Be Pagal - 3 in Gujarati Love Stories by VARUN S. PATEL books and stories PDF | બે પાગલ ભાગ ૩

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બે પાગલ ભાગ ૩


જો તમે આ વાર્તાની વેબ સીરીઝના આગળના બે ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
બે દિવસ વિત્યા. જીજ્ઞા અને પુર્વીની કોલેજનો આજે પ્રથમ દિવસ હતો. કોલેજના પ્રથમ દિવસની શરૂઆત સારી થાય એટલે કોલેજના સંચાલકોએ કોલેજમા એક મોટિવેશન સ્પીચ નુ આયોજન કરેલુ.
વિદ્યાર્થીઓને ખુરસી પર અલગ અલગ ચાર વિભાગમાં બેસાડવામાં આવ્યા . પહેલા વિભાગમાં દરેક વિદ્યાર્થીનીઓ અને બિજા વિભાગમાં અડધે સુધી વિદ્યાર્થીનીઓ ને બેસાડવામાં આવી અને બાકીના અડધા વિભાગમાં અને બચેલા બે વિભાગમાં દરેક વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા. બિજા વિભાગમાં વિદ્યાર્થીનીઓ ની છેલ્લી હરોળમાં જીજ્ઞા અને પુર્વી બેઠા હતાં અને એમની પાછળથી છોકરાઓની લાઈન શરૂ થતી હતી.
જેમ જેમ સમય વિત્યો તેમ તેમ વિધિવત કાર્યક્રમ આગળ વધ્યો. કાર્યક્રમની અનુસુચીમાં જેવો જ સ્પીચ નો સમય થયો એટલે ખાસ વિદ્યાર્થીઓ માટે પધારેલ એવા મોટિવેશન સ્પીકર સંજયભાઈ માઈક પાસે આવ્યા. સંજયભાઈએ દરેકનુ સંબોધન કરી પોતાની વાત સમય સાથે આગળ ધપાવી.
આમ તો તમે બધા હોશીયાર જ છો અને એટલે જ આ સ્ટેજ સુધી પહોચ્યા છો. મારે આજે તમને કોઈ મોટિવેશન નથી દેવુ પરંતુ તમારા અંદર છુપાયેલુ મોટિવેશન બહાર લાવીને આજે મારે અહીંથી કંઈક સીખીને જવુ છે. અને જો તમારી મંજુરી હોય તો હુ તમને થોડા સવાલો કરૂ...સંજયભાઈએ વિદ્યાર્થીઓને કહ્યું .
સામેથી સમુહમાં વિદ્યાર્થીઓનો ઘોંઘાટ સ્વરૂપે હા જવાબ આવ્યો.
ઓકે તો ચાલો પહેલો સવાલ કે પોતાની જાતને જાણવા માટે તમે શું કરશો કેમકે પોતાની જાતને જાણ્યા વગર આ દુનિયામાં કશુ જ સંભવ નથી ...સંજયભાઈ એ સવાલ કરતા કહ્યું.
થોડીવાર તો કેમ્પસમાં અસીમ શાંતિ સ્થપાઈ ગઈ. થોડાક સમય બાદ આખા કેમ્પમાં બેઠેલા ઘણા બધા વિદ્યાર્થીઓમાંથી એક હાથ ઉચો થયો અને હાથ જીજ્ઞાનો હતો.
સાબાસ એક મર્દાની છે કેમ્પસમાં જેમા જવાબ દેવાની હિંમત છે...સંજયભાઈએ જીજ્ઞા માટે કહ્યું.
બોલો દિકરા...સંજયભાઈએ જીજ્ઞાને કહ્યું.
જીજ્ઞાએ પોતાની જગ્યા પર ઉભા થઈ જવાબ આપવાની શરૂઆત કરી...પોતાની જાતને જાણવા માટે અને આત્મજ્ઞાન માટે આ ટેક્નોલોજીના સમયમાં એક જ ઉપાય છે જે આપણા પુર્વજો આપણા માટે મુકીને ગયા છે અને એ છે પ્રાચીન પુસ્તકો...જીજ્ઞાએ સંજયભાઈના જવાબમાં કહ્યું.
કોઈ એવા એકાદ પુસ્તકનુ નામ...સંજયભાઈએ સામે સવાલ કરતા કહ્યું.
સર એવા એકાદ નહીં પરંતુ એક જ એવુ પુસ્તક છે જે વાચ્યા બાદ બીજા કોઈ પુસ્તકને આત્મ જ્ઞાન માટે વાચવાની જરૂર નથી. (કેમ્પમાં બેઠેલ દરેક વ્યક્તિની નજર જીજ્ઞા પર હતી. ) એ પુસ્તક એટલે શ્રી મદ્ ભગવદ્ ગીતા ...જીજ્ઞાએ પુર્ણ વિશ્વાસ સાથે આ જવાબ આપતા કહ્યું.
