માયા સભ્યતા! ઇજિપ્તની મિસ્ત્ર સભ્યતા કહેવાય છે. તે ઈશ્વરની સુઊથી નિકટ હતા. હજારો વર્ષ પૃથ્વી પર તેને રાજ કર્યું! અમેરિકાની માયા સભ્યતા, તે સમયની શ્રેષ્ઠ સભ્યતા હતી. તેના નિર્માણ બુદ્ધિ કૌશલ્યના કારણે તેઓએ ટૂંક સમયમાં જ ઘણું બધું પ્રાપ્ત કરી લીધું હતું. માયા સભ્યતા ના લોકો કાળી(મેલી) વિધિયા જાણતા હતા. તે સિવાય મિસ્ત્ર સંસ્કૃતિમાં પણ બે ભાગ હતા. એક દેવીય તાકત પૂજનાર અને બીજા શૈતાની તાકતને પૂજનાર પોષનાર! ઇજિપ્તમાં મમીઓ ને દેવીય શક્તિની મદદથી પુનઃ જીવિત અને શક્તિશાળી બનાવમાં માં મદદ કરતા હતા. હજારો વર્ષો સુધી આ પરંપરા સ્થાપતિ રહી! અમરત્વ અને પુનઃજીવન, નવજીવન ફક્તને ફક્ત રાજકીય પરિવારને જ લાભ મળતા હતા. ક્યારેક તો કઈ થવાનું હતું! અને તે સમય હતો. ઇશા પૂર્વ ૨૦૦ વર્ષની આસપાસનો!
ત્યાર બાદ કેટલાક મનુષ્ય દ્વારા શૈતાની તાકતને પુજી તેની શક્તિઓ વધારવામાં આવી! અને તેની મદદથી પીરામિડમાં શૈતાની શકિતઓને બોલવામાં આવતી હતી. તેઓ દ્વારા આત્માઓને કેદ કરવમાં આવતી હતી! કહેવાય છે, આજની તારીખમાં પણ ઇજિપ્તના મોટાભાગના પીરામડીમાં કોઈ એક ખાસ સમય ઉપર આવી શેતાની શક્તિઓ જાગૃત થાય છે.
*****
લેબમાં બનેલી ઘટનાઓને એક એક્સિડન્ટ બનાવી દેવામાં આવ્યો! પ્રોફેસર વિક્ટર જરાય નોહતા ઈચ્છતા કે, ફરીથી આ કામમાં કોઈ વિઘ્નો આવે!
"નમનની મોતનો મને પણ અફસોસ છે. પરંતુ, પરિસ્થિતિ તમે સમજો છો, આ કામની પરવાનગી મળવાની અરજી વિસ વિસ વર્ષ સુધી પેંડીગ હતી. જો ફરીથી અહીં આ કામ બંધ થઈ ગયું, તો ક્યારે પણ ચાલુ નહિ થાય!"
"પણ પ્રો. આમ લોકોના જીવન ટૂંકાતા રહે તે કેમ ચાલશે?" લેબ અધિકારીએ કહ્યુ.
"હવેથી કોઈ પણ વ્યક્તિ એકલો કામ નહીં કરે! એક સમૂહમાં રહેશે, જેથી આવી વિપતોનું સામનો સરળતા કરી શકાય!"
બધાએ હામી ભરી!
ફરીથી સુરંગની અંદર જવાનું હતું. જમીનની અંદર ખૂબ જ ઊંડે સુધી લીફ્ટ દ્વારા ઉતરવાનું હતું.
સુરંગની અંદર કારો પથ્થરાડો મહેલ ખૂબ અધભૂત હતો, અત્યાર સુધી મળી આવેલા તમામ અવશેષોમાં શ્રેષ્ટ હતો.
રાબેતા મુજબ બધા સુરંગની અંદર ઉતરી રહ્યા હતા.
પુરોહિત એક અજીબ રીતે જોઈ રહ્યો હતો. તેની આંખોનો રંગ ઘાટો લાલ રંગનો લાગતો હતો. અક્ષતની આંખ એક વખત તેનાથી મળી! તે અક્ષતને અજીબ રીતે ઘુરતો હતો. જાણે તે પુરોહિત નહિ પણ કોઈ બીજી વ્યક્તિ હોય! રાતથી તેના સ્વભાવમાં જમીન આસમાનો ફરક હતો.
સુરંગની અંદર મૂર્તિઓ લાજવાબ હતી. રોજ થોડો થોડું વધુ આગળ વધતા કઈ નવી અજાયબીઓ મળી આવતી હતી. પ્રો. વિક્ટરને આમાં કઈ રસ ન હોવા છતાં તે મંત્ર મૂગ્ઘ થઈ એકી થશે જોઈ રહ્યા હતા.
"અધભૂત, આવીજ મૂર્તિઓ ઇજિપ્તના પીરામડી પાસેથી અને તેની અંદરથી પણ મળી આવી છે." અક્ષતે કહ્યું.
"હા મેં સાંભળ્યું છે."
પુરોહિત રણની રેતીમાં પોતનો હાથ જમીનની અંદર જવા દેતો, અને મોટી મોટી લાઈનો અને વાયરોને કાઢી રહ્યો હતો! જે કામ પચીસ લોકોની ટીમથી પણ ન થાય તે કામ એકલો કરી રહ્યો હતો. તેમાં ગજબની તાકત અને અજબની સ્ફૂર્તિ આવી ગઈ હતી.
આઈ.ટી.સિવાય ના મોટા ભાગના કર્મચારીઓ સુરંગની નીચે હતા.
ત્યાર બાદ તે ટેમ્પરરી બનાવેલા ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં ગયો! આંમ તો કોઈ પણ ને અંદર આવવા માટે ખાસ પાસકોર્ડની જરૂર પડતી હતી. પણ પુરોહિત પુરોહિત નોહતો! તેણે દરવાજાને સ્પર્શતા જ દરવાજો ખુલ્લી ગયો! કોઈએ તેની તરફ જોયું નહિ! તે મમીઓ વારા ઓરડામાં ગયો! દરેક મમીના કાનમાં કઈ શબ્દો બોલ્યો! અને ફરીથી બહાર નીકળી ગયો.
સુરંગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ હતી! ઉપરથી કોઈ નીચે ન આવી શકે ન નીચેથી કોઈ ઉપર જઈ શકે!
જે વાતથી આખી ટિમ અજાણ હતી.
ક્રમશ.