Superstar part - 2 in Gujarati Fiction Stories by Sandip A Nayi books and stories PDF | સુપરસ્ટાર ભાગ - 2

Featured Books
Categories
Share

સુપરસ્ટાર ભાગ - 2

ભાગ – 2

“લાશ કો પોસ્મોટર્મ કે લિયે ભેજ દો...” એકદમ ભારી-ભરખમ અવાજ આછાં અજવાળા વચ્ચે સંભળાયો.અવાજ બીજા કોઈનો નહીં પણ હમણાં જ મુબઈમાં ટ્રાન્સફર થયેલા ઇસપેકટર શોભિત બુટવાલાનો હતો.શોભિતના મુબઇ ટ્રાન્સફર થવાથી ઘણા બધા નેતાઓ થી લઈ બુટલેગરો થી લઈને બધાની મુશ્કેલીઓ વધી હતી.શોભિતના નવયુવાન જુસ્સાથી લોકો ડરવા લાગ્યા હતા.કોઈપણ કામમાં આળસ ના ચલાવી લેવી એ એની આદત હતી.તેના આવા વર્તનના લીધે તેના સ્ટાફમાં પણ બધા પરેશાન હતા.જ્યારે પણ કોઈ કેસ હાથમાં આવે ત્યારે તેની પાછળ પડી જતો અને કેસને પૂરો કરીને જ રહેતો.આજે એ જ શોભિત માર્ટિનાના ઘરે હતો.શોભીતે આવતા વેંત જ માર્ટિનાના પૂરા ઘરની તલાશી લઈ લીધી.માર્ટિનાના ચહેરા પર થયેલા ઘાને સતત પાંચ-મિનિટ સુધી જોયા પછી લાશને પોસ્ટમોટર્મ માટે મોકલવા કહ્યું હતું.સવાર થવા આવી હતી.આછા-પાછા અજવાળા ચારે-કોર પથરાઈ રહ્યા હતા.લોકો પોતાની નોર્મલ લાઈફને ફરી ઊઠી ને જીવવા તૈયાર થઈ રહ્યા હતા.કબીરના ઘરની સામે મીડિયાની ગાડીઓ આવીને પથરાઈ ગઈ હતી.બધા બસ પોતાની ચેનલ્સ માટે પહેલી અપડેટ મળી જાય એની રાહ જોઈને ઊભા હતા.મીડિયાના લોકો સુધી માર્ટિનાના ખૂનની વાત પહોચી ગઈ હતી.બધી ટીવી-ચેનલ્સ પર સતત આ જ કવરેજ આવતું હતું.મીડિયાની વધતી ચલપહલને લીધે પોલીસ પણ હવે પરેશાન હતી.લોકો માર્ટિનાના સમાચાર જોઈને દંગ હતા.

“તો માર્ટિનાના ઘરની એકસ્ટ્રા ચાવી તમારી પાસે પણ હોય છે એમ ને......?” શોભિતે તીણી નજરે બંને આંખોને જીણી કરતા કબીરને કહ્યું.

કબીર બેધ્યાન હતો.તેને કાઇપણ સભળાતું નહોતું.તેની લાઇફે એક અલગ જ મોડ લીધો હતો.

“કબીર.......” શોભીતે કબીરને બૂમ પાડતા કહ્યું.કબીર એકદમ નોર્મલ લાઈફમાં પાછો આવી ગયો.તે થોડીવાર માટે બધાની સામે તાકી-તાકીને જોઈ રહ્યો.