ઓકે ચલો તમે જે કિધુ એ મે વ્યક્તિગત રીતે માની લીધું પરંતું આ જનરેશન એ ટેકનોલીજીના યુગની છે એ પ્રુફ વગર કોઈ વાતમાં વિશ્વાસ ના કરે. અને જો અહીં હુ વ્યક્તિગત તો તમારી પાસે જાણવા આવ્યો નથી. મારે આ બાકીની બેઠેલા દરેક વ્યક્તિને તમારી આ વાત પર વિશ્વાસ અપાવાનો છે. બાકીના બેઠેલા વિદ્યાર્થીઓ તમે કહો તો હુ આ વાતનુ પ્રુફ આ બેન પાસે માગુ બાકી મને તો એમની વાત પર વિશ્વાસ છે ...સંજયભાઈએ જીજ્ઞાની નીડરતાની પરીક્ષા લેવા માટે જાળ બિછાવતા કહ્યું.
સંજયભાઈ નો આટલો સવાલ થતા જ જીજ્ઞાની આસપાસ બેઠેલા અને કેમ્પસના દરેક વિદ્યાર્થીઓ હસીને, ચીલ્લાઈને અને જીજ્ઞાની મજાક ઉડાવીને બોલવા લાગ્યા કે ભાઈ સબુત તો જોઈએ જ...
ઓકે ઓકે શાંત થઈ જાવ બેન આપણને જરૂર સબુત આપશે. બેન પહેલા તમારૂ નામ જણાવો અને પછી આ બધા ટેકનોલોજીકલ વ્યક્તિઓ ને સબુત આપો...સંજયભાઈએ જીજ્ઞાને કહ્યું.
આટલા ઘોંઘાટથી જીજ્ઞા માટે ગભરાયેલી પુર્વી સામે જોઈને જીજ્ઞાએ જવાબ આપવાની શરૂઆત કરી. જીજ્ઞા પાછળ ફરી અને પોતાની પાછળ બેઠેલા દરેક વિદ્યાર્થીનીઓ સામે જોઈને નિડરતાથી બોલી.
મારૂ નામ જીજ્ઞા ગીરધનભાઈ. આ અહીં જેટલા પણ ટેકનોલોજીકલ વ્યક્તિઓ બેઠા છે એમને હુ જણાવી દઉં કે આપણે હજુ ટેકનોલોજીમાં દુબઈ જેટલી સિધ્ધી પ્રાપ્ત નથી એમ આઈ રાઈટ સર...ખુબજ આત્મ વિશ્વાસ સાથે સંજયભાઈ તરફ જોઈ કહ્યુ. સંજયભાઈ જીજ્ઞાનો આ આત્મવિશ્વાસ જોઈ થોડીવાર ચોકી ગયા કે વિદ્યાર્થીઓ દ્વારા આટલી મજાક ઉડવા છતા પણ જીજ્ઞા સ્થિર અને આત્મવિશ્વાસથી ભરપુર હતી.
જી રાઈટ બેટા...સંજયભાઈએ કહ્યું.
જો દુબઈ આટલુ બધુ વિકસિત થઈને અને પોતે એક મુસ્લિમ દેશ હોવા છતા પણ પોતાના શિક્ષણમાં ભગવદ્ ગીતાને જગ્યા આપતો હોય અને પરિક્ષામા પણ શ્રી મદ્ ભગવદ્ ગીતાના પ્રશ્નો પુછતા હોય તો દુનિયામાં એનાથી મોટુ પ્રુફ તમારા માટે બીજુ શુ હોઈ શકે ...જીજ્ઞાએખુબજ સરસ રીતે મજાક ઉડાવનાર ટેકનોલોજીકલ માણસોને જવાબ આપતા કહ્યું.
જીજ્ઞાનો આ જવાબ સાંભળી ત્યા બેઠેલા દરેક વ્યક્તિઓ ચોકી ગયા અને સંજયભાઈ તો જીજ્ઞાના આ કોન્ફીડન્સ લેવલને જોઈને ખુબ જ ખુશ હતા. આ લેડી મર્દાની માટે ખુબજ જોરથી તાળીઓ થઈ જાય ... સંજયભાઈ ખુશ થઈને બોલ્યા.
આખા કેમ્પમાં તાળીઓનો ગળગળાટ હતો અને હા કેમ્પસમાં ખાલી સંજયભાઈ જ એક એવા વ્યક્તિ નહોતા જે જીજ્ઞાના આ અંદાજથી ખુબ જ ખુશ હતા. આ કેમ્પસ હજુ એક પાગલ એવો હતો જે જીજ્ઞાના આ બેબાક અંદાજથી ખુબ જ પ્રભાવિત થયો હતો. અને એ બિજો કોઈ નહી જીજ્ઞાની પાછળની ત્રણ હરોળ છોડીને ચોથી હરોળમાં બેઠેલો અને અેના આગળના વ્યક્તિનુ માથુ સાઈડમાં હટાવીને જીજ્ઞાને નિહાળનારો આપણી કહાનીનો બીજો પાગલ રુહાન હતો. રુહાનની એક બાજુ મિત્ર રવિ બેઠો હતો અને બીજી બાજુ ૯૫ કિલોનો મિત્ર મહાવીર એટલે કે જાડિયો બેઠો હતો.
