The dark secret part 8 in Gujarati Horror Stories by Pooja books and stories PDF | ધ ડાર્ક સિક્રેટ ભાગ ૮

The Author
Featured Books
  • क्या लड़की होना गुनाह है

    आज की कहानी उन सभी लड़कियों के लिए जो अपने परिवार के बीच होत...

  • Black Queen ( A Mysterious Girl )

    Rathore's club ( काल्पनिक नाम )यह एक बहुत बड़ा क्लब था ज...

  • Revenge Love - Part 1

    जय द्वारिकाधिश..जय श्री कृष्ण.. जय भोलेनाथ...... ॐ नमः शिवाय...

  • My Devil Hubby Rebirth Love - 48

    अब आगे थोड़ी देर बाद डॉक्टर का केबिनरूही और रुद्रा डॉक्टर के...

  • जिंदगी

    खुद के एहसासों को कुछ इस तरह बिखेरना चाहती हूमैं रहूं तुझमें...

Categories
Share

ધ ડાર્ક સિક્રેટ ભાગ ૮

બધા ના ચહેરા પર સ્તબ્ધતા છવાયેલી હતી. તે હાડકાઓ ની વરચે એક ચીજ ચાંદ ની રોશની માં ચમકી રહી હતી. સરલાબેન નું ધ્યાન તે ચીજ પર જતા તે બોલ્યા," તે શું ?"
અમર એ તે વસ્તુ હાથ માં લઈ લીધી. તે સોના ની ચેન હતી. તેણે તે ચેન સરલાબેન ના હાથ માં આપી.
સરલાબેન તે ચેન ધ્યાન થી જોઈ રહૃાા પછી નવાઈ થી બોલ્યા," આ તો મહેશભાઈ ની ચેન છે."
આસ્થા બોલી," પણ પપ્પા ની ચેન અહીં કેવી રીતે હોય ?"
" હું ખાતરીપૂર્વક કહું છું કે આ મહેશભાઈ ની ચેન જ છે. તારા પપ્પા આ ચેન કાયમ ગળા માં પહેરતા હતા." સરલાબેન એ કહ્યું.
" એક મિનિટ , આપણે ઘર ની અંદર જઈને આ વિશે વાત કરીએ." અમર એ કહ્યું.
તેણે કોફીન ને બંધ કરી નાખ્યું. બધા ઘર ની અંદર દાખલ થઈ ગયા. બધા ના ચહેરા પર આશ્વર્ય અને ભય ના મિશ્ર ભાવ હતા. અમર ને આસ્થા માટી થી ખરડાયેલા હતા. તે લોકો હાથ પગ ધોઈને ફ્રેશ થઈને આવ્યા. રાત ના ૩ વાગી ગયા હતા. પણ એક પછી એક બનતી ઘટનાઓ ના લીધે બધા ની ઉંધ ઉડી ગઈ હતી.
બધા હોલ માં બેઠા હતા. આસ્થા એ જ પહેલો સવાલ પુછ્યો," ફઈ, પપ્પા નું ડેથ કેવી રીતે થયું હતું ? મને તો ફક્ત એટલી જ જાણ છે કે પપ્પા નું એક્સિડન્ટ માં ડેથ થયું હતું પણ સાચી વાત શું છે ?"
સરલાબેન થોડી વાર રહીને બોલ્યા," સાચું કહું તો આસ્થા, મને પણ પુરી વાત ની ખબર નથી. તારા મમ્મી પપ્પા અહી રહેતા હતા ને હું ત્યાં રહેતી હતી. તું ત્યારે ૪ વર્ષ ની હશે ત્યારે એક દિવસ રાત ના તારા મમ્મી નો ફોન આવ્યો હતો કે તેનો અને મહેશભાઈ નો ઝધડો થયો હતો. ગુસ્સામાં મહેશભાઈ કંઈક જતા રહ્યા હતા ને રાત થઈ હોવા છતાં પાછા નહોતા આવ્યા. તારા મમ્મી ખુબ જ રડી રહી હતી. હું