Dilka rishta - 13 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 13

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 13

ભાગ-13


(આગળ જોયું કે રોહન ના મમ્મી રોહન ને કહે છે કે એ રશ્મિ સાથે લગ્ન કરવા નો નિર્ણય રાત સુધી માં લઈ લે રોહન ખૂબ જ ગડમથલ પછી એ નિર્ણય લે છે કે એ એના મમ્મી ની ખુશી માટે થઈ રશ્મિ સાથે લગ્ન ની હા પાડશે હવે વાંચો આગળ)


રોહન એ પોતાની ઈચ્છા ના હોવા છતાં મન મક્કમ કરી અને નક્કી કર્યું કે એ પોતાની માં ની ખુશી માટે રશ્મિ સાથે લગ્ન કરવાની હા પાડશે એ એના મમ્મી ને જણાવવા માટે બહાર જાય છે હોલ માં રસોડા માં બધે શોધે છે પણ જ્યોતિબેન દેખાતા નથી એને વિચાર્યું કે મમ્મી ને રાતે જણાવી દઈશ એ ફરી રૂમ મા જાય છે ત્યાં એને ફોન ની રિંગ સંભળાઈ છે એને જોયું કે એ એના ફોન ની રિંગ નહોતી અને બધા સાંજ ની મહેંદી રસમ માટે તૈયારી કરતા હશે એટલે ઘર માં પણ કોઈ હતું પણ નહી સિવાય પૂજા ને રશ્મિ પણ રિંગ તો અહીં જ ક્યાંક વાગી રહી છે એને જોયું તો સોફા પર પૂજા નો ફોન પડ્યો હતો એને પૂજા ને બૂમ મારી કે તારા ફોન પર કોઈ નો ફોન આવી રહ્યો છે પૂજા એ અંદર થી જ જવાબ આપ્યો કે હું શાવર લઈ રહી છું અને તું રિસીવ કરી લે રોહન એ કહ્યું ઓકે


રોહન સોફા પાસે જઈ અને ફોન હાથ માં લે છે ફોન સ્ક્રીન પર "વાવાજોડું" આવું નામ ડિસ્પ્લે થાય છે રોહન ને અજીબ લાગ્યું વાવાજોડું??આવું તે કઈ નામ હશે? એને ફોન રિસીવ કર્યો એ હેલ્લો બોલવા જાય એ પેલા સામે થી કોઈ છોકરી નો અવાજ આવ્યો


" ચૂપ એકદમ ચૂપ કાઈ જ બોલતી નહિ તારું લેક્ચર હું ત્યાં આવી ને સાંભળીશ અત્યારે એ સાંભળ કે હું તારા માટે તારા ફેવરિટ ચણીયા ચોળી અને બીજા કપડાં લઈ ને આવી ગઈ છું અને સાંજે હું સીધી જ તારી મહેંદી રસમ માં પહોંચીશ ચલ બાય" એકીશ્વાસે એ આટલું બોલી ફોન કટ કરે છે રોહન નું તો મોઢું હેલ્લો બોલવા માટે ખોલ્યું એ ખુલ્લું જ રહી ગયું એ મન માં બોલ્યો " ઓહહ સાચે જ વાવાજોડું જ હતી યાર" ત્યાં પૂજા બહાર આવે છે


પૂજા:- કોનો ફોન હતો


રોહન:- કોઈ વાવાજોડા નો


પૂજા:- ઓહહ તો એ લુચ્ચી આવી ગઈ એમ શુ કહ્યું મેડમ એ ?


રોહન :- એજ કે કંઈક તારા ચણીયા ચોળી ને બધું લઈ ને આવી ગઈ છે અને એ સાંજે મહેંદી રસમ માં આવી જશે..


ત્યાં રશ્મિ ને જ્યોતિ બેન આવે છે


રશ્મિ :- બહાર તો વરસાદ ચાલુ છે કેટલો જોર થી પવન ફૂંકાઈ રહ્યો છે


પૂજા:- હા તે ફૂંકાઈ જ ને મારુ વાવાજોડું આવી ગયું છે યસ હવે તો મહેંદી ની રંગત જ કાઈ ઓર હશે


રોહન:- પણ આ વાવાજોડું છે કોણ ??


