28

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બુધવારની બપોરે - 28

બુધવારની બપોરે

(28)

રૂમ-બૂમ સાફ-બાફ કરો

અમારા ડ્રૉઇંગ-રૂમમાં સૌથી મોટો કચરો વિચારોનો હતો, જેનો ઉપયોગ અમે કદી કર્યો નહતો. ઑનેસ્ટલી, કેટલાક વિચારો તો વપરાયા વિનાના પડી રહ્યા હતા અને બ્રાન્ડ-ન્યૂ વિચારો કોઇ કામમાં આવે એવા નહોતા. ફાલતુ આઇડીયાઓનો કચરો અમે એકબીજા ઉપર ચોક્કસ ઢોળતા હતા.....એમ નહિ કે, ‘આ માણસ બકવાસ કરે છે તો એના સજેશનને બદલે એને ઉપાડીને ઘરની બહાર ફેંકી દઇએ.’ આવા વિચારો ઘરના બધાને ખાસ તો, મારા માટે આવતા. મારી પોતાની માલિકીની વિચારોની એક મોટી ફૅક્ટરી છે, પણ માલ વેચાતો નથી. ઉત્પાદન થતું હોય તો ફૅક્ટરી ચાલે, એવું ઘણા કહે છે. ઘરમાં કોઇ પણ ફેરફાર માટે હું સૂચન કરૂં તો, બધા હસી પડવાને બદલે કેમ જાણે બધાને એકસામટી વૉમિટ થવાની હોય, એવા મોંઢા કરતા.

- હકી, આખો ડ્રૉઇંગ-રૂમ રેલ્વે-સ્ટેશનના પ્લૅટફૉર્મ જેવો ગંધારો પડ્યો છે....એને ૩-૪ વર્ષમાં એક વાર તો સાફ કરવો જોઇએ...

- ગૂડ જોક....! તો કરી નાંખો.

આ અમારા ફૅમિલીની ઑનેસ્ટી બતાવે છે કે, અમને અમારા પોતાના કરતા બીજાઓની કર્મશીલતા ઉપર વધુ વિશ્વાસ.

ઘરમાં બધા કામ એકબીજાને સોંપતા. રૂમ બગડવાની શરૂઆત વહેલી સવારથી થાય. બ્રશ અમે લોકો બાલ્કનીમાં ઊભા ઊભા કરીએ. ઍટ લીસ્ટ, જોનારાઓમાં એટલી તો છાપ પડે કે, આ લોકો બ્રશ રોજ કરે છે. વળી સમાજને તમે બ્રશ કરતા હો એ બતાવી શકો, નહાતા-ધોતા હો, એ ન બતાવાય.....સુઉં કિયો છો? પણ ટૂથપૅસ્ટના સફેદ ટીપાં બાલ્કનીથી બાથરૂમ સુધી ટપક્યાં હોય. બાલ્કની પાસે કોઇ રાહગીર રસ્તો પૂછે કે, ‘વૉશ-બૅસિન જવાનો રસ્તો બતાવશો?’ તો સ્માઈલ સાથે જવાબ મળે, ‘આ ટપકે ટપકે ચાલ્યા જાઓ....!’

એવું નથી અમે સાલા ગંધારાઓ છીએ. ચોખ્ખાઇમાં તો બહુ માનીએ, પણ એ ચોખ્ખાઇની જવાબદારી ઘરમાં બીજા બધાની છે, અમારી નહિ! નહાયા પછી (આ કોઇ જાહેરાત નથી કે, ઘરમાં અમે બધા રોજ નહાઇએ છીએ!....હા, એકાદ મહિનો આળસમાં રહી પણ જતો હશે.) ભીનો ટુવાલ સામાન્ય રીતે તો બાલ્કનીની બહાર તાર ઉપર સૂકવવો જોઇએ. અમારા ખાનદાનમાં લશ્કરી શિસ્ત નથી. તાજા તાજા નહાઇને આવ્યા પછી જ્યાં પહેલો હાથ અડે, ત્યાં ટુવાલ મૂકી દેવાનો, પછી એ સોફા હોય કે દાદીમાનું માથું હોય! કરૂણા ત્યારે આવે જ્યારે હોય ઉતાવળ અને ટુવાલ મળે નહિ. રોજ ટુવાલ મૂકવાની એક જગ્યા નક્કી ન હોય! અમારા ટુવાલો તો કિચનના પ્લૅટફૉર્મ ઉપરે ય પડ્યા હોય. ઍક્ચ્યૂઅલી, આપણામાં કેવું હોય છે કે, ટુવાલ ન મળે તો વાઈફની સાડી કે બારીના પરદા કાઢીને શરીર ન લૂછાય. આમાં તો ટુવાલ જ જોઇએ. ઉતાવળ હોય ને ટુવાલ મળતો ન હોય ત્યારે બાજુવાળા પડોસી પાસે મંગાય પણ નહિ કે, ‘જરા તમારો ટુવાલ આપો ને...વાપરીને પાછો આપી દઇશું...અમારો વપરાઇને ભીનો પડ્યો છે.....એવું હોય તો કાલે અમારો લઇ જજો.’ વ્યવહારમાં રહેવું પડે!

