ટીંગ..... શ્રેયા એ જોયું , તેના ફેશબુક પર અંશ જગદેવ ની રિકવેસ્ટ આવી હતી. શ્રેયા એ પેહલા તો , એ રિકવેસ્ટ ને ઇગ્નોર કરી પરતું ફરી વાર અંશે તેને રિકવેસ્ટ મોકલી. આ વખતે શ્રેયા એ તેની રિકવેસ્ટ સ્વીકારી. અને તરત જ અંશે શ્રેયા ને મેસેજ કર્યો કે , 'હું તને ઓળખું છું'.
'તમે , મને કઈ રીતે ઓળખો છો?' શ્રેયા એ તરત જ જવાબ આપ્યો.
'તમને યાદ હોય તોહ, આપણે થિયેટરમાં મળ્યા હતા? આઈ મીન એક બીજા ને જોયા હતા?'
'ઓહ! તું એજ ને , જેના પોપકોર્ન હાથ માંથી પડી ગયેલા?'
'હા હું એજ છું'.
'બાય ધ વે, તું કરે છે શું?'
'હું , અગિયારમાં ધોરણમા અભ્યાસ કરું છું. અને તમે?'
'હું પણ અગિયારમા ધોરણમા અભ્યાસ કરું છું'.
' આમ , એટલે તમે ભુજ ના જ છો ને?'
'હા, પરંતુ તને મારી આઈડી મડી કઈ રીતે?'
'હું જાદુગર પણ છું. કઈ પણ મળી જાય મને'.
'ઓહ! હા..હા.. હા.. જરાય ફની નહોતો'.
'મને તમારી આઈડી મારા સજેશન લિસ્ટ માં મળી'.
'ઓહ! સારું લ્યો, પછી વાત કરીશું, બાય.'
'ઓહકે! બાય'.
આમ, બંને ની આ વાતચીત થવાના એક અઠવાડિયા પેહલા.
"અરે! અંશ તું કોના વિચારો માં ખોવાયેલો છે?" અંશ ના એક મિત્ર અભિષેક એ પ્રશ્ન કર્યો.
"અરે , કંઈ ની યાર જસ્ટ એમ જ". અંશે જવાબ આપતા કહ્યું.
"ના અંશ! જસ્ટ એમ જ તું આમ ખોવાયેલો- ખોવાયેલો તોહ નજ રહે ને?" અંશ ના અન્ય મિત્ર હર્ષ એ કહ્યું.
"અરે , ના એવું કંઈ નથી બ્રો! મને આપણા રિજલ્ટ ની ટેન્શન છે".
"અરે! તને અને રિજલ્ટ ની ટેન્શન? તું તો ટોપર છે. અમે એવરેજ વિધાર્થીઓ છીએ તો પણ , કોઈ જ ટેન્શન નથી". હર્ષ એ જવાબ આપતા કહ્યું.
"હા , પણ હવે શું કરે? છે તોહ છે". અંશ એ કહ્યું.
"ઓહકે! ચાલ તું ઘેર જા, ઓમેય સાંજે છ વાગ્યે મળવા ના છીએ ને? અને હા આરામ કરી લે જે, મગજ શાંત થઈ જશે".
આમ, અંશ તેના ઘેર જવા માટે નીકળ્યો. વિચારોમા ને વિચારોમા જ અંશ અને રસ્તા પર ના થાંભલા વરચે અકસ્માત થયો. બાઈક ને કંઈ પણ નહોતું થયું અને અંશ ને થોડી ઇજા થઈ હતી. અંશ ના એક મિત્ર એ આ જોયું અને તરત તેને હોસ્પિટલ લઈ ગયો. અંશ ના મિત્ર એ અંશ ના માતા- પિતા અને અન્ય મિત્રો ને કોલ કર્યો. અંશ ને થોડું જ વાગ્યું હતું માટે , તરત જ રજા મળી ગઈ.
બે દિવસ ના આરામ બાદ અંશ તેના મિત્રો ને મળવા માટે ગયો.
"અંશ તે અમને સાચું કહ્યું નહીં કે, તું કોના વિચારોમા હતો?" હર્ષ એ પ્રશ્ન કર્યો.
"યાદ છે આપણે થિયેટરમા ફિલ્મ જોવા ગયેલા ત્યારે મારા પોપકોર્ન ઢોળાઈ ગયેલા?"
"હા, તોહ! પોપકોર્ન ઢોળાઈ ગયા એમા શું વિચારવાનું? હું નવા લઈ આપીશ બસ". હર્ષ એ હસ્તા- હસ્તા કહ્યું.
"બે ઓય! લૂખા , લબાળા , ઢીલા , માંદા , નબળા હું પોપકોર્ન ની વાત નથી કરતો".
અંશ અને તેના મિત્રો નવી ગુજરાતી કોમેડી ફિલ્મ જોઈને આવેલા. અને અંશ ને તેના ડાયલોગ્સ ખુબજ ગમેલા માટે , તે એ ડાયલોગ્સ નો અહીં પ્રયોગ કરી રહ્યો હતો.
"હા , તોહ! કોની વાત કરે છે?" હર્ષ એ પ્રશ્ન કર્યો.
"પોપકોર્ન ઢોળાયા ત્યારે , ઓલી છોકરી મારા પર હસ્તી તી ને? તેના થી પ્રેમ થઈ ગયો છે મને".
"ઓય, ફૂલીયા! પ્રેમ? આ પ્રેમ બ્રેમ બધું વ્યર્થ છે. તું રહેવા દે , અને હા એમ માની લે ને કે , ફુલા ઢોળાયા જ નહોતા". હર્ષ એ કહ્યું.
"એ પોપકોર્ન ની પૂંછડી! તું પોપકોર્ન ને જ પકડી બેઠો છે?"
"હા સોરી! પણ પોપકોર્ન નહીં ફુલા".
"હા, ફુલા બસ?"
"હા, તોહ અબ ક્યાં? ફરી ફુલા ઢોળીશ?"
"એય, ફુલા? અહીં મારી લાગી પડી છે ને , તું ફૂલા ને પકડી બેઠો છે?"
"હા સોરી! પણ હું એ છોકરી ને ઓળખું છું".
"કોણ છે બોલ ને?"
"આપણી સ્કુલમા પેહલા ઉન્નતિ અભ્યાસ કરતી ને? એની મિત્ર છે. નામ શ્રેયા છે , અને એફ.બી પર ખાતું પણ છે. મને ખબર હતી કે , આ ભાઈ એના પ્રેમ માં પડ્યા છે. માટે જ, થાંભલાઓ મા હોન્ડાઓ ઠોકી આવે છે".
"આભાર ભાઈ! અને હા બીજી વાર ચાલીશ ને ફુલા ઢોળવા?"
"ફુલા નહીં, પોપકોર્ન બોલ".
આમ, આ હસી અને મજાક વરચે અંશ ને શ્રેયા નું ફેશબુક અકાઉન્ટ મળી ગયું હતું. પરંતુ, પહેલા ત્રણ થી ચાર દિવસો અંશ રિકવેસ્ટ મોકલવા થી ડરી રહ્યો હતો. પરંતુ , હર્ષ ના કેહવા પર આખરે તેણે રિકવેસ્ટ મોકલી દીધી. આમ, આ સ્ટોરી ની શરૂઆત તો ધીમી છે પરંતુ , આવનાર સમયમા ગતિ જરૂર થી પકડશે.
ક્રમશઃ