કબીરના હાલ જોઈ ના શકાય એવા થઈ ગયા હતા.તેની બંને આંખો સૂજીને લાલ થઈ ગઈ હતી.હમેશા સ્ટાઇલમાં રહેતા વાળ આજે અસ્થ્વ્યસ્થ થઈ ગયા હતા. કપડાં માર્ટિના ખૂનના લીધે લાલ થઈ ગયા હતા.કબીરે માર્ટિનાને પકડીને ખૂબ જ રડ્યો હતો.આશુતોષએ તેને છોડાવીને પોલિસને ફોન કર્યો હતો ને બધુ સેટલ કર્યું હતું.પોલિસના આવવાથી માર્ટિનાના ઘરમાં બસ ખાખી ધારી લોકો જ દેખાતા હતા,પણ કબીર કોઈપણ જવાબ આપવા માટે સક્ષમ નોહતો.

“હા.....તેના ઘરની એકસ્ટ્રા કી(ચાવી) અમારા પાસે રહેતી હતી....” આશુતોષે શોભિતને આન્સર આપતા કહ્યું.

“હું આર યુ....મે ને તુજકો પૂછા કી કબીર કો.....?” શોભિત તરત ગુસ્સે થઈ ગયો.કબીરને પૂછાયેલા ક્વેસ્ચન નો આન્સર આશુતોષે આપ્યો હતો.શોભિતના ફેસના હાવ-ભાવ બદલાઈ ગયા હતા.તેને કોઈ વચમાં બોલે એ બિલકુલ પસંદ નહોતું.

“ઇસકો બહાર નીકાલો અભી કે અભી..” તરત શોભિતે પોતાના પોલિસકર્મીને ઓર્ડર આપતા કહ્યું.ત્યાં રહેલા બધા લોકો બસ શોભિતના સામે જોઈ રહયા હતા.

“હી ઈજ માય મેનેજર.....” કબીરે તરત શોભિતના સામે જોતાં કહ્યું.કબીર અને શોભિતની આંખો પહેલીવાર એકબીજા સાથે ટકરાઇ.

“મને કોઈ વચમાં બોલે એ બિલકુલ પસંદ નથી.જેને પુછવામાં આવ્યું હોય એ જ આન્સર આપશે તો મને ગમશે.....” શોભિતે આશુતોષ સામે જોતાં કહ્યું.કબીરે આશુતોષને પોતાના પાસે બેસવા માટે કહ્યું.આશુતોષ ધીરે રહીને તેની બાજુમાં બેસી ગયો.શોભિત ફરી પૂછવાનું સ્ટાર્ટ કર્યું.

“તમે એવાર્ડ ફંકશનમાં હતા.એવાર્ડ ફંકશન પત્યા પછી તમે અહી આવીને માર્ટિનાના ઘરની ડોરબેલ વગાડી.માર્ટિના ડોર ઓપન નોહતી કરી રહી.તમે તમારા પાસે રહેલી ચાવી લઈને ડોર ઓપન કરીને અંદર ગયા ને તમે જોયું કે માર્ટિના પોતાના બેડરૂમમાં ખૂનથી લત-પત પડી હતી.....હમમ........ ઇન્ટરસ્ટિંગ..........”” શોભિતે ફરી આખી કહાની કબીર સામે બોલતા કાંઈક વિચાર્યું.શોભિત પોતાના મનમાં શું વિચારી રહ્યો છે એની કોઈને પણ નહોતી ખબર.તેણે બે-ચાર વાર પોતાના પાસે પડેલી પાણીની બોટલને હાથમાં રમાડી અને તરત નીચે મૂકી દીધી.

“ચલો દેખતે હૈ પોસ્ટમોટર્મ રીપોર્ટ મે ક્યાં આતા હૈ.......” શોભિત આટલું કહીને ઊભો થયો.

“ઔર મે જબ તક ના બોલું તબ તક કોઈ યહાં સે જાએગા નહીં ....” તેણે કબીર સામે ફરતા કહ્યું.

