Sindabad ni chothi safar in Gujarati Adventure Stories by KulDeep Raval books and stories PDF | સીંદબાદની ચોથી સફર

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

સીંદબાદની ચોથી સફર

સીંદબાદની ચોથી સફર

     માણસને ટેવ પડે તે જલ્દી જતી નથી. આટલી સફરો વેઠયા પછી  સફર પણ ના જવું તે નિર્ણય પર અડગ રહી શક્યો નહીં. વધારે ધન કમાવાની લાલચે તે ચોથી સફર પર જવાનું નક્કી કરે છે. તેણે થોડો માલ સમાન ખરીદ્યો અને એક વહાણ માં બેસી ગયો. આ વખતે વહાણ ઈરાન જતું હતું. ઈરાન પહોચીને ત્યાં પોતાનો સમાન વેચ્યો. ખૂબ જ નફો થયો અને એ નફામાંથી તેણે પોતાનું એક નાનું વહાણ ખરીદ્યું અને સીંદબાદના વહાણમાં પણ કેટલાંક વેપારીઓ વેપાર કરવા આવી ને બેઠા. વાહનના વેપારીઓ સાથે સીંદબાદની સારી એવી દોસ્તી થઈ ગઇ.

    રસ્તામાં અચાનક એક ભયંકર તોફાન આવ્યું. વહાણ દરિયાના મોજા પર ઝોલા ખાવા માંડ્યુ. લાગતું નહતું કે વહાણ વધારે સમય તોફાન સામે ટકી શકે. અચાનક વહાણ ના ભૂક્કે ભૂક્કા થઈ ગયા. બધા વેપારીઓનો સમાન ડૂબી ગયો અમુક વેપારીઓએ ત્યાંજ જળ સમાધિ લઈ લીધી. ભાગેલા વહાણ નો લાકડાનો એક ટુકડો સીંદબાદના હાથમાં આવ્યો અને તેના સહારે સીંદબાદ બચી ગયો. તેની સાથે સીંદબાદ ના બીજા ત્રણ સાથી પણ બચી ગયા. શરીરમાં તાકાત નહતી. બોલવાના પણ હોશ નહતા. અશક્તિ આવી ગઈ હતી.

        આમ કરતાં કરતાં બધા જમીનના એક કિનારા પાસે આવી ગયા. સીંદબાદ અને તેના મિત્રો ઊભા થયા અને કેટલાક ફળ-ફૂલ વૃક્ષ પરથી તોડીને ખાધા. દૂર કેટલીક ઝુંપડીઓ દેખાણી. સીંદબાદ અને ત્રણ મિત્રો ત્યાં ગયા. આ ઝુંપડીઓ તો અહીના કાળા આદિવાસી લોકોની હતી. આદિવાસીઓએ આ ચારેય જણને પકડી લીધા. અને સાંજે બધાને પાલકની ભાજી ખાવા આપી. સીંદબાદ અને તેના મિત્રો ખૂબ જ ભૂખ્યા હતા. બધાએ પાલકની ભાજી ખાધી પેટ ભરાઈ ને પણ સીંદબાદ ને દાળ માં કઈક કાળું લાગ્યું તેણે ભાજી ખાવાનું નાટક કરીને તે ભાજી પાછળની ઝાડીમાં નાખી દીધી. થોડીજ વારમાં સીંદબાદના મિત્રો પાગલો જેવુ વર્તન કરવા લાગ્યા. પેલા આદિવાસીઓ માંથી એક આદિવાસી અહી આવ્યો અને એક સાથી મિત્રને પકડી ને લઈ ગયો પછી એનું માથું કાપીને એની બલી ચડાવી. આ જોઈને સીંદબાદના હોશ ઊડી ગયા. તે સાથી મિત્રના શરીરનું માંસ આદિવાસી લોકોએ ટૂકડે ટુકડા કરીને શેકી શેકીને ખાધું. બીજા દિવસે ખૂબ ભોજન આપ્યું સીંદબાદ અને તેના મિત્રોને. સીંદબાદ કંઈ પણ ખાતો નહતો એટલે એ દૂબળો પાતળો થઈ ગયો પણ સીંદબાદના મિત્રો વધારે ખાવાથી જાડા થઈ ગયા. અને તે બધાને મારી ને આદિવાસીઓએ બલી ચડાવી અને વધેલા શરીરના ટુકડે ટુકડા કરીને તેનું માંસ શેકીને ખાઈ ગયા. હવે ફક્ત વધ્યો હતો સીંદબાદ. સીંદબાદ ને મારવા માંગતા હતા આ આદિવાસીઓ પણ દુબળા પાતળા માણસ ને મારવાથી પાપ લાગે એ તેમનું માનવું હતું. તેમણે સીંદબાદ ને ઘણું ખાવાનું આપ્યું પણ સીંદબાદે ખાધૂ જ નહીં.