વાહ મારી આખી લાઇફમાં મે પહેલી વાર મારા જેટલી બિન્દાસ અને બેબાક છોકરી જોઈ છે... ફરીથી આગળ વારા વ્યક્તિનુ માથુ વચમાં આવતુ હોવાથી પોતાના હાથ વડે હટાવતા અને ઉભેલી જીજ્ઞાને જોવાના પ્રયાસ કરતા રુહાને પોતાના મિત્રો ને કહ્યું.
શાંતિ રાખને ભાઈ બેસવા દેને નહિતર કમ્પલેન કરૂ છું...આગળ બેઠેલો વ્યક્તિ બોલ્યો.
રુહાને પોતાનો હાથ લઈ લીધો સાલા સરકારને દેશમાં ન થતા કામ વિષે કમ્પલેન કરને મને કરવાથી કંઈ ફર્ક નહીં પડે અને કાલથી આમ આઘુ બેસજે વચમાં બેસી ગ્યુ છે સુરપંખાનુ ભત્રીજુ સાલુ... રુહાને કહ્યું.
ભાઈ તુ શાંતિ રાખ ઘોરણ ૧૨ માં પણ તને આમ જ તારા જેવી ૧૨ બેબાક છોકરીઓ દેખાઈ હતી ...રવિએ આટલુ કહ્યું ત્યારે તેને અટકાવતા રુહાન બોલ્યો એ ભાઈ જબરજસ્તી ૧૨-૧૨ નુ રાઈમીંગ કરીને આમ તુ મારો રેકોર્ડ ના બગાડ ૧૩ હો ભાઈ ...રુહાને કહ્યું.
હા ભાઈ ૧૩ તો આમ ૧૩ સાથે બ્રેકપ કર્યા બાદ પણ હજુ તારો રેકોર્ડ થોભાવાનુ નામ નથી લેતો...રવિએ કહ્યું.
રેકોર્ડ તો હવે ગીનીસબુકના પાને ચડીને જ રોકાશે શુ કહેવુ ભાઈ...મહાવીરે રુહાનને કહ્યું.
ના યાર એ 13 મા અને આમા ઘણો ફર્ક છે આને તો એની છાપ જવાબ આપીને કોલેજમાં છોડી દીધી છે હવે આપણે પણ એકાદા સવાલનો જવાબ આપીને કોલેજને અને જીજ્ઞાને બતાવવુ પડશે કે રુહાનભાઈ ઈઝ હિલેરી...રુહાન તુટેલા ઈંગ્લિશ સાથે બોલ્યો. એ ભાઈ હિયર આવે હિલેરી નહીં ...મહાવીર રુહાનનુ ઈંગ્લિશ સુધારતા બોલ્યો. હા ભાઈ હવે મારે ફિલ્મ ડાયરેક્ટર જ બનવાનુ છે ડોક્ટર નહીં ...રુહાને કહ્યું.
ઓકો ઘન્યવાદ જીજ્ઞા હુ બસ ખાલી તમારા આત્મવિશ્વાસની પરીક્ષા જ લઈ રહ્યો હતો અને એમા તમે 100% ખરા ઉતર્યા બાકી તમારો જવાબ એકદમ સાચો છે. દરેક વ્યક્તિએ પોતાની જાતને જાણવી જરૂરી છે અને એમા તમને ખુબ જ મદદરૂપ થશે શ્રી મદ્ ભગવદ્ ગીતા. (વાચનાર માટે. સાહેબ ભગવદ્ ગીતા એકવાર જરૂર વાચી જુઓ આપોઆપ તમારૂ આત્મબળ વધી જશે. ) દરેક વિદ્યાર્થીઓએ જરૂર વાચવી જોઈએ કેમકે દરેક સફળ વ્યક્તિઓમા જો કોઈ એક કોમન પોઈન્ટ હોય તો એ છે ભગવદ્ ગીતા...સંજયભાઈએ વિદ્યાર્થીઓને મોટિવેશન આપતા કહ્યું.
હવે હુ તમને લાસ્ટ અને ખુબજ મહત્વનો સવાલ પુછીસ અને એનો જવાબ એ જ વ્યક્તિ આપે જેને 100% સાચો જવાબ ખબર હોય. જો તમારો જવાબ ખોટો પડ્યો તો હુ એને બધા વચ્ચે સજા આપીશ. તો સાંભળો સવાલ. કયુ એવુ પુસ્તક છે કે જેને પુરે પુરૂ વાચી લ્યો અને સમજી લ્યો તો આ દુનિયાની કોઈ તાકાત નથી જે તમને સફળ થવાથી રોકી શકે...સંજયભાઈએ સવાલ કરતા કહ્યું.
સંજયભાઈની સજાની ઓફર્સના કારણે આખા કેમ્પમાં ખાલી બે જ હાથ આ જવાબ માટે ઉચા થયા. અને એ આપણી કહાનીના હિરો અને હિરોઈનના જ હતા.
બે હાથ નિચે લઈલે મને 100% ખબર છે કે તને આનો જવાબ નહીં આવડે ભાઈ આમા ઇમ્પ્રેશન પડવાને બદલે તારી આબરૂની ચટણી થઈ જશે...રુહાનને ચેતવતા રવિ બોલ્યો.
અભી તો તિર નિશાને પે જા કર હિ લગેગા તુ દેખ. ભાઈ આપણુ પણ આત્મબળ કંઈ જીજ્ઞાથી ઓછુ નથી...રુહાને કહ્યું.
