પ્રકરણ-1
સાંજ નો સમય થઈ ચુક્યો હતો.પીળી લાઇટો ના પ્રકાશ થી મુંબઈ ધમધમતું હતું.એકદમ સોનેરી દેખાતું મુંબઈ સતત ને સતત દોડધામમાં જ રહેતું હતું.રાતનાં સમયે લહેરાતો ઠંડો પવન અને ગાડીયો ના હોર્ન ના અવાજો મુંબઈ ને સતત જાગતું રાખતા હતા.મુંબઈ નો આ નજારો પાર્થ દસ માળની ઉંચી બિલ્ડીંગ પર થી જોય રહ્યો હતો.
પાર્થ આમતો ઘણો કામ માં વ્યસ્ત હોય પણ આજે કોયક ની વાટ એમણે કામ ન કરવા પર મજબૂર કરી રહી હતી.સ્લીવલેસ ટી બેક ટી શર્ટ અને ઘૂંટણ શુધીનુ પહેરેલા લોવર માં પાર્થ થોડો વધારે દેખાવડો લાગતો હતો.એકદમ ટાઈટ પહેરેલા ટી શર્ટ માં પાર્થ ની બોડીના આકારો દેખાય આવતા હતા.એકદમ ગોરો ચટો વાન અને એકદમ ભરાવદાર શરીર પર કોય પણ છોકરીઓ નું દિલ આવી જાય એવું લોભમણું એનું શરીર હતું.
કેટલા દિવસો પછી આજે એને નવરાશ નો સમય મળ્યો હતો.કોયક એવી વ્યક્તિ સાથે આજે એ વાત કરવા માટે ખૂબ ઉતાવળો થઈ રહ્યો હતો અને એજ વ્યક્તિ ની રાહ મુંબઈ નો સુંદર નજારો જોવા માટે પાર્થને વિવશ કરી રહી હતી.
ઘણો સમય વીતી ગયો હતો. જે સમયે મળવાનું નક્કી થયું તેને પુરી બે કલાક થઈ ચુકી હતી પરંતુ હજુ પણ પાર્થ તો કોયક ની રાહ જ જોય રહ્યો હતો.પોતાના કાંડા પર પહેરેલી ઘડિયાળમાં વારંવાર જોય રહ્યો હતો અને કૉફી ની ચૂસકી ચડાવી રહ્યો હતો.
રાહ જોતા જોતા હવે પાર્થ થાકી ચુક્યો હતો એટલે એ સોફા પર જઈને બેસી ગયો .
ત્યાંજ તેની નજર બાલ્કનીના રૂમ તરફ ના દરવાજા પર પડી.ત્યાં બ્લુ રંગ ના હાફ વનપીસ માં એકદમ મોહક એવી અદામાં કોયક યુવતી ઊભેલી દેખાય અને એકદમ પાર્થ સોફા પરથી ઉભો થઇ ગયો.પુરી સાડા પાંચ ફૂટ ની ઉંચાઈ,અને એકદમ ગોરો વાન માં એ થોડી વધારેજ મોહક લાગતી હતી.પગ માં પહેરેલી હાઈ હિલ્સ થી થોડી વધારે જ સોહામણી લાગતી હતી.
ભલભલા આવી સુંદર યુવતી ને જોઈને તેમનામાં મોહી જાય જો કોઈ વધારે જ તેનામાં રસ ધરાવે તો એની નજરમાં એની કાયા વસી જાય એવી તો ગજબની એની સુંદરતા હતી.
જાણે પાર્થ ને વીજળીની શોક લાગ્યો. હોય તેમ એકી ઝટકા સાથે એ સોફા પરથી ઉભો થઈ ગયો અને આશ્રયતા સાથે કહ્યું
તું અહીંયા!
મને કોઈ આઈડિયા જ નહોતો કે તું અહીંયા આવીશ,મને મળવા!
આમતો ઘણો સમય થઈ ગયો છે આપણે નથી મળ્યા તેને......
પલક.... પલક.....પલક....
આ બધું પાર્થ બોલતો તો હતો પણ જાણે એ પણ પલક ને જોઈને આશ્રયમાં જ હતો એતો નક્કી જ હતું.
આ બધું જ જે પાર્થ બોલ્યો એ દિલ થી જ બોલતો હતો છતાં પણ તે જાણે પલક ની નહિ પણ કોય બીજા ની રાહ જોઈતો હોય એવુ લાગતું હતું.
પણ અત્યારે તો બાકી બધા જ વિચારો ને બાજુ માં રાખી પોતાની જાતને પલક માટે સક્રિય બનાવી.
પાર્થ ના સવાલો નો જવાબ દેવા પલક પાર્થ ની નજીક આવી .કોય પણ જાતની બોલાચાલી કે વાતચીત કરિયા વગર જ પાર્થ ને ભેટી પડી.પલક ને જાણે વર્ષો થી આવી નિકટતાની જ જરૂર હોય એમ એકદમ ટાઈટ રીતે પોતાની પકડ થોડી વધારે મજબૂત બનાવી.
