Naam me kya Rakhha hai - 2 in Gujarati Fiction Stories by Dhaval Limbani books and stories PDF | નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

Categories
Share

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨

                  ❤️ નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨ ❤️

                 
          ( ઘણા મને એવું પૂછે છે કે સર આ તમારા પોતાની સ્ટોરી છે ?? પણ એવું નથી . આ એક કાલ્પનિક સ્ટોરી છે  જેમાં ખાલી હું પોતે એક પાત્ર બન્યો છુ. માટે થોડી ઘણી વાતો મારા પોતાના ઉપર થી લેવામાં આવેલી છે. અને ખાસ તો એ વ્યક્તિઓ જે સુરત ના છે એમને મને એવું પણ કિધેલું અને મેસેજ પણ આવેલા કે સર તમે સુરત માં આવ્યા અને અમને મળ્યા જ નહીં. કેમ કે જ્યારે મેં " નામ મેં કયા રખ્ખા હૈ -1 પબ્લિશ કરી  ત્યારે એમને એવું લાગેલું કે હું સુરત આવેલો અને આ મારી રીયલ સ્ટોરી છે તો મારા મિત્રો હું ક્યારેય સુરત નથી આવ્યો પણ જ્યારે આવીશ ત્યારે જરૂર થી કહીશ અને હા ફરી એક વાર આ મારી સ્ટોરી નથી. just એક કાલ્પનિક સ્ટોરી છે.પણ જે સુરતના લોકોનો પ્રેમ આવ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ )

             જૂન મહિનાની શરૂઆત હતી.ઉનાળો તો એમના મધ્યાહાને પહોંચી ને અમદાવાદ ના જન - જીવન ને બરાબર નો અકળાવી રહ્યો હતો. તે  જ દિવસો માં મને એવું કહેવા માં આવ્યું કે આપણે Next પ્રોજેક્ટ માટે સુરત જવાનું છે અને થોડા દિવસ તો સુરત જ રોકાવવાનું થશે. આ સાંભળી ને તો  હું ખૂબ જ ખુશ થઈ ગયો અને ફોન લઇ ને મેં પહેલી મારી ભૂત ને મેસેજ કર્યો. "  Hi Bhut.. I m Coming To Surat "  અને એમને એટલી જાણ થતાં કે હું સુરત આવું છુ તો એ એટલી ખુશ થઈ ગઈ કે વાત જ ના પૂછો. અને સાથે જ એનો રીપ્લાય મને આવ્યો " After All લેખક સાહેબ તમારે પધારવું જ પડ્યું ને અમારા ખૂબસુરત શહેર માં...

            
                6th જૂને તો સુરત માં મારી એન્ટ્રી થઈ ગઈ.જ્યારે હુ ફેબ્રુઆરી માં આવ્યો ત્યારે થોડાક મારા મિત્રો સાથે હતા એટલે કાઈ પ્રોબ્લેમ ના આવ્યો પણ આ વખતે હુ એકલો હતો.આમ તો  સુરત મને થોડુ અજાણ્યું લાગતુ હતુ પણ પેલી સુરતી લાલી ના લીધે મને આ વખતે વાંધો ના આવ્યો કારણ કે સુરતમાં મારે જ્યાં જવાનુ હતુ એનો આખો નકશો એને મારા ફોન પર મોકલી આપેલો.

             
              હુ સુરત ના રેલવે સ્ટેશન પર થી બહાર નીકળ્યો અને એના કહેવા મુજબ રેલવે સ્ટેશન ની સામે આવેલા બીસ્મિલ્લાહ રેસ્ટોરન્ટ પર ગયો અને ત્યાં મારી ગમતી ડીશ ઓર્ડર કરી. ડીશ આવે ત્યાં સુધી માં મેં પહેલી સુરતી મેડમ ને મેસેજ કર્યો " કે  મારું આગમન  તમારા સુરત માં થઈ ગયુ છે તો આજે આપણે મળી શકીએ ? " કેમ કે કામ ના લીધે આજે હુ કોઈ પણ કામ કરવાના મૂડ માં હતો જ નહીં.

        
               અમે સાંજે પાંચ વાગ્યે મળવાનું નક્કી કર્યું અને પ્લેસ તો મેં એને જ નક્કી કરવાનુ કહ્યું. મારુ જમવાનું પતાવી ,મારા ઓફીસ દ્વારા ફાળવેલી હોટલમાં હુ પહોંચ્યો. ત્યાં રિસેપશન પર થી ચાવી લઇ મારા રૂમ તરફ આગળ વધ્યો.જેવો મારે રૂમ જોઈતો હતો મને એવો રૂમ આપેલો.
પાંચમાં માળ પર મારો રૂમ અને રૂમની બારી ખોલતા જ તાપી મૈયા ના દર્શન. થોડી વાર પછી શાવર લઈ ને બેડ પર આરામ કરવા માટે પડ્યો પણ આરામ કરવાના બદલે મને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ના પડી. કદાચ પાંચ વાગ્યા હશે ત્યાં મને મારા ફોન ની રિંગ એ જગાડ્યો અને સાથે જ મેં ઘડિયાળમાં જોયું તો 5 :30 થઈ ગયા હતા. અને આ ફોન પહેલી સુરતીનો જ હતો. મને કહે '" Drecullaa !! Where are You ? તું કેમ મને દેખાતો નથી ?? " મેં કહ્યું " બસ પાંચ જ મિનિટ માં પહોંચ્યો હો ભુતુ " ( એની સાથે રહી મને પણ આદત પડી ગઈ એની જેવા શબ્દો યુઝ કરવાની ) અને સાથે મેં બહાનું બનાવ્યું કે તારા સુરત નુ ટ્રાફિક એટલે બસ...
એમ કહી ને મેં ફોન કટ કર્યો..

