Love Complicated (4) in Gujarati Love Stories by Parmar Bhavesh books and stories PDF | લવ કોમ્પ્લીકેટેડ (4)

Featured Books
Categories
Share

લવ કોમ્પ્લીકેટેડ (4)

ભાગ- 4


અંતે પરિક્ષા પતાવી ઘરે આવ્યો, રાત હતી.
માધુરી ને મળવાનું બહુ મન થતું રહ્યું પણ સવાર સુધી રાહ જોયા વગર છુટકો જ નહોતો.
સવારે દૂધ લેવા માટે નીકળશે તો કમસેકમ તેને જોઈ તો શકાય એમ વિચારી પાંચ વાગ્યાની એલાર્મ મૂકી સુવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંઘ તો આવવાનું નામ જ નહોતી લેતી.

એલાર્મ વાગતાં પહેલાં જ ઉઠી જવાયું,
હજુ તો સાડા ચાર જ વાગ્યા હતા તો પણ હું ખુરસી રાખી બારી પાસે ગોઠવાઈ ગયો.
રોજ દૂધવાળા ના સમય પહેલાં જ આવી જતી પણ આજે તો દુધવાળાને પણ બેલ વગાડવી પડી.
થોડી વારે દરવાજો ખુલ્યો, આજ એક મહિના પછી હું તેને જોઇસ એ વિચારી મારી ધડકન તેજ થવા લાગી, પણ આજે તે ન આવી. દૂધ લેવા માટે તો તેના મમ્મી આવ્યાં.
હું બહુ નિરાશ થયો
એવું તો ક્યારેય નહોતું બન્યું કે દૂધ લેવા માટે તે ના આવી હોય.
મને અલગ અલગ વિચારો આવવા લાગ્યા
કદાચ તે બીમાર હોય, યા તો, આઉટ ઓફ સ્ટેશન હોઈ.
વિચારતાં વિચારતાં મને ક્યારે ઊંઘ આવી ગઈ ખ્યાલ જ ન રહ્યો.

'બસ એકઝામ પુરી એટલે સુતું રહેવાનું, ભૂલી ગ્યો મારી ફિ આપવાની છે?'
આ એ જ અવાજ હતો કે જે સાંભળવા એક મહિના થી મારા કાન તરસી રહ્યા હતા.
મેં આંખો ખોલી તો તે મારી સામે હતી, મને લાગ્યું હું સપનું જોઈ રહ્યો છું કે સું!
'ના ચિરાગ તું સપનું નથી જોઈ રહ્યો, ખરેખર હું જ છું તારી સામે જો.' કહેતાં એને મારા ગાલ પર ચૂંટી લીધી.

મારા હાથ મારા ગાલ પર જતા રહ્યાં ને ઊંઘ ઊડી ગઈ,
મને ખ્યાલ આવી ગયો કે હું ખરેખર સપનું જ જોઈ રહ્યો હતો.

'ચિરાગ, ઉઠ, ફટાફટ ફ્રેશ થઈને આવી જા નાસ્તો બની ગ્યો છે.'
મમ્મી નો અવાજ આવ્યો.

હું જલ્દીથી નાસ્તો પતાવી માધુરી ના ઘેર ગયો.
'અરે ચિરાગ તું, ક્યારે આવી ગયો? કેવી રહી પરીક્ષા?'
માધુરી એ દરવાજો ખોલતાંની સાથે જ સવાલોનો મારો ચલાવ્યો.
'અરે બેટા એને અંદર તો આવવા દે.' આંટી એ માધુરી ને ટોકતાં કહ્યું.
હું અંદર જઈ ખુરશી પર બેસી ગયો.
'હું થોડી વારમાં આવી.' કહી માધુરી તેના રૂમ માં જતી રહી.

'આંટી, અંકલ નથી દેખાતા!'  મેં પૂછ્યું.
'હા, એ થોડા દિવસ ગામડે ગયા છે, અમુક કામથી.'

'ચિરાગ અહીં આવ તો થોડું કામ છે.' અંદરથી માધુરી નો અવાજ સંભળાયો.
હું અંદર ગયો તો માધુરી એ કહ્યું,  'પેલી સૂટકેસ ઉતારી દેને મારાથી પહોંચાતી નથી.'
મેં ખુરસી પર ચડી સૂટકેસ ઉતારી આપી.
'બેસ મારે તને અમુક વસ્તુ બતાવવી છે.' કહી તે સૂટકેસ ખોલવા લાગી.
હું બેસી ગયો ને તેને જોતો રહ્યો.

સૂટકેસ માંથી એક એક વસ્તુ કાઢી તે મને બતાવવા લાગી.
પોતાના ફોટોગ્રાફ, સર્ટિફિકેટ, મેડલ, એવોર્ડ્સ વિગેરે.
મારુ ધ્યાન તો તેના પરથી હટતું જ નહોતું, હું તો એમજ હામાંહા કર્યે જતો હતો.
અચાનક એક ફોટો નીચે પડી ગયો તેમાં તે કોઈ છોકરા સાથે હતી, હું બરાબર જોઈ ના શક્યો, ફટાફટ ઉઠાવી તે ડાયરી વચ્ચે મૂકતાં બોલી, 'કોલેજ વખત નો છે.'
મેં કંઈ ખાસ ધ્યાન ન આપ્યું.