પાર્થે પણ પોતાના પ્રતિભાવ મુજબ પલક ને થોડી વધારે પોતાની પકડ માં લીધી જાણે એ પોતાનો બધો જ પ્યાર પલક પર જ રેડી દેવા માંગતો હોય.
પલક હજુ પણ પાર્થ ને ભેટેલી જ હતી અને એ જ સ્થિતિ માં એમણે બોલવાનું શરૂ કર્યું,
પાર્થ તું ખુશ તો છે ને?મને અહીંયા જોઈને!
પાર્થે વધુ ન બોલતા માત્ર હા માં જ જવાબ આપવાનું પસંદ કર્યું અને પોતાની પકડ થોડી વધારે મજબૂત બનાવી.
પાર્થ તને એક સવાલ પૂછું? આટલું બોલતાની સાથે બંને એકબીજાની બાહુપાશ માંથી અલગ પડ્યા.
હા...હા.... પૂછ ને પલક આ પણ કય પૂછવા જેવી વાત છે.
પણ.....
પણ મેંતો તને સવાલ પૂછવાનું ત્રણ વર્ષ પહેલાજ બંધ કરી દીધુ છે છતાં પણ મરાથી નય રેવાય ,તને પૂછી જ નાખું ચાલ. આમ પણ તને મારી નજર ની સામે જોવ છું તું હું મને જ ખોય બેસું છું.
પાર્થ જાણે ફરી પાછો ત્રણ વર્ષ પહેલાના ભૂતકાળ માં ખોવાય ગયો.ત્રણ વર્ષ પહેલાં આવી જ કંઈક રાત
હતી.આવોજ જ ઠંડો પવન હતો,અને આવી જ સ્થિતિ માં ચાર જિંદગીના ના જીવનમા અઢળક સવાલો હતા.કોઈએ કોયક ને પ્રેમ કર્યો તો છતાં પણ તેમણે છુટા થવું પડ્યું તું તો કોયક ને પોતાનો પ્રેમ મળ્યો હતો પણ જે લાગણી ની સાથે મળવો જોયે ,જે રીતે મળવો જોયે એવી રીતો તો ન જ મળ્યો હતો.
એ રાતે સપના કોયક ના વિખેરાય ગયા હતા અને સત્ય તો ક્યાંય દૂર સુધી ફેંકાય ગયું હતું.સત્ય અને સપના ની ચાર જીંદગીઓ અટવાયેલી હતી અને આ સમયે ત્રણ ની જીંદગીમાં બદલાવ ની શરૂવાત થઈ ચૂકી હતી.
ત્રણ વર્ષ પહેલાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી પોત પોતાની જિંદગીમાં ગોઠવાય રહ્યા હતા અને એક એવા અહેસાહની સાથે બધાએ પોત પોતાની કહાની ખૂદ પોતે જ બનાવની શરૂવાત કરી.બધાને એક તો અનુભવ થઈ જ ચુક્યો હતો કે જિંદગી જીવવા માટે સાથ અને સહકાર ની તો બધાને જરૂર પડે છે બસ વિશ્વાસુ ખૂબ ઓછા લોકો ને મળે છે.
ત્રણ વર્ષ પહેલાં લીધેલા નિર્ણય થી બધાજ ખુશ હતા.પાર્થ અને પલક જે રીતે વાતચીત કરી રહ્યા હતા તે પરથી લાગતું તું હતું કે બંને પોત પોતાની જિંદગીમાં ખુશ જ છે.
શુ તું જેની સાથે જીવવા માંગતો હતો તેની સાથે તું ખુશ તો છેને?પાર્થ!
પલક નો આ પ્રશ્ન સાંભળી ને ઘણા સમય સુધી પાર્થ ચૂપ જ રહ્યો.થોડી વાર માટે તો એવું પણ લાગ્યું કે શુ આ સવાલ નો ઉત્તર આપવો યોગ્ય છે?કે નહીં?
પોતાની જાત સાથે ગડમથલ કર્યા બાદ ઉત્તર દેવાનું પાર્થે નક્કી કર્યું...
જો પલક જે છે એ બધુજ તારી સામે છે,તું જોઈ શકે છે કે હું ખુશ છું મારી જીંદગીમાં.
ત્રણ વર્ષ પછી આજે પાર્થ અને પલક મળ્યા હતા તો સવાલ તો એકબીજા પ્રત્યેના રહેવાના જ.બંને વચ્ચે ની લાગણીઓ માં તો કોઈ ઓટ નહોતી આવી પણ હવે પહેલા જેટલી નિકટતા નહોતી.