મરશે ગબ્બરનો સાંભો...મહાવીરે મનમાં કહ્યું.
બોલો જીજ્ઞા...સંજયભાઈએ કહ્યું.
જીજ્ઞા જવાબ દેવા જાય એની પહેલા જીજ્ઞાને અટકાવતા રુહાને સંજયભાઈને કહ્યું. સર અમને પણ મોકો આપો.
ઓહ સોરી તમે પણ છો આપણા ગુજરાતના આઈ. જી. ના દિકરા રાઈટ...સંજયભાઈએ કહ્યુ.
યસ સર...રુહાને કહ્યું.
તને તારા જવાબ પર 100% વિશ્વાસ છે ને બેટા જો ખોટો જવાબ મળ્યો તો સાચેજ સજા મળશે.
મને મારા જવાબ કરતા પણ વધારે ભરોસો મારા પર છે સર...રુહાને કહ્યું.
ઓકે તો બોલો જવાબ...સંજયભાઈએ કહ્યું.
સર એ બુક કે પુસ્તક એ આપણે પોતેજ છીએ જો પોતાની જાતને વાચી લઈને તો બિજુ કઈ વાચવાની જરૂર નથી...રૂહાને જવાબ આપતા કહ્યુ.
એક્સલેન્ટ જવાબ બેટા બિલકુલ સાચો જવાબ છે તાળીઓ થઈ જાય આ ભાઈ માટે શુ નામ તમારૂ ...સંજયભાઈએ કહ્યું.
રુહાન...રુહાને પોતાનુ નામ આપતા કહ્યુ.
ઓકે થેન્કયુ જીજ્ઞા અને રુહાન તમે તમારી જગ્યા પર બેસી શકો છો. તો આમ તમારી અંદર અને તમારુ આજુ બાજુમાં ઘણુ બધુ મોટિવેશન છુપાયેલુ છે બસ એને શોધતા શિખી જાવ તમારે ક્યારેય કોઈ પણ મોટિવેશન સ્પીકરની જરૂર નહીં પડે. ઘન્યવાદ જય હિંદ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.
તાળીઓના ગડગડાટ સાથે સંજયભાઈએ પોતાની સ્પીચ પુરી કરી.
તાળી પાડતા રવીએ રુહાનને સવાલ કર્યો...ભાઈ આટલો ખતરનાક જવાબ. જ્યા સુધી હુ તને ઓળખુ છુ ત્યા સુધીમાં તો તારા દિમાગની આ કેપેસિટી નથી.
સામાન્ય વસ્તુ છે યાર વ્હોટ્સએપ ના વાચેલા સુવિચાર કામમાં આવી ગ્યા. હજુ કાલે જ તો આ સુવિચાર વાચ્યો હતો કે પોતાની જાતને વાચો એના કરતા મોટુ કોઈ પુસ્તક નથી આ દુનિયામાં.

B.s.c ના પ્રથમ વર્ષની ભણાવાની શરૂઆત થઈ. જીજ્ઞા અને રુહાનના ક્લાસમાં આજે પ્રોફેસર દ્વારા ફિઝિક્સ નામના વિષયની ભણાવવાની શરૂઆત થઈ. ભણાવાની શરૂઆત ના ૨૦ મિનિટ પસાર થતા જ અમુક પુર્વી અને રવી જેવા વિદ્યાર્થીઓને છોડતા દરેક વિદ્યાર્થીઓ કંટાળા સાથે ઘનઘોર યુધ્ધ લડી રહ્યા હતા. કંટાળાને કારણે દરેક વિદ્યાર્થીનીઓનુ ધ્યાન અલગ અલગ પ્રવૃતિઓમાં ડૂબવા લાગ્યુ. કોઈ વિદ્યાર્થી પોતાની ફિઝિક્સની બુકમાં જોક્સની બુક મુકીને છાનો-માનો વાચી રહ્યો હતો તો કોઈ બુકમાં આપેલા વ્યક્તિઓના ચિત્રની દશા અને દિશા બંન્ને બદલાવી રહ્યો હતો. અને આવો જ હાલ પાછળની બેન્ચે ખુણામા બારી પાસે બેઠેલા મહાવીર અને તેની પાસે બેઠેલા રુહાનનો હતો. રવી રુહાન અને મહાવીરની આગળની બેન્ચે બેઠો હતો અને તેનુ પુરૂ ધ્યાન ભણવામાં હતુ અને તેની પાછળ બેઠેલા મહાવીર અને રુહાન બંન્ને ઘોર નિંદરના સામ્રાજ્યમાં ડુબી ગયા હતા. રુહાન અને રવીની બાજુની બેન્ચ પર જીજ્ઞા અને પુર્વી બંન્ને બેઠા હતા. પુર્વીનુ ઘ્યાન ભણવામાં હતુ અને જીજ્ઞાનુ ધ્યાન પોતાની નોટબુકમાં કાર, ઘર વગેરે જેવા ચિત્રો દોરીને સમય પસાર કરવામાં હતુ.
