નદી ફેરવે વહેણ્
વિજય શાહ
પ્રકરણ - ૪
શીલાની જોહુકમી
આઠમે મહીને રીટાને જવાનું નક્કી થતુ હતું ત્યાં શીલા પહોંચી ગઇ. જીઆને તે બીલકુલ જ ગમતુ નહોંતુ..પણ આ કૌટુંબીક રાજકરણ તેને ના સમજાયુ. એક્વીસમી સદીમાં અઢારમી સદીની વાતો કરી તે જીઆનું શારિરીક શોષણ જ કરવા માંગતી હતી રીટાએ મોકલેલા ઘી અને વસાણા ની મિઠાઇ તારાથી ના ખવાય કરીને છેલ્લ મહીનાઓમાં અપાર દુઃખ આપવાનાં પ્રયત્નો કરી બરોબર લલીતા પવારનો રોલ ભજવ્યો.. અને જરુર હોય કે ના હોય..તારા ઘર વાળા ભુખડ અને તુ કશું ના લાવી.. હવે આ બાળક્નું જીઆણું કેવું કરે છે વાળી વાતો થી જીઆને સંભળાવ્યા કરતી હતી..સંભવ જાણતો તો હતો જ કે દીકરી છે તેથી શીલા દ્વારા કરાતી કનડગતને તે માણતો.
જીઆ હબકી તો ગઇ જ હતી..પણ સંતાન આવશે અને કંઇક સારા દિવસો તે લાવશે તેવી આશામાં દિવસો કાઢતી હતી.. શીલા રીંગણનું શાક અને રોટલોજ આપતી..કોઇ વિચિત્ર આશંકાઓમાં આવનારા બાળકને એક મહિના સુધી સારા કપડા ના પહેરાવાય જેવી કેટલીયે વાતો કરીને છેલ્લી મીનીટે તેને સહાય કરવાને બદલે મા અને દીકરો મુવી જોવા જતા રહ્યા..
જીઆ મનથી થાકી ગઇ હતી..તે વિચારતી કે શીલા મમ્મી આમ કરીને શું કરવા માંગતી હશે.. પણ જ્યારે સંભવ સાથે વાતો કરતા સાંભળ્યુ કે મમ્મી તેને સાવ ગુલામ બનાવી દે મારો અવાજ પડે ને તે થથરવી જોઇએ.ત્યારે તેને પાકો અહેસાસ થઇ ગયો કે જો તેનુ ધાર્યુ નહીં કરુ તો આ કસાઇઓ મને કોઇક ઘાણ ઘાલી દેશે..જોકે તેણે આ સહેવુ ના જોઇએ તેવું તે માનતી હતી તેથી શીલા ગમે તે રાંધે તેનું ભાવતુ તો તે બનાવી લેતી અને શીલા સાથે લો લાવો અને પડતુ મુકો થી વધારે વાત ન કરતી…
એનું અંતર મન તો પ્રફુલ્લિત હતુ..તેની ડાયરીઓમાં હવે આશાવાદ છલકતો હતો. જિંદગી આટલુ બધુ તપાવીને તેને કેળવી રહી હતી..પણ તે ખોટી હતી. ડાઘિયાઓ સાથે રહીને તે પીલાતી હતી.
૯૧૧ને ફોન કરી હોસ્પીટલ જ્યાર જીઆ પહોંચી ત્યારે તેને સખત દુઃખાવો થતો હતો..પીક્ચર પતાવીને જ્યારે ઘરમાં જીઆને ના જોઇ ત્યારે શીલાએ આનંદની કીકીયારી કરી..