બંનેએ એકબીજા ને જોય ને આનંદિત તો હતા પણ ઉત્સાહ માં હજુ થોડી ઉણપ હતી. પરાણે એકબીજા સાથે વાત કરી રહ્યા હોય એવા કારણ થી કે મારી વાતો થી સામેની વ્યક્તિ ખુશ છે એવી રીતે બંને એ વાર્તાલાપ ચાલુ જ રાખ્યો.
આમ વાતો કરવાથી કય જ નહીં થાય એમ માની પાર્થ થોડો રિલેક્સ થઈ ને વાત કરવાની શરૂવાત કરે એ પેલા જ એના સ્માર્ટ ફોને અવાજ કર્યો.
આજે આવવા માં થોડું મોડું થશે.તું જમી લેજે,અને હા બીજી વાત રાહ ન જોતો મારી ટાઈમે સુય જજે.
ગુડ નાઈટ....
આ મેસેજ વાંચી પાર્થ ને કય ખબર જ ન પડી કે હવે શુ કરવું?નીતિ પર ગુસ્સે થવું ક પલક ની સાથે બેસીને વાતો કરવી.
મેસજ વાંચી મનેકમને મેસેજ નો જવાબ તો ઓકે કહી ને આપી દીધો પણ એમના મનમાં તો એકી સાથે અનેક વિચારો જન્મ લય ચુક્યા હતા.
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
બ્લેક કલરનું શોલ્ડર કટ હાફ વનપીસમાં નીતિ એકદમ ગોરી લાગતી હતી.કાનમાં પહેરેલા ઝૂમખાં એના ચહેરાની શોભા વધારી રહ્યા હતા તો એના ખુલ્લા વાળ ની એક લટ વારંવાર સરકી ને કપાળ પર આવી જતી હતી.મોબાઈલ માં મેસેજ ટાઇપ કરતી જતી હતી અને વારંવાર પોતાની લટ ને કાનની પાછળ રાખવાનો પ્રયત્ન કરતી હતી.
આખો દિવસ ઑફિસમાં કામ કરીયું હતું પણ તેનો થાક તેના ચહેરા પર જરા પણ નહોતો.
પણ આજે એ થોડી દુઃખી પણ હતી એમણે પાર્થ ને કહ્યું હતું કે સાંજે પાકું આપણે બંને તારા ઘર પર મળીશું પણ એ પૂરું ન થઈ શક્યું.
શારીરિક રીતે નીતિ પાર્થ પાસે નહોતી પણ માનસિક સ્થિતિ એ તો પાર્થ પાસે જ હતી.
પાર્થ તું કેટલી મોકળાશ આપે છે મને, કોય દિવસ કોય પણ જાતનો સવાલ નય બસ પ્રેમ જ કરવાનો, અને તારા આ જ સ્વભાવે મને તારા તરફ આકર્ષિત કરી છે .
મારુ આ દિલ બસ હવે તારું જ થઈ ને રહેશે હંમેશા ની માટે.
મને મારા લીધેલા નિર્ણય પર જરા પણ સક નથી .હું ખુશ છું કારણ કે હું તને ચાહું છું.તારા પ્રત્યે ના મારા આ પ્રેમ માં ક્યારેય ઓટ નહી આવે એની જવાબદારી મારી છે.
આવા અનેક વિચારો ની માયાજાળ માં હવે નીતિ ફસાય ચુકી હતી.
બસ હવે તો પાર્થ જ મારી જિંદગી છે અને તેના થકી જ હું જીવું છું.
પાર્થ દિલથી કહેવાનું મન થઇ ગયું....
આઈ લવ યુ.......
આઈ લવ યુ.....
આમ બોલતી બોલતી નીતિ રસ્તા પર જ પાગલ થઈ ને ફૂદરડી ફરવા લાગી.
ત્યાંજ લાઇટ નું એક્દમ અજવાળું પડ્યું,નીતિના હાથ માંથી પોતાનો ફોન ક્યાંય દૂર સુધી ફાગવાઈ ગયો.આમ અચાનક આવું બનતા નીતિની આંખ મિચાય ગય અને મોમાંથી તીણી ચીસ નીકળી ગઈ. કાર ના દરવાજા સાથે પટકાય ને નીચે પડી ગઈ,પોતાના હાથ લોહીથી રંગાય ગયા.
તેની સામે એક એવી દુનિયા આવીને ઉભી રહી ગઈ જેની કલ્પના પણ નહોતી કરી નીતિ.
કાર ની લાઈટ ચાલુ બંધ ચાલુ બંધ થઈ રહી હતી ,ક્યાંય દૂર પડેલા નીતિ ના ફોન માં રિંગ વાગી રહી હતી.
આજુબાજુ લોકો ની ભીડ વધતા ફોન ની રિંગ નો આવાજ પણ સંભળાતો બંધ થઈ ગયો અને ધીમે ધીમે નીતિ ની આંખ મિચાય રહી હતી.
◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆ ◆
પછીની કહાની હવે પછી ના પ્રકરણ માં.......