પ્રિય વાચક મિત્રો, આજે હું તમારી સામે મારી પહેલી સ્ટોરી રજૂ કરી રહી છું. આ મારી પહેલી શરૂઆત છે આશા છે કે તમને જરૂર પસંદ આવશે. જો તમને મારી સ્ટોરી પસંદ આવે તો તમારા અભિપ્રાય જણાવવા વિનંતી.. સમર એટલે કે ઉનાળો, ગરમી અને બફાળો.એવુ લાગે કે સૂર્ય બવ j ખરાબ mood માં છે,અને એ એનો બધો જ ગુસ્સો આપણા પર ઉતારે છે.આવા સમયે લોકો ની હાલત બવ જ ખરાબ થઈ જાય છે. આ આકરા તડકા માં રહેવું બધા માટે બવ જ મુશ્કેલ બની જાય છે.
અહીં હું આ સમર ની નઈ પણ "એક એવી વ્યક્તિ ની વાત કહેવા જઈ રહી છું જે નામ થી પણ સમર છે અને એનો સ્વભાવ પણ ઉનાળા જેવો જ આકરો છે."
"સમર....અમદાવાદ નો જાણીતો અને એક સફર બિઝનેસ મેન ". એક એવી વ્યક્તિ કે જેને માત્ર 3 જ વર્ષમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે.જેના માટે એનું કામ જ બધું છે.સમર ને એના કામ મા બધું જ પરફેક્ટ જોઈ,જો કોઈ વ્યક્તિ થી ભૂલ થી પણ ભૂલ થાઈ તો એ એના કામ નો છેલ્લો દિવસ.સમર બે જ વાત માટે પ્રખ્યાત છે, એક એના કામ અને બીજો એનો ગુસ્સો.જ્યારે એ ગુસ્સા માં હોય ત્યારે કોઈ નું ના સાંભળે.આ જ કારણે બધા કર્મચારીઓ તેના થી બની શકે તેટલા દૂર જ રહે.
સમર માટે દુનિયા માં બે જ વસ્તુ મહત્વની છે એક એનું કામ જેના લીધે તે આટલો પ્રખ્યાત બન્યો અને એક એની મા જે એના માટે બધું જ છે. સમર ની જિંદગી મા એનું પોતાનું કહી શકાય એવી ખાલી એક જ વ્યક્તિ છે એ છે એની મા.એના પિતા તો એ માત્ર 10 વર્ષ નો હતો ત્યારે જ એને અને એની મા ને મૂકી ને એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા તો હવે સમર માટે જે છે એ બધું એની મા એટલે કે સવિતા બેન જ છે.
સમર માટે જીવવા નું એક જ કારણ છે એ છે એની મા સવિતા બેન.સમર ખુદ માટે ક્યારેય જીવ્યો જ નથી કે નથી એની પાસે ખુદ માટે સમય.
કહેવાય છે ને કે,ક્યારેક જિંદગી એટલા દુઃખ દીયે છે કે માણસ ખુદ માટે જીવવા નું છોડી દીયે છે.આવું જ કંઈક સમર સાથે પણ બન્યું છે જેના લીધે સમર એ જીવવા નું જ છોડી દીધું છે,એ માત્ર મશીન બની કામ જ કર્યા કરે છે.. સમર ના આવા વર્તન અને દુઃખ ની ખાલી એક જ સાક્ષી છે સવિતા બેન.સવિતા બેન બધું જાણતા હોવા છતાં પોતાના દીકરા માટે કંઈક જ નથી કરી શકતા એ માત્ર સવાર સાંજ બસ એક જ દુઆ માંગે છે કે "એના સમર ની જિંદગી મા કોઈ એવું આવે જે એની જિંદગી ખુશી થી ભરી દીયે."
કહેવાય છે ને કે,મા ની દુઆ અને બદદુઆ ખાલી નથી જતી,એટલે જ થોડા સમય થી સવિતા બેન ને એક એવો અહેસાસ થાય છે કે,એના સમર ની જિંદગી મા પણ ખુશીઓ આવા ની છે.અને પોતાના દીકરા ની ખુશી અને એના દુઃખ ની આવવા ની જાણ હમેશા એક મા ને પહેલા જ થતી હોય છે.
આવો જ કંઈક અહેસાસ સવિતા બેન ને થાય છે.સવિતા બેન હમેશા સમર ને સમજાવે છે કે એ થોડો સમય પોતાના માટે પણ કાઢે.અને પોતાના મિત્રો સાથે સમય પસાર કરે પણ સમર ક્યારેય આ વાત માં એની મા સવિતા બેન નો સાથ નથી આપતો. આમ પણ એને મિત્રો કહી શકાય એવી એક જ વ્યક્તિ છે "એનો મિત્ર અને બિઝનેસ પાર્ટનર પાર્થ".
પાર્થ સાથે સમર આખો દિવસ કામ કરે જ છે.એટલે એ હમેશા સવિતા બેન ની વાત ટાળી દીયે છે.આ જ કારણે સવિતા બેન દુઃખી રહે છે અને બસ એ જ ઈચ્છે છે કે જલ્દી એના સમર ની જિંદગી મા કોઇ છોકરી આવે અને સમર ની જિંદગી ખુશી થી ભરી દીયે....
વધુ આવતાં અંકે.........
શું સમર ની ઝીંદગી મા કોઈ આવશે જે એની ઝીંદગી ખુશીઓ થી ભરી દીયે....?
જાણવા માટે વાંચતા રહો "નફરત સે બની એક કહાની પ્યાર કી."