Shivali - 6 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | શિવાલી ભાગ 6

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

શિવાલી ભાગ 6

જનકભાઈ ગૌરીબા અને ફકીર ની વાતો સાંભળી ત્યાં થી સીધા ઓફિસે આવી ગયા. ત્યાં જઇ એમણે ભરતભાઇ ને પોતાની ઓફિસમાં બોલાવ્યા.

ભરત મોટાભાઈ આવી ગયા?

ના હજુ નથી આવ્યા.

આજે કોઈ ફકીર બા ને મળવા આવ્યો હતો. એણે બા ને જે કહ્યું એ પર થી લાગે છે કે બા ને શંકા ચોક્કસ થઈ હશે.

શા ની શંકા ભાઈ? ને કોણ ફકીર?

આજે સવારે એક ફકીર બા ને રમાભાભી પર સંકટ છે એમ કહેતો હતો. એણે બા ને એક તાવીજ પણ આપ્યું છે રમાભાભી ને પહેરાવવા.

ભાઈ પણ એ કેવી રીતે બને આ વાત તો આપણા બે વગર કોઈ જાણતું નથી તો પછી..........

એતો મને નથી ખબર પણ હા એ ફકીર મને કઈ અલગ લાગતો હતો. જાણે કે કોઈ તેજસ્વી. ને એની વાત પણ સાચી જ છે ને ભાભી પર સંકટ છે જ એ આપણે તો જાણીએ જ છીએ ને. શુ સંકટ છે એ પણ જાણી એ છીએ.

પણ ભાઈ જો ઘરમાં ખબર પડી જશે તો આપણી યોજના નું શુ? ને પછી આપણું શુ થશે?

જો ભરત હજુ તો એ ફકીરે બા ને વાત કરી છે. બા ને એ વાત માં વિશ્વાસ છે કે નહિ તે આપણ ને ખબર નથી. ને જો વિશ્વાસ હોય તો પણ એણે ક્યાં સંકટ કોણ લાવ્યું તે કહ્યું છે? એટલે આપણે ચિંતા કરવા જેવું નથી. પણ હા તું ભૈરવબાબા ને મળી આવજે. ને આ વાત કરજે. 

હા ભાઈ હું મળી આવીશ. ભરતભાઈ ને થોડો ડર લાગ્યો. જો બા ને ખબર પડી ગઈ તો તો કોઈ ની ખેર નથી. ને મોટાભાઈ ને ભાભી તો ! ના ના ના હે ભગવાન લાજ રાખજે. 
જે દિવસે ભરતભાઈ એ રેવતીબેન ને ઉપાય મળી ગયો કહ્યું હતું તે ઉપાય આ હતો. તેમણે અને જનકભાઈ એ એક કાળીવિદ્યા ના જાણકાર ભૈરવબાબા પાસે રમાબેન ના બાળકને મારવાનો ઉપાય કરાવ્યો હતો. આ ભૈરવબાબા કાળી વિદ્યાના જાણકાર હતા. ને લોકો ભૂત, પ્રેત, આત્મા કઢાવવા તેમની પાસે આવતા હતા. એ બન્ને એ ભૈરવબાબા પાસે એમની વિદ્યાના ઉપયોગ થી આત્મા નો સંપર્ક કર્યો હતો. ને બાળકને મારવાનું કામ આત્માને સોંપ્યું હતું. જેના ભાગ રૂપે આત્મા એ રમાબેન પર હુમલો કર્યો હતો પણ ગૌરીબા ની રુદ્રાક્ષ ની માળા એ તે હુમલો નિષફળ કરી દીધો હતો. ને રમાબેન બચી ગયા હતા.

ભરતભાઇ ભૈરવબાબા ને મળવા આવી ગયા. ને ફકીર ની વાત તેમને કરી.

જુઓ ભરતભાઇ હું એક પૂજારી છું ભૈરવ ભગવાન નો. હું મારુ કામ ખૂબ શ્રદ્ધા થી કરું છું. પણ જો એ ફકીર ઓલિયા પીર નો ભક્ત હશે તો મારુ હવે કઈ નહિ ચાલે. 

એટલે તમે કહેવા શુ માંગો છો બાબા?

એજ કે ઓલિયા પીરના ભક્ત આ ફકીરો હોય છે
ને એમની પાસે સચ્ચાઈ ની જ્યોત હોય છે. તેઓ ક્યારેય કોઈ નું ખરાબ કરતા નથી અને જો કોઈ નું ખરાબ થતું હોય તો તેઓ જોઈ શકતા નથી. એ લોકો પણ ભૂત પ્રેત આત્મા માં વિશ્વાસ રાખે છે અને તેને વશમાં કરવાની શક્તિ પણ ધરાવે છે. તેમને આવી આત્માઓ ની હાજરી ની પણ ખબર પડી જાય છે.

એટલે તમે એમ કહો છો કે એ ફકીર ની બધી ખબર પડી ગઈ છે?

હા તમારી વાત પર થી તો એમ જ લાગે છે. એને ચોક્કસ થી ખબર પડી ગઈ હશે.

તો હવે શુ થશે?