તાત્કાલિક અહીં આવવા નીકળી ગઈ. તે આખી રાત મહેશભાઈ ગાયબ રહૃાા હતા. સવાર થઈ ગઈ છતાં તેમનો કોઈ પતો લાગ્યો નહોતો ‌. બીજે દિવસે સાંજે ગામ થી દુર આવેલ જંગલ માંથી એક લાશ મળી આવી હતી. તે જંગલ માં જંગલી જાનવર ઘણા હતા. લોકો તે તરફ જતા ન હતા. તે લાશ નો ચહેરો ઓળખાય એવો ન હતો રહ્યો ને તેને કોઈ જંગલી જાનવર એ ફાડી ખાધેલ હોય એવું લાગી રહ્યું હતું. તેના કપડા મહેશભાઈ એ પહેરેલા કપડા જેવા જ હતા. તેની કદ ને કાઠી એકદમ મહેશભાઈ જેવી જ હતી. બધા નું અનુમાન એવું જ હતું કે તે લાશ મહેશભાઈ ની હતી." આટલું બોલતાં તો સરલાબેન ની આંખો માં આંસુ આવી ગયા. આસ્થા ની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
પછી સરલાબેન વાત ને આગળ વધારતા બોલ્યા," એક રોઝી સિવાય બધા એ માની લીધું કે મહેશભાઈ ની જ તે લાશ હતી. રોઝી આ વાત માનવા તૈયાર ન હતી. તેને વિશ્વાસ હતો કે એક દિવસ મહેશ જરૂર પાછો આવશે."
" પણ મમ્મી પપ્પા વરચે કંઈ બાબતે ઝધડો થયો હતો ?" આસ્થા એ પુછ્યું.
" બેટા, રોઝી ને મહેશભાઈ હંમેશા ખુશ જ રહેતા હતા. તેમની વરચે પ્રેમ પણ ખુબ જ હતો. મેં રોઝી ને ઘણી વાર આ વિશે પુછ્યું પણ તેણે મને ક્યારેય સરખો જવાબ આપ્યો ન હતો." સરલાબેન એ કહ્યું.
શાંતિ થી આખી વાત સાંભળી રહેલા અમર એ થોડી વાર રહીને કહ્યું," આમાં એક શક્યતા લાગે છે કે આ હાડકાં ને કંકાલ જે મળી આવ્યું છે તે કદાચ આસ્થા ના પપ્પા નું હોઈ શકે."
શૈલા બોલી," આ વાત તમે કેવી રીતે કહી શકો ? ચેન પર થી કોઈ વાત સાબિત ન થઈ શકે."
અમર બોલ્યો," એક રસ્તો છે . આસ્થા ની ડીએનએ અને આ કંકાલ ની ડીએનએ મેચ કરી જોવાય તો બધી વાત સાબિત થઈ જશે. જો બંને નો ડીએનએ મેચ થશે તો આ કંકાલ આસ્થા ના પપ્પા નું જ હશે."
આસ્થા બોલી," હા, હું તૈયાર છું. "
" હા, પણ આ તપાસ શહેર માં થશે." અમર એ કહ્યું.
" તો કાલે આપણે જઈશું." આસ્થા એ કહ્યું.
અમર એ કહ્યું," રાત બહુ થઈ ગઈ છે. તમે લોકો આરામ કરો . સવારે આ વિશે વાત કરીશું."
અમર જતો રહ્યો. ઉંધ તો હવે કોઈ ને આવવાની ન હતી . છતાં ત્રણેય જણા એ સુવાની કોશિશ કરી.
*******************
સવારે આસ્થા ઉઠી ત્યારે તેનું માથું ભારે હતું ને આંખો માં લાલાશ હતી. સરલાબેન તો વહેલા જ ઉઠી ગયા હતા. શૈલા હજી જાગી ન હતી.
સરલાબેન હોલ માં બેઠા હતા ને ઉંડા વિચારોમાં ખોવાયેલા હતા. આસ્થા તેમની પાસે આવીને બેઠી ને તેમના ખોળામાં માથું મૂકી દીધું.
આસ્થા બોલી," ફઈ, તમને શું લાગે છે ? આ કંકાલ અહીં કેવી રીતે આવ્યું ? શું ખરેખર આ પપ્પા નું.." આસ્થા વાકય પુરું ન કરી શકી.
