The Accident - 2 in Gujarati Love Stories by Dhruv Patel books and stories PDF | ધ એક્સિડન્ટ - 2

Featured Books
Categories
Share

ધ એક્સિડન્ટ - 2










" પ્રિશા... બેટા .. ચલ જલ્દી ઉઠી જા... તારે મોડું થઈ જશે...  આજે 26 તારીખ છે .. તારે પંચગીની જવાનું છે ..."

  " હા ... મમ્મા.."

આજે એવી જ સવાર હતી, એવી જ પ્રિશાની ટેવ ,  એવો જ માં-દીકરીનો સંવાદ  કંઈ જ બદલાયું ન હતું ...બદલાયો હતો તો ફક્ત સમય ...

હા .. આજે 26 ડિસેમ્બર હતી .. પ્રિશાને 'એને' મળ્યે 5 વર્ષ થયા.  પ્રિશા હજી એની શોધમાં જ છે. છેલ્લા 5 વર્ષ થી પ્રિશા દર મહિને 26 તારીખે પંચગીની જાય છે. એ જ આશા સાથે કે ક્યાંક એ મળી જાય....

" જય શ્રી કૃષ્ણ મમ્મા "

"જય શ્રી કૃષ્ણ બેટા ... સંભાળીને જજે ..."

" હા .. મમ્મા... ડૉન્ટ વરી ..."

પ્રિશા આજે પણ એ જ બસ માં જ જાય છે કે જેમાં પહેલીવાર ગયી હતી .

"કેમ છે બેટા ?"  પ્રિશાને જોઈને ડ્રાઈવર અંકલ એ પૂછ્યું. છેલ્લા 5 વર્ષથી પ્રિશા આ જ બસ માં જતી હોવાથી ડ્રાઈવર અંકલ પણ તેને સારી રીતે ઓળખે છે.

" બસ .. મઝામાં .. અંકલ "  આટલું કહીને પ્રિશા તેમની સામે પ્રશ્નસૂચક નજરે જોઈ રહી. જાણે કે પુછતી હોય એ આવ્યો..?

સામે ડ્રાઈવર અંકલ પણ સમજી જાય છે અને  નકાર માં માથું હલાવે છે.

" એક દિવસ એ જરૂર આવશે અને તારી બાજુની સીટ પર આવીને બેસી જશે અને તને ખબર પણ નહી પડે "

" હા .. અંકલ .. I hope  એવું જ થાય "

આટલું બોલીને પ્રિશા પોતાની સીટ પર જતી રહે છે.

(પ્રિશા એ જ સીટ રિઝર્વ કરાવે છે જયારે એ પહેલીવાર બેઠી હતી અને  પોતાની બાજુની સીટ પણ રિઝર્વ રાખે છે કે કયાંક એ આવી જાય ....)

"પ્રિશા .... તારું પંચગીની આવી ગયું. "

પ્રિશા એના જ વિચારોમાં ખોવાયેલી હોય છે અને ક્યારે પંચગીની આવી જાય છે એની ખબર પણ રહેતી નથી. આથી ડ્રાઇવર અંકલ એને બૂમ પાડે છે.

" હા ... અંકલ " પ્રિશા એના વિચારો ની દુનિયા માંથી બહાર આવે છે.

" તું ચિંતા ના કરતી , એ તને જરૂર મળશે. all the best બેટા... "

" thanks અંકલ "

પ્રિશા સ્ટેશન થી નીકળીને સનસેટ પોઈન્ટ તરફ જાય છે. એ જોઈને જ એને એમનો સંવાદ યાદ આવી જાય છે.

"તું અહી પહેલીવાર આવી છે ? "

"હા ..? "

" તો તું અહી સનસેટ પોઇન્ટ તો ભૂલતી જ નહિ , એ અહીંનું બેસ્ટ પ્લેસ છે અને મારું સૌથી વધારે ફેવરિટ પણ "

" ઓહ ! તો તું  અહી જ રહે  છે ?  એવું હોય તો તું પણ ચલ ને મારી સાથે, મને ગમશે ."

