Lakshy in Gujarati Motivational Stories by BINAL PATEL books and stories PDF | લક્ષ્ય

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લક્ષ્ય

લક્ષ્ય

'શ્રેય સંઘવી, પ્લીઝ કમ ટુ ધ સ્ટેજ.', સૂર્યાંશ સ્કૂલ ઓફ સ્કિલના એન્યુઅલ ફંકશનમાં સ્કૂલના પ્રિન્સિપાલે નામ એનાઉન્સ કર્યું.

શ્રેય સંઘવી એટલે ૧૦ વર્ષનો નાનો અને ઉમંગી છોકરો જેના પિતા શંકરભાઇ સંઘવી એક સારા બિઝનેસમેન હતા જેમનું દુઃખદ અવસાન ૨ વર્ષ પહેલા થયું અને 'માં' મમતાબેન સંઘવી અત્યારે બિઝનેસ સાંભળે છે સાથે પરિવારના વડીલ સાથે રહીને બાળકને ઉછેરે છે અને સારા સંસ્કારોનું સિંચન કરે છે.

'શ્રેય, લેખન કાર્ય સ્પર્ધાના પરિણામમા પ્રથમ ક્રમાંકે તને પ્રાઈઝ સાથે એક ટ્રોફી આપવામાં આવે છે. ખૂબ ખૂબ અભિનંદન.'

તાળીઓના ગડગડાટ વચ્ચે શ્રેય સ્ટેજ પર પહોંચે છે અને ટોફી લઈને ખુશીથી હસતા-હસતા થોડો શાંત અને ઉદાસ ચહેરે ઉભો છે.

'શ્રેય સાથે એના પરિવારથી કોઈ આવ્યું હોય સાથે તો પ્લીઝ સ્ટેજ પર આવો.', પ્રિન્સીપાલે કહ્યું.

શ્રેયની મમ્મી સ્ટેજ પર આવી અને શ્રેયને ભેટીને થોડી ભાવવિભોર થઇ ગઈ.

'શ્રેય તરફથી ૨ શબ્દ તમે કહી શકો છો. તમે એના મમ્મી મમતાબેન છો?? પ્લીઝ તમે કાંઈક કહો એવી મારી ઈચ્છા છે.', પ્રિન્સીપાલે વિંનતી કરી.

શ્રેયની સાથે ઉભા રહીને મમતાબેન પહેલા તો આખા ઓડિટોરિયમમાં જોતા રહ્યા. પછી માઈક પાસે આવીને બોલવાની શરૂઆત કરી.