સરલાબેન એ કહ્યું," મને નથી ખબર , બેટા."
" પ્લીઝ ફઈ, તમે જે પણ જાણતા હો તે મને કહી દો." આસ્થા એ કહ્યું.
સરલાબેન કંઈ ન બોલતા . વિચારો માં ખોવાયેલા રહૃાા. આસ્થા એ તેમનો હાથ પકડીને હચમચાવતા કહ્યું," બોલો ને ફઈ."
સરલાબેન એ ગુસ્સામાં કહ્યું," તું સાંભળી શકીશ, આસ્થા?!! તો સાંભળ . તારી મમ્મી મને પહેલેથી પસંદ ન હતી. મહેશભાઈ એ ફેમિલી થી વિરુદ્ધ જઈને તેની સાથે લગ્ન કર્યા હતા. મેં ક્યારેય રોઝી ને ભાભી માની જ નથી. મારા મમ્મી પપ્પા એ તો તેને સ્વીકારી લીધી હતી થોડા સમયમાં પણ હું તેને ક્યારેય સ્વીકારી શકી ન હતી. મહેશભાઈ તેની સુંદરતા માં બધું ભુલી ગયા હતા. "
આસ્થા આ સાંભળી ને હેબતાઈ ગઈ. તે બોલી," પણ ફઈ આટલી બધી નફરત મારી મમ્મી માટે કેમ છે ?"
" તને સત્ય જ જાણવું છે તો સાંભળ. મારા લગ્ન મહેશભાઈ ની પહેલા થયા હતા. હું ઈચ્છતી હતી કે મારી નણંદ ના મહેશભાઈ સાથે લગ્ન થાય પણ મહેશભાઈ એ રોઝી સાથે લગ્ન કર્યા. મને રોઝી પહેલે થી પસંદ ન હતી. આ રોઝી એ જ મારા ભાઈ ને મારી નાખ્યો હશે. " સરલાબેન એ રડતા કહ્યું.
" બસ કરો ,ફઈ " આસ્થા ગુસ્સા થી કાંપી રહી હતી ને તેની આંખો માંથી પાણી નીકળી રહૃાું હતું.
" તને ખબર છે કે રોઝી છેલ્લે પાગલ થઈ ગઈ હતી. એકલી એકલી વાતો કરતી હતી ને ક્યારેક દિવાલ માં માથું પછાડતી હતી. તેના આ પાગલપન એ જ મારા ભાઈ નો જીવ લીધો હશે." સરલાબેન એ કહ્યું.
આસ્થા આ બધું સાંભળી ન શકી . તે દોડતી ઘર ની બહાર જતી રહી. તે ઘર ની પાસે આવેલ મેદાન પર ગઈ. વહેલી સવાર હોવાથી ચહલપહલ ન હતી. આસ્થા ત્યાં એક ઝાડ ના ટેકે બેસી ગઈ ને રડવા લાગી. તેના ફઈ ના શબ્દો તેના માથા પર હથોડા ની જેમ લાગી રહૃાા હતા. અચાનક તેના ખભા પર કોઈ એ હાથ મુકયો. આસ્થા એ ઉંચે જોયું તો અમર હતો.
આસ્થા અમર ને ભેટીને રડી પડી. અમર તેને સાંત્વના આપી રહૃાો હતો. આસ્થા એ રડતા રડતા બધી વાત કરી.
અમર એ કહ્યું," હું તારી સાથે છું. આપણે ભેગા થઈને સત્ય ને સાબિત કરીશું."
આસ્થા અમર થી અલગ થઈને બોલી," તું મારી મદદ કરીશ ને ? હું મારા મમ્મી પપ્પા ના મૃત્યુ નો રહસ્ય જાણવા માગું છું."
" હા આસ્થા, હું તારી સાથે છું.‌" અમર એ આસ્થા ના ગાલ પર હાથ ફેરવતા કહ્યું.
આસ્થા ફરી અમર ને ભેટી પડી. પછી આસ્થા ના સ્વસ્થ થઈ ગયા પછી અમર એ કહ્યું," તું મને તારો એક વાળ આપજે.ને તારુ થોડું બ્લડ પણ લેવું પડશે . આજે હું શહેરમાં ડીએનએ ટેસ્ટ માટે જઈશ"
