aryriddhi - 16 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી - ૧૬

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી - ૧૬

આગળ ના ભાગ માં જોયું કે વિપુલ અને વર્ધમાન ના અલગ થયા તેના પંદર વર્ષ પછી વર્ધમાન વિપુલ ને ફોન કરી ને તેને મુશ્કેલી માં થી બચાવવા માટે મદદ માંગે છે. એટલે વિપુલ મૈત્રી ને સાથે લઈને વર્ધમાન અને આર્યા ને બચાવવા માટે જાય છે. ત્યારે મૈત્રી જતાં પહેલાં નિમેશ ને એક ટ્રેકર ડિવાઇસ આપે છે તેની મદદથી નિમેશ વિપુલ અને તેને શોધી ને તેમની મદદ કરી શકે. નિમેશ અને મીના તે ટ્રેકર ની મદદ વિપુલ ને શોધતા શોધતા એક ખંડેર થઈ ગયેલી જગ્યાએ પહોંચી જાય છે. ત્યાં નિમેશ એક આઉટહાઉસ માં વિપુલ, મૈત્રી, વર્ધમાન અને આર્યા ને ખુરશી પર બંધાયેલી હાલત માં જોવે છે. નિમેશ તેમને બચાવવા માટે જાય તે પહેલાં એક છોકરો તે આઉટહાઉસ ને બૉમ્બ થી ઉડાવી દે છે. નિમેશ દૂર ફેંકાઈ જાય છે. મીના નિમેશ પાસે જાય છે. નિમેશ ને રડતો હોય છે. હવે આગળ....

નિમેશ પોતાની જાત ને કોસતા રડતો હોય છે. તેને લાગતું હોય છે કે જો તેઓ થોડા વહેલા આવ્યા હોત મૈત્રી અને વિપુલ ની સાથે તે આર્યા અને વર્ધમાન ને પણ બચાવી શક્યો હોત.

ત્યારે મીના તેને કહે છે આપણે અહીં થી જલ્દી નીકળી જવું જોઈએ ત્યારે નિમેશ થોડા ગુસ્સામાં અને દુઃખી થઈ ને કહે છે કે મારા માતાપિતા સમાન ભાઈ અને ભાભી આટલી ભયાનક રીતે મૃત્યુ પામ્યા. તેમના શરીર નો એક ભાગ પણ સાજો સલામત ના મળી ના શક્યો.

અને તારે પાછા જતાં રહેવું છે એમને આ હાલત માં છોડી ને ? ત્યારે મીના નિમેશ ને કહે છે કે હું ભાગવા ની વાત નથી કરતી પણ રિધ્ધી અને નિમેશ ને બચાવવા માટે અહીં થી પાછા જવાનું કહું છું.

મીના ની વાત સાંભળી ને નિમેશ થોડો શાંત થઈ ગયો એટલે મીના એ આગળ કહ્યું જે લોકો એ વર્ધમાન અને આર્યા ની સાથે ભાઈ ભાભી ની હત્યા કરી છે એ લોકો ની વિપુલ અને વર્ધમાન સાથે દુશમની હતી એટલે શક્ય છે કે રિધ્ધી અને પાર્થ ને ખતરો હોય.

મીના ની વાત સાંભળી ને નિમેશ તરત ઉભો થઇ જાય છે અને મીના ને કહે છે તું સાચું કહી રહી છે હું આ વાત ચુકી ગયો હતો. આમ કહીને નિમેશ ઝડપથી તેની કાર તરફ જાય છે.

મીના તે આઉટહાઉસ ના કાટમાળ તરફ જોઈને ઉભી રહે છે. તેની આંખો માં થી આંસુ નીકળી રહ્યા હતા આજે તેનું સર્વસ્વ ગુમાવી દીધું હોય તેમ તેને લાગી રહ્યું હતું. મીના એ તેની મિત્ર, સાથી , બહેન મૈત્રી ગુમાવી દીધી હતી.

નિમેશે મીના ને બૂમ પાડી એટલે મીના એ જલ્દી થી તેની આંખો સાફ કરી ને ઝડપથી તેમની કાર માં બેસી ગઈ. પછી નિમેશે કાર ને ફૂલ સ્પીડ માં દ્રાઈવ કરી ને એક કલાક નો રસ્તો પિસ્તાળીસ મિનિટ માં કાપી નાખ્યો.

અને સ્મિથ ના ઘરે પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો રિધ્ધી અને પાર્થ વીડિયો ગેમ રમતા હતા. સ્મિથ તેનું ઓફીસ વર્ક કરી રહ્યો હતો. રિધ્ધી અને પાર્થ ને સલામત જોઈને નિમેશ ને રાહત થઈ.

નિમેશ અને મીના ને આવેલા જોઈને સ્મિથ તેની જગ્યા પર થી ઉભો થઇ ગયો. તેણે નિમેશ અને મીના ને બેસવા માટે કહ્યું પણ નિમેશે ના પાડી. નિમેશે સ્મિથ ને એકલા મળવા માટે કહ્યું.

