Chhapu in Gujarati Moral Stories by Sanjay R Tarbada books and stories PDF | છાપું

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

Categories
Share

છાપું

રમણિક લાલ ની ટેવ પ્રમાણે આજે છાપું એમનાં ટેબલ પર આવીને પડયું ન હોતુ....રોજ સવારે રમણિક લાલ જેવાં પથારીમાંથી જાગે કે છાપું એમનાં બાજું મા રાખેલા ટેબલ પર અવશ્ય હોય હોય અને હોય જ...એમાં કોઇ શંકા ને સ્થાન રહેતુ નહી...

જો સવારે ઉઠે અને આંખે ચશ્મા ચઢાવ્યા પછી છાપું નજરે ન પડે તો જાણે સવાર એમની ફિક્કી પડી જતી હોય એવું એમનાં હાવભાવ તેમજ ચહેરો બોલી આપતો...

રોજિદા નિત્ય ક્રમ અનુસાર રમણિક લાલ પથારીમાંથી આજે જાગીને બેઠાં છે...બાજુંમા રાખેલા ચશ્મા હાથમાં લઈ ને તે ટેબલ પર છાપું ગોતી રહ્યાં છે...પણ...આ શું છાપું ટેબલ પર હતુ જ નહી....

ગુસ્સા મા રમણિક લાલ અલ્યા જયેશયા કયા મરી ગયો સવાર સવારમાં...

જયેશ એમનો મોટો દીકરો જેની સાથે રમણીક લાલ જીંદગીના ઘડપણના દિવસો મા સહારો મેળવી જીવી રહ્યા હતા..લેકીન....
"બાપ તો આખિર બાપ હોતાં હૈ..."
ભલે ઉંમર લાકડીના ટેકા ઉપર આવીને અટકી હતી.તેમ છતાંય આજે પણ એમનો રુઆબ અને ઓદ્દો એવો જ હતો જેવો પહેલેથી જળવાતો આવ્યો હતો...

પરીસ્થિતિ ઓનો મક્કમ સામનો તેમજ મજબૂત મનોબળ થી રમણીક લાલે ખૂબ અથાગ પરીશ્રમ કરી એમનાં જીવનકાળ દરમ્યાન ઘણી આર્થિક સકળામણ અનુભવી હતી..મેટ્રિક પાસ કરીને ગામ છોડી શહેરમાં પોતે પગભર થવા એક સરકારી નોકરી મા ફરજ નિભાવી પ્રમોશન મેળવી ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા હતા..
નોકરી દરમ્યાન કોઈ લાંચ નહી કે...કોઈની સિફારીશ ચલાવવાની તો ઠીક પણ એવાને તો એમનાં કાર્યાલય મા ઉભાં પણ રહેવા દેતા નહી....

ઘણી ખરી જગ્યા એ ઓળખાણ હોવાં છતાં દીકરા જયેશને રમણીક લાલે એમના હોદ્દો નો દુર ઉપયોગ કરી કોઈની પણ સામે દીકરા માટે સારી નોકરી મળી રહે એવી સિફારીશ કે કોઈની સામે ઝૂક્યા ન હતા...

રમણિક લાલ નો એક જ મંત્ર હતો.....

"જો સફળ થવુ હોય તો જાતે જ પોતાનો રસ્તો કે ચીલો તૈયાર કરીને મક્કમ બની આગળ ધપવુ પડે.."

"બીજાં ના ભરોસે તમે તમારામાં રહેલાં લડાકુ વ્યકિતત્વ ના ગુણ ને હાથે કરી મારી રહ્યા હોઉં છો"
એનો મતલબ એમ એવું રમણિક લાલ કહેતા...

વાત આટલી ચાલી જ છે તો રમણિક લાલ ના સ્વર્ગીય પત્ની મીનાબહેન ની પણ વાત વણી જ લઈએ સાથે સાથે...

એક વિધવા બાઈ સાથે એમની નવજુવાન છોકરી એમનાં દફતરે સરકારી કામ અર્થે પધારેલા...જો કે એ સમયે એમની યોગ્ય માંગણી તેમજ એમને મળતી સહાય મંજુર કરી રમણિક લાલે વિધવા બાઈ ની સાથે સાથે એ નવજુવાન છોકરી ના હૃદય મા પણ ઉતરી ગયેલાં...

