Hu raahi tu raah mari - 6 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 6

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 6

શિવમ હવે રાજકોટ રહેવાનો હતો. તેને પોતાની રેલ્વેમાં મળેલી નવી નોકરી માટે રાજકોટ રહેવાનું હતું. તે પોતાના જ રાજકોટમાં આવેલા ફ્લેટ પર રહેવાનો હતો. રહેવાની વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન ન હતો પણ શિવમ ઘરનું જ જમવાનું પસંદ કરતો અને તેને રસોઈ પણ બનાવતા આવડતું હોવાથી તેને મોલમાં જઈ ઘર માટે થોડી ખરીદી કરવાનો વિચાર કર્યો. ત્યારે જ બરાબર રાહીનો ફોન આવતા શિવમે રાહીને પોતાની સાથે ખરીદી કરવા આવવા માટે કહ્યું. રાહી શિવમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. આમ પણ રાહીને શિવમનો સાથ ગમતો હતો પણ તે આ વાત હજુ સુધી જાણી શકી નહોતી.
બંને નક્કી કરેલા સમયે મોલ પર પહોચે છે. તે બંને મોલમાં અંદર પ્રવેશે ત્યાં જ રાહીનો સામનો એક છોકરા જોડે થાય છે. રાહી તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે પછી થોડું પેલા છોકરા સામે જોઈ સ્માઇલ આપવાની કોશીશ કરે છે ત્યાં જ પેલો છોકરો તેના તરફ ગુસ્સાના ભાવથી જોવે છે. શિવમનું ધ્યાન પણ તેની તરફ આવતા છોકરા તરફ જાય છે. હજુ તે કઈ પણ સમજે તે પહેલા તે આવીને રાહી સામે જોઈ બોલવા લાગે છે.
“ ઓહ તો હજુ તું આવીને આવી જ છો એમ ને ?” અજાણ્યો છોકરો.
“ તું આવું કેમ બોલે છે ? હું તો તને અહિયાં આમ અચાનક જોઈને ખુશ થઈ પણ તું આમ આવી ભાષામાં મારી જોડે કેમ વાત કરે છે ?” રાહી.
“ તારા જેવી છોકરીને હું સ્માઇલ તો શું જોવાનું પણ પસંદ ન કરું પણ એક સમયમાં તને પ્રેમ કરતો તે માટે રહી ના શક્યો પણ હું ભૂલી ગયો હતો કે તારા જેવી છોકરી ક્યારેય ના સુધરે. તને એક નહીં તો એક બોયફ્રેંડ જોઇએ જ પોતાની આગળ પાછળ ફરે અને તારા શોપિંગ બેગનો ભાર ઉપાડે તેવા છોકરાની ..અને હવે આ તારી જરૂર નહીં પણ આદત બની ગઈ છે.” અજાણ્યો છોકરો.
શિવમ પેલો છોકરો જે ભાષામાં રાહી જોડે વાત વાત કરતો હતો તે સાંભળી અવાચક રહી ગયો. પછી થોડું સ્વસ્થ થતાં બોલ્યો , “ તે મારી ગર્લફ્રેંડ નથી. તે મારી એક સારી મિત્ર છે. મહેરબાની કરીને આ રીતે રાહી જોડે વાત ન કરો.”
“ હું તારી જોડે વાત નથી કરતો. તું ચૂપ જ રહે.” તે છોકરાએ શિવમ જોડે પણ ખરાબ રીતે વાત કરી.
શિવમને તે છોકરા પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે કઈંક બોલવા જતો હતો ત્યાં જ રાહીએ તેનો હાથ પકડી લીધો અને આગળ ચાલવા માટે ઈશારો કર્યો. રાહીના કહેવાથી શિવમ આગળ ચાલવા લાગ્યો.
“ હા જા જા તું પણ થોડા દિવસમાં મારી જગ્યા પર હોઈશ.” પેલો છોકરો હજુ પણ બબળતો હતો. રાહી અને શિવમ તેના તરફ ધ્યાન આપ્યા વગર આગળ ચાલવા લાગ્યા.
