Love You Zindagi bhaag-3 in Gujarati Short Stories by SENTA SARKAR books and stories PDF | લવ યુ જિંદગી (ભાગ - 3)

Featured Books
Categories
Share

લવ યુ જિંદગી (ભાગ - 3)

આગળ જોયું કે આરવ એક સારી એવી કંપનીમાં જોબ કરે છે, માતા પિતાના અવસાન પછી આરવ દુઃખ ભરી કહાની ભૂલીને પોતાનું ઘર છોડીને બીજે જાય છે, પરંતુ તેના મોબાઇલમાં અન-નોન નંબર પરથી આવેલ મેસેજ કોનો છે એ જાણવા આતુર હોય છે, હવે ત્યાથી આગળ.

આરવને નાઈટ હોવાને કારણે બધું કામ પતાવી જલદીથી તે પોતાની બાઇક લઇને કંપની એ જવા માટે નીકળે છે, રાત્રીના 10:00 વાગે તેની શિફ્ટ ચાલુ થવાની હોય છે, આરવ તેની ઓફિસનું બારણું ખોલીને અંદર જાય છે, પોતાનું બેગ ટેબલ પર રાખીને તે બહાર વર્ક જોવા માટે ચાલ્યો જાય છે, જરૂર હોય ત્યાં લેબર ને ગાઈડ પણ કરતો જાય છે, પુરી ત્રીસ મિનિટ કંપનીમાં ચક્કર લગાવ્યા પછી પોતાની ઓફીસ તરફ પાછો આવે છે અને ત્યાં ખુરશી પર બેસે છે.

થોડી વાર માં તેના મોબાઇલમાં ટોન વાગે છે, તે મોબાઈલ ઉઠાવી ને જુએ ત્યાં પહેલા unknown નંબર માંથી મેસેજ આવેલો હતો, મેસેજ કંઇક આ મુજબ હતો.

"Hello, How Are You ?"

( આરવ ખૂબ ગુસ્સે ભરાઈ ગયો અને તેણે મેસેજ કર્યો અને ચેટિંગ ચાલુ કર્યું )

"Who Are You ?"

"Guess Who I Am ?"

"If You Don't Want To Say, Then Now You Don't Send Message"

"Ok Ok, I Tell"

"Yes , Say"

( સામેથી મેસેજ આવે છે )

"MEERA"

( આટલો મેસેજ આવતાની સાથે જ આરવ જટકાની સાથે ઊભો થઈ જાય છે, ખુરશી ને પગ વડે પાછળ ધકેલી દે છે, આરવ ની આંખો અચંબાની સાથે ખુલી ને ખુલી રહી જાય છે, તે આંખોને પલકવા પણ નથી દેતો. )

"શું વાત કરે છે તું ?"

"હા હુ મીરા."

"આટલા વર્ષો પછી !"

"હા, આટલા વર્ષો પછી"

"શું હતું આ બધું ? કેમ આવું કર્યું ?"

"મારી પાસે તારા સવાલો નો કોઈ જવાબ નથી આરવ"

"પણ મને એટલું તો જાણવાનો હક છે કે આવું શુંકામ કર્યું ?"

"હા છે પરંતુ સમય આવે હું બધું જ જણાવીશ અને આવું કરવા પાછળનું કંઈક કારણ તો જરૂર હશે જ"

"પરંતુ મીરા આટલા વર્ષમાં તને મારી એક પણ વાર ચિંતા ન થઈ ?"

"કહેવુ તો મારે ઘણું બધું છે પણ અત્યારે એ યોગ્ય સમય નથી, મેં પહેલાં જ જણાવ્યું કે હું તને બધી વાત કરીશ."

"હા પણ ક્યારે એ સમય આવશે ?"

"જલ્દી થી"

"મીરા, તું ક્યાં છે ? અને શું કરી રહી છે ? તને મારો નંબર ક્યાંથી મળ્યો ? કંઈક તો કહે મને."

"આદિત્ય"

"શું તારા કોન્ટેકમાં છે ?" (આશ્ચર્ય સાથે)

"હા, એક દિવસ પહેલાં જ મળ્યો હતો, તેની પાસેથી જ તારો નંબર લીધો"

"પણ એનો નંબર છેલ્લા કેટલાય સમયથી બંધ આવે છે અને આ મારો નંબર પણ બીજો છે તો આ નંબર તેને મળ્યો કઈ રીતે?"

"એ હું કશું નથી જાણતી પણ નંબર મેં તારો તેની પાસેથી જ લીધો છે"

"યાર, મીરા તું શું બોલી રહી છે ? મને કંઇ સમજણ પડતી નથી"

"સારું, આરવ ઘણું મોડું થઈ ગયું છે આપણે પછી મળીશું"

"પણ મીરા એક મિનિટ..."

" BYE આરવ" (Offline)

આરવના દિમાગમાં વિચારોનું તો જાણે તોફાન આવી ગયું, એ સમજી નથી શકતો કે આટલી વારમાં આ બધું શું બની ગયું, પોતે વિચાર કરવા લાગે છે કે આ હકીકત છે કે પોતે કોઈ સપનું જોઈ રહ્યો છે, આરવ સાવ બેબાકળો બની જાય છે અને ફ્રેશ થવા માટે ઓફિસની બહાર જતો રહે છે, મો ધોઈને પાછો તે ઓફિસમાં આવે છે, ચા નો ઓર્ડર કરે છે, થોડીવારમાં ચા ટેબલ પર આવી જાય છે, ચા પીધા પછી તેને એવું લાગી રહ્યું હતું કે પોતે થોડો તણાવ મુક્ત થયો, પરંતુ હજુ તેના દિમાગમાં ઘણા બધા સવાલો હતાં, જેના કોઈ પણ જવાબ તેની પાસે ન હતા.