પૂજા :- એ રાતે જ જોઈ લેજે ટ્રેલર તો તે ફોન પર જોઈ જ લીધું હશે આખી ફિલ્મ રાતે બતાવીશ


રોહન:- ઓકે


આટલું કહી રોહન એના રૂમ માં જાય છે બધા પોતાના કામ માં લાગે છે


સાંજે મેરેજ હોલ માં રસમ ની તૈયારીઓ થઈ ગઈ છે હોલ ફલાવર થીમ થી ખૂબ જ સરસ રીતે સજાવટ કરી હતી લાલ ગુલાબ થી આખો હોલ મહેકતો હતો ફરતી ખુરશીઓ અને વચ્ચે મહેંદી રસમ માટે સ્ટેજ બનાવાયું હતું મેમણવાળા માંથી ખૂબ જ પ્રખ્યાત મહેંદી સ્પે. ટિમ ને બોલાવી હતી ધીરે ધીરે બધી સ્ત્રીઓ આવવા લાગી જ્યોતિ બેન અને પૂજા ના મમ્મી કામિની બેન બધા નું સ્વાગત કરી રહ્યા હતા થોડીવાર માં દુલ્હન ની એન્ટ્રી થવાની હતી એટલે બધા એની રાહ જોઈ રહ્યા હતા આજ બધા એ લાલ કલર ના કપડાં ની થીમ રાખી હોવા થી બધા લાલ કલર ના કપડાં માં સજ્જ હતા પુરુષો માં ઘર ના અને અમુક સગા જે બહાર થી આવ્યા હતા એ હતા રોહન પણ લાલ કલર નો કુરતો પહેરી ને સજ્જ થઈ ગયો હતો જ્યોતિબેન એ એના કપાળ પર લાલ તિલક કર્યું અને ઓવારણાં લઈ પ્રેમ થી મસ્તક ચૂમે છે



પૂજા અને રશ્મિ પણ મહેંદી રસમ માટે સજ્જ થઈ ગયા છે પૂજા એ લાલ કલર ના ડિઝાઈનર મહેંદી સ્પે. સ્લીવલેસ લેહંગા ચોળી પેરયા હતા અને રશ્મિ પણ લાલ કલર નો ડિઝાઈનર અનારકલી ડ્રેસ પેર્યો હતા પૂજા રશ્મિ ને જોઈ મજાક કરતા બોલી આજ તો મારા બદલે તું દુલ્હન લાગી રહી છે રશ્મિ શરમાઈ ને કહે બસ મસ્કા ના માર આજ સૌ થી સુંદર તો તું જ લાગી રહી છે કોઈ ની નજર ના લાગે એમ કહી કાન પાછળ કાળું ટપકું કરે છે ત્યાં રોહન આવે છે


રોહન :- ચાલો તૈયાર છો ? હવે તમારી જ રાહ જોવાઇ છે


પૂજા :- હા તૈયાર જ છે હું મારા વાવાજોડા ની વાટ જોઈ રહી છું ખબર નહિ હજી કેમ નહીં આવી


રોહન :- ઓહ હજી તારું વાવાજોડું નહિ આવ્યું??


પૂજા:- અરે એમ કાઈ થોડું છાનું છૂપું આવશે.. એમ જ થોડું એનું નામ મેં વાવાજોડું રાખ્યું હશે તુફાન ની જેમ આવશે


રોહન :- સારું જલ્દી કરજો


ત્યાં ઇવેન્ટ મેનેજર મી. મહેતા આવે છે એ કહે મેડમ ક્યારે એન્ટ્રી કરવાની છે બસ આપની રાહ જોવાઇ રહી છે


પૂજા:- બસ 5 મિનિટ એક ફ્રેન્ડ ની રાહ જોવ છું


મી. મેહતા:- હા ઓકે ઓહ આ ફુલ ની ટોપલી અહીંયા છે એને બ્રાઇડ એન્ટ્રી વખતે જરૂર પડશે આપો હું લઈ જાવ ત્યાં જ એને ફોન આવે છે એને બહાર જવું પડે છે એ જુવે છે આજુ બાજુ માં કોઈ નથી એ ઉતાવળ માં મુકવા જાય ત્યાં રોહન એ કહ્યું વાંધો નહિ હું ત્યાં આપી દઉં છું આપ જાઓ રોહન ગુલાબ ની પાંખડીઓ ભરેલી ટોપલી લઈ ને જાય છે ત્યાં જોર થી પવન ફૂંકાઈ છે રોહન એ પાંખડિયો ઉડી ના જાય એ માટે એને પવન થી બચાવા ની કોશિશ કરે છે ત્યાં જ અચાનક કોઈ આવી એની સાથે અથડાઈ છે અને ટોપલી નો ઉપર ઘા થઈ જાય છે અને બધી પાંખડીઓ એ બન્ને ની ઉપર પડે છે ત્યાં પૂજા ખુશ થઈ કહે છે વાહ જો આવી ગયું મારુ વાવાજોડું


to be continue......


(કોણ હતું એ પૂજા નું વાવાજોડું??? રોહન નું રશ્મિ સાથે લગ્ન માટે હા પાડતા રોહન અને રશ્મિ ની જિંદગી કયો નવો વળાંક લેશે??? શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો
દિલ કા રિશ્તા A LOVE STORY ....