કબીર માર્ટિનાના લિવિંગરૂમમાં સોફા પર બેસીને આમ-તેમ ફરતા ને વાતો કરતાં ખાખી ધારી પોલીસોને જોઈ રહયો હતો.આશુતોષ પણ આજે કબીરની બાજુમાં સાવ એકલો બેઠો હતો,કેમકે તેના ફોનથી લઈને બધુ જ પોલીસે જપ્ત કરી લીધું હતું.આશુતોષને આમ એકલા રહેવું કદી પસંદ નોહતું.તે તેના બંને પગને વારે-વારે હલાવ્યા કરતો હતો અને તે જોઈને કબીરને ચીડ ચડતી હતી.કબીર કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ જવા માગતો હતો.પોતે માર્ટિના સાથે ગાળેલી દરેક ક્ષણને તે ફરી અનુભવવા માગતો હતો.

*******

“હેલો.....માર્ટિના” કબીરે મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેલી પીસીઓમાથી માર્ટિનાને કોલ લગાડ્યો.બે-વાર ના ઉપડેલા ફોનને કારણે કબીર હતાશ હતો,પણ અચાનક જ થર્ડ ટાઇમે માર્ટિનાએ ફોન ઉપાડી લીધો હતો.કબીરના હોઠ ધુજત્તા હતા ને મન એકદમ હેંગ મારી ગયું હતું છતાં તેણે સ્વસ્થ થઈને કહ્યું,

“હેલો...માર્ટિના”

“યસ હું ઇજ ધેર....” માર્ટિનાના કોમળ અવાજના લીધે કબીર થોડીવાર હેબતાઈ ગયો.આગળ શું બોલવું એનું ભાન જ ના રહ્યું એને.

“હેલો...સમવન ધેર ઓન કોલ....” માર્ટિનાએ ફરી પૂછતાં કહ્યું.કબીર અચાનક જ સભાન થઈ ગયો.

“હાય....કબીર હિયર....” કબીરે કહ્યું.

“કબીર દેશમુખ.....?” માર્ટિનાએ સ્પસ્ટા કરતાં કહ્યું.

“ના ના હમ કલ મિલે થે ના પાર્ટી મે....બુલેટ પે......” કબીરે યાદ કરાવતા કહ્યું.

“ઓહો....ગુજ્જુ બોય....” માર્ટિનાએ હસતાં કહ્યું.

“હા....”

“બહોત જલ્દી યાદ આ ગયી હમારી.....” માર્ટિનાએ પોતાના પાસે પડેલા કોફીના મગને હોઠે મૂકતાં કહ્યું.

“અરે નહીં...નહીં....કાલે તમને જોયા પાર્ટીમાં ત્યારે હું તો હેબતાઈ જ ગયો.તમારા સાથે મે આટલા કલાકો પસાર કર્યા ને મને ખબર જ નહોતી તમે કોણ છો ....” કબીર બધુ એક જ લાઇનમાં સડ-સડાટ બોલી ગયો.

“અરે ધીરે-ધીરે આટલું ફાસ્ટ કેમ બોલે,અને તે પીસીઓમાંથી ફોન કર્યો છે.?”માર્ટિનાએ ફોન નંબર જોતાં કહ્યું.

“હા...”

“ચલ જલ્દી ફિલ્મસિટી આવી જા હું તને ત્યાં જ મળું છું.ડ્રાઇવર મોકલું તારા માટે ?” માર્ટિનાએ કહ્યું.

“ના...ના હું આવી જઈશ.....” કબીરે સામે જવાબ આપ્યો.

“ઓક સી યૂ ધેર...” માર્ટિનાએ ફોન મૂકી દીધો.કબીર આજે ખુશ હતો કેમકે એક તો એને કોઈ નાની-મોટી જ્ગ્યા પર ચાન્સ મળી જશે અને ખુદ માર્ટિના તેને મદદ કરી રહી હતી.આટલા મોટા મુંબઇ સિટિમાં તેને આવતાની સાથે જ માર્ટિના મળી ગઈ હતી.