આવી રીતે સવારના પાંચ વાગી જાય છે, આરવ ની શિફ્ટ પૂરી થવાનો ટાઈમ થઈ ગયો, આરવ તેનું બેગ હાથમાં લે છે અને ટેબલના ડ્રોઅરમાંથી બાઈકની ચાવી કાઢીને ઘરે જવા માટે નીકળે છે, રસ્તામાં પણ એ માત્ર ગઈ રાતની બનેલી ઘટના વિશે જ વિચાર કરતો હતો, ઘરે પહોંચીને આરવ બેગનો ઘા કરે છે, જ્યારે આરવ આવો વ્યક્તિ હતો જ નહીં કેમકે તે પોતાની તમામ વસ્તુ તેની નિશ્ચિત જગ્યા પર જ મુકતો, પણ આજે આવું થયું નહીં સીધો બેડ પર પડે છે અને હજી પણ એ માત્ર વિચારો જ કરી રહ્યો છે કે આ બધું આખરે શું બની ગયું ?, આવા વિચારો કરતો કરતો તે ક્યારે નિંદરમાં સરી પડે છે તેનો તેને ખ્યાલ રહેતો નથી.

સવારે 10 વાગ્યે ફરી વખત એજ ટોન મોબાઇલ માં વાગે છે, આ વખતે તો આરવ ફટ કરતો ઊભો થઈને મોબાઈલ હાથમાં લઇ લે છે, જોવે છે ત્યાં તો મીરાનો જ મેસેજ હતો.

"Hi"

"Hi , Good Morning"

"આરવ, કોઈ પણ સવાલ ન કરતો બસ માત્ર એટલું કહે મને કે તું કેમ છે"

"હું મજામાં છું"

"અને તું"

"હું પણ"

"સરસ"

"અને મમ્મી પપ્પા કેમ છે તેની તબિયત તો ખુશનુમા છે ને ?"

"આરવ, કાંઇપણ રિપ્લે આપતો નથી અને મોબાઇલની સ્ક્રીન સામે એકીટસે જોયા કરે છે"

(બે મિનિટ પછી પાછો મીરાનો મેસેજ આવે છે)

"આરવ, શું થયું ?"

"કંઈ નહીં"

"હમમ..તો કેમ છે ? મમ્મી પપ્પા."

"મીરા, બધું સમાપ્ત થઈ ગયું, મારો અહેસાસ, મારી ખુશી અને મારો પરિવાર"

"શું થયું આરવ ?કેમ આવી વાત કરે છે ?"

"મીરાં, મમ્મી-પપ્પા મને એકલો છોડીને ચાલ્યા ગયા છે, ચાર વર્ષ પહેલા તેનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું,"

"આરવ, આઈ એમ સો સોરી આ વાત જાણીને મને ખૂબ દુઃખ થયું"

"મીરા, દુઃખ તો મને ત્યારે પણ ખૂબ થયું હતું કેમકે ત્યારે મને કોઈ સંભાળવા વાળું ન હતું, જે પોતાના હતા એ તો ચાલ્યા ગયા હતા અને જેને પોતાના માન્ય છે મો ફેરવીને ઉભા હતા."

"આરવ, સોરી ખરેખર આ વાત જાણીને મને ખૂબ દુઃખ થાય છે."

"તું શું કરતી હતી આટલો ટાઇમ ?અને ક્યાં હતી ?"

"હા આરવ, હું બધું જ જણાવું તને પરંતુ અત્યારે આપણે આવી વાતો નથી કરવી, તુ ફ્રેશ થઈ જા અને થોડીવાર એકલો બેસ."

"હા, મીરા કંઈ વાંધો નહીં."

"Bye"

"Bye"

આરવ, ની વાત સાંભળી ને મીરાને પણ ખુબ દુઃખ થયું, પરંતુ તે તેની ફીલિંગ્સ અત્યારે આરવને બતાવી શકે તેમ ન હતી, મીરા ને એટલો એહસાસ થવા લાગ્યો હતો કે આરવને અત્યારે કોઈ પોતાનું હોય તેવી જરૂર છે, પણ મીરા કોઈ વાતથી મજબુર હતી.

મીરા ને લાગ્યું કે હું આરવને હવે બધું જણાવી દઉં, પણ તેને થયું કે આવી પરિસ્થિતિમાં હમણાં કંઈ વાત કરવી નથી, મીરાને રાહ હતી તો માત્ર બસ એક એવા સમયની કે જેથી કરીને મીરાં આરવને બધું જ સમજાવી શકે, તે મનોમન વિચારી રહી હતી કે આટલો ગહેરો સંબંધ હોવા છતાં કેમ હું આરવને કંઈ કહેવા માટે ખચકાવું છું, અને હજુ સુધી કેમ એ બંને એક અજનબી ની જેમ જ વાતો કરી રહ્યા છે, ધીમે-ધીમે મીરા પણ તેના વીતેલા દિવસો ને વાગોળવા લાગે છે, અને જુની યાદોમાં સરી પડે છે.

હવે સવાલ એ છે કે આ મીરાં છે કોણ ? આરવને તે કેમ ઓળખે છે ? મીરાના આવવાથી આરવ કેમ આટલો બધો રઘવાયો બની ગયો ? આખરે બંને વચ્ચે એવો તે શું સંબંધ હતો કે બંને એકબીજા થી આટલા પરિચિત હતા, અને મીરા કેમ આરવને વાત કહેવા માટે અટકાય છે ? આ બધું હવે વિગતવાર આવતા અંકમાં.

સેઁતા શક્તિકુમાર

(Daisy)