" પણ હું આવીશ ને તારી સાથે." આસ્થા એ કહ્યું.
" ના, આપણે અહીં થી સાથે જ નીકળીશુ પણ તારે મારી સાથે નથી આવવાનું .તારે તારાપુર જવાનું છે. ત્યાં તને મિસસ સ્મિથ ને મળવાનું છે. તે ગ્રેની ના ફ્રેન્ડ છે. મારી વાત થઈ ગઈ છે તેમની સાથે. તે તારી મદદ કરશે પણ હમણાં આ વિશે કોઈ ને વાત ન કરતી." અમર એ ગંભીર અવાજે કહ્યું.
" પણ કેમ ?" આસ્થા એ નવાઈ થી પુછ્યું.
" જ્યાં સુધી સત્ય ન ખબર પડે ત્યાં સુધી સાવધાન રહેવું સારું. તું તૈયાર રહેજે નવ વાગ્યા સુધી માં હું તને લેવા આવું છું." અમર એ કહ્યું.
આસ્થા એ હકાર માં માથુ હલાવ્યું. આસ્થા ઘર તરફ જવા લાગી પણ દુર ઉભેલ ગાડી માંથી મોહિત આસ્થા ને અમર ને જોઈ રહ્યો હતો ને તેનો ચહેરો ક્રોધ થી લાલ થઈ ગયો હતો.
ઘરે પહોંચી ને આસ્થા ફ્રેશ થઈ ગઈ. નાહી ધોઈ ને તૈયાર થઈ ગઈ. સરલાબેન એ તેની સાથે વાત કરવાની કોશિશ કરી પણ આસ્થા એ વાત ન કરી. મોહિત ઘરે આવ્યો. સરલાબેન એ તેને ફોન થી જાણ કરી હતી.
મોહિત એ આસ્થા તરફ જોતા કહ્યું," તું હવે મને કશું જણાવતી નથી.
આટલી મોટી વાત મને ફઈએ જણાવી. તે કોલ પણ ન કર્યો ?!!"
" હું તને ફોન કરવાની હતી " આસ્થા એ કહ્યું.
" હા પણ હવે બીજા વ્યક્તિ તારી લાઈફ માં મહત્વ ના થઈ ગયા છે." મોહિત એ કડવાશ થી કહ્યું.
" ના, મોહિત. એવી વાત નથી." આસ્થા એ કહ્યું.
" જો એવી વાત નથી તો હું પણ તારી સાથે આવીશ ડીએનએ ટેસ્ટ કરાવવામાં" મોહિત એ કહ્યું.
આસ્થા એ મોહિત નો હાથ પકડી ને કહ્યું," હું તારી લાગણી ની કદર કરું છું પણ અત્યારે મારા કરતાં ફઈ ને તારી વધારે જરૂર છે. તુું અને શૈલા હમણાં અહીં રહો તે યોગ્ય રહેશે."
મોહિત આસ્થા ની આજીજી થી પીગળી ગયો ‌ પણ મન માં તેણે ગાંઠ વાળી લીધી કે તે જલ્દી અમર ને આસ્થા ને અલગ કરીને રહેશે.
*********************
અમર એ આસ્થા ને ગામ માં આવેલી લેબ માં લઈ ગયો ને ત્યાંથી તેણે તેનું થોડું બ્લડ કલેકટ કરાવી લીધું ને તેનો એક વાળ પણ લઈ લીધો પછી અમર એ આસ્થા ને તારાપુર ની બસ માં બેસાડી દીધી. તારાપુર સ્ટેશને ઉતરતા તે ચારેતરફ જોવા લાગી. તેના માટે આ ગામ‌ અજાણ્યું હતું. તેને અમર એ કહ્યું હતું કે મિસિસ સ્મિથ તેને લેવા સ્ટેશન આવશે.
આસ્થા વિચારી રહી કે તેણે મિસિસ સ્મિથ ને જોયા ન હતા ને તેમણે આસ્થા ને જોઈ ન હતી તો તે કેવી રીતે એકબીજા ને ઓળખશે. તે આ બધા વિચારો કરી રહી હતી ત્યાં તેનો હાથ કોઈ એ પકડ્યો.
આસ્થા એ જોયું તો એક વૃદ્ધ સ્ત્રી તેની સામે સ્મિત કરતી ઉભી હતી. તે બોલી," હેલ્લો આસ્થા"
