પ્રેમકુંજ (ભાગ-૭)
લોકો કહે છે કે પ્રેમ આંધળો છે.કોઈ કહે છે પ્રેમ ગાંડો હોઈ છે.આજ હું કુંજના પ્રેમમાં આંધળી અને ગાંડી બની ગઈ હતી.
થોડી જ વારમાં લાલજી એ શટર ખોલીયું.સમોસા ત્યાર જ હતા.સમોસા સામે જોઇને લાલજી એ મારી સામે જોયું.આજ મને જોઈને લાલજીને પણ થયું હશે કે આજ રિયા આટલી ખુશ કેમ છે.
મળીએ ત્યારે
આંખમાં હરખ,
અને
અલગ પડતી વેળાએ
આંખમાં થોડી ઝાકળ..
આજ કુંજને મળીને હરખ અને ઝાકળનો મારે અનુભવ કરવો હતો.પ્રેમ અને વિરહની ઝાકળનો
અનુભવ અલગ અલગ હોઈ છે પણ રિયાને તો પ્રેમની
ઝાકળ હતી.એક બીજાને બંને પ્રેમ કરવા લાગ્યા હતા.પણ એકબીજાને જાણવું મુશ્કેલ હતું કે તે શું મને પ્રેમ કરે છે.બસ એકબીજાની આંખથી પ્રેમ થઈ ગયો.
આજ મંગળવાર હતો.સાંજ પડવાને થોડી જ વાર હતી.આજ રિયા એ સમોસા પહેલેથી જ બનાવી
રાખીયા હતા કે લાલજી ટોક ટોક ન કરે...
આજ રિયા ફરી વાર કુંજને મળવા માંગતી હતી.
તે શું કરે છે.તે આગળ શું કરવા માંગે છે તે કુંજને પૂછવા માંગતી હતી.તે જલ્દી જલ્દી ઉપર ગઈ બારી માંથી જોઈયું પણ કુંજ ત્યાં હતો નહીં.તે થોડી નિરાશ થઈ.અને નીચે પાછી આવી....
થોડી વાર રહી ફરી ઉપર ગઇ બારીની બહાર જોયું.
પણ કુંજ ત્યાં ન હતો.
કેમ આજ કુંજ આવીયો નહીં હોઈ..?
શું તેને કઈ કામ આવી ગયું હશે..?
હું પણ ગાંડી છું મેં ક્યાં કુંજને કહ્યું હતું કે કાલે તું આ જગ્યા પર આવજે.હું તને મળવા આવીશ.અને હું તેની રાહ જોઈ રહી છું..
હું જલ્દી જલ્દી નીચે ગઈ.રસોડામાં જતા જ મારો હાથ કોઈએ તેની તરફ ખેંસ્યો હું ડરી ગઈ.મારાથી
બોલાય ગયું કોણ છે તું....!!!!
તેણે મારા મુલાયમ હોંઠ પર આંગળી મૂકી કહ્યું ચૂપ મેં એની તરફ નજર કરી એ કુંજ હતો.એ મારી એટલો નજીક હતો કે કયારેય કોઈ છોકરાને મેં એટલો નજીકથી જોયો ન હતો.એ કુંજ સાથેનો મારો પહેલો સ્પર્શ હતો.હું થોડો ડરનો અનુભવ કરી રહી હતી પણ કુંજ મારો હાથ પકડ્યો હતો મને ડર ન હતો.
મેં હળવે રહીને કહ્યું કોઈ જોઈ જશે અહીં કુંજ તને.
તું જલ્દી રસોડાની બહાર નીકળ...
અહીં તો તું ને હું જ છીએ બીજું કોઈ છે નહીં કોણ જોશે.હું તો તારા હાથના ગરમા ગરમ સોમસા ખાયને જ જશ....
કુંજ પહેલો લાલજી ખતરનાક છે તે જોય જશે તો મને પણ અહીં નહીં રહેવા દે.અને તારું નામ નિશાન નહીં રહેવા દે....
તું બહાર આવી નથી શક્તિ એટલા માટે તો હું તને અહીં અંદર રસોડામાં મળવા આવીયો છું,તો પણ તું ડરે છે.તું ડર નહીં રિયા....!!!હું તારી સાથે છું.
રિયા જલ્દી દરવાજા બાજુ ગઇ અને દરવાજો બંધ કરી દીધો.તેને થયું લાલજી દરવાજો ખટખટાવે તો કુંજ કઈ ચુપાઈ જાય.
તે દિવસે રિયા તું મને મળવા આવી પણ વરસાદને લીધી હું તારી સાથે વાત ન કરી શક્યો મને માફ કરજે.
રિયા હું અહી ઘણા સમયથી આ દુકાનમાં આવતો હતો.પણ મેં કયારેય તને હસતા જોઇ ન હતી.હું જાણવા માંગતો હતો કે એ પાછળનું કારણ શું છે.
હું તને મળવા માંગતો હતો.પણ આજ તું મને મળી ગઈ.શું તું મારી બેસ્ટ ફ્રેન્ડ બની શકે...?
રિયા થોડી વાર કુંજની સામે જોઈ રહી..
કુંજ હું તો તારી પ્રિયતમ બનવા માંગુ છું.હું તો તને પ્રેમ કરવા લાગી છું.હું તો સદય તારી બની તારી સાથે રહેવા માંગુ છું.
ઓઇ રિયા તું શું વિચારી રહી છે..!!!!
હા.. હા.. કેમ નહીં હું તારી બેસ્ટ ફ્રેન્ડ બનવા માટે ત્યાર છું.પણ એક શરત પર તારે મને દરરોજ મળવા આવું પડશે...
હા,કેમ નહીં રિયા બેસ્ટ ફ્રેન્ડ બનાવી છે.તો મળવા તો આવશું જ ને...!!!અને જો નો આવી તો બેસ્ટ ફ્રેન્ડને ખોટું લાગી જાય માટે આવું તો પડશે જ.
લે આ મારા હાથના સમોસા અને જલ્દી પાછળના બારણેથી કુંજ તું નીકળી જા મને ડર લાગે છે.હવે થોડી જ વારમાં લાલજી દરવાજો ખટખટાવશે કેમકે બહાર સમોસા ખાલી થઈ ગયા હશે....
હા,બસ હું જાવ જ છું...
બાય... બાય...રિયા...!!
બાય કુંજ....!!
થોડી જ વારમાં લાલજી એ દરવાજો ખટખટાવ્યો
હા,બસ લાવી સોમાસા....
ક્રમશ....
લેખક -કલ્પેશ દિયોરા
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)
વોટ્સપ કરી શકો....
ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા
આપનો ખુબ ખુબ આભાર....