" ના .. હું અહીં નથી રહેતો અહી મારા અંકલ રહે છે એમને જ મળવા આવ્યો છું. કારણ કે એ હવે પંચગીની છોડીને જાય છે તો બસ છેલ્લીવાર એમને મળવા આવ્યો હતો. તો હું તો નહિ આવી શકું ... પણ તું એન્જોય કરજે ને ... "

" ઓહ ... ઓકે "

પ્રિશા ત્યાં આગળ વધે છે   અને ફોટોગ્રાફ્સ કેપ્ચર કરે છે .

ત્યાં અચાનક જ  વાતાવરણ માં બદલાવ આવે છે. પવન સૂસવાટા સાથે ફૂંકાય છે. કાળાં ડીબાંગ વાદળો  આકાશમાં પોતાનું સ્થાન જમાવી રહ્યા છે અને વીજળીના ચમકારા સાથે જ ધોધમાર વરસાદ શરૂ થઈ જાય છે.

પ્રિશા વરસાદ થી બચવા ઝડપથી પગલાં ભરી રહી હોય છે અને અચાનક જ એનો પગ સ્લીપ થઈ જાય છે. એ કંઈ સમજે તે પહેલાં જ એક છોકરો એનો હાથ પકડીને એને પડવાથી બચાવે છે અને તરત જ એને એક ઝાડ નીચે લઇ જાય છે...

" તને કંઈ ખબર પડે છે કે નહિ .. કેટલી કેરલેસ  છે તું... ત્યાં પાછળ જો ... ખીણ છે ... હમણાં કંઈ થઈ ગયું હોત તો ... "  એ તરત જ એને બોલવા માંડ્યો.

" ફાઇનલી... તું મળ્યો ખરા.. " આટલું બોલીને પ્રિશા એના ખભા પર નમી જાય છે.

હા... આ એ જ હતો . એનો " some one unknown " .

"  એય ... શું થયું તને ...  પ્લીઝ આંખો ખોલ .... પ્લીઝ યાર ... " એ એના ગાલ થપથાવિને એને ભાન માં લાવવાનો પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે.

એ તરત જ એને પોતાની કાર માં બેસાડી હોસ્પિટલ તરફ લઈ જાય છે. પણ વરસાદ ના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હોય છે. એ એટલી રાહ નથી જોઈ શકતો અને પ્રિશાને  તરત જ ઉંચકીને હોસ્પિલ લઈ જાય છે .

સદભાગ્યે આ એ જ હોસ્પિટલ હોય છે જ્યાં પહેલાં પ્રિશાને એડમીટ કરાવી હતી . ત્યાંના ડોક્ટર એમને જોઇને તરત જ ઓળખી જાય છે અને પ્રિશાની સારવાર ચાલુ કરે છે .

થોડા સમય પછી પ્રિશા હોશમાં આવે છે અને આજુબાજુ જોવે છે . ત્યાં ફકત ડોક્ટર અને નર્સ જ હતા.

"ડોક્ટર અંકલ એ જ લાવ્યો હતો ને મને અહીં ?  ક્યાં છે એ ? એ બહાર જ છે ને પ્લીઝ એને બોલાવો ને ... "

" હા ... પ્રિશા એ જ તને અહીં લાવ્યો હતો પણ  એ તો નિકળી ગયો "

" નિકળી ગયો ... ક્યા જવા નીકળી ગયો ? મને મળ્યા વગર જ જતો રહ્યો ... આટલા વર્ષો થી એને શોધું છું અને એ એમ જ  જતો રહ્યો ... જવું  જ હતું તો મને બચાવી કેમ એણે ... " પ્રિશા ખુબ જ નિરાશ થઈ જાય છે અને રડવા લાગે છે.

to be continued .....

? Thanks ?

આપનો  પ્રતિભાવ આપવા નમ્ર વિનંતિ ....??


~Dhruv Patel