" તમે મિસિસ સ્મિથ છો ?" આસ્થા બોલી.
" હા " તેમણે હસતા કહ્યું.
" તમે મને કેવી રીતે ઓળખી ગયા ?" આસ્થા એ પુછ્યું.
તેમણે કહ્યું," તારો ચહેરો બિલકુલ રોઝી જેવો જ છે." તેમણે આસ્થા ના કપાળ પર કિસ કરતા કહ્યું.
તેઓ આસ્થા નો હાથ પકડી ને સ્ટેશન ની બહાર લઈ ગયા.
તેમણે કહ્યું," આપણે ઘરે જઈએ છીએ. તું થાકી ગઈ હશે."
આસ્થા બોલી," તમે મારા મમ્મી ને ઓળખો છો ?"
" હા માય ચાઈલ્ડ, રોઝી મારી નજર ની સામે જ મોટી થઈ હતી. રોઝી મારા ઘર ની પાસે જ રહેતી હતી. અમે લોકો પહેલા રાયપુર જ રહેતા હતા. પછી અહીં શિફ્ટ થઈ ગયા." મિસિસ સ્મિથ એ કહ્યું.
બંને જણા રિક્ષા માં બેઠા. રસ્તા માં મિસિસ સ્મિથ એ કહ્યું," મેં મેરી ના ડેથ વિશે જાણ્યું પણ મને તો વિશ્વાસ જ ન આવ્યો. મને તેના ફયુનલ માં આવું હતું પણ મારી તબિયત ખરાબ રહે છે ને હવે મુસાફરી પણ નથી થતી. " તેમણે લાગણીશીલ થઈને કહ્યું. મિસિસ ડીસોઝા નું આખું નામ મેરી ડિસોઝા હતું.
" તમારા ખાસ મિત્ર હતા ને ગ્રેની ?" આસ્થા એ કહ્યું.
" હા, બહુ જ ખાસ. હવે તેના અધુરા કામ હું પુરા કરીશ." મિસિસ સ્મિથ એ કહ્યું. આસ્થા નવાઈ થી તેમની સામે જોઈ રહી.
થોડી વાર માં બંને મિસિસ સ્મિથ ના ઘરે પહોંચ્યા. મિસિસ સ્મિથ નું ઘર નાનું પણ સુધડ હતું. હોલ માં સોફા પર આસ્થા બેઠી ને મિસિસ સ્મિથ કીચન માં ગયા.
આસ્થા એક નાનકડી બેગ લઈને આવી હતી . તે તેણે બાજુમાં મુકી દીધી. આસ્થા ઘર નું નિરીક્ષણ કરી હતી ત્યાં તેનું ધ્યાન હોલ ની દીવાલ પર લાગેલા ફોટા પર ગયું. તે ઉભી થઈને ફોટા જોવા લાગી.
એક ફોટા માં મિસિસ સ્મિથ અને મિસિસ ડીસોઝા હતા. એક માં રોઝી ને મિસિસ સ્મિથ સાથે હતા. એક ફોટા માં મિસિસ સ્મિથ, તેમની સાથે તેમની જ ઉંમર નો પુરુષ હતો જે તેના પતિ લાગી રહૃાા હતા ને તેમની સાથે એક યુવાન હતો.તે બધા જુના ફોટા હતા.તે યુવાન અને રોઝી ના સાથે પણ બે ત્રણ ફોટા હતા. તે યુવાન નો ચહેરો આસ્થા ને જાણીતો લાગ્યો. તેને યાદ આવ્યું કે આ યુવાન ને તેણે મિસિસ ડીસોઝા ના આલ્બમ ને પહેલા રૂમ માંથી મળેલા ફોટા માં પણ જોયો હતો.
ત્યાં મિસિસ સ્મિથ કોફી નો મગ લઈને આવ્યા. આસ્થા એ કોફી નો કપ લેતા કહ્યું," આ કોણ છે ?"
મિસિસ સ્મિથ એ લાંબો નિસાસો નાખ્યો ને કહ્યું," જોસેફ છે. મારો દીકરો છે."
" ક્યાં છે તે ? " આસ્થા એ પુછ્યું.
" મેન્ટલ હોસ્પિટલ માં " મિસિસ સ્મિથ એ સપાટ અવાજે કહ્યું. આસ્થા આશ્વર્ય થી તેમની સામે જોઈ રહી.
**********************