તેણે આ પ્રપંચ આદરવો હતો તેથી તો રીટાને આવવા નહોંતી દીધી. તે સ્પષ્ટ પણે માનતી કે વહુઆરુનું કામ તો પતિની સેવા કરવાનુ હોય..ભલેને પતિ કામનો હોય કે ના હોય. અને સ્ત્રીની જાતને તો વળી કહેવાનું જ શું હોય..તેની તબિયત સારી હોય કે ના હોય..ધણી માંગે ત્યારે બધુ હાજર કરવું તે જ તો કામ છે. સંભવ શીલાનો જ્યારે જરુર પડે ત્યારે પોતાની ફેવરમાં ઉપયોગ કરતો.
સેંટ લુઇમાં તે વખતે ભારે બરફ પડી રહ્યો હતો. તેથી હોસ્પીટલ સવારે જઇશુની વાત કરી મા દીકરો બંને સુઇ ગયા..તે રાત આમેય તોફાની હતી..ગર્ભસ્થ સંતાન બહાર આવવા કટી બધ્ધ બન્યુ હતુ પણ તેનાથી કુદરતી રીતે જેમ સરકવાનુ હતુ તેમ સરકાતુ નહોંતુ અને તેના ધમ્પછાડા સાથે જીઆ પણ બુમો પાડ્તી હતી..રીટા સતત સંપર્કમાં હતી.. ડોક્ટરે સીઝેરીઅન કરી રાતના બે વાગે છુટી કરી ત્યારે પીડાની મારી જીઆ અને એને પડતા દુઃખની કલ્પનાઓની મારી રીટા લગભગ બેશુધ્ધ થઇ ગયા હતા.
બીજે દિવસે ટ્રાફીક છુટો થયો ત્યારે શીલા અને સંભવ આવ્યા ત્યારે જીઆની આંખ માંડ માંડ મળી હતી અને નાનકડી જીઆની પ્રતિકૃતિ ધીમું ધીમું કણસતી હતી.
સંભવની આંખ બાપનાં વહાલથી ભરાતી જોઇ શીલા પાછી ભડકી..” સંભવ આ તારુ લોહી છે તેમ ના માનતો.. આ તો ૭૫ ટકા માનુ લોહી..” અને બાપા એટલે બાનાં લોહીનું ૨૫ ટકા જ બાપનું લોહી
ભલે તુ કહે તો તેમ પણ મને તો સોનીને કણસતી જોઇને પણ વહાલ આવે છે..જીઆ જાગી ગઇ..તેને અપેક્ષા તો નહોંતી કે સંભવ આવશે..પણ સંભવને સોનીને રમાડતો જોઇ આંખ ઠરી તેને આમેય શીલા પાસેથી કોઇ આશા તો નહોંતી જ અને તે પ્રસુતિ સમયે હાજર નહોંતી તે છાના પ્રભુના આશિર્વાદ જ હતા.
“સંભવ! સોની તારા જેવી છે કે મારા જેવી?”
શીલા ભડકી..”તે વળી પાંચ કલાક્ની છોકરી તો કલાકે કલાકે રુપ બદલે.. અત્યારે તો અસ્સલ સંભવ જેવી જ છે.. હા હસે છે ત્યારે તો અદ્દલ સંભવ જ જોઇ લો…”
બે દિવસે રજા અપાઇ ત્યારે શનીવારનાં ગરાજ સેલમાંથી લાવેલા હલકા ચાર જોડને આપતા તે બોલી “ જો પટ્ટણી કુટુંબનું પહેલું સંતાન છે એટલે પહેલો મહીનો કોઇની નજર ના લાગે માટે તેને મેશ નહી લગાડવાની. સોની ને બહુ નહી સજાવવાની અને બહુ વખાણ નહી કરવાના કારણ કે સૌથી મીઠી નજર મા બાપની હોય..જીઆએ શીલા સામે જોઇને નિઃસાસો નાખતા મનમાં બોલી..આ લોકો તેમની ગામડાની વહુને સતાવવાની પ્રવૃત્તિમાંથી ક્યારે બહાર આવશે. તેને ખબર હતી કે કાજળ લગાવવાથી આંખો તેજ થતી હોય છે અને નજર બજર વહેમ છે..પણ ક્યાં અહીં લાંબો સમય છે.. આવતી કાલે તો રીટા મમ્મી આવશે અને શીલા મમ્મીનો બધો જ ખેલ પુરો થઇ જશે.