*******

“કબીર.......કબીર.....” અચાનક કબીરના કાને ભારે અવાજ પડયો.કબીર પોતાના વિચારોમાં ખોવાયેલો હતો.અચાનક તે સભાન થઈ ગયો.માર્ટિના વિચારોમાથી બહાર આવવુ કબીર માટે સહેલું નહોતું.

“કબીર.....” અવાજ શોભિતનો હતો.

“યસ....” કબીર એકદમ સભાન થઈને કહ્યું.

“દેખો મુઝે પતા હે કી માર્ટિના કી જાને કી વજાહ સે તું હતાશ હો લેકિન હમે ભી હમારા કામ કરના હે.....” શોભીતે તેની સામે બેસતા કહ્યું.

“હા.....” કબીર બસ આટલું જ બોલી શક્યો.

“માર્ટિના કેટલા વાગે રેપવોક કરવા ગઈ હતી અને ક્યાં ગઈ હતી ?” શોભીતે કબીરના સામે પડેલા પાણીના ગ્લાસને તેના સામે ધરતા કહ્યું.કબીરે પાણી પીવાની ના પાડી.

“સવારે આઠ વાગે તેનો મને કોલ આવ્યો હતો તે ફિલ્મસિટીમાં કોઈ ફેશન-ડીઝાઇનર માટે રેપવોક કરવાની હતી.મને તેનું નામ યાદ નથી.” કબીરે સ્પસ્ટા કરતાં કહ્યું.શોભિતના બાજુમાં બેસીને તેનો સાથી બધુ લખી રહ્યો હતો.બધાના સ્ટેટમેન્ટ લખવા શોભિત ખુદ જહેમત ઉઠાવી રહ્યો હતો.

“મુજે વો સબ લૉગ ચાહીએ જો આજ માર્ટિનાસે મિલે હો ઔર જિનકી ઉસકે સાથે બાત હુઈ હો...” શોભીતે બધા સાથીદારોને ઓર્ડર આપતા કહ્યું.બધા એકદમ સતર્ક થઈ ગયા.

***********

“આને દો.....” માર્ટિનાનો આવાજ સંભળાયો.કબીર માર્ટિનાના વેનિટી બહાર ઊભો હતો અને તેના બોડીગાર્ડ સાથે અંદર જવાની કશમકશ કરી રહ્યો હતો.માર્ટિનાએ પોતાના બોડીગાર્ડને કબીરને અંદર મોકલવા માટે કહ્યું.કબીર વેનિટીમાં ગયો ત્યારે તેની આંખો ફાટી ગઈ હતી.તે બસ વેનિટીને જોઈ જ રહયો હતો.અંદર લાગેલી એસી થી લઈ ને ફિજથી લઈને બધુ અડીને કબીરે જોયું હતું.

“બધુ રિયલ છે.....” માર્ટિનાએ કબીરની સામે જોતાં કહ્યું હતું.

“મસ્ત છે....” કબીરે કહ્યું.

માર્ટિનાએ કબીરને બેસવા માટે કહ્યું.બંને જાણ બેઠા અને સ્પોટબૉય બંને માટે કોફી ને નાસ્તો આપી ગયો.માર્ટિના કબીર સામે જોઈ રહી હતી.કબીર બસ કોફી સામે જોઈને બેસી રહયો હતો.

“કરવા શું માગે છે ?” માર્ટિનાએ પૂછતાં કહ્યું.

“કાઇપણ...” કબીરે જવાબ આપતા કહ્યું.

“કાઇપણ તો બધા કરવા માગે તું શું કરવા માગે છે ? સિરિયલ ? ફિલ્મ ?” માર્ટિનાએ સ્પ્સ્ટા કરતાં કહ્યું.

“જે મળે એ.....” કબીરે કોફીની એક ચૂસકી લેતા કહ્યું.

“હમ્મ.......નક્કી નથી લાઈફમાં બસ હીરો બનવું છે કેમ ?” માર્ટિનાએ હસતાં કહ્યું.

કબીર કઈ બોલી ના શક્યો.માર્ટિના કબીરના ઉતરેલા ફેસ સામે જોઈ રહી.