'સૂર્યાંશ સ્કૂલ ઓફ સ્કિલના એન્યુઅલ ફંકશનમાં હું મમતાબેન સંઘવી આપણું સ્વાગત કરું છું. શાળાના પરિવારની અને ખાસ પ્રિન્સિપાલ સાહેબની હું ખૂબ ખૂબ આભારી છું. શાળાના ઈત્તર પ્રવૃત્તિના કાર્યક્રમમાં ભાગ લઈને શ્રેય જેવા ઘણા વિદ્યાર્થીઓને ઘણું પ્રોત્સાહન મળે છે સાથે એમની અંદર રહેલી આવડતને એક નવી ઉડાન મળે છે. આજે ખુશીના દિવસે હું આપ સહુનો વધારે સમય ના લેતા ટૂંકમાં એટલું જ કહીશ કે જીવનમાં 'જીત' એકલી જ મહત્વની નથી. જીત સાથે સાંકળયેલા દરેક સંઘર્ષ પણ એટલા જ કિંમતી છે. 'જીત' મેળવવા અને લક્ષ્ય સુધી પહોંચવા જે મુશ્કેલીના અને ખરબચડા પાડવો પાર કરવાના હોય છે એ પણ 'જીત'માં એટલું જ મહત્વ ધારે છે. લક્ષ્ય સુધી પહોંચવામાં અનેક અડચણો આવશે, અનેક વાર પરીક્ષાના પૂલ બંધાશે અને સમય પણ કદાચ તમારા ધૈર્યને લલકારશે પરંતુ શાંત ચિતે બસ લક્ષ્ય તરફ પ્રયાણ કરવાનું અને અનેક વાર નિષ્ફળતાના ઘૂંટ પીવા પડે તો વાંધો નહિ પરંતુ હાર માનીને પોતાના લક્ષ્યથી વિચલિત થઈને બીજી દિશામાં ફંગોળાઈ નહિ જવાનું.. જેટલું મોટું લક્ષ્ય એટલા વધારે મોટી અડચણો અને એ જ અડચણોને ચીરીને જયારે તમે ખરેખર તમારા લક્ષ્યને સિંહાસને પહોંચશો ત્યારે એ સમયની ખુશી અને એ સમયની અનુભૂતિ એવી હશે કે તમે એનું વિવરણ નહિ કરી શકો. શ્રેયના ચહેરા પરની ખુશી એ મારુ લક્ષ્ય છે અને લેખન કાર્યમાં અનેક પ્રકારે સિદ્ધિ મેળવવી એ શ્રેયનું સપનું. શ્રેય નાનપણથી જ ઘણો વિચારી અને સમજુ છે. ઉંમર કરતા વધારે જલ્દીથી મોટો થઇ ગયો છે મારો દીકરો. શ્રેયના જીવનના દરેક સારા-નરસા પડાવમાં હું એની સાથે હોઈશ પરંતુ હાથ-પગ પસારીને મહેનત તો એણે ખુદ જ કરવી પડશે. લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ બધા કરશે પરંતુ એ લક્ષ્ય સુધી ચાલીને મહેનતનો પસીનો તો આપણે પોતે જ પડવો રહ્યો. બસ આ સાથે હું અહીંયા ઉપસ્થિત દરેક મહાનુભાવોનું અભિવાદન કરું છું અને એક શિક્ષક તરીકે બાળકોને સારા-સાચા સંસ્કાર આપવા અને જીવનની પરીક્ષામાંથી પાર ઉતારવા જે કઈ પણ જ્ઞાન આપે છે એ બદલ દરેક શિક્ષકને મારા પ્રણામ.. શ્રેય સાથે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ પ્રેમ અને વધારે આગળ વધો એવા આશીર્વાદ.', મમતાબેને થોડા સમય સાથે ઓડિટોરિયમમાં સંબોધન કર્યું.

તાળીઓના ગડગડાટ સાથે મમતાબેન શ્રેય સાથે સ્ટેજ પરથી નીચે ઉતરે છે અને આંખના ખૂણા થોડા ભીના થઇ ગયા છે તો સાડીના પલ્લુથી લૂછીને શ્રેયની ખુશીમાં ખુશ થઇ ગયા છે. થોડા સમય બીજા વિદ્યાર્થીઓનું અભિવાદન ચાલે છે પછી પ્રિન્સિપાલ સાથે દરેક શિક્ષક કાર્યક્રમની પુર્ણાહુતી કરે છે.

'શ્રેય, આપણે આજે નાનીમા પાસે જઈને પછી ઘરે જવાનું છે ચાલ કારમાં બેસી જ બેટા.', મમતાબેને કહ્યું.

શ્રેય કારમાં બેસે છે સોન્ગ્સ વાગે છે, શ્રેય નાસ્તો કરતા કરતા એની મસ્તીમાં છે અને મમતાબેન વિચારોમાં ખોવાય છે અને મનમાં જ બોલે છે...._

'શંકરભાઇ સંઘવી, બહુ જલ્દી આપનો શ્રેય મોટો થઇ ગયો છે. 'માં' વિષય પર લેખન સ્પર્ધામાં એણે એવું ઘણું બધું લખી લીધું જેની કદાચ અમને કલ્પના પણ ના હોય. તમે મને એકલી મૂકી એની શિકાયત તો નથી કરતી પરંતુ શ્રેય જેવા દીકરા બદલ તમને યાદ કરીશ. તમારા ગયા પછી શ્રેય જ મારી જિંદગી અને મૂડી છે અને મારુ લક્ષ્ય શ્રેયને ખુશ રાખીને એના લક્ષ્ય સુધી પહોંચાડવાનું છે જે માટે હિંમત મને તમારા દ્વારા જ મળી છે. તમે જતા-જતા મને ખૂબ ભરપૂર આત્મવિશ્વાસ અને લક્ષ્ય સિદ્ધ કરવાની કળા શીખવી છે દોસ્ત. બસ આગળ આવી જ હિંમત અને શ્રદ્ધા સાથે હું અને શ્રેય ચાલતા રહીશું. _ અચાનક જ પાછળથી આવતા હોર્નથી મમતાબેન થોડા સ્વસ્થ થયા અને કાર હંકારી.'

-બિનલ પટેલ