કોલેજનો પ્રથમ દિવસ હોવાથી કોલેજના પ્રિન્સિપાલ દરેક ક્લાસરૂમની વીઝીટ પર નિકળે છે કે પ્રથમ દિવસની વિદ્યાર્થીઓની ભણવાની શરૂઆત કેવી ચાલી રહી છે. તકલીફ એ હતી કે આ બાજુ પ્રિન્સિપાલ દરેક કલાસરૂમ જોતા જોતા બી.એસ.સી ના ક્લાસરૂમ તરફ આગળ વધી રહ્યાં હતા અને તમે તો બી.એસ.સી ના ક્લાસરૂમની હાલત જાણો છો કે ઘણાબધા વિદ્યાર્થીઓ સુતા છે અને ઘણાબધા સમય પસાર કરવા અલગ અલગ ઈતર પ્રવૃતિઓમાં પરોવાયેલા છે. ખુણાની બારી પાસેની બેન્ચ પર રુહાન અને મહાવીર ઘસઘસાટ ઉંઘી રહ્યા છે અને આ બાજુ પ્રિન્સિપાલ ધીરે ધીરે બી.એસ.સી ના ક્લાસરૂમ તરફ આગળ વધી રહ્યાં છે. કોલેજના પ્રથમ દિવસે જ જો પ્રિન્સિપાલ આ દ્રશ્ય જોઈ જાય કે પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓ સુતા છે તો સાહેબ પરિસ્થિતિ જોવા જેવી થાય અને કદાચ એવુ જ થવાનુ હતુ કેમ કે પ્રિન્સિપાલ બી.એસ.સી ક્લાસના દરવાજે થી દસ કદમ જ દુર હતા. ક્લાસમાં આગળ બેઠેલા વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ સરને જોઈને આજુ બાજુમાં સુતેલા વિદ્યાર્થીઓ અને ઈતર પ્રવૃત્તિમાં પરોવાયેલા વિદ્યાર્થીઓને સાવધાન કરી દે છે. પરંતુ આ સાવધાનીના મેસેજની જાણકારી હજુ સુધી પાછલી બેન્ચે પહોચી નથી એટલે ત્યા હજુ સુધી રુહાન અને વૈભવ સુતા જ હતા. પ્રિન્સિપાલ ક્લાસરૂમનાં દરવાજા પાસે જેવા પહોચે છે ત્યા જીજ્ઞા તેમને જોઈ લે છે અને પ્રિન્સિપાલ આગળ વધીને રુહાન અને વૈભવની બેન્ચ પાસેની બારીએ પહોચે અને તે લોકોને સુતેલા જોઈલે એ પહેલા જીજ્ઞા રુહાનને પોતાના પગમાં પહેરેલુ શુઝ પોતાના પગ દ્વારા રુહાનના પગ પર મારે છે. રુહાન શુઝ વાગવાને લીધે ફટાક લઈને ઉઠી જાય છે અને એકદમથી જીજ્ઞા સામે જોવા લાગે છે. જીજ્ઞાને પોતાની આખના ઈસારા વડે રુહાન પુછે છે કે શુઝ કેમ માર્યુ ? એટલે સામે જીજ્ઞા પણ રુહાનને ઈસારા દ્વારા બારી તરફ જોવાનુ કહે છે. રુહાન જેવો જ બારી તરફ જુએ છે ત્યા પ્રિન્સિપાલ બારી પાસે પહોચી જાય છે અને એકદમથી મહાવીરને જગાડવા જતા રુહાનને પ્રિન્સિપાલ આખોના ઈસારા વડે ન જગાડવાનો હુકુમ ફરમાવે છે. આ બાજુ જીજ્ઞા રુહાનને જગાડ્યા બાદ પોતાની બુકમાં આગળ પ્રોફેસર સાહેબે જે બોર્ડમા લખાવ્યુ હતુ તે લખવા માંડે છે.
આ તરફ પ્રિન્સિપાલની મનાઈ બાદ રુહાન પોતાની બુકમાં ધ્યાન રાખીને બાકીના વિદ્યાર્થીઓની જેમ વાચવાની એક્ટિંગ કરવાની સાથે મનમાં બોલ્યો " આજે ૮૦ એ ૮૦ કિલોની ધુલાઈ થવાની છે ગ્યો મહિસાસુરનો ભત્રીજો.
આગળ ભણાવતા પ્રોફેસર પણ પ્રિન્સિપાલને જોઈએ ભણાવવાનુ બંદ કરીને થનારી ઘટનાને જોવા લાગ્યા. દ્રશ્ય કંઈક એવુ હતુ મહાવીર હજુ ઉંઘમાં જ હતો અને તેના ઉપર કાળની જેમ પ્રિન્સિપાલનો ગુસ્સો સવાર હતો. પ્રિન્સિપાલ આગળ બેઠેલા વિદ્યાર્થી પાસે પાણીની પ્લાસ્ટિકની ખાલી બોટલ માંગે છે. વિદ્યાર્થી બોટલ આપે છે અને એ બોટલ પ્રિન્સિપાલ લઈને જોરથી મહાવીરની પીઠ પર મારે છે અને મહાવીરનુ રિએક્શન કઈક એવુ હોય છે કે જ્યારે મહાવીર સ્વપ્નમાં યુધ્ધ લડતા લડતા બહાર આવી ગયો હોય એમ એકદમ ઉભો થઈને સામે કોણ છે એની પરવા કર્યા વગર જ...