            પાંચ મિનિટમાં પહોંચવાને બદલે મારે છ વાગી ગયા. મેં એને શાંત જગ્યા એ મળવાનું કિધેલું એટલે એને મને  સુરત ના ફેમસ ગાર્ડન એવા " FLORAL PARK " માં મળવા બોલાવેલો. ત્યાં પહોંચતા જ 6 :15 થઈ ગયા અને મેં જે ધારેલું એવું જ એ પ્લેસ હતું. એક દમ શાંત વાતાવરણ, પક્ષીઓનો કલરવ અને સાથે  જ આજુ બાજુ માં મને વાતોમાં મશગુલ બનેલા કપલો દેખાયા પણ મને પહેલી સુરતી ભૂત ક્યાંય પણ જોવા ના મળી. હું ખૂબ જ બેચેન હતો કારણે કે આજે હું એને પહેલી વખત રૂબરૂ મળવાનો હતો અને એને જોવાનો હતો.

           મેં એને કોલ કર્યો ત્યાંજ મને એક છોકરીનો અવાજ કાને પડ્યો. તે પોતાના ગ્રૂપ માં મીઠો ઝઘડો કરી રહી હોય એવું લાગ્યુ. ઝઘડા માં પણ એનો એ મધ જેવો મીઠો અવાજ સાંભળતા મેં પાછળ જોયું તો !!!! અફસોસ એનો ચહેરો મને વ્યવસ્થિત ના જોવા મળ્યો. એમની આગળ એના મિત્રો ઉભેલા હતા પણ ક્યારેક ક્યારેક એની થોડી થોડી ઝલક દેખાઈ રહી હતી. એના એ હવામાં ઉડતા ખુલ્લા વાળ , સપ્રમાણ ઊંચાઈ , ભરાવદાર પણ નહીં ને એવો એનો બાંધો , બ્લેક જીન્સ ની સાથે બ્રાઉન વેસ્ટર્ન ટોપ એમને પહેરેલુ અને પગ માં બ્લેક મોજડી પહેરેલી , સાથે જ હાથમાં સિમ્પલ watch પહેરેલી. એક સુંદર અવાજની રાણી એ પોતે પણ સુંદર હશે એવું મને અભિભૂત થયુ.

             ત્યાં મને યાદ આવ્યું કે પહેલી ભૂત મારો wait કરતી હશે પણ મને એ ક્યાંય નજરે ના પડી એટલે હું આગળ ચાલ્યો ત્યાં જ મારા પર એનો ફોન આવ્યો. પહેલું કહેવાય ને  "  શૈતાન કા નામ લિયા ઓર શૈતાન હાજીર " હા હા હા . સેમ એમ જ થયું..

        
            મેં જેવો એનો કોલ રીસીવ કર્યો ત્યાં જ મને કહે " Dreculla આમ તેમ જોવાને બદલે એક વાર પાછળ તો જો '" અને મેં તરત પાછળ જોયું તો......... !! ત્યાં તો હું એને જોતો જ રહી ગયો. કારણે કે મેં થોડી વાર પહેલા મેં જે ગર્લ ને જોયેલી અને એમની સુંદરતા વિશે અનુમાન લગાવેલું એ આ ભૂત જ હતી. મારા મોઢા પાસે ચપટી વગાડતા કહ્યું." આમ જોઈ રહીશ કે કશુ કાંઈ બોલીશ વહાલા " અને ત્યાં જ હું મારા વિચારોમાંથી બહાર આવ્યો. મેં થોડા સમય પહેલા જેવું અનુમાન લગાવેલું અને કરતા તો એ વધારે સુંદર અને સોબર લાગી રહી હતી.