      એકવાર બધા આદિવાસીઓ જંગલમાં શિકાર કરવા ગયા ત્યારે એક ડોસાને સીંદબાદની નિગરાની માં રાખ્યો. સીંદબાદને લાગ્યું કે આજ સારો મોકો છે અહીથી ભગવાનો આમેય પણ આ ડોસો ક્યાં મારી પાછળ ઝડપથી દોડી શકવાનો? તેમ વિચારીને તેણે ડોસા ને કહ્યું,” મારા હાથ ખોલી નાખો મને ભૂખ લાગી છે મારે જમવું છે.” અને ડોસા એ જેવા હાથ ખોલ્યા કે સીંદબાદ મૂઠી વાળી ને દૂર જંગલમાં ભાગી ગયો. પાછળ ફરીને જોયું પણ નહીં ડોસા એ બૂમા બૂમ કરી અને બૂમ સાંભળીને આદિવાસીઓ ત્યાં આવ્યા તો ખબર પડી કે સીંદબાદ તો ભાગી ગયો છે.

          ભાગતા ભાગતા સીંદબાદ થાકી ગયો. ત્રણ દિવસથી કાંઇપણ ખાધું નહતું. તેણે નારિયેળી ના વૃક્ષ પર થી નીચે ઉતરેલા નિરીયેળો જોયા. આ નારિયેળ કોને ઉતાર્યા હશે તે વિચાર્યા વગર જ સીંદબાદે ચાકુથી નારિયેળ છોલીને તેનું પાણી પી ગયો. નારિયેળ ના પાણી થી શરીરમાં સ્ફૂર્તિ આવી. અને પછી તો સીંદબાદ જોર લગાવીને દોડ્યો અને એક કિનારા પાસે આવી ગયો. હવે ખબર પડી કે આ જમીન તો એક ટાપૂની હતી. હવે બહાર નીકળવું કઈ રીતે આ ટાપુ પરથી? થોડીવારમાં આદિવાસીઓ આવતા જ હશે તે વાતનો પણ ડર હતો. એટલમાંજ એક વહાણનો અવાજ સંભળાયો. સીંદબાદે પોતાનું સફેદ શર્ટ ઉતારીને હવામાં લહેરાવ્યું. સફેદ શર્ટ લહેરતું જોઈ વહાણ કિનારા પાસે આવ્યું અને સીંદબાદને વહાણમાં બેસાડી દીધો. વહાણના લોકો ને સીંદબાદે પોતાની આપવિતી જણાવી અને લોકોને સીંદબાદ પર ખૂબ દયા આવી તેમણે સીંદબાદને ભરપેટ ખાવા આપ્યું. આ વહાણ રેબલ દેશ નું હતું અને રેબલ દેશ માં આવ્યું. સીંદબાદ આ દેશમાં પહેલી વાર આવ્યો હતો. એક વેપારીએ સીંદબાદ ને સલાહ આપી કે, જા આ દેશના બાદશાહને તારી આપવિતી સંભળાવ તે તારી મદદ જરૂર કરશે.