“ મારો પહેલાનો બોયફ્રેંડ હતો.” રાહી.
“ હા વાત પરથી ખબર પડી ગઈ મને.” શિવમ.
“ સોરી , મારા લીધે તારે પણ સાંભળવું પડ્યું.” રાહી.
“ હવે તું એ માણસ માટે શા માટે સંકોચ કરે છે જ્યારે તેને તારી કોઈ પરવાહ જ નથી.” શિવમ.
“ તો પણ તેને જે તારું અપમાન કર્યું તેના માટે..” રાહી.
“ બસ હવે તું એક પણ વખત સોરી નહીં બોલે.. જે માણસને તારી સ્માઇલનો જવાબ વ્યવસ્થિત આપવો દૂર પણ મારા જેવા અજાણ્યા માણસ જોડે પણ ગેરવર્તન કરી લીધું ત્યારે હું તે વાત સારી રીતે સમજી શકું કે તે માણસ તારે યોગ્ય તો ન જ હોય. ભલે આપણે મળ્યા તેને હજુ થોડો જ સમય થયો હોય પણ એટલી તો ઓળખી જ ગયો છું કે કારણ વગર તું ક્યારેય કોઈપણને દુખી ન કરી શકે.” શિવમ.
“ તે જ તો ફર્ક છે તારામાં અને તેનામાં. તે મને થોડા સમયમાં પણ હું શું કરી શકું અને શું નહીં તે વાત ચોક્કસપણે જણાવી અને તે આટલો સમય થઈ ગયો હતો છતાં પણ મને હજુ ખોટી નજરોથી જુએ છે.” રાહીએ નિરાશ થતાં કહ્યું.
“ મહેરબાની કરીને તું હવે તેના લીધે નિરાશ ન થઈશ. આપણે અહી સાથે રહેવા અને વાતો કરવા માટે ભેગા થયા છીએ નહીં કે આવા માણસો વિષે વિચારી દુઃખી થવા. તારા લીધે આજ હું મારા દુઃખમાંથી આટલી જલ્દી બહાર આવી શક્યો છું અને હવે તું આમ દુઃખી ન થઈશ બાકી હું પણ દુઃખી થઈ જઇશ.” શિવમે રાહીને મનાવતા કહ્યું.
“ સારું ચાલ હવે ઉદાશ નહીં થઈશ અને તારા ચહેરા પર પણ મને સ્માઇલ જોઈએ.” રાહી.
“ ઓકે મેડમ .” શિવમે હસતાં કહ્યું.
“ ચાલ હવે તારે જોઈતી વસ્તુની ખરીદી જલ્દીથી કરી લઈએ. શું શું વસ્તુ લેવાની છે તે લિસ્ટ તો બનાવ્યું છે કે નહીં ??” રાહી.
“ તે તો તું આવવાની હતી ખરીદી માટે મારી સાથે તો પછી મે લિસ્ટ જ ન બનાવ્યું. મને થયું ત્યાં જઈને જોઈતી વસ્તુ હું લઈ લઇશ અને બીજી જરૂરી વસ્તુ જે કોઈ હશે તે તું યાદ આપવી દઇશ.” શિવમ.
“ હમ્મ.. તો ચાલ હવે શરૂ કરીએ ખરીદી..?” રાહી.
“ સારું મેડમ.” શિવમ.
રાહી અને શિવમ ઘર વપરાશની દરેક વસ્તુની ખરીદી સાથે મળીને કરવા લાગ્યા. રાહી એક એક વસ્તુ શિવમને યાદ કરીને લેવડાવતી હતી જે તેને ઘર માટે જરૂરિયાત પડવાની હતી. બન્ને ખરીદી કરતાં જતાં હતા અને સાથે વાતો અને મજાક-મસ્તી કરતાં જતાં હતા. લગભગ ૨ કલાક જેટલા સમયમાં બધી ખરીદી કરીને બન્ને બીલ કાઉન્ટર પર આવ્યા. સતત ૨ કલાક ચાલવાના લીધે બન્ને થાકી પણ ગયા હતા. ફટાફટ બીલ બનાવડાવી બન્ને મોલની બહાર ગયા. ૭:૩૦ નો સમય થઈ રહ્યો હતો. બન્ને કોફી શોપ પર કોફી પીવા માટે ગયા.
