visit of the hospital in Gujarati Health by Riyansh books and stories PDF | દવાખાનાની મુલાકાત

The Author
Featured Books
Categories
Share

દવાખાનાની મુલાકાત

આજની સવાર ખુબજ સુંદર હતી.આકાશમાં વાદળોની ઉપરથી સૂર્યની કિરણો પસાર થઈને ઉગી આવી હતી.અને આજની સવારને ગુલાબી બનાવી ગઈ હતી.પક્ષીઓનો કલરવ પણ ખુબજ અદભૂત લાગ્યો અને મારી સવાર ખુબજ ઉત્સાથી ઊગી હતી.મને એવું લાગ્યું કે આજે મારો દિવસ ખુબજ સારો જવાનો છે. અને મારા મનની ઈચ્છાઓ આજે પૂર્ણ થવાની છે.હું ખુબજ ખુશ હતો,અને આનંદમાં હતો,થોડા સમય પછી હું સ્નાન કરીને આવ્યો.અને બહાર જવાનો પ્રોગ્રામ બનાવતો હતો.એવામાં મારા દાદી આવ્યા,અને મને કહિયું કે ચાલ મારી સાથે દવાખાને મને મજા નથી.મારા મનમાં થયું કે રંગમાં ભંગ પડ્યો,પણ દાદી સાથે તો જવુ જ પડે અને અમે ગયા દવાખાને,અંદર ગયા અને કેશ કઢાવિયો,મે મારા દાદીનું નામ આપ્યું અને અંદરથી અવાજ અવિયો કે લાવો સો રૂપિયા,મારા મનમાં થયું કે ડોક્ટરને બતાવ્યુ નથી.દવા નથી આપી,અને સો રૂપિયા આપવાના માત્ર કેશનાં.મે પૈસા આપ્યા અને અંદર ડોક્ટરને બતાવવાં ગયા.અને ડોક્ટરે માત્ર હ્રદયનું દબાણ ચેક કર્યું અને કહ્યું કે લીયો આ રીપોટ કરાવીને આવો.પછી અમે નીચે રીપોટ કરવા ગયા.અને લેબોરેટરીમાં ગયા.અને ત્યાં બોલ્યા લાવો બસો રૂપિયા મે કહુય કે લોહિ તો લો,એ બોલ્યા પછી લોહી લેવાનું પેહલા પૈસા ભરવાના.મે ત્યાં પણ પૈસા આપ્યા.અને બાજુમાં બીજો રીપોટ કરાવા ગયા,અને ત્યાં પણ બસો રૂપિયા થયા.પછી પાછા ડોક્ટરને બતાવવા ગયા,ડોક્ટરે રીપોટ ચેક કરીને બોલ્યા કે આમને દાખલ કરવા પડશે.ત્રણ દિવસ માટે અને આ દવા છે લઇને આવો એટ્લે દાખલ કરી દઈએ.મે કહ્યુ સારું અને હું દવા લેવા માટે મેડિકલે ગયો.અને ત્યાં દવા આપીને બોલિયાં લાવો ત્રણસો રૂપિયા મે પૈસા આપી,અને ઉપર મારા દાદીને દાખલ કર્યા.અને હવે ખાટલો આપ્યો અને એમાય એક ગાડલું અને એક ઓકેશુ આપ્યું.અને ઓઢવા માટે ચાદર નઇ,મે કહ્યુ કે ચાદર કેમ નઇ શિયાળાંનો સમય છે.દર્દીને ઠંડી લાગે તો શું કરવાનું તમારે ચાદર આપવી જોઈએ.એ બોલ્યા અમે ચાદર નથી રાખતા.જેને ઠંડી લાગે એ ઘરેથી મંગાવીલો.હું કઇના બોલ્યો પછી મારા દાદીને દાખલ કર્યા.અને દાદીને થોડુક જમાડીને આરામ કરાવ્યો ત્યાં મારા કાકા આવ્યા અને હુ ઘરે આવ્યો.અને પાછું રાત્રે ટિફિન લઈને મારે સુવા જવાનું હતું.અને રાત પડી હું જમીને ટિફિન લઇને ગયો.અને મારા કાકા ઘરે આવ્યા,દાદીને જમાડીને સુવડાવીય.ત્યાં આજુ-બાજુમાં બધાય દર્દી સાથે વાત કરતો હતો.એમાં એક દાદા બોલિયાં કે તમને રાત્રે સુવામાં મજા આવશે અહિયાંના ખાટલા ખુબજ મજબૂત છે.મે કહ્યુ કેમ,દાદા બોલ્યા એક વાર ખાટલા ઉપર બેસીને જોવો.અને હું ખાટલા ઉપર બેઠો અને જેવો બેઠો એવોજ ઢામ દઈને અવાજ આવ્યો.કારણ ખાટલો માત્ર પતરાનો હતો અને તમે બેસો એવોજ પતરનો અવાજ આવે.મે કીધું વાત સાચી આ લોકો પૈસા પૂરા લે છે,પણ પણ એ પર્માણે સગવડ આપતા નથી.અને હવે તો મજા રાતની હતી.અમે બધાય સુવા ગયાને હું પણ જેવોજ ખાટલામાં બેઠો એવોજ ધામ દઈને અવાજ આવ્યો.હવે રાત જામી અને થોડુક હલો એટલે ઢમ દઈને અવાજ આવે.મારી ઊંઘ તો જામી પણ ચાદર નાની હોવાથી પગમાં ઠંડી લાગે અને પગને હલાવું તો ઢામ દઈને અવાજ આવે.હાથ હલાવું તો અવાજ આવે,બાજુમાં ફરું તો ઢામ દઈને અવાજ આવે.મને તો એવું લાગતું હતું કે હું વિશ્વયુદ્ધ માં સૂતો છું.બોમ ફૂટે એવો અવાજ આવે.અને રાતની સાથે-સાથે મારી ઉંઘ પણ જામી એવામાં મારા હાથ ઉપર એક મછર આવીને બેઠું અને મારૂ લોહી પીવા માંડિયું,અને મે હાથ ઊચો કર્યો ત્યાં ઢામ દઈને અવાજ આવિયો અને મારી ઉંઘ ઊડી ગઈ,ફરી પાછો સુવાનો પ્રયત્ન કર્યો હવે તો જરાક પણ નહીં હલવાનો નિર્ણય કર્યો,અને ધીમે – ધીમે ઉંઘ પાછી જામી ત્યાં બાજુમાં એક કાકા સૂતેલા એમને પણ મછર હેરાન કરતાં હતા.અને જેવા એમને મારી બાજુ ફરિયા ત્યાં ઢામ દઈને અવાજ આવિયો.મને થયું કે હું ના હલું પણ બીજા તો હલને,પછી થયું કે હવે નહીં સુવાયાં જવાદો અને સવાર સુધી ઢોલકા સાંભડિયા ઢામ ઢામ ઢામ,,,,,,,,,,,,,,,,,,,,