            પણ કહેવું પડશે એની કાજળ ભરી એ આંખોનું ! એ જોતાં જ મને મારી રચના " નયન " યાદ આવી ગઈ . અને મને એવું જ લાગ્યું કે એ " નયન " નામ ની રચના મેં એના માટે જ લખી હોય. જમણી આંખની નીચે એક નાનો એવો તલ ( તિલ )  હતો જે એના ચહેરા ને વધારે સુંદર બનાવી રહ્યો હતો. ડાબા હાથમાં કાંડા ની નીચે એક બટરફ્લાય નું ટેટુ હતુ.
ગળામાં નાનો અને પાતળો એવો ચેઇન હતો અને સાથે જ એમાં એક પેન્ડટ હતું જે એની ગરદન ને શોભાવી રહ્યું હતું અને સાથે ડાર્ક રેડ લિપસ્ટિક થી રંગેલા એના એ હોઠ જાણે....... શુ વાત કરૂ એની !!

           હું પણ કાઈ એના થી ઓછો ના હતો. હું બ્લેક ડેનિમ સાથે Furt White લિનન શર્ટ , હાથ માં fast track ની watch ,  પગ માં લોફર ,  Spicy Hair અને મારા ચહેરાને સૂટ થતી Beard અને Rayban ના ચશ્માં. એમ હું પણ એને બરાબર ટક્કર આપી રહ્યો હતો. હા હા હા..

            થોડા સમય પછી એ મારો હાથ પકડી ને એક જગ્યા એ બેસવા માટે લઇ ગઈ અને ત્યાં અમેં એક બેંચ પર બેઠા. અમારી બાજુમાં એક મોટું વૃક્ષ હતું, સાથે આજુબાજુ માં નાના મોટા ફૂલ છોડ અને ગાર્ડન ની એ લાઈટ..એમને બોલવાનું શરૂ કર્યું અને એમના સુરતની અલક મલક વાતો કરી પણ મારા થી એક શબ્દ પણ ના બોલાયો. કોલ કે મેસેજ મા તો હું એનો વારો નહોતો આવવા દેતો પણ અહીંયા તો બસ એને સાંભળ્યા જ કરું અને એ બોલતી રહે અને સાથે જ આ સુંદર સાંજ નો સુંદર સમય અહીં જ થંભી જાય હું એવું વિચારતો હતો. હું લખતો , ભણાવતો અને અમુક શાળાઓમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા મોટિવેશન સ્પિકર તરીકે પણ જતો. આમ તો ઘણા લોકો મારી સ્પીચ ના દીવાના હતા પણ સાહેબ અહીંયા તો ઊલટું થઈ ગયું.હું એની બોલવાની છટ્ટા , ચહેરાના એક્સપ્રેશન. કોઈ શબ્દ જ નથી એને વર્ણન કરવા માટે ના....આમ તો એક કાઠિયાવાડી કોઈની વાત માં ના આવે પણ શુ કહું હું આ સુરતી છોકરીનું! જેને એક કાઠિયાવાડી બંદાની બોલતી બંધ કરાવી દીધી હા હા હા હા..

            ત્યાં જ એ મારા ચહેરા પાસે આવી ચપટી વગાડતા બોલી " Dreculla કંઈક બોલીશ કે નહીં " પણ મેં ખાલી just મોઢું હલાવીને હા પાડી. ત્યાંતો એને મને ઉધડો લેવાનું શરૂ કર્યું. એને એને હું લેઇટ આવ્યો એ વાત યાદ આવી ગઈ " તું કેમ એટલો બધો મોડો પડ્યો હે !!! 5 :30 ને બદલે 6 : 15 થઈ ગયા. તું ક્યાં હતો અને શું કરતો હતો ? હું ક્યાર ની અહીં તારી રાહ જોતી હતી. એને બોલવાનું બંધ કર્યું એટલે મેં એને શાંત પાડી એને કહ્યું " અરે વ્હાલી !! તારું આ સુરત નું ટ્રાફિક મને તારી પાસે આવવા માટે લેઇટ કરાવતું હતુ.મેં સોરી કહ્યું અને શાંત પાડી. પણ શું કહું સાહેબ એની ખૂબસૂરતી નું !! એ ગુસ્સા માં તો વધુ સુંદર લાગી રહી હતી..

             મેં એને મારા સુરત આવવાનું કારણ જણાવ્યું અને કહ્યું કે મારે એક મહિના માટે સુરત રોકાવવાનું થશે અને  જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મને તારા સુરત ના દર્શન કરાવવાના છે અને તારી સાથે જ રહેવાંનું છે ફ્રી ટાઈમ માં. એટલું સાંભળતા જ એ ખુશી થી જૂમવા લાગી અને એ મારા ગળે વળગી પડી..

........................... ક્રમશઃ ................................ 

કઇ રીતે બંને મળે છે , ક્યાં ફરવા જાય છે , એક બીજા ના દિલ ની વાત કહી રીતે જણાવે છે ! અને આગળ શુ શુ  થાય છે  એ જોઈશું   ❤️ નામ મેં ક્યાં રખ્ખા હૈ - 3 માં ❤️

અને હા " લવ ની ભવાઈ " વાંચવાનું ના ભૂલતા..
અને હા પ્લીઝ તમારો અભિપ્રાય જરુરથી આપશો એવી નમ્ર  વિનંતી.

Thank You .....
? Mr. NoBody..

for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani