મારી ડાયરી.
શું કરું? વિચારું નોહતું જિંદગી આટકી બોરિંગ અને ભારે ભારે લાગવા માંડશે! હા મેં જાગુને કહ્યું હતું. કે હું રવિથી ટાઇમપાસ કરી રહી છું. પણ મને પ્રેમ થઇ ગયો! મેં જે કહ્યું હતું, જે વિચાર્યું હતું. તેના પર મારી લાંગણીઓ મક્કમ ન રહી શકી! હું તેને ખૂબ ચાહતી હતી, હું રવિને ક્યારે છોડીને જવા નોહતી માંગતી પણ મારા પપ્પા! ખેર જવા દયો! તે વાતોનો હવે કોઈ જ મતલબ નથી! જાગુ, રવિ બધા જ મને દોશી સમજી રહ્યા છે. રવિ મારા કારણે ઘર છોડીને જતો રહ્યો હંમેશા હમેશાં માટે, મારા કારણે તે શહેર બદલી રહ્યો છે. હું શું કરું ક્યાં જાઉં?
****
વરસાદ શરારતી બુંદ મારા ચેહરાને સ્પર્શી રહી હતી. મને અવન્તિકાના સ્પર્શ નો એહસાસ થઈ રહ્યો હતો. જાગુનો કેમ નહિ? અહીં આજે પહેલા પહેલ વરસાદની આ બુંદ મને મારા પ્રેમના શુરવાતી દિવસોમાં સરળતાથી સરાવી દીધો! હું જાણે તંદ્રામાં હોય તેમ ધુંધળા દ્રશ્યો મારી આંખ સામે રમી આવતા! તે કેટલું સુંદર હતું! પ્રેમ કેટલી અધભૂત લાગણી છે. જેમાં કોઇ કોઈ જ જીવી શકતા હશે? પ્રેમ કેટલો અદભુત એહસાસ છે. પહેલો વરસાદ પ્રેમ છે. પ્રેમીઓનો પહેલો મિલન અવની અને વર્ષાના નિર્મળ જળ જેટલો જ પવિત્ર હોય છે. ધગધગતી લાગણીઓ પર કોમળ, મધુરું,મીઠો સ્પર્ધ જાણે બંનેને લાગણીઓથી તરબતર કરી મૂકે છે. બંનેને ભીંજવી મૂકે છે. બન્ને ને ઘેલાતૃર કરી મૂકે છે. અને બસ પછી કોઈ હરણીની જેમ કોઈ નદીની જેમ ચિંતા મુક્ત બે કાંઠે વહેવા લાગે છે. તે પોતાનામાં બધું જ સમાવી લે છે.
હું અને અવન્તિકા શુરૂમાં આખું ઉત્તર ભારત ફર્યા હતા. તેને બર્ફીલા પહાડ, દેવદારના વૃક્ષથી પડતો બરફ ગમતો! સિમલા મનાલીમાં, તે બર્ફના ગોળા કરી કરી મારી પર ફેંકતી, તો ચાલુ બર્ફવર્ષામાં અમે દિવસોના દિવસો હોટલમાં પુરાઇ રહેતા, અવન્તિકાના ગયા પછી, હું જાગુ સાથે આખો દક્ષિણ ભારત ફર્યો હતો.મંદિરો, દેવાલયો, ચર્ચ, પહાડો, નદીઓ, જંગલો બધું જ ફેદયું હતું. બંનેના શરીરની એક અલગ સુગંધ હતી. બનેના વિચારો પણ અલગ અલગ હતા. મને બને સાથે ફાવતું, આજે પણ બંનેની યાદ આવે છે. મને કોણ વધુ પ્રેમ કરતું હશે? જાગુ કે અવન્તિકા! મને બનેના પ્રેમમાંથી કોઈના પ્રમમાં પણ ઉણપ વર્તાતી નથી!
આજે ઉદયપુર હોટલના મેનેજરનો કોલ આવ્યો હતો. હું વરસોથી ત્યાં જાઉં છું. "મેંમ સાહ
'બ આપકો ઢુંઢતી હુઈ આઈથી." તેણે મને સી.સી.ટીવીનો એક નાનકડો વિડ્યો પણ મુક્યો! એક પુરુષ, એક અંગ્રેજ જેવી ગોરી યુવતી, અવન્તિકા અને જાગુ...
આ તો અવન્તિકાનો ઉદયપુર વાળો બોયફ્રેન્ડ હતો! જેની સાથે તે કલાકો વાત કરતી! સોરી તેણે કહ્યું હતું. અમે જસ્ટ ફ્રેન્ડ છીએ... જાગુ એકલી જ છે. સિંગલ હશે? અવન્તિકા તો ફરી મને શોધીને જતી રહેશે... આફ્ટર ઓલ તે મારી સાથે ટાઇમપાસ કરતી હતી!
