Atut dor nu anokhu bandhan - 15 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | અતુટ દોર નુ અનોખું બંધન -15

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અતુટ દોર નુ અનોખું બંધન -15

બે દિવસ માં નિહારના લગ્ન છે. બધી ખરીદી થઈ ગઈ છે. પણ લગ્ન થોડા સાદાઈથી છે એટલે એક નાના હોલમાં રાખેલા છે.

નીર્વી , સાચી અને પરી ચિંતામાં છે કે હજુ નિસર્ગ ને શોધવાનો કોઈ સુરાગ મળ્યો નથી. આ બધામાં એ લોકોને આ લગ્ન માં બહુ કોઈ રસ નથી. હા નીર્વી ને નિહાર માટે ચોક્કસ પ્રેમ અને માન છે.પણ નિસર્ગ એ સંબંધ માટે ના કહી હતી અને નિહાર ને પણ આ વાતની ખબર હોવા છતા તે કૃતિ સાથે લગ્ન કરવા તૈયાર થયો એટલે નીર્વી આનાથી ખુશ નથી.

ઈચ્છા ના હોવા છતાં તે લગ્ન માં સામેલ તો થવુ જ પડશે. પણ તેને હવે ઉડે ઉડે લાગી રહ્યું છે કે કૃતિ માં નક્કી આ સંબંધ વિશે ગોટાળો છે. પણ પુરાવો મળતો નથી અને લગ્ન ના દિવસો નજીક આવી રહ્યા છે.

               *        *         *        *       *

નિસર્ગ ત્યાં બેઠો બેઠો તેના પરિવાર ને યાદ કરી રહ્યો છે. તેને નીર્વી યાદ આવી રહી છે. તે બિચારી મારા વિના પોતાની જાતને અને અમારા બાળકને કેમ સંભાળતી હશે. તેને આખી જિંદગી તેના માતા પિતા વિના તફલીક માં વીતાવી છે અને હવે આ. તે કેટલો બદનસીબ પતિ અને પિતા છે જે તેની પત્નીને આવી હાલતમાં મુકી ને કંઈ પણ કહ્યા વિના તેનાથી દુર છે.અને તેની આખો ભીજાઈ જાય છે.

પણ તેને એક વાતનો સંતોષ છે કે તેણે તે સલામત છે એવો કાગળ ત્યાં તેના ઘરે મોકલાવી દીધો છે. પણ તે કાગળ નીર્વી સુધી પહોચ્યો પણ હશે કે નહી.

હજુ સુધી આ બધુ કરનાર કોણ છે તે પણ જાણી શકાયું નથી. તે વિચારે છે તેણે કોણ જાણે કેટલા દિવસ અહી રહેવુ પડશે. અને તેને થોડી ઘણી માહિતી આપનાર ચોકીદાર પણ બદલાઈ ગયો હતો.

બીજા ચોકીદારે કહ્યું કે તેના બા મરી ગયા છે એટલે તેના ગામ ગયો છે. હવે તે પાછો ફરશે પછી અહી આવશે. નિસર્ગ તેના આવવાની રાહ જોવે છે.

નિસર્ગ નકકી કરે છે કે હુ અહીંથી નીકળુ એ પહેલાં મારે આ બધુ કરનાર કોણ છે એતો જાણવુ પડે છે.

તેના સદનસીબે બીજા દિવસે તે ઉઠે છે ત્યારે તેને ઉઠાડવા જે આવે છે તે જુનો ચોકીદાર હતો. તેને શહેરથી દુર એક ખંડેર જેવા મકાનમાં તેને રાખ્યો હતો. અહી કોઈ ને ખબર ના પડે એ હેતુથી જો ચોકીદાર બદલાય તો પણ રાત્રે જ. અને આ બધુ કરાવનાર વ્યક્તિ તો ક્યારેય ત્યાં આવી જ નથી.

પછી નિસર્ગ તેને તેના બા વિશે પુછી દુઃખ વ્યક્ત કરે છે. એટલે તે ચોકીદાર એના પર થોડી સહાનુભૂતિ અને વિશ્વાસ આવે છે. એટલે નિસર્ગ તેને વાતોમાં લઈને પુછે છે, મને ક્યારે અહીંથી છોડશે??

એ તો સાહેબ મને નથી ખબર. પણ તમે એમના કોઈ કામમાં નડતર રૂપ બન્યા હશો એટલે જ તે આવુ કરતાં હશે તમારી સાથે. પણ હમણાં તો તેમનો મારા પર પણ ફોન નથી આવ્યો.