સવાર પડી સવારમાં દર્દીઓ માટે ચા પણ નહિ આપવાની બધુ આપડા પૈસાનું લાવવાનું,ત્રણ દિવસ મારા દાદીને રાખીયા અને છેલ્લા દિવસે દવાખાનાનું બિલ અવિયું.પાચ હજાર રૂપિયા,મને થયું કે માત્ર એક વ્યક્તિને સુવાના પાચ હજાર રૂપિયા એ પણ માત્ર ત્રણ દિવસનાં.
મને હવે ખબર પડી કે માણસને માત્ર પૈસાથી મતલબ છે, માણસેપૈસાને બનાવીયા પણ આજે પૈસા માણસની લાયકાત બનાવે છે.જેટલી રકમ આપડી પાસેથી લેવા માં આવે છે,એ પ્રમાણે આપને સગવડ આપવામાં આવતી નથી.આ આધુનિક યુગમાં આયુર્વેદ ઘણો બધો વિકાસ કર્યો છે.આજે બધાય રોગનો ઈલાજ છે,પણ માણસની માણસાઈનો કોઈ ઈલાજ નથી.પેહલા ના યુગમાં બધાય રોગની દવા આપવામાં આવતી હતી,માણસ ગરીબ હોય તો પણ અને અમીર હોય તો પણ દવા સરખી જ આપવામાં આવતી હતી.અને અત્યારે જેની પાસે પૈસા છે,એના રોગનો ઈલાજ છે,અને જેની પાસે પૈસા નથી એનો કોઈ ઈલાજ નથી.ગરીબ વ્યક્તિને એવું લાગે છે,કે ખાનગી દવાખાનામાં જ રોગનો સારો ઈલાજ થાય છે.પણ અત્યારે ખાનગી દવાખાના કરતાં સરકારી દવાખાના સૌ ગણું સારું કહેવાય,ખાનગી દવાખાનામાં જ્યાં સુધી તમારી પાસે પૈસા છે,ત્યાં સુધી સારવાર આપવામાં આવે છે.અને પૈસા ખતમ એટ્લે સારવાર બંધ થઈ જાય છે,પણ સરકારી દવાખાનામાં જ્યાં સુધી રોગ મટી ના જાય ત્યાં સુધી સારવાર આપવામાં આવે છે.સાથે તમને જમવાનું,સુવાનું સવાર-સાંજ જોવા આવે,બીજી બધી સગવડ આપવામાં આવે છે.પણ અપડા મનમાં એમ છે કે જ્યાં સુધી પૈસા ખર્ચના થાય ત્યાં સુધી આરામ ના મળે ભલે ત્યાં સગવડ સારી ના મળે,પણ એક વાત કે અત્યારે ડોક્ટરના મનમાં દર્દીઓ નું દર્દ નહીં પણ પૈસા દેખાય છે.દવાખાનાની અંદર પગ મુક્તા જ પૈસા આપવા પડે છે.પેહલા પૈસા ભરો પછી દર્દીઓ નું દર્દ જોવામાં આવે છે.આજે ખબર પડી કે માણસ કેટલો સ્વાર્થી થઈ ગયો છે.અને આમાં ઝવેરચંદ મેઘાણી સાહેબની બહુ મસ્ત લાઇન યાદ આવે છે.કે,,,,,,,,,,,,,,,,,,,,