“તું કૈંક અલગ કર.....તને અહી સિરિયલમાં તો હું કામ અપાવી શકું પણ તું અલગ કર કાઇક” માર્ટિનાએ ચપટી વગાડતા કહ્યું.

“અલગ ?” કબીરે કઈ સમજ્યો ના હોય એ રીતે કહ્યું.

“જો અત્યારે તમારી ગુજરાતી ફિલ્મોની એટલી બધી માગ નથી અને જે ફિલ્મો બની રહી છે એ પણ એક જ વર્ગના લોકો જુવે છે,તું કઈક એવું કર કે ત્યાં તારું સ્ટારડમ બની જાય......બોલીવુડ જેવી ફિલ્મો બનાવ અને જો લોકો કેવા આવે છે જોવા ગુજરાતી ફિલ્મો પણ.....અહી રહીને તું પોતાના વર્ષોના વર્ષો નીકાળી દઇશ તો પણ મેળ નહીં પડે તારો.....”

“કોણ જુવે છે યાર ગુજરાતી ફિલ્મો ? અને હું એકટર છું મને ઍક્ટિંગ કરતાં આવડે...”કબીરે નિરાશ થતાં કહ્યું.

“તું એ બધી ચિંતા ના કર મારો એક ફ્રેન્ડ છે હમણાં જ ફિલ્મ સ્કૂલમાથી પાસઆઉટ થયો છે અને લકી-લી એ ગુજરાતી છે અને એના પાસે એક સ્ક્રીપ્ટ છે જે ગુજરાતીમાં બનાવા માગે છે.તું એને મળી લે તમારા બંનેને ગુજરાતી ફિલ્મોને ચેન્જ કરવાનો મોકો મળી રહ્યો છે.”

“ગુજરાતી ફિલ્મો ના ચાલે....”કબીરે નિરાશ થતાં ફરી કહ્યું.

“એ લોકોને જજ કરવા દે.એમને ગમશે તો આવશે જોવા....” માર્ટિનાએ આંખ મારતા કબીરને કહ્યું.

“હા....” કબીરે જવાબ આપ્યો.

“તો કાલે મિટિંગ ફિકસ કરૂ ?” માર્ટિનાએ પોતાનો હાથ ઊંચો કર્યો તાલી આપવા માટે.કબીર તેના સામે જોઈ રહયો.

“અરે ડફર તાલી આપ....” માર્ટિનાએ કબીરનો હાથ ઊંચો કરતાં કહ્યું ને બંને જણા એકબીજાના સામે જોઈને હસવા લાગ્યા.કબીરે હળવેકથી માર્ટિના હાથ પળ તાલી આપી.

**********

“સર......” શોભિત માર્ટિનાની લાશ જ્યાં પડી હતી તેની આજુ-બાજુ માર્કિંગ કરીને જોઈ રહ્યો હતો.ત્યાં તેના સાથીએ આવીને સલામ કરીને કહ્યું.

“વોટ હેપન કઈ મળ્યું?” શોભીતે પાછળ ફરતા કહ્યું.

“યસ સર....અમે સીસીટીવી કૅમેરા ચેક કરાવ્યા....”

“તો....?”

“સર રાતે દસ ને વીસે સીસીટીવી કેમેરા એકદમ અચાનક બંદ થઈ ગયા અને પંદર મિનિટ રહીને સ્ટાર્ટ થયા હતા અને પછી બાર ને પચાસે પાછા બંદ થઈ ગયા હતા ને વીસ મિનિટ રહીને એટલે કે એક ને દસે પાછા સ્ટાર્ટ થઈ ગયા હતા......”તેણે બધી સીસીટીવીની ડિટેલ્સ આપતા કહ્યું.

શોભિતના ભવા ચડી ગયા.

“ઇન્ટરસ્ટિંગ..........”

(ક્રમશ)