બે ત્રણ ધક્કા ની મુલાકાત દરમ્યાન રમણિક લાલ અને મીના બહેન ની આંખો ચાર થતાં બન્ને એકબીજાં ને દિલ સોંપી બેઠેલાં..રમણિક લાલે જરા પણ વિચાર્યા વિના લગ્ન ની વિધિસર રશમ નિભાવી બે ના અંતે એક બન્યા હતા....

મીનાબહેન જયાં સુધી હયાત રહ્યા ત્યા સુધી રમણિક લાલ ની આંખો ખુલે એ પહેલા છાપું એમના પાસે ગોઠવી દેતા...છાપું વંચાયા બાદ રમણિક લાલ એમની દિનચર્યા પતાવતા..

નાહી ધોઈને જેવા કામ પર જવા તૈયાર થાય એટલે ગરમા ગરમ ચા...નાસ્તો...કરાવી એમને ઈસ્ત્રી ટાઈટ કપડા આપી ,સાથે પર્સ અને ટીફીન પકડી ઘરનાં ઝાંપા સુધી મીના બહેન રમણિક લાલ ને છોડવા જતા...

રમણિક લાલ કામ પરથી પરત ફરે એટલે ઝાંપે થી એમનો સામાન પકડી ઘરમાં જેવાં પધારે કે પાણીનો ગ્લાસ હાજર કરી દેતા...એવુ નહોતું કે રમણિક લાલ ને ઘમંડ હતુ એમનાં હોદ્દા નુ પણ આ બધી ટેવ મીના બહેનને જાતે જ પાડી હતી...

ઘણીવાર મીના બહેન પથારીવશ હોય એ અરશામા રમણિક લાલ ઘરનું કામ ઉપરાંત મીના બહેનને દવા ,જમવાનું એમનાં હાથે જ પતાવી ને કામ પર જતાં અને કદાચ તકલીફ વધારે હોય તો રમણિક લાલ ફરજ પર જવાનું પણ ટાળતા...

ખૂબ જ સમજદાર અને એકબીજાં ને સન્માન આપી રમણિક લાલ અને મીના બહેન નો ઘર સંસાર અંત સુધી ચાલતો આવ્યો હતો....

મીના બહેનનાં સ્વર્ગવાસ થયા પછી મીના બહેન એમને યાદ ન આવતા હોય એવું આજદીન સુધી કયારેય બન્યુ નહોતું...

એક પ્રકારનું...રમણિક લાલ ને મીના બહેનનું વ્યસન બની ગયુ હતુ..જે એમના ગયા પછી પણ છૂટવાનું નામ નહોતું લઈ રહ્યુ...

આજે મીના બહેન ની મરણતિથિ હતી..એટલે રમણીક લાલને કહ્યા વિના જ દીકરા જયેશે માતૃશ્રી ને શ્રદ્ધાંજલિ આપવા માટે છાપાં મા બા નો ફોટો અને જાહેરાત છપાવી હતી...

એટલે એ જાહેરાત છાપાં મા છપાઈ ને આવી છે કે નહી એની ખાતરી કરવા માટે જયેશભાઈ એ છાપું જોવાં લીધું હતુ...

બાપુજીની ગર્જના સાંભળી....
જયેશભાઈ થોડો નીચા અવાજે જી બાપુજી બોલો....
મારું છાપું કયાઁ..?
જીભ અચકાતા જયેશ ભાઈ બોલી રહ્યા હતા...
છાપું હાથમાં જ હતુ અને જે પાનાં પર બા ની શ્રદ્ધાંજલિ પાઠવી હતી એ ઈશારામા બતાવી જયેશભાઈ રમણિક લાલ ને ભેટી રડી રહ્યા હતા....

રમણિક લાલ કઠણ કાળજે દીકરા જયેશ ને પોતાનાં ગળે લગાડી મીના બહેન ના દિવાલ પર લાગેલ હસતા ફોટા સામે લાચારી ભરેલ નજરે જોઈ આસુ સારી રહ્યા હતા.....................અંત......

લિ:સંજય તરબદા..."સાંજ"✍✍✍