શીલા સંભવને પુછ પુછ કરતી હતી કે તારે જરુર હોય તો રોકાઇ જઉ પણ પપ્પા આવશે તેની સાથે તારી ટીકીટો છે તો તારે જતુ રહેવુ જોઇએનો સંભવનો ઇશારો પુરતો હતો..ફીનીક્ષ થી પપ્પા આવ્યા..સોનીને માથે હાથ લગાડી વહાલ્થી આશિર્વાદ આપ્યા. સુરે તેનો ૫૨૯ એકાઉંટ ખોલાવી દર વર્ષે ૧૦૦૦ જમા કરાવી ૧૮૦૦૦ સુધીનું રોકાણ કોલેજ ફંડ માટે કરશે ..જો કે સંભવ ઇચ્છતો હતો કે વધારે કરાવે..પણ તેમ કરે તો તેનું જ ઇન્હેરીટન્સ ઘટે અને એવી ઇચ્છાપણ ખરી કે જોઇએ જીઆનાં પપ્પા શું કરે છે?
જીઆએ તો ચોખ્ખી ના પાડી દીધી “તેમણે કરવા જેવુ બધુ તેઓએ કર્યુ છે અને જીઆણું અમારા કુટુંબમા જે રિવાજ હશે તે પ્રમાણે કરશે પણ તુ જરા લાજ લગ્ન પહેલા તું જ બોલતો હતોને કે કંકુ અને કન્યામાં હું તો રાજી છુ.મને તો જીઆ એકલી જ જોઇએ છે..”
“અમને તો એમ કે કશું માંગવું જ નહીં પડે..સમજીને તારા માબાપ બધુ કરશે… ડોક્ટરને પરણી છે“
“ સસ્પેંડેડ ડોક્ટરને..જરા જમીન ઉપર આવો...છેતરીને લગ્ન કર્યા છે અને છેતરાઇ છું છતા હું નિભાવુ છું તેટલો ગનીમત જાણ.”
બહાર શીલા આ વાતો સાંભળતી હતી અને તેને વધુ વધુ ઝનુન આવતુ હતુ. ફરી બાંયો ચઢાવી “ જીઆ ડોક્ટર થતા તેને નવ નેજા થયા છે અને અમે પણ ખુબ જ ખર્ચ્યુ છે એની પાછળ..”
“ બધુ ખોળ પાછળ ખાતર ખરુંને?”
“ ના રે ના દસ વરસ પતશે અને સસ્પેન્શન ઉઠી જશે..”
“ શીલા મમ્મી મને તો ના છેતરો.. મને ખબર છે કે આ બધી વાતો છે..પણ મને નથી પડી..મેં એને ચાહ્યો છે..તે મારી સોની નો બાપ છે.. પણ તેનો કોઇ મતલબ એવો ના કાઢશો કે મારા ઉપર દાદાગીરી કરીને તે જીવી જશે.”
સંભવ ઘાંટો પાડીને બોલ્યો.. “મમ્મી તુ એને નહી જીતી શકે..તુ ચુપ થઇ જા”
શીલા કંઇ વધુ બોલે તે પહેલા સંભવ તેને બહાર લઇ ગયો.
પછી રુમમાં એકલા જ ડુસકા હતા..અને સોનીનાં કણસાટ સાથે જીઆ વિચારતી રહી .
આ કેવો પ્રેમ છે? ખબર છે કે શોષણ થઇ રહ્યું છે.
છતા કાલે દિવસ બદલાશે સાથીને ક્યારેક તો સમજાશે
ની આશમાં. આજને વેઠ્યા કરુ આજને વેઠ્યા કરુ
***