એક ગામડાં ના માજી (ગંગા બહેન) અને બાપા (કરશન ભાઈ) સુરત એના દીકરા ના ઘરે vacation કરવા ગયા... હવે સુરત એટલે ખાણી પીણી માટે બવજ વખણાય એટલે એમાં એક દિવસ એનો દીકરો માજી અને બાપા ને બહાર હોટલ માં જમવા લઇ ગયા.. પહેલી વાર બેય માજી અને બાપા હોટલ માં જમવા આવેલ એટલે દીકરા એ ઢોસો મંગાવ્યો હવે માજી અને બાપા પહેલી વાર ઢોસો ખાધો સાંભાર સાથે એટલે મજા પડી ગઈ.. નવી વાનગી ને નવો સ્વાદ ચાખી ને માજી એ તો એની રેસીપી પણ જાણી લીધી... માજી ને દાઢે સ્વાદ લાગ્યો એને બાપા ને પણ એટલે નક્કી કર્યું કે ગામડે જય ને પણ બનાવશું ઢોસા.. આમ દિવસો વીતતા ગયા... માજી બાપા ને 20 દિવસ થઈ ગયા vacation ને એટલે એને કીