પ્રેમકુંજ (ભાગ-૧૧)
એ શક્ય નથી કુંજ...!!!!
શક્ય છે રિયા,જીવવા માટે પૈસા કિંમતી નથી આજ તને હું એનો પણ અનુભવ કરાવીશ.અને આ મારી સાથેની પળને તું હમેશા યાદ રાખીશ..
રિયા અને કુંજે મોલમાં પ્રવેશ કરીયો...
તું અહીં ઉભી રહે હું આવું છું.થોડી જ વારમાં કુંજ
ટ્રોલી લઈને આવીયો.ચાલ રિયા આ ટ્રોલીમા બેસી જા.
કેમ..?
મેં તને કહ્યું હતું ને કે હું તને સવારી કરાવીશ.
રિયા કુંજ સામે જોઈ હસતી હસતી ટ્રોલીમાં બેસી ગઈ.રિયાને કુંજે ટ્રોલીમાં એટલી ફેરવી કે રિયા હસી હસીને પેટ પકડી રહી હતી..
બસ..બસ..બસ... કુંજ તું ટ્રોલીને હવે બોવ ઝડપીનો ભગાવ નહીં તો મને પેટમાં દુખશે.કુંજે ટ્રોલીને થોડી ધીમે પાડી...
રિયા ટ્રોલી માંથી નીચે ઉતરી...
કુંજ એક વાત કવ,મારી જિંદગીમાં હું પહેલી વાર આજ એટલું હસી હશ.આજ તે મને ફરી હસતી કરી દીધી.બાળપણની યાદ તાજી થઈ ગઈ..
પણ તું તો કહી રહીયો હતો કે આખી પુથ્વીની સવારી
કરાવીશ આ તો તે અહીં ફરતે ફરતે ફેરવી...
રિયા જી ઉપર તો જોવો.પુથ્વીનો મોટો ગોળો છે.
એની ફરતે ફરતે જ તે સવારી કરી લીધી.એ પુથ્વીની તો સવારી કરી કઈ બાકી રહી ગયું હોઈ તો ચાલ ફરી વાર ટ્રોલીમાં બેસી જા...
કુંજ તું નહીં સુધરે કયારેય..!!!!બંને એક સાથે હસી પડીયા.
રિયા જો સામેની શોપ દેખાય છે,ત્યાં ચાલ મારી સાથે
ના,પણ મારે કઈ નથી લેવું મારે કઈ તને લઈ પણ દેવું નથી અને મારી પાસે પૈસા પણ નથી.તું એક વાર મારી સાથે આવ..
રિયા અને કુંજ શોપમાં અંદર ગયા.
રિયા તને આ શોપ માંથી કયો ડ્રેસ ગમે છે.જે પણ તને ગમે તે કહે.સામે જો બ્લેક કલરનું વન પીસ છે તે.
સાહેબ સામેની બાજુ બ્લેક કલરનું વન પીસ છે તે આપશો.
સાઈઝ મીડીયમને...મેડમ
હા..!!!
જા રિયા તું સામેની બાજુ રૂમ છે એક વાર પહેરી જો તને થાય છે કે નહીં.
કુંજ તું મારી સાથે આવ..!!!
રિયા થોડી જ વારમાં બ્લેક કલરનું વન પીસ પહેરી બાહર આવી.રિયા એટલી સુંદર લાગી રહી હતી.
કે કુંજ તેને સામે જ થોડીવાર જોઈ રહીયો.રિયા વન મીનટ હું એક ફોટો લઈ લવ...
હા, કેમ નહીં....!!!
રિયા એક વાત કવ તું આજ આ વન પીસમાં બોવ મસ્ત લાગે છે.
બસ હવે વખાણ ન કર...!!!
રિયા થોડી જ વારમાં બહાર આવી
ચાલ હવે..!!
ક્યાં?
તે તો કહીયું હતું ને કે હું તને ડ્રેસ લઈ આપીશ તને જે ગમતો હશે તે...
નહીં રિયા મેં એમ કહીયું હતું કે તને જે ગમે તે હું તને ડ્રેસ પહેરાવીશ.આ જો ફોટો કેટલી મસ્ત લાગે છે તું.
કુંજ તું નોટકી છે...!!
પહેલેથી આજ નહીં.મારી માં મને નોટકી કહીને જ બોલાવે છે.હવે કઈ બાકી છે.હા,તને ડિનર કરીયા વગર કહી રીતે મેકલું.
જો કુંજ આજ રીતે તારે ડિનર કરાવું હોઈ તો મારે તારી સાથે આજ ડિનર નથી કરવું...
નહીં રિયા સામે જે દુકાન છે તે મારી ફેવરિટ દુકાન
છે,હું કોલેજ પરથી આવું ત્યારે દરરોજ હું ત્યાં નાસ્તો કરૂ છું...
ઓકે કુંજ...!!!
શું લશ રિયા?
મારા માટે એક ભેળ અને એક વેનીલા આઈસ્ક્રીમ મારા માટે પણ એ જ....
રિયા હું તારા માટે એક વસ્તું લાવ્યો છું.તું આંખ બંધ કર?
મને વિશ્વાસ નથી આવતો..!!!કુંજ
જો તને મારા પર વિશ્વાસ ન હોય તો તું મારા પર વિશ્વાસ કરતા શીખી જા આજ થી...
ઓકે કુંજ હું આંખ બંધ કરું છું.
ક્રમશ....
લેખક -કલ્પેશ દિયોરા
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)