         સીંદબાદ બાદશાહના મહેલમાં પહોચ્યો અને રાજાને પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના કહી. બાદશાહને પણ દયા આવી ગઈ અને કહ્યું,” તું મારા દરબારમાં જ રહે. હું તને સારી નોકરી અપાવીશ પણ એક સમસ્યા છે.” સીંદબાદે પુછ્યું,” શી સમસ્યા જહાપનાહ?” બાદશાહે જવાબ આપ્યો,” અમારા રાજ દરબારમાં એવી કોઈ નોકરીની જગ્યા છે જ નહીં જે તને આપી શકાય.” સીંદબાદે ચતુરાઈથી ઉત્તર આપ્યો,” બાદશાહ એનો પણ ઉપાય છે મારી પાસે. હું જ્યારે આ રાજયમાં આવ્યો ત્યારે મે જોયું કે રાજ દરબારના એક પણ ઘોડા શણગારેલા નથી હું આ ઘોડાઓને શણગારવાનું કામ કરીશ.” બાદશાહ ખુશ થયા અને કહ્યું,” ખૂબ સરસ તું વેપારીની સાથે સાથે ચાલક પણ છે. તને આજ થી હું મારા રાજ દરબારમાં સ્થાન આપું છુ.” આમ સીંદબાદને રાજ દરબાર માં સ્થાન મળ્યું. એમ કરતાં કરતાં કેટલાક દિવસો વિત્યા અને સીંદબાદે બાદશાહના કહેવા મુજબ તે રાજ્યની એક સુંદર કન્યા સાથે લગ્ન પણ કરી લીધા.

         લગ્નનાં દસ દિવસમાં જ સીંદબાદની પત્ની મૃત્યુ પામી. સીંદબાદના દુ:ખનો કોઈ પાર નહતો. બાદશાહે કહ્યું,” સીંદબાદ આ દેશનો એક રિવાજ છે પત્ની કે પત્નીનાં મૃત્યુ  પછી તેમનાં શબને કાળી ગુફામાં ફેંકી દેવામાં આવે છે અને તેનાં સાથીને પણ તે ગુફામાં ફેંકી દેવામાં આવે છે. એ ગુફા માં જવું એટલે મોત સમજો. આ રાજ નિયમ છે તારે એનું પાલન કરવુ જ પડશે.” સીંદબાદે કહ્યું,” પણ જહપનાહ હું આ રાજ્યનો નથી એટલે મને આ નિયમ કઈ રીતે લાગુ પડે?” બાદશાહે કહ્યું,” ભલે તું આ દેશનો નથી પણ તે આ દેશની કન્યા સાથે લગ્ન કર્યા એટલે  આ નિયમ તને પણ લાગુ પડશે.” બાદશાહના આદેશથી સીંદબાદને બંધી બનાવી લેવામાં આવ્યો.

           સીંદબાદ ની પત્ની ના શબને ગુફા માં ફેંકી દીધું પછી દસ દિવસ ચાલે તેટલું અન્નપાણી આપીને સીંદબાદ ને પણ તે ગુફામાં ધકેલી દીધો. સીંદબાદે ગુફામાં જઈને જોયું તો ઘણા બધા પતિ પત્ની ના શબ પડ્યા હતા. તેને અંધારામાં કઈ ઝાઝું દેખાતું નહતું. આમ કરતાં કરતાં આઠ દિવસ વીતી ગયા હવે ફક્ત બે દિવસ ચાલે એટલુ જ અન્નપાણી હતું સીંદબાદ જોડે. પછી ગુફાના ઉપર ના દ્વારેથી કોઈનું મડદું આવ્યું અને તેની સાથે તે મૃત વ્યક્તિ ની પત્ની જીવતી આવી સાથે દસ દિવસનું જમવાનું લઈને. સીંદબાદે તેની પાસે જમવાનું માંગ્યું તે યુવતી એ ના પાડી. સીંદબાદે બે દિવસ તો વિતવ્યા પણ હવે તેની પાસે જમવાનું હતું જ નહીં. પેલી યુવતીને દયા આવી તેણે સીંદબાદ ને બોલાવ્યો અને જમવા આપ્યું. બીજા દિવસે અચાનક તે યુવતીનું મૃત્યુ થઇ ગયું એટલે સીંદબાદે બધુ ભોજન પોતાની પાસે રાખી લીધું.આમ કરતાં કરતાં બીજા સાત દિવસ વિતવ્યા અને સીંદબાદ પાસે હવે કઈ પણ નહતું ખાવા માટે. ચાર દિવસ ભૂખ્યો જીવતો રહ્યો સીંદબાદ તેણે હિંમ્મત હારી નહીં.