'આ બધું તમે મને કેમ બતાવો છો.' મારાથી પુછાઈ ગયું.

'કેમ, ફ્રેન્ડ્સ ને ના બતાવાય!.' તે મારી સામે જોતાં બોલી.

'હા, જરૂર, કેમ નહીં.'  મને ખુબ આનંદ થયો કે એમણે મને ફ્રેન્ડ કહ્યું.

'અરે, હું તો ભૂલી જ ગઈ, તું અત્યારમાં અહીં કેમ આવ્યો? કોઈ કામ હતું?'
તે સૂટકેસ બંધ કરતાં બોલી.

'બસ, એમજ, પરીક્ષા બહુ સારી રહી, તમે ખૂબ હેલ્પ કરેલી ને! તો તમને થેન્ક યુ કહેવા માટે.' મેં કહ્યું.

'કેમ! હું ક્યાંય ભાગી જાવાની હતી? અને આમેય થેન્ક યુ થી નહીં ચાલે, નાસ્તો કરાવાનો છે  ભૂલી ગયો?'  તે હસતાં હસતાં બોલી.

'નાસ્તો નહીં જમાડી પણ દઉં, બોલો, ક્યારે જસું?'

'આજે સાંજે, જો તને અનુકુળ હોઈ તો.' કહેતાં સૂટકેસ પાછી રાખવા માટે ઈશારો કર્યો.

'ચાલો, હું તો એની ટાઈમ રેડી જ છું.'  મેં સૂટકેસ રાખતાં કહ્યું.


...


સાંજે નજીકના જ એક રેસ્ટોરન્ટ માં અમે એક ટેબલ પર ગોઠવાયા અને ઓર્ડર આપ્યો.
કોઈ કસું બોલતું નહોતું બંને ચુપચાપ બેઠા હતાં.
હું વિચારી રહ્યો હતો કે સું વાત કરવી!

'હા, તો હવે કહે કેવી રહી પરીક્ષા!, એને પાણીના ગ્લાસ પર આંગળી ફેરવતાં પૂછ્યું.
હું ચમક્યો,
'હેં, હા, બહુ મસ્ત, એમાં પણ અકાઉન્ટ્સ તો એકદમ મસ્ત.'
તેની સામે જોતાં બોલ્યો.
'ઓકે, હવે એ કહે કે સવારે ઘરે કેમ આવેલો?'  તેના ચહેરા પર  આશ્ચર્ય નો ભાવ સ્પષ્ટ હતો.
'કહ્યું તો હતું! બસ એમજ.'  તમને થેન્ક્સ કહેવા.
હું નીચું જોઈને બોલ્યો.

'એ તો તું આખા દિવસમાં ગમે ત્યારે કહી શકે ને તો સવાર સવાર માં કેમ?'

મને સમજાતું નહોતું કે હવે સું કહેવું.
'દૂધ લેવા માટે રોજ તો તમે જ આવતાં પણ આજે તમે દેખાયા નહીં! મને થયું તમે બીમાર...'  મારાથી બોલાઈ ગયું.
તે સાંભળી તેના ચહેરાના ભાવ બદલાયા મને લાગ્યું કે મારે નહોતું બોલવું જોઈતું પણ ત્યાં જ જમવાનું આવી ગયું અને વાત કપાઈ ગઈ.

'તને કેમ ખબર પડી, રોજ હું જ આવું છું! એટલો વહેલો તો તું ઉઠ્યો પણ ના હોઈને.' તેના શબ્દોમાં થોડો ગુસ્સો હોય એવું લાગ્યું..
હું ચૂપ જ રહ્યો, મને લાગ્યું કાચું કપાઈ ગયું!

'મને ખબર છે, મેં નોટિસ કરેલું કે તું મને પહેલા દિવસથી જ રોજ સવારે બારી પરથી જોતો.'
'તને ભણાવતી વખતે પણ તારું ધ્યાન બુક્સ ના બદલે મારા પર વધારે હોતું.ખરું ને!'
'પૂછી સકું કેમ?'  એમણે ઉમેર્યું.

હવેતો મારી હાલત જ ખરાબ થવા લાગી.
સું કહેવું, સું કરવું કંઈ જ નહોતું સમજાતું. હું નીચું જોઈ બેસી રહ્યો.

એમને જ બોલવાનું ચાલુ કરું.
'જો, હું તારા પર ગુસ્સે નથી, ખાવાનું ચાલુ રાખો.
'તારી એઇજ માં આવું બધું થતું રહે, તેને વિજાતીય આકર્ષણ કહેવાય, પણ આપણી જાત પર કંટ્રોલ કરતાં શીખવું પડે. ગમે ત્યાં લપસી ન પડાય.'
'હું તારા જેવડી નથી, અને મારો પાસ્ટ પણ તને ખબર નથી.'
'હા આપણે ફ્રેન્ડ્સ જરૂર બની શકીએ, પણ તારે પ્રોમિસ કરવું પડે કે તું ફ્રેન્ડશીપ નો બીજો કોઈ અર્થ કાઢવાની કોશિશ નહીં કરે.'

હું નીચું જોઈ સાંભળી રહ્યો, કસું બોલવાની હિંમત જ ન કરી શક્યો.


*********