આવા બધા વેરણછેરણોને કારણે ઘરમાં ચાલવા માટે અમારે ટ્રાફિકના નિયમો પાળવા પડે છે, અર્થાત, હાલતા-ચાલતા કોઇ ગોથું ન ખાઇ જાય માટે અમારે ડ્રૉઇંગ-રૂમમાંથી બૅડરૂમ તરફ વળવું હોય તો હાથ બતાવીને જ વળવાનું. ઘરમાં તો રેડ-સિગ્નલો ક્યાંથી કાઢવા છતાં, દાદાજીની સવારી આવતી હોય ત્યારે ઘરનો પૂરો ટ્રાફિક રોકાઇ જાય. એ ય પાછા હખણા ન રહે. ઉંમર અને આંખોના બહાને રસ્તામાં પડેલી ચાર-પાંચ ચીજો ઠેબે ચઢાવતા આવે. (આ બહાને, અનેકવાર એમણે દાદીને ખદેડ્યા છે. દાદી પગના વા માંથી માંડ રીપેર થઇ હોય ને ડોહા એકાદવાર તો એને ફરી ઠેબે ચઢાવે જ.) અધૂરામાં પૂરૂં, દાદીને શક છે કે, ડોહો મંદિરમાં કોઇ ડોસીના લફરામાં છે, એટલે એમને એકલા બહાર જવા દેતા નથી. એવું ય નથી કે, કાકા કોરાધાકોડ રહે એવા છે. એમના જમાનામાં જ નહિ, એ તો આજે ય હખણા રહેતા નથી. (આખરે અમારા સંસ્કાર જ એમનામાં આવ્યા હોય ને?)

આમ તો, ઘરનો માલિક હું કહેવાઉં, એટલે વાઇફને ડરતા ડરતા ય ધમકાઉં કે, ‘ડ્રૉઇંગ-રૂમમાં આટલું બધું વેરણછેરણ પડ્યું છે, એ સારૂં લાગે છે? ચલ, બધું સાફ કરવા માંડ...!’ અલબત્ત, આ બધું હું મનમાં બોલતો હોઉં. રૂમની વચ્ચે પડેલા ટૅબલ ઉપર પગ લાંબા કરીને એ ‘શિવમહિમ્નસ્તોત્ર’ વાંચતી હોય, એટલે મારાથી કાંઇ બોલાય પણ નહિ. પણ મારામાં સ્વાવલંબનના સંસ્કારો ફાધરમાંથી આવ્યા હતા. એ પણ, મધર લાંબા ટાંટીયા કરીને બેઠા હોય ત્યારે ઘરના કચરા-પોતાં કરી નાંખે. મને સ્વચ્છતા બહુ ગમે અને રૂમ સાફ કરવામાં માસ્ટરી ખરી. અનેકવાર પડોસીઓએ ઑફર મૂકી છે કે, ‘અમારે ત્યાં પાંચ જ રૂમ છે ને ખાલી કચરા-પોતાં જ કરાવવા છે....તમે આવશો? અમારા ગણપત કરતા તમને થોડું વધારે આલીશું...!’

તારી જાતનો ગણપત....! સાલું, મારા એ દિવસો આવ્યા છે? પણ મૂળ શું કે, હું અભિમાની નહિ, એટલે બાજુવાળીને ત્યાં ક્યારેક કચરા-પોતાં મારવા જઇ આવું....(વાઈફને તો એટલી જ ખબર હોય ને કે, એ કચરા-પોતાં મારવા ગયા છે!)....હાલમાં ‘આવા’ કચરા-પોતાં મારવાના આઠેક ઘરો મળ્યા છે...!

એમ કહેવાય છે કે, ડ્રૉઇંગ-રૂમની સ્વચ્છતા તમારા પરિવારનો આયનો છે. પેલા દોઢડાહ્યા આધ્યાત્મિકતાવાળા પાછા એવું કહેશે, ‘સ્વચ્છ ઘર સ્વચ્છ મનની નિશાની છે.’ આમાં મન અને ઘરની સરખામણી કેવી રીતે આવે? આમાં જ નહિ, કોઇ કશામાં મનની સરખામણી ક્યાંથી આવે? ઘણા ચાંપલા વિદ્વાનોએ કહ્યું છે, ‘મન મર્કટ જેવું-એટલે વાંદરા જેવું છે.’ તારી ભલી થાય ચમના, એક-બે ચીજ મળતી આવી, એટલે સીધા વાંદરા સાથે સરખામણી કેવી રીતે આવે? યૂ સી, મન સાફ ઘણાના હોય છે, પણ ઘણા વાંદરા સાફ નથી હોતા....આગળ-પાછળથી જુઓ તો વાંદરા તો બહુ ગંદા હોય છે. માણસ સિવાયનું એકે ય પ્રાણી સ્વચ્છતા રાખતું હોય તો બતાવો. માણસો તો સ્વચ્છતા અભિયાનો ય ચલાવે છે, કોઇ ભૂંડ કે બકરાને સ્વચ્છતા રાખતા જોયા? માણસોમાં કોઇ સ્વચ્છતા રાખતું ન હોય તો આપણે એમની સરખામણી ભૂંડ કે બકરા સાથે કરીએ છીએ. આમાં ને આમાં જાનવરો સાથે આપણા સંબંધો બગડ્યા. એકે ય જાનવર જંગલમાં જઇને ગંદકી કરે છે? આપણું જ બગાડે છે ને?

અફ કૉર્સ, એક વાત બન્ને જાતિઓમાં મેળ પડે એવી છે.....

પબ્લિક-ટૉયલેટો જાનવરોમાં ય હોતા નથી!

સિક્સર

- દેશ માટે જાન આપી શકે, એવા જવાંમદરેની આજે જરૂર છે...

- સૉરી, દેશ માટે જાન આપી શકે એવા નહિ.....જાણ લઇ શકે એવા મદરેની જરૂરત છે.

-------