કોણ છે એની સાસુ ને ગરમાં ગરમ ભીંડી આટલુ બોલતા જ તેની આખોની સામે પ્રિન્સિપાલની લાલ થયેલી આખો અને આખા પ્રિન્સિપાલ જોઈને જાણે મહાવીરનો ગુસ્સો અને એનુ વાક્ય બંને યુ-ટર્ન લઈલે છે અને વાક્ય જાણે એની સાસુને ગરમાં ગરમ ભીંડી મારૂની જગ્યાએ એની સાસુને ગરમા ગરમ ભીંડીનુ શાખ ખવરાવુ એવુ બની જાય છે અને છેલ્લા શબ્દો દબાયેલા અવાજે બોલે છે.
ના ના જે બોલતો હોય તે બોલને બેટા...પ્રિન્સિપાલ ગુસ્સા સાથે બોલ્યા.
સોરી સર ભુલ થઈ ગઈ હવેથી નહીં થાય ...માફીના સ્વર સાથે મહાવીરે કહ્યું.
માફી માફી માફી તેરી ગલતી કે લીયે નહીં હૈ કાફી...બેટા એક મિનિટ... કહી પ્રિન્સિપાલ સાહેબ ક્લાસમાં અંદર આવવા માટે ક્લાસરૂમનાં દરવાજા તરફ આગળ વઘ્યા.
ટોપા તે મને જગાડ્યો કેમ નહીં સાલા પાકિસ્તાની... મહાવીરે ગુસ્સા સાથે રુહાનને કહ્યું.
બે તુ જોયા જાણ્યા વગર ના બોલ અને હા તે મને પાકિસ્તાની શુ જોઈને કહ્યો... રુહાને સવાલ કરતા મહાવીરને કહ્યું.
દગાબાજ લોકો પાકિસ્તાનમાં જ જન્મે અમારા આ મહાન દેશમાં નહીં ...મહાવીરે રુહાનને કહ્યું.
જો સાંભળ મારા ભાઈ હુ તને જેવો જગાડવા ગયો ત્યા...રુહાનના આટલુ બોલતા જ પ્રિન્સિપાલ અંદર ક્લાસમાં પ્રવેશી જાય છે અને મહાવીરને આગળ આવવા પોતાના હાથના ઈસારા દ્વારા કહે છે.
મહાવીર આગળ જાય છે.
મને પુરે પુરી જાણ છે કે આ એક જ મહાન વ્યકિત નહોતો જે આ કલાસમાં મહાનતાભર્યુ કાર્ય કરી રહ્યો હતો બીજા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા પરંતુ તે પોતાના મિત્રોના કારણે બચી ગયા અને આમને મિત્રનો સાથ સહકાર ન મળ્યો એટલે આ ભાઈ ફસાઈ ગયા... પ્રિન્સિપાલ સર વ્યંગ કરતા બોલ્યાં.
મિત્રના સહકારની વાત સાંભળીને મહાવીરની ગુસ્સેલ નજરો દ્વારા ફરીથી રુહાન પર હમલો થયો
તમે બહાર જઈને કેમ્પસમાં મુર્ઘા બનો થોડીવારમાં તમારા બીજા બે ત્રણ સાથીઓને મોકલુ છુ. જાવ દિકરા આજે પહેલો દિવસ છે એટલે આટલાથી કામ બની જશે હવે જો આવી રીતે પકડાયા તો ડાયરેક્ટ એલ સી હાથમાં પકડાવી દઈશ...પ્રિન્સિપાલ સરે કહ્યું.
જો આજ પછી કોઈને સુતા હુ જોઈ ગયો તો એને એલ સી તો આપીશ પણ પહેલા આ વિદ્યાર્થીની જેમ મુર્ઘો બનાવીશ અને બધી કોલેજની દિકરીઓને આ દ્રશ્ય બતાવીશ. મને ખબર છે કે તમને તમારી આબરૂ કેટલી વહાલી છે. અને હવે વાત બીજા ગુનેગારોની. જો આ કોલેજ જરૂર છે પણ ભણતી વખતે ભણવાનુ જ ત્યારે તમારે તમારૂ કોલેજીયનપણુ દેખાડવાની જરાય પણ જરૂર નથી ઠિક છે. હવે આજે આ સરે જે કઈ પણ બોર્ડ પર લખાવ્યુ છે તે ન લખ્યુ હોય તે સ્વેચ્છાએ ઉભા થઈ જાય જો પછીથી પકડાયા તો આઈ પ્રોમીસ તમારા હાથમાં તમારૂ એલ. સી હશે...પ્રિન્સિપાલ ઘમકી આપતા બોલ્યા.
( આ અનુભવ કદાચ તમારી સાથે પણ થયો હશે) એલ સી ની ઘમકી સાંભળી ચાર-પાચ વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ઉભા થયા પરંતુ રુહાન હજુ સુધી પોતાની જગ્યાએ બેઠો હતો અને રુહાને પણ કંઈ લખ્યું નહોતુ. જીજ્ઞાએ પણ પહેલા કઈ નહોતુ લખ્યું પરંતુ પ્રિન્સિપાલ જ્યારે આવ્યા અને મહાવીરને સજા આપી એટલા સમયનો ઉપયોગ કરીને જીજ્ઞાએ બોર્ડમાં લખેલુ પોતાની બુકમાં ઝડપથી નઠારા અક્ષરો સાથે લખી નાખ્યું હતું.