નિસર્ગ: ભાઈ જો તને કંઈ પણ ખબર પડે તો મને કહેજે. હુ બહુ તફલીક માં છુ ઘરે મારી પત્ની સગર્ભા છે. મને તેની બહુ ચિંતા થાય છે.

આ સાભળી ને તે ચોકીદાર ને દયા આવી જાય છે તે કહે છે હુ કંઈ પણ ખબર પડશે તમને ચોકકસ કહીશ.

        
               *        *        *        *        *

આજે નિહાર ની પીઠી અને રાસગરબા થાય છે. નીર્વી અને બધા બધી વિધિમાં સામેલ થાય છે. કૃતિ અને તેના પરિવાર પણ અહી બધી વિધિમાં આવેલા છે.

રાત્રે રાસગરબા દરમિયાન પરીને પાણીની તરસ લાગી હોય છે.તે સાઈડ માં જાય છે તો તે ત્યાં કોઈને ફોન પર વાત કરતાં સાભળે છે. પણ અંધારામાં સાઈડ માં તેને ચહેરો બહુ દેખાતો નથી પણ વાત સંભળાય છે કે, " તેને ત્યાં જ રાખવાનો હજુ પંદર દિવસ. અહીનું કામ તમામ થશે પછી જ તેને છોડજો જેથી તે મારૂ કોઈ પણ કામ બગાડી ના શકે. અને પેલુ કામ કહ્યું હતુ તે ફોટો પહોચાડી દેજો સુચના મુજબ. "

પરી વાત પુરી સાભળે છે પણ વાત પુરી થતા જેવી તે સાઈડ માં જવા જાય છે ત્યાં એક કંઈક બોક્સ પડ્યું હતુ તે નીચે પડે છે એટલે તે વ્યક્તિ ને ખબર પડી જાય છે એટલે તે ફટાફટ ચાલવા લાગે છે.પણ પરી ફક્ત એટલું જોઈ શકે છે કે તે કોઈ દુધિયા કલરની સાડીવાળી સ્ત્રી હતી.

પછી પરી ફટાફટ આ બાજુ આવીને નીર્વી અને સાચીને બધી વાત કરે છે. પણ એ બંધાયેલી વ્યક્તિ નિસર્ગ હશે કે બીજું કોઈ એ કેમ ખબર પડે.

પણ તેઓ વિચારે છે કે આટલા બધા મહેમાનો માં તે વ્યક્તિ શોધવી કેવી રીતે ?? તેઓ બધા અલગ અલગ થઈ ને શોધે છે પણ એવી સાડી વાળી ત્યાં ત્રણ સ્ત્રીઓ હતી. અને ત્રણેય મહેમાનો જ હતા. એટલે એ કોણ હશે એ કેમ નક્કી કરવુ.
ત્રણેય શુ કરવુ વિચારે છે....!!!

                 *        *       *       *       *

સવારે ઉઠે છે નિસર્ગ તો તે બુમ પાડીને પેલા ચોકીદાર ને તેને છોડવા કહે છે. તે કહે છે તમારે કદાચ અહી હજુ પંદર દિવસ રહેવું પડશે. કારણ કે કાવેરી મેડમ ના લગ્ન છે. એટલે એ અહી નહી આવે અને તેમનુ બધુ પતે પછી જ તમને છોડવાનો ઓર્ડર છે.

પેલો ચોકીદાર કહે છે મારે એક અગત્યનું કામ છે મારે કરવુ પડશે. હુ આવુ છુ એમ કહીને તે જવા જાય છે બહાર થી બંધ કરીને. ત્યાં નિસર્ગ કંઈક કવર પડેલુ જોવે છે તે ઝડપથી ઉપાડે છે અને કવર કોલે છે તો તેમાં એક એક ફોટો હતો ...એ ફોટો જોતા જ નિસર્ગ ને એક મિનિટ માટે ચકકર આવી જાય છે....તે નકકી કરે છે મારે કોઈ પણ સંજોગોમાં અત્યારે અહીંથી ભાગવુ પડશે.

શુ નિસર્ગ ભાગવામાં સફળ થશે ?? અને તેણે એવુ તો શુ જોયુ કે તે આટલો ચિંતા માં આવી ગયો ??? અને નીર્વી ને લોકો પેલી સ્ત્રી ને પકડી શકશે ???

જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન -16

next part............ publish soon........................