જો એ ફકીરે તમારી બા ને તાવીજ આપ્યું હશે તો એ એની શક્તિ ઓ થી સાધી ને આપ્યું હશે. ને રમાબેન એ તાવીજ પહેરશે પછી આત્મા એમનું કઈ બગાડી નહિ શકે. જો તમે ઇચ્છતા હોવ કે આમ ના થાય તો તમારે એ તાવીજ રમાબેન ને પહેરતા રોકવા પડશે. 

પણ એ શક્ય નથી. કદાચ અત્યાર સુધી તો એ તાવીજ રમાભાભી એ પહેરી પણ લીધું હશે.

તો હવે હું કઈ નહિ કરી શકું. એ તાવીજ ની સામે મારી કે એક સાધારણ આત્માની શક્તિ નું કઈ નહિ ચાલે. 

કોઈ તો રસ્તો હશે ને આનો? કોઈ વિધિ કોઈ તંત્ર?

ના ભરતભાઇ આનો કોઈ તોડ મારી પાસે નથી. તમે મને માફ કરો.

ભરતભાઇ ઉદાસ ચહેરે ત્યાં થી નીકળી ને હવેલી આવી જાય છે.

અરે, તમે વહેલા આવી ગયા? રેવતીબેન ભરતભાઇ ને પૂછ્યું.

હા મને ઠીક નહોતું લાગતું એટલે આવી ગયો.

શુ થયું? ડોક્ટર ને બોલવું?

ના ના એની કોઈ જરૂર નથી. થાક લાગ્યો છે આરામ કરીશ એટલે ઠીક થઈ જશે.

સારું તમે આરામ કરો હું તારે માટે ચા લઈ આવું છું.

હં હં, આમ બોલી ભરતભાઇ પોતાના રૂમમાં ચાલ્યા જાય છે. 

સાંજે જ્યારે જનકભાઈ આવે છે ત્યારે ભરતભાઇ એમને ભૈરવબાબા સાથે થયેલ વાત જણાવે છે. 

ભાઈ હવે આપણે કઈ નહિ કરી શકીએ. મને ડર લાગે છે.

એમાં ડરવા ની ક્યાં જરૂર છે. કઈ વાંધો નહિ આપણે કઈ બીજું વિચારીશું. 

પણ ભાઈ આ પરિસ્થિતિમાં હવે શુ કરાય?

જો ભરત તું આમ ઉદાસ ના થા. અત્યારે હવે આપણે કઈ કરવાની જરૂર નથી. હવે આપણે સમય પર છોડી દઈએ. એજ આપણ ને રસ્તો બતાવશે.

હા હવે તો એજ બરાબર લાગે છે. કદાચ બાળકના આવ્યા પછી કઈ કરી શકાય.

હા હું પણ એજ વિચારું છું. ને જો બા ને કઈ ખબર પડી હશે તો કઈ નહિ થાય એટલે એમની શંકા પણ દૂર થઈ જશે. ને ત્યાં સુધી આપણ ને સમય મળી જશે.

હા ભાઈ એજ બરાબર છે. ને પછી બન્ને ભાઈ પોત પોતાના રૂમમાં ચાલ્યા ગયા.

વાત ખાલી બોલવામાં પુરી થઈ હતી, બન્ને ના મગજ હજુ પણ કઈ થઈ શકે કે નહિ એજ વિચારતા હતા. 

સમય પાંખ લગાવી ઉડવા લાગ્યો. ને આજે માઘ પૂર્ણિમા નો દિવસ આવી ગયો. આજે રમાબેન નો ખોળો ભરવાની વિધિ હતી. હવેલી ને નવી નવેલી પરણેતર ની જેમ શણગારવા માં આવી હતી. હવેલી માં માણસો તો ગણાય નહિ એટલા હતા. સગાંવહાલાં, મિત્રો, ગામના લોકો બધાજ રમાબેન ને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા.

અરે કાના જરા જો તો બા અને રમા ક્યાં છે? હજુ કેમ આવ્યા નહિ? રાઘવભાઈ એ કાનાને કહ્યું.

હા શેઠ હું જોવ છું.

કાનો રમાબેન ના રૂમમાં આવી ને રાઘવભાઈ નો સંદેશો કહેવા લાગ્યો.

કાના તું રાઘવ ને કહે પંડિતજી કહેશે એટલે તરત જ રમાવહુ ને લઈ આવીશું. ને હું આવું છું તું જા.

હા બા. કાનાએ રાઘવભાઈ ને સંદેશો આપવા ચાલી નીકળ્યો.

શારદાવહુ તમે પંડિતજી બોલાવે એટલે તરત જ રમાવહુ ને લઈ આવજો. ને પુની તું પણ સાથે જ રહેજે. હું જાવ છું. ચાલો રેવતીવહુ આપણે મહેમાનો ને જોઈએ.

હા ચાલો બા.

રેવતીબેન અને ગૌરીબા મહેમાનો ની આગતા સ્વાગતા માં પરોવાયા.

રાઘવભાઈ રમાબેન ને લઈ આવો, પંડિતજી એ કહ્યું.

હા પંડિતજી. બા રમા ને પંડિતજી બોલાવે છે.