તે બધા વિદ્યાર્થીઓ ને બહાર મહાવીર પાસે કેમ્પસમાં મુર્ઘા બનાવી કોલેજની દરેક છોકરીઓ જોઈ શકે એ રીતે ગોઠવી દિધા હતા.
જીજ્ઞા સામે રુહાનની આબરુ ન જાય એવા ખ્યાલથી પ્રિન્સીપાલની ઘમકી હોવા છતાં ન ઉભો થવાનો સાહસ કરનાર રુહાનના મનમાં એક જ ડર હતો કે પ્રિન્સિપાલ સર લખેલુ ચેક ન કરે અને થયુ પણ કઈક એવુજ.
સર તમે છેલ્લા પાર્ટમા ચેક કરી લ્યો હુ આ વચલા પાર્ટમા ચેક કરી જોવુ એટલે આપણને ખબર પડે કે આ દરેક સાચુ બોલે છે કે પછી આપણને બનાવે છે ...પ્રિન્સિપાલે પ્રોફેસરને કહ્યું.
પ્રોફેસરે છેલ્લા પાર્ટમાં ચેક કરવાની શરૂઆત કરી અને પ્રિન્સિપાલે વચલા પાર્ટમાં ચેક કરવાની શરૂઆત કરી. અને આ બાજુ બચેલા પહેલા પાર્ટમાં બેઠેલા રુહાનના શરીરની ચારેય દિશામાંથી પરસેવો વહેવા લાગ્યો અને આ સંકટમાં રુહાનનુ મગજ પણ કામ કરતુ બંદ થઈ ગયુ.
બંન્ને પાર્ટનુ ચેકિંગ પુર્ણ થયુ અને છેલ્લે જીજ્ઞાની નોટબુક જોઈને જેવા જ પ્રિન્સિપાલ સર પાસેના અને બાકી રહેલા પાર્ટની છેલ્લી બેંચે બેઠેલા રુહાનની નોટબુક જોવા જાય છે ત્યાજ પ્રિન્સિપાલ સરને કોલેજનો પટ્ટાવાળો બોલાવા આવે છે અને પ્રિન્સિપાલ એ પાર્ટ ચેક કરવાનુ પ્રોફેસરને કહિને જતા રહે છે અને ત્રીજા પાર્ટથી રુહાનના પાર્ટે પ્રોફેસર પહોચે એ પહેલા છાનાછુપીથી જીજ્ઞા રુહાનને બચાવવા પોતાની લખેલી બુક રુહાનની બેન્ચ પર ફેકીને રુહાનને એકવાર ફરીથી બચાવી લે છે. રુહાન જીજ્ઞાનુ લખેલુ પ્રોફેસર સરને બતાવીને પોતાનો બચાવ કરી લે છે અને રાહતનો શ્વાસ લે છે.
ક્લાસ પુર્ણ થાય છે. જીજ્ઞા અને પુર્વી બંન્ને કોલેજની લોબીમાં ચાલતા ચાલતા કેન્ટીન તરફ જઈ રહ્યા હતા ત્યા પાછળથી એક અવાજ આવ્યો.
હેલ્લો જીજ્ઞાજી એક મિનિટ પ્લીઝ...જીજ્ઞા તરફ રવી સાથે દોડીને આવતા રુહાને કહ્યું.
યસ બોલો...જીજ્ઞાએ રુહાનને કહ્યું.
થેન્કસ પ્રિન્સિપાલ સરથી બચાવવા માટે અને હા બાય ધ વે હુ રુહાન અને આ મારો ફ્રેન્ડ રવી...રુહાને હાથ મિલાવવા માટે જીજ્ઞા તરફ હાથ લંબાવતા કહ્યું.
બે હાથ જોડીને નમસ્તે હુ જીજ્ઞા અને આ મારી ફ્રેન્ડ કમ બહેન પૂર્વી.
કેમ તમે મુસ્લિમ સ્ટુડન્ટ સાથે હાથ નથી મિલાવતા... જીજ્ઞાને સવાલ કરતા રુહાને કહ્યું.
એક મિનટ હુ હાથ મિલાવતા પહેલા એટલુ બધુ નથી વિચારતી અને હા મારા મમ્મીના એક મુબોલા ભાઈ છે જે મુસ્લિમ છે એટલે નાનપણથી જ મારી મમ્મીએ મને હિંદુ મુસ્લિમ ન બનતા હિન્દુસ્તાની બનવાનુ વધારે શિખવ્યુ છે. આતો હુ તને ઓળખતી નથી એટલે મારે તારી સાથે વધારે ફ્રેન્ડલી ન થવુ જોઇએ એટલે...જીજ્ઞાએ રુહાનનો જવાબ આપતા કહ્યું.
તો જરૂર મને પ્રિન્સપાલસરથી બચાવવા માટેનુ પણ કંઈક કારણ તો હશે જ ?...રુહાને કહ્યું.
