આત્માઓ ત્યાં સુધી કોઈને નુકશાન નથી પોહચાળતી જ્યાં સુધી તેને છંછેડવામાં ન આવે! કેટલાય કિસ્સાઓમાં આપણે આ જોયું છે. અનુભવ્યું છે.
ઘણા ભૂતિયા ઘર,બગલાંઓ કોઈ કોઈ વ્યક્તિ વર્ષોથી રહેતો હોય,તો પણ નુકસાન પોહચાડતા નથી! જ્યારે ઘણી શૈતાની આત્માઓ તો કોઈ મનુષ્યના પડછાયો જોઈને જ ભૂરાંટી થાય છે. પ્રાચીન આત્માઓ પર મનુષ્યનો હદથી વધુ ડખલ અંદાજો થઈ રહ્યો હતો. ઘણી વખત અલગ અલગ ઇશારાઓ દ્વારા ચેતવણીઓ આપવાની કોશિશ થઈ ચૂકી હતી. હવે કોશિશનો સમય પૂરો થયો, શો ટાઈમ શુરું!
****
પુરોહિતની આંખોનો કલર ઘાટો લાલ હતો. તેની અંદર રહેલ આત્માએ તેનો અંગ મરોડયો! તેના હાડકાઓ નો વિચિત્ર અવાજ પણ ખૂબ ભયાનક હતો!
તે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં ફરીથી પ્રવેશ્યો!
બે વ્યક્તિ મમીઓ સાથે કઈ પ્રયોગ કરી રહી હતી! પુરોહિત તેની તરફ વધ્યો!
ચેહરો માસ્કમાં છુપાવી, એપ્રોનમાં બે અધિકારોએ પુરોહિતને પોતની તરફ વધતા જોયો!
"કોણ છો તમે, અંદર કેમ આવ્યા?"
"હું અહીં જ કામ કરૂં છું."
"હોઈ શકે મિસ્ટર, પણ અમારા પણ નિયમ છે. અહીં તમે લેબમાં આવી શકો! પણ આ રીતે કોઈ શંશોધન વિસ્તારમાં નહિ! અહીંના કર્મચારીઓ પણ અહીં આવતા પેહલા પરવાનગી લેવી પડે છે. જ્યારે તમે તો!" તે ગુસ્સાથી લાલ છોડ થઈ ગયો હતો.
"મિસ્ટર, તમે એક મિનિટ બહાર જશો! આ ભાઇથી મારે એક મિનિટ વાત કરવી છે." તેની સાથે ઉભેલા અધિકારીને તેણે કહ્યુ.
અધિકારીએ આંખ વળે ઈશારો કર્યો!
"તમને મારો શું અંગત કામ છે. કે અહીં સુધી આવું પડ્યું?"
તે ક્ષણેક વાર ચૂપ રહ્યો! પછી તેને અટહાસ્ય શુરું કર્યું! જે ખૂબ વિચિત્ર હોવા સાથે સાથે ભયાનક પણ હતો. પુરોહિતની ગરદન રોબોટની જેમ ચારે તરફ ફરવા લાગી! તેની ગરદન અચાનક જિબ્રાની જેમ લાંબી થઈ! આ બધું જોઈ રહેલા અધિકારી ખૂબ જ ડરી ગયો હતો. તે ચીખંતો હતો! પણ તેનો અવાજ રૂંધાઇ રહ્યો હતો. જાણે તેનો અવાજ બહાર નહિ! ફરીથી તેના શરીરના જ પાછો ચાલ્યો જતો! પુરોહિતએ દૂરથી જ તેના બને હાથો લંબાવ્યા! તેના શરીરને સંપર્સતા શરીરમાંથી વરાળ નીકળવા લાગી!
અધિકારીની ચીંખો હમેશા માટે શાંત થઈ ગઈ! તેની બોડી પણ હવે મમીની માફક દેખાવા લાગી! ત્યાં પડેલી મમીઓમાં એક મમી ઉમેરાઈ ગઈ!
ઓરડામાં નીરવ શાંતિ પથરાઈ ગઈ! બીજો અધિકારી આવ્યો, ત્યારે ત્યાં કોઈ નોહતું! બધું જ હેમ ખેમ હતું! ત્યાં વધી ગયેલી મમી પર તેને ખાસ ધ્યાન હજુ આપ્યો નોહતો!
****
ખોજ હજુ થભી નોહતી! કેટલાક પૌરાણિક સીલા લેખો મળ્યા!
તો કેટલાક સ્થભો પર લિપિને કોતરેલી હતી! પુરાતત્વીયો તેને ફોટો ગ્રાફ લઈ રહ્યા હતા. તો બિલોરી કાંચની મદદથી કાંઈ! વાંચવાનું પ્રયત્ન કરી રહ્યા હતા.
"શું દેવ લિપિ છે. જેનું શાસ્ત્રોમાં વર્ણન કરવમાં આવ્યું છે?" પ્રો. વિકટરે કહ્યું.
"કઈ કહી ન શકાય! પણ આ લિપિમાં શબ્દોની સંખ્યા વધારે છે.જે અત્યાર સુધી મળી આવેલી ભાષાઓથી અલગ છે. દેવ લિપિ છે કે નહીં! તે પ્રશ્ન હજું પણ શોધવાનો રહ્યો!" પુરાતત્વીય અધિકારી હસતા હસતા બોલ્યો!
અક્ષત, જીવા! બને ખુશ હતા. બને પ્રાચીન સુરંગ કહો, કે એક પ્રાચીન ખાણ! તેની અંદર જોઈને હકા બકા રહી ગયા હતા. તેને એક ભીત ચિત્ર જોયું! એક પ્રાચીન કપલ્સનું! બને અભિભૂત થઈને જોતા જ રહ્યા!
"જીવા હું ક્ષણને યાદ ગાર બનાવા માંગુ છું."
"અક્ષત હું કઈ સમજી નહિ!"
"આજે તારો જન્મદિન છે. જગ્યા પણ ખૂબ જ ઐતિહાસિક છે. વર્ષોથી આપણે એકબીજાને ઓળખીએ છીએ! આપણે ખૂબ જ સારા મિત્ર છીએ! તારી વાતો, તારી આદતો! મને ખૂબ જ આકર્ષિત લાગે છે. હું તને પ્રેમ કરું છું. જીવા! તું મારી જીવનસાથી બનીશ!" અક્ષતે ગુફાની અંદર જોરથી જીવાનું નામ લીધું! "આઈ લવ યુ જીવા....." અવાજ અથડાઇ હજારો વખત જીવા...જીવા... ગુફામાં ગુંજીવડ્યું!
"ના કહું તો?"
"ના કહીશ તો, આપણે હમેશાથી સારા મિત્રતો હતા." અક્ષતે જીવા તરફ જોયું!
"અને હા કહું તો...." જીવાએ મજાકિયા લયઝામાં કહ્યું.
અક્ષતે આ ક્ષણોને યાદગાર બનાવા એક ક્ષણની પણ રાહ ન જોઈ! જીવાના સુંદર મુલાયમ હોઠો પર હોઠ મૂકી! લયબધ રીતે, પ્રેમની ધૂનમાં ખોવાઈ ગયા.
ક્રમશ