****
રામેશ્વરમનો દરિયા કિનારો હતો. સાંજ ઢળતી હતી. આથમણી દિશા અલગ અલગ રંગોની કલાકરી બતાવતી હતી. કઈ લખવું હતું પણ કઈ સૂઝતું ન હતું.
દરિયાથી ભારતીય રેલ પસાર થઈ રહી હતી. આ રામસેતુ પરથી રેલ
લંકા જઈ શકતી હોત તો કેટલું સારું! બહુ નહિ, કોઈ ભારતીય એક શહેરથી બીજા શહેર જેટલું જ નાનું અંતર હશે! રામાયણ યુગમાં શું થયું હશે? તે આકૃતિઓ જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાં જ કેટલાક ચહેરાઓ તેની સામે આવી ગયા,પાસે આવી ગયા.
તે સ્તબ્ધ થઈ જોતો રહ્યો! તેના મોઢામાંથી અવાજ નીકળતો ન હતો. જાણે તે બહાર નીકળે એ પહેલાં હવા બની, તેના ફેફસાંઓમાં સમાઈ જતો હતો! જાગુ અવન્તિકાના ચહેરાઓ સીવાય બધું એવું જ હતું. ત્રણેની આંખમાં બોરબોર જેટલા આશુંઓ હતા.
"તારી શાળાએ ગયા હતા, કઈ કાલે તે ફોન કર્યો હતો. અમે તમારી શાળાના આચર્યને ના કરી હતી. કે અમેં અહીં છીએ, એવું એને કહેશો તો તે ભાગી જશે, જેમ ઉદયપુરથી ભાગી ગયો હતો. " જાગુ બોલી...
"તું તારી જાતને અપરાધી નહિ સમજ, બસ અમારા કારણે તું તારી લાઈફ બરબાદ નહિ કર, પરિસ્થિતિ અને સમયના કારણે આ બધી ઘટનાઓનું નિર્માણ થયું! ન તો તે ટાઇમપાસ કર્યો છે. અમારી સાથે ન અમે તારી સાથે....તને જે જે જાણવું છે. તારા મનમાં પ્રશ્ન છે. અને બસ એ જ ક્લિયર કરવા આવ્યા હતા. તું એકલો બોજ લઈને ફરીશ લાઈફમાં તે અમને નહિ ગમે...."અવન્તિકા એકી શ્વાસે બોલી ગઈ....
ત્રણે વચ્ચે એક વજનદાર મોંન ફરી વળ્યું! ફક્ત કિનારે અથડાતા મોજાઓનો અવાજ આવી રહ્યો હતો.
"હું બનેને પ્રેમ કરું છું. કોઈ સાથે હું અન્યાય નથી કરતો, અલગ અલગ સમયે મારા સબંધ તમે બને સાથે રહ્યા હતા. હું કોઈ એક નો થઈ જઈશ તો, બીજાને થશે, તેના પ્રેમમાં કોઈ કમી રહી ગઈ હશે...." રવિ બોલતા જ તેનો ચેહરો રડમસ થઈ ગયો.
"રવિ, મેં ફક્ત અવન્તિકાની જગ્યા લીધી છે. અવન્તિકા શહેર છોડતા પેહલાં તને મળવા આવી હતી, તને ફોન કર્યા હતા. પણ તે ફોન ઉપડ્યો નહિ, પછી તારો એ નંબર હમેશા માટે બંધ થઈ ગયો! અવન્તિકાના પિતા અવન્તિકાને અમદાવાદ વધુ રહેવા દેવા માંગતા ન હતા. ઘરમાં તામારા સબંધ વિશે ખબર પડી ચૂકી હતી. એ તને આજે પણ એટલો જ પ્રેમ કરે છે. રહી વાત મારી, તો હું તારી મિત્ર હતી. છું રહીશ, હું તારો દુઃખ જોઈ ન શકી, અને આ બધી વાતો થી અજણાતાં તારી નજદીક આવી ગઈ.... એ તને ખરેખર પ્રેમ કરે છે. જો તું આજે તેની સાથે અન્યાય કરીશ...તો લોકોને પ્રેમ ઉપરથી શ્રદ્ધા ઓછી થઈ જશે..." જાગુના ચેહરા પર એક જાતની શાંતિ હતી, સાધુ મહાત્મા જેવી શાંતિ....
રવિ, અવન્તિકા બને એક બીજાના અશ્રુભીના ચહેરાઓ જોઈ રહ્યા હતા.
"ફક્ત એકબીજાને જોયા કરશો કે ..." એમિલીએ હસતા હસતા કહ્યું...
બને એક બીજાને ભેટી પડ્યા, સમુદ્ર વધુ ધુધવાવા લાગ્યો! બને એકબીજાના ચેહરા, આંખ, નાક, ગાલ પર ચુંબનની વર્ષા કરી દીધી....
(સમાપ્ત)