કારણ માત્ર એટલુ જ છે કે આજે સવારના સેમિનારમાં મને એવુ લાગ્યુ કે આ કોલેજમાં કોઈ તો મારા જેવુ પાગલ છે કે જેના પાસે જીંદગીની પરીક્ષા ના સવાલોના જવાબ છે. એટલે મને એમ થયુ કે એક પાગલને બીજા પાગલની મદદ જરૂર કરવી જોઈએ અને લખ્યું તો પહેલા મે પણ નહોતુ...જીજ્ઞાએ રુહાનને જવાબ આપતા કહ્યુ.
મતલબ આપણે ફ્રેન્ડસ બની શકીએ રાઈટ...રુહાને કહ્યું.
ઓહ ભાઈ એટલા પણ ફાસ્ટ ના બનો હજુ આપણા વચ્ચે એટલી પણ સારી ઓળખાણ નથી કે આપણે ફ્રેન્ડસ બની શકીએ...જીજ્ઞાએ કહ્યું.
કોઈ વાંધો નહીં ફ્રેન્ડ ના બની શકીએ તો કાઇ નહીં પણ તુ તારા મમ્મીની જેમ મને ભાઈ તો ના બનાવ...રુહાને જીજ્ઞાને કહ્યું.
ઓકે સોરી ભાઈ નહીં કહુ. અત્યારે અમારે કેન્ટીંગમાં જવુ છે એટલે ફરીથી ફ્રેન્ડશીપનુ ઓડિશન દેતા રહેજો સારૂ કામ લાગશે તો જરૂર તમારી અરજી માન્ય રાખીશુ...આટલુ બોલી જીજ્ઞા અને પુર્વી કેન્ટીન તરફ આગળ વધે છે અને ચાલતા ચાલતા રુહાન જીજ્ઞા અને પુર્વીને રોકે છે અને કહે છે.
અ...જીજ્ઞા
જીજ્ઞા પાછળ ફરીને...હં બોલ.
તારા મનમાં મારા માટે જે થોડીઘણી સારી ઈમેજ છે એને નુકસાન પહોચાડવુ હોય તો પહોચાડી શકાય...રુહાને જીજ્ઞાને કહ્યું.
મતલબ ? ...સામે સવાલ કરતા જીજ્ઞાએ કહ્યું.
મતલબ કે સવારે મે જે સેમિનારમાં જવાબ આપ્યો હતો તે મારો પોતાનો નહીં પરંતુ વ્હોટ્સએપનો હતો...રુહાને પોતાની પ્રામાણિકતા બતાવતા કહ્યું.
એકદમ સાચી વાત જવાબ ભલે તારો નહોતો પરંતુ કોલેજના પ્રથમ જ દિવસે બધાની વચ્ચે કોઈપણ ડર વગર સજાની જોગવાઇ હોવા છતાં જવાબ આપવાની એ હિમત અને સાહસ તો તારો જ હતો ને...આટલુ કહીને જીજ્ઞા આગળ ચાલી ગઈ.
જબરજસ્ત પોઝેટીવીટી છે આનામાં હવે બોલ રવી એ ૧૩ મા અને આમા કોઈ ફર્ક છે કે નહીં ...રુહાને રવીને કહ્યું.
હં ફર્ક પણ છે અને છોકરી ડેરીંગ વાળી પણ છે પણ તુ રહેવા દે આ બધુ અને તારા ગોલ પાછળ કામ કર જ્યા ત્યા ભટક્યા વગર...રવીએ રુહાનને કહ્યું.
દોસ્તી તો થશે જ જીજ્ઞાજી ઓડિશન માટે તૈયાર રહો... રુહાને ચેલેન્જના રૂપમાં પોતાની જાતને કહ્યું.

આમ જીજ્ઞા અને રુહાન વચ્ચે ઓળખાણ તો થઈ ગઈ પરંતુ દોસ્તી નહીં. આગલા ભાગમાં જીજ્ઞા અને રુહાનની દોસ્તી જરૂર થસે પરંતુ એ દોસ્તી કરવા માટે રુહાનનુ ઓડિશન એટલે કોલેજના સિનિયર સ્ટુડન્ટ્સ કમ ગુડા મવાલી એવા સંજયસિંહ સાથે નો પંગો અથવા તમે એને બબાલ પણ કહી શકો. આ બબાલ કયા કારણોસર થવાની છે અને બબાલ આગળ જતા બંન્નેના જીવનમાં સૌથી મોટી અડચણ બનવાની છે (અને હા આ વાર્તા કોઈ બે પ્રેમી અને એક પ્રેમીકા વચ્ચેની નથી સંજયસિહ સાથે રુહાનને કોઈક અલગ જ કારણો સર બબાલ થવાની છે) એટલે દરેક કારણો ના જવાબ જાણવા માટે વાચતા રહો બે પાગલ ના દરેક ભાગ.
NEXT PART COMING SOON
આગળના બે ભાગને ખુબ સારો પ્રતિસાદ આપવા માટે ઘન્યવાદ આવો પ્રેમ અને સહકાર આગળ પણ આપતા રહેજો. જય શ્રી કૃષ્ણ
BY :- VARUN SHANTILAL PATEL