       બીજા દિવસે સવારે એક પત્ની નું મડદું આવ્યું ને સાથે તેનો પતિ જીવતો દસ દિવસનું ભોજન લઈને આવ્યો. આ ગુફા ઉપરથી નીચે તરફ હતી અને અહીથી પાછું કોઈ પણ કાળે જઇ શકાય તેમ નહતું. તે પતિ બીજું કોઈ નહિ પણ આ દેશ નો બાદશાહ પોતે જ હતો. તે સીંદબાદ ને જોઈને ખુશ થયો. તેને નવાઈ લાગી કે હજી સુધી સીંદબાદ જીવે છે? કઈ રીતે. જવાબમાં સીંદબાદે બધી વાત કરી. અને બાદશાહે તેમના જમણમાંથી સીંદબાદને થોડું ખાવા આપ્યું. સીંદબાદ ના શરીરમાં હવે પ્રાણ આવ્યો હોય તેમ લાગ્યું. એમને એમ થોડા દિવસમાં બાદશાહ નું ભોજન પણ પતી ગયું. બાદશાહ સીંદબાદની માફક ભૂખ્યા રહી શક્યા નહીં અને તેમનું પણ મોત થયું. હવે ભૂખ્યા રહે સીંદબાદ ને ઘણા દિવસો વીતી ગયા. લાગતું હતું કે આ સફર એની અંતિમ સફર છે હવે બચવું ખૂબ જ મુશ્કેલ છે.

           એવામાં અચાનક તેને ઉંદરોનો અવાજ સંભળાયો. તે ગુફાની અંદર સુધી ગયો અને જોયું તો ઘણા બધા ઊંદરો દોડાદોડ કરી રહ્યા હતા. ત્યાંથી તે થોડો આગળ વધ્યો તો સમુંદરની લહેરોનો અવાજ સંભળાયો. તે નજીક ગયો અને તે ગુફામાં તેને એક નાનું બિલાડી જઇ શકે તેવડું કાણું દેખાયું. કાણાંમાંથી સીંદબાદે જોયું તો તેને સમુંદર દેખાતો હતો. સીંદબાદે ગુફામાં પત્થર ના ટુકડા જોયા અને તેનાથી કાણાં પર ઘા કરવા લાગ્યો બે દિવસની આકરી મહેનત એ પણ ભૂખ્યા પેટે. સીંદબાદ હવે શક્તિહિન થઈ ગયો. પણ તેની મહેનત રંગ લાવી. કાણાંનો ભાગ તૂટી ગયો તે મહામહેનતે કાણાંમાંથી બહાર નીકળ્યો, સમુંદર કિનારે ગયો અને બેહોશ થઈ ગયો.

           થોડી વાર પછી તે ભાનમાં આવ્યો અને તેણે જોયું તો તે એક વહાણમાં હતો વહાણના કપ્તાને તેને બચાવ્યો અને જમવા આપ્યું. આ વહાણ બગદાદ જતું હતું અને સીંદબાદે વહાણના કપ્તાનનો ખૂબ જ આભાર માન્યો. હવે ઘરે આવીને સીંદબાદે ફરી ક્યારેય કોઈ સફર પર જવું નહીં તેવો નિર્ણય કર્યો. જીવ બચી ગયો તેથી સીંદબાદે સાચા દિલ થી અલ્લાહનો આભાર માન્યો.