એટલે સ્મિથ નિમેશ ને તેના રૂમ લઈ ગયો ને પૂછ્યું તેને શું વાત કરવી હતી. જવાબ માં નિમેશે સ્મિથ ને વિપુલ અને વર્ધમાન ની દોસ્તી વાત જણાવી. સ્મિથ વિપુલ અને વર્ધમાન ની દોસ્તી વિશે જાણી ખુશ થયો.

સ્મિથ ને લાગ્યું કે આ પ્રકારની દોસ્તી ખૂબ ઓછા લોકો માં જોવા મળે છે. સ્મિથે કહ્યું કે તે વર્ધમાન ને મળવા માંગે છે. ત્યારે નિમેશે જવાબ આપ્યો વિપુલ અને વર્ધમાન ની તેમની પત્ની મૈત્રી અને આર્યા ની હત્યા થઇ છે.

આ સાંભળી ને સ્મિથ ના ગુસ્સો નો પાર નહોતો. વિપુલ તેનો પણ મિત્ર હતો પણ વિપુલે તેને ક્યારેય પોતાની અને વર્ધમાન ની દોસ્તી વિશે જણાવ્યું ન હતું પણ આજે નિમેશ દ્વારા એમની દોસ્તી ની વાત સાંભળી ને ખુશી થઈ અને તે બંને ની હત્યા થઈ છે એ જાણી ને ખૂબ જ દુઃખ થયું.

સ્મિથે નિમેશ ને જ્યાં સુધી વિપુલ અને વર્ધમાન ના હત્યારાઓ ના પકડાઈ જાય ત્યાં સુધી પોતાના ઘરે રહેવા માટે કહ્યું. નિમેશે કહ્યું કે તેણે હત્યારા નો ચહેરો જોયો છે. આ સાંભળી ને સ્મિથ ના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ.

નિમેશ અને સ્મિથ વાત કરતાં હતા ત્યારે મીના રિધ્ધી પાસે બેઠી હતી. રિધ્ધી અનેક મીના ને પુછી ચુકી હતી તેના મમ્મી પપ્પા કયાં છે ?

રિધ્ધી ને શું જવાબ આપવો એ વાત થી મીના મુંઝવણમાં મુકાઈ ગઇ હતી એટલે તેણે થોડું વિચારી ને કહ્યું કે નિમેશ ને ખબર છે તેના મમ્મી પપ્પા ક્યાં છે. આ સાંભળી ને રિધ્ધી પાછી પાર્થ પાસે જઈને બેસી ગઈ અને નિમેશ ના બહાર આવવાની રાહ જોવા લાગી.

ત્યાં સુધી માં નિમેશે સ્મિથ ના લેપટોપ માં જે છોકરા એ બોમ્બ ના રિમોટ નો ઉપયોગ કર્યો હતો તેનો ચહેરા નો સ્કેચ બનાવી દીધો. સ્મિથે તે સ્કેચ ને FBI ના હેડક્વાર્ટર પર મેઈલ કર્યો અને તે ચહેરા ની બધી વિગતો ઝડપથી મેળવી આપવા માટે કહ્યું.

મીના ને હવે ફિકર થવા લાગી હતી કે જ્યારે રિધ્ધી ને ખબર પડશે કે તેના માતાપિતા આ દુનિયા નથી રહ્યા ત્યારે તેના પર શું વીતશે ? નિમેશ અને સ્મિથ જવાબ ની રાહ જોઇ રહ્યા હતા.

દસ મિનિટ પછી સ્મિથ ના મોબાઇલ પર કોલ આવ્યો. તેમાં તેને અમુક વિગતો જાણવામાં આવી. ફોન ચાલુ રાખી ને સ્મિથે તે ચહેરા અંગે નો FBI નો જવાબ જોઇને મોટો આંચકો લાગ્યો.

આ ચહેરો ધરાવનારે પોતાના માતાપિતા ની હત્યા કરી હતી. એ ચહેરા વિપુલ અને મૈત્રી ની સાથે પોતાના માતાપિતા વર્ધમાન અને આર્યા ની હત્યા કરી હતી. એ ચહેરો આર્યવર્ધન નો હતો.

આર્યવર્ધને પોતાના માતાપિતાની હત્યા કેમ કરી હતી? શું નિમેશ વિપુલ અને મૈત્રી ની હત્યા નો બદલો લેશે? નિમેશ રિધ્ધી ને મૈત્રી અને વિપુલ ના મૃત્યુ ની વાત કઈ રીતે જણાવશે ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી..

વાંચકમિત્રો આપ આપના કિંમતી પ્રતિભાવ મારા whatsapp નંબર 8238332583 પર મેસેજ કરી મને આપી શકો છો.