હા, જાવ રેવતીવહુ રમાવહુ ને લઈ આવો.

હા બા.

રમાબેન આજે સોળે કળાએ ખીલેલી કળી જેવા સુંદર દેખાતા હતા. સ્ત્રી જ્યારે મા બનવાની હોય ત્યારે એનું રૂપ કઈ અલગ જ ખીલેલું હોય છે. એ ની ખુશી એના ચહેરા ને વધુ મોહક બનાવતી હોય છે.

રાઘવભાઈ તો આજે રમાબેન ને જોઈ જ રહ્યા. આજે રમા મેં એને પહેલીવાર જોઈ ત્યારે જેટલી ખુશ દેખાતી હતી એટલી ખુશ આજે દેખાય છે. હે ભોળાનાથ અમારી ખુશી ને કોઈ ની નજર ના લાગે. તું કૃપા રાખજે. રાઘવભાઈ મનોમન ભગવાન ને વિનવી રહ્યા હતા.

રમાબેન ને જોઈ ને ગૌરીબા ની આંખ ભરાઈ આવી. એ મનોમન ભોળાનાથ ને વંદી રહ્યા, હે પ્રભુ તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તારી કૃપા થી આજે આ દિવસ મારે ધરે આવ્યો છે. ભલું થજો એ ફકીર નું જેણે આ તાવીજ આપ્યું. એ પહેરાવ્યા પછી કોઈ મુસીબત રમાવહુ પર આવી નથી. ને જનક કે ભરતે પણ કઈ મુસીબત ઉભી કરી નથી. હે ભોળાનાથ તે ઘરડી મા ની લાજ રાખી લીધી. પ્રભુ આમ જ અમને સાચવી લેજે અને રાઘવ ના બાળક નું રક્ષણ કરજે.

ગૌરી ક્યાં ખોવાયેલી છે?

ગૌરીબા એકદમ ભાનમાં આવી ગયા ને સામે ઉભેલ વ્યક્તિ ને જોઈ રહ્યા.

ગૌરી ક્યાં ખોવાય ગઈ હતી? ભોળાનાથે તને આટલો શુભ દિવસ આપ્યો ને તું કેમ રડે છે?

ચારુ તું? તું આવી ગઈ? બોલતા બોલતા ગૌરીબા તેને ભેટી પડ્યા. એમની આંખમાં થી ગંગા જમના વહેવા લાગી.

અરે પણ તું આમ રડે શુ કામ છે? આજના દિવસે રડાય નહિ. 

હા પણ તને જોઈ ને આંખ ઉભરાઈ આવી. તું એકલી આવી?

ના આ જો રમણ અને તેની પત્ની ભાનું પણ આવ્યા છે. રમણભાઈ અને ભાનુબેને ગૌરીબા ના આશીર્વાદ લીધા. ને આ મારો શિવ રમણ નો દીકરો.

અરે બહુ સરસ. 

ગૌરીબા ની ખુશી સમાતી નહોતી. એમણે જનકભાઈ અને શારદાબેન ને બોલાવ્યા.

જનક જો કોણ આવ્યું છે? 

જનકભાઈ અને શારદાબેને ચારુબેન ના આશીર્વાદ લીધા.

ગૌરીબા બોલ્યા, જનકભાઈ તું ચારુ નો સામાન અને રહેવાની વ્યવસ્થા કરી દે.

હા બા હું કરી દઉં છું. 

ચારુ તું આવી મને બહુ ગમ્યું. ત્યાં પૂજા પુરી થઈ એટલે રાઘવભાઈ અને રમાબેન બધાના આશીર્વાદ લેવા લાગ્યા. 

ગૌરીબા એ રમાબેન ના ઓવરણા લીધા ને આશીર્વાદ આપ્યા.

ચારુબેન તો રમાબેન ને જોતાં જ રહી ગયા. ખૂબ સુંદર લાગે છે.

માસી આશીર્વાદ આપો. રમાબેન નમવા જતા હતા પણ ચારુબેને એને રોકી લીધા અને પોતાના આલિંગન માં લઈ લીધા. દીકરા ભોળાનાથ તને ખૂબ ખુશ રાખે. ને તને અને તારા બાળકને સ્વસ્થ રાખે. 

રાઘવ આજે હું ખૂબ ખુશ છું. ભોળાનાથે તારી મા ની અરજ સાંભળી. ખુશ થા દીકરા. ને ગૌરી હવે હું રાઘવ ના છોકરા ને રમાડયા વગર જવાની નથી.

અરે ચારુ તું અહીં જ રહી જા. બન્ને બેનો ભેગાં થઈ ને રાઘવ ના છોકરા ને રમાળીશું. ને બધાજ હસી પડ્યા. 

આખું વાતાવરણ હર્ષ ઉલ્લાસ નું બની ગયું હતું. ચારેબાજુ લોકો રાઘવભાઈ અને રમાબેન ને આશીર્વાદ આપી રહ્યા હતા. ને આ બધા માટે ગૌરીબા ભગવાન ભોળાનાથ નો આભાર માની રહ્યા હતાં.

ક્રમશ...................