આટલુય કેમ સમજાતું નથી,
કે અમીરસ કોઈ પામતું નથી,
છતાં ઊભા છો મૂરખ આશા ભરી,
આ દુનિયામાં સ્વાર્થ વગર કોઈ જેર પણ પાતું નથી.

આ દુનિયામાં સ્વાર્થ વગર કોઈ જેર પણ પતું નથી,તો આ લોકો આપણે દવા શું પીવડાવવાના.આજે એવું લાગી રહિયું છે કે માણસ એની માણસાઈ ભૂલી ગયો છે,માણસ માણસના કામમાં નો આવે તો બીજું કોણ આવે.ઘણા બધાય એવા ગરીબ ઘરના લોકો છે.જેમને ભયંકર રોગ છે,પણ એના ઈલાજ માટે પૈસા નથી.સરકારી દવાખાના છે પણ એમાં એનો ઈલાજ નથી,આવું કેમ ખાનગી ડોક્ટર આપડા દેશમાં ભણીને ભયંકર રોગનો નિષ્ણાંત બને તો આવા ડોક્ટરને સરકારી દવાખાનામા સેવા આપવામાં શું વાંધો છે.જો આવા ડોક્ટર સરકારી દવાખનામાં સારવાર આપવા માંડે તો આપડે લાખો જીંદગીનો બચાવ કરી શકીય છીએ,પણ એવું નથી થતું કારણ માણસ એની માણસાઈ ભૂલી ગયો છે.