Uday - 28 in Gujarati Moral Stories by Jyotindra Mehta books and stories PDF | ઉદય ભાગ ૨૮

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

ઉદય ભાગ ૨૮

ઉદયે નજર ઊંચી કરીને જોયું કે તેને બચાવનાર કોણ છે . ત્યાં તલવાર પકડીને બીજું કોઈ નહિ પણ દેવાંશી હતી. પણ અત્યારે તેનું રૂપ જુદું હતું . હંમેશા સાદી સાડી કે સલવાર કુર્તામાં જોયેલ દેવાંશી કરતા આ દેવાંશી નું રૂપ જુદું હતું તેને યોદ્ધાના કપડાં પહેરેલા હતા અને તેને ચેહરા પર સૌમ્ય ભાવ ન હતા. અત્યારે તો જાણે તેણે રૌદ્રાવતાર ધારણ કરેલો હતો. ખડગ નો વાર તલવાર પર રોકીને તેણે અસીમાનંદ ને લાત મારીને દૂર હટાવ્યો. અસીમાનંદ તેને જોઈને બે મિનિટ માટે દિગ્મૂઢ થઇ ગયો તેનો ફાયદો લઈને તેને ઉદય ને ઉભો કર્યો અને બાજુના એક ખડક પર બેસાડી દીધો. દેવાંશી અસીમાનંદ તરફ વળી અને કહ્યું કે તને શું લાગ્યું તું તારા ઈરાદામાં સફળ રહેશે. તું દિવ્યપુરૂષ હોઈશ પણ તે એટલા બધા પાપ કર્યા છે કે હવે તું અધમપુરુષ બની ગયો છે. તે દિવ્યશક્તિઓનો કર્મ નો નિયમ તોડ્યો છે તેની સજા પણ તને ચોક્કસ મળશે. અસીમાનંદે પોતાના પર કાબુ મેળવ્યો અને પૂછ્યું તું કોણ છે અને તું અહીં કેવી રીતે તને તો me રોનક સાથે જોઈ હતી અરે હા તું તો રોનક ની બહેનની નણંદ છે.દેવાંશી એ અટ્ટહાસ્ય કર્યું અને કહ્યું તું બધાને ઓળખી શકે એટલો શક્તિશાળી નથી . હું છું મહાશક્તિ રચિત રક્ષકશક્તિ અને હું કોઈ પણ રૂપ લઇ શકું છું. તારું જ્ઞાન દુઃખદ રીતે અધૂરું છે એટલે તો તું કર્મ છોડી શક્તિ તરફ ગયો. હવે હું તને નહિ છોડું તને પકડીને મહાશક્તિ સામે ઉભો કરી દઈશ. અસીમાનંદે સ્મિત કરતા કહ્યું કે મને હરાવી તો શકાય મારી પણ શકાય પણ પકડી ન શકાય હું તો રેત છું કોઈની મુઠ્ઠી માં સામે ન શકું એટલું બોલીને પોતાના કમરબંધ માં થી કોઈ રસાયણ હવામાં ઉડાડ્યું એટલે હવામાં ધુમાડો ફેલાઈ ગયું . દેવાંશી એ તલવાર નો વાર કર્યો પણ અસીમાનંદ તો જાણે અલોપ થઇ ગયો હતો ફક્ત સંભળાતા હતા તેના હાસ્ય ના પડઘા.

અસીમાનંદ તો અલોપ થઇ ગયો હતો પણ ઉદય હજી પણ આશ્ચર્ય ચકિત થઈને પથ્થર પર બેસી રહ્યો હતો થોડી વાર પછી તેને કળ વળી એટલે તેને પૂછ્યું દેવાંશી તું અહીં કેવી રીતે. ? દેવાંશી એ જવાબ આપ્યો હું તો વર્ષોથી તારી આજુબાજુ જ છું પણ જુદા જુદા રૂપે. મહાશક્તિ એ મારી રચના તારી રક્ષા માટે કરેલી છે . તું અત્યારે મને જે રૂપ માં તે મારુ પોતાનું રૂપ નથી તે દેવાંશી નું રૂપ છે. હું કોઈનું પણ રૂપ ધારણ કરી શકું છું . તું નાનો હતો ત્યારે તારા પાડોશમાં રહેતી વૃદ્ધ સ્ત્રી હું હતી તેના પછી તારી સાથે કોલેજ માં ભણતી શશીકલા હું હતી, તું અમેરિકા ભણતો ત્યારે સાથે ભણતી નીલા હું હતી. ઉદય અવાચક થઈને બધું સાંભળી રહ્યો હતો. તેણે પૂછ્યું આ બધું શેના માટે ? દેવાંશી એ કહ્યું મહાશક્તિ ને દર હતો કે કદાચ અસીમાનંદ નાનપણ માં મારી નાખવાનો પ્રયત્ન કરે તો તારા બચાવ માટે પણ અસીમાનંદ તેની શક્તિ માં અંધ હતો અથવા તેને લાગ્યું હોય કે તારી તરફ થી કોઈ ખતરો નથી તેથી તે વખતે તો તારા પર વાર ન કર્યો પણ તેને અજાણતા માં જેલ ભેગો જરૂર કર્યો.

જેલ માં થી છૂટીને ગામમાં આવ્યો તે ફક્ત મારે લીધે મેંજ અદ્રશ્ય રહીને તારા મનમાં પ્રેરણા આપી અને મફાકાકા ને પણ તને કામ પર રાખવાની પ્રેરણા મેં આપી . તું ચતુર્થ પરિમાણ ના દરવાજા નજીક પહોંચીને પણ અંદર પ્રવેશી ન શક્યો હોત કારણ હતું તે છુપાવી રાખેલ સત્ય તેથી મારે દેવાંશી ની જગ્યાએ દેવાંશી નું રૂપ લઈને તને મળવા આવવું પડ્યું જેથી તું સત્ય કહે અને અને ચતુર્થ પરિમાણ ના દરવાજા તારી માટે ખુલે . તને સમુદ્ર માં પડવાથી બચાવનાર પણ હુંજ હતી પણ કદાચ અસીમાનંદ પાસે અને તારી પાસે મારુ રહસ્ય ઉજાગર ન થઇ જાય તે માટે હું ત્યાંથી અદ્રશ્ય થઇ ગઈ.

ઉદયે પૂછ્યું એટલે તે વખતે કીયંડુનાથે મને નહોતો બચાવ્યો અને બચાવનાર તું હતી . દેવાંશી એ હકાર માં માથું હલાવ્યું . ઉદયે ફરી પૂછ્યું કે આટલું બધું મારા માટે કેમ ?

દેવાંશી એ કહ્યું મને તો તેની ખબર નથી મેં ફક્ત મારુ કર્મ કર્યું અને તમને અહીં સુધી સહીસલામત પહોંચાડ્યા.

અહીંથી થોડે દૂર એક ગુફા માં તમારા પૂર્વજન્મ નું શરીર પડ્યું છે ત્યાં તમને લઇ જાઉં છું પછી જેવો મહાશક્તિ નો આદેશ હશે તેમ કરીશું.

દેવાંશી અને ઉદયે ગુફા તરફ પ્રયાણ કર્યું.