લગ્ન : આત્મચિંતન
મયંક વ્યવસાયે શિક્ષક .મયંક પોતાની રૂમ મા બેઠો બેઠો સામાયિક વાંચતો હતો. તેની બાજુના ટેબલ પર ચા નો કપ પડ્યો હતો. ટેબલ ની ઉપર જ એક જૂનું આલ્બમ પડ્યું હતું. પોતાની રુમ ની બારીમાંથી ઠંડો પવન આવતો હતો. મયંક એક ધ્યાને વાંચનમાં મશગુલ હતો. ૨૮ વર્ષના આ યુવાન ને જોતા લાગે કે તે આખી દુનિયા ની ભાર ઉપાડી ને ફરે છે. તેના મુખ પર હમેશાં ગંભીરતા જોવા મળતી. આ યુવાની મા પણ તે બહુ પરિપકવ થઈ ગયો હોય તેવી વાતો કરતો.તેના જીવનનો એક ધ્યેય હતો કે નોકરી મેળવી પોતાના ગરીબ માતા પિતા તથા પત્ની સાથે સુખમય જીવન જીવવું. પણ આ જીવનમાં બધું જ આપણા ધાર્યા મુજબ થતું નથી એ વાસ્તવિકતા છે. કુદરતની શકતી સામે આપણે લાચાર બની જઈએ છીએ.
મયંક ના જીવનમાં પણ એક દુઃખ દાયક પ્રસંગ બને છે. તેં પોતાના માતા પિતાનો એક નો એક પુત્ર . નોકરી મળ્યા બાદ તરત જ તેના લગ્ન કરવામાં આવે છે. તેનું દામ્પત્ય જીવન ખૂબ જ સુખમાં પસાર થાય છે.મયંક ને લાગે છે કે તેની બધી જ ઈચ્છા અો ભગવાને પૂરી કરી છે. તે સૌથી સુખી માણસ છે પણ તેનું આ સુખ લાંબો સમય ટકતું નથી. લગ્ન ના ત્રણ વર્ષ બાદ તેના લગ્ન જીવનમાં અંગારા વરસવા લાગે છે. તેના સુખમય જીવનને કોઈ ની નજર લાગી ગઈ હોય તેવુ થાય છે. મયંક ની પત્ની પોતાના પિયર જતી રહે છે. મયંક પોતાની નોકરી ના સ્થળે માતા પિતા થી દુર એકલો ગામમાં ભાડા નું ઘર રાખીને રહે છે. જે વ્યક્તિ કોઈ દિવસ શાકભાજી લેવા બજાર નથી ગયો તેને જમવાનું જાતે બનાવવું પડે છે. આ તેના માટે સૌથી દુઃખદાયક હોય છે. મયંક ને જાતે રસોઈ બનાવતા નથી આવડતું એટલે તે વારંવાર પોતાની પત્ની ને ફોન કરી આવી જવા કહે છે પણ તે આવતી નથી. આ રીતે એકલવાયું જીવન અને સતત ટેન્શન ના લીધે તે બીમાર થાય છે. તે બીમાર હોવા છતાં પણ તેની પત્ની કે જેને પોતાની સાથે સાત ફેરા ફર્યા હતા તે એની સાથે વાત પણ નથી કરતી. મયંક પોતાના આ જીવન થી હતાશ થઈ જાય છે. ઘણી વાર તેને ખોટા વિચારો પણ આવે છે પણ પોતાના માતા પિતાનો વિચાર આવતા જ તે પોતાના મન પર કાબૂ મેળવી લે છે. આવા વિચારોમાંથી બહાર નીકળવા તે વાંચન નો સ હારો લે છે.
મયંક પોતાની રૂમ માં બેઠો બેઠો જેવો ચા નો કપ લેવા હાથ ટેબલ પર મૂકે ત્યારે તેનો હાથ ફોટા ના આલ્બમ ઉપર પડે છે. તે આલ્બમ હાથમાં લઈ ને ખોલી ને જોવે છે તો તેની અંદર તેના ધૂળ ખાઈ ગયેલા સોનેરી સપના અો દેખાય છે.મયંક પોતાના ભૂતકાળ મા પહોંચી જાય છે. લગ્ન ના ફોટા જોતાની સાથે જ તે પોતાની પત્ની તરફ નો તમામ ગુસ્સો ફેકી દે છે.તે બન્ને ની પહેલી મુલાકાત યાદ કરે છે. રાતે ચાલતી મોડા સુધી ફોન પર વાતો યાદ કરે છે. તેની આંખો સામે લગ્ન મંડપ દેખાય છે. પોતાની પત્ની ની તસવીરમાં તેને નિર્દોષ ભાવ જોવા મળે છે. પણ શાયદ બધા માણસો પણ જેવા તસવીરમાં સુંદર દેખાય છે તેવા જ હકીકતમાં હોતા નથી. તેમની બને વચ્ચે ચાલતી અખૂટ વાતો મા સાવ દુષ્કાળ આવશે એવું તેને સપનામાં પણ વિચાર્યું ન હોતું. આ આલ્બમ રૂપી સપનાઓ હવે માત્ર સપના જ રહેવાના એવું એને લાગતું હતું. સમાજમાં લોકો અલગ અલગ વાતો કરવા લાગે છે. કોઈ મયંક ના સમર્થનમાં હોય છે તો કોઈ તેના વિરોધમાં. એકબીજા પર આક્ષેપ - પ્રતિઆક્ષેપ નાખવામાં આવે છે . માત્ર એક વ્યક્તિની જીદ ને કારણે બે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. હવે તો મયંક ને પણ થાય છે કે તે આલ્બમ ને ઘરની બ હાર ફેકી દે પણ તેનો અંતર આત્મા તેને આવું કરતા રોકે છે. મયંક હવે જ્યારે પોતાના ભવિષ્ય વિશે વિચારે છે ત્યારે તેને લાગે છે કે તે કોઈ ગાઢ અંધકારમાં એકલો ઉભો છે.તેની પાસે કોઈ જ નથી.માત્ર તે પોતે અને તેના વિચારો - સપનાઓ તો હવે રહ્યા જ નથી જીવનમાં. ચોક્ક્સ ધ્યેય વિનાનું જીવન પણ કેવું હોય..! મયંક પોતે હાથ મા આલ્બમ લઈને આ વિચારોમાં ખોવાયેલો હતો ત્યારે જ તેના ફોનની રીંગ વાગી. મયંક ઊઠીને જોવે છે તો તેના મિત્ર નો ફોન હતો. મયંક પોતાના વિચારોને લગામ લગાવી મિત્ર સાથે વાત કરવા ઉભો થાય છે.
આવા કપરા સમયમાં ખરેખર સાચો મિત્ર જ માણસને જીવન જીવવામાં સાથ આપે છે. જેની પાસે મિત્રો છે એ માણસ ક્યારે પણ એકલો પડતો નથી. શાયદ એટલે જ મિત્રતા ને સર્વોપરી માનવામાં આવી છે. મયંક પણ પોતાના કેટલાક સાચા મિત્રો આગળ પોતાનું હૈયું ખાલી કરીને હળવાશ અનુભવે છે.પોતાના હદય નો તમામ ઊભરો ખાલી કરી તે મિત્રો સાથે મુક્ત મને વાતો કરે છે. મિત્રો ની સાથે વાતો કરતા તે પોતાના દુઃખ ને ભૂલી જઈને મિત્રોમાં મશગુલ થઈ જાય છે.