“ તો તારું ઘર છે ક્યાં રાજકોટમાં ?” રાહી.
“ અહી ઇન્દિરા સર્કલ પાસે આંગન એપાર્ટમેંટમાં...અને તારું ઘર ક્યાં છે? ” શિવમ.
“ હું રેશકોર્ષ રોડ પર રહું છું. મધુવન પાર્ક- ૨ માં.” રાહી.
“ ઓહહ ... તો તો ૧૫ થી ૨૦ મિનિટ થાય મારા ઘરથી.” શિવમ.
“ ઓહહ..તને ખબર છે આ સોસાયટીની?” રાહી.
“ હા હું રાજકોટમાં પહેલા ખાસ રોકવા માટે આવતો. મને ખૂબ જ ગમે છે આ શહેર અને આ શહેરના માણસો પણ.” શિવમે રાહી સાથે ફ્લર્ટ કરતાં હસીને કહ્યું.
“ હા એટલા માટે જ તો લોકોની નોકરી માટેની પહેલી પસંદ રાજકોટ હોય છે.” રાહીએ પણ સામે ફ્લર્ટ કરતો જવાબ આપ્યો.
વેઇટર ઓર્ડર લેવા માટે આવ્યો. શિવમે ૨ કોફીનો ઓર્ડર કર્યો.
“ તારે બીજી કોઈ વસ્તુની જરૂર હોય તો મને જણાવી દેજે હું મારા ઘરેથી તને મોકલાવી દઇશ.” રાહી.
“ ઘર ફુલ ફર્નિશ્ડ અને બધી સગવડતાઓથી સજ્જ છે, બસ અહી કોઈ રહેતું નથી અને મને ઘરનું જ જમવાની ઈચ્છા હોવાથી બસ આ કિચન માટે થોડી વસ્તુની જરૂરિયાત હતી તે પણ લઈ લીધી. બાકી ત્યાં બધુ જ છે.” શિવમ.
“ સારું. તો પણ કોઈ વસ્તુની જરૂરિયાત હોય અને તું નોકરીમાંથી ફ્રી ન થયો હોય તો મને જણાવી દેજે હું લાવી આપીશ..” રાહી.
“ ચોક્કસ મેડમ.” શિવમે એક મીઠું સ્માઇલ રાહીને આપતા કહ્યું.
“ બસ હા હવે વધારે ફ્લર્ટ ના કરીશ.” રાહી.
“ હજુ તો મે શરૂ પણ નથી કર્યું અને તમે બસની વાત કરો છો મેડમ.?? આમ ન ચાલે હો..” શિવમે ફરીથી હસતાં કહ્યું.
રાહી પણ સાથે હસી પડી. ત્યાં વેઇટર કોફી લઈને આવ્યો.
“ રાહી એક વાત પૂછવી હતી. પૂછી શકું?” શિવમ.
“ હા બોલને શું વાત છે ?” રાહી.
“ થોડી પર્સનલ છે.” શિવમ.
“ હા તું પૂછી શકે.” રાહીએ શિવમ સામે જોતાં કહ્યું.
“ તમારી વચ્ચે તેવું શું થયું હતું જેના લીધે તે તારા વિષે આવી ખોટી માન્યતા રાખીને ફરે છે?” શિવમ.
શું થયું હતું રાહી અને તેના જૂના બોયફ્રેંડ વચ્ચે જેના લીધે તે રાહી પર આટલો ગુસ્સો અને ખોટી માન્યતા રાખીને ફરે છે? શું છે રાહીના જીવનની પહેલાની હકીકત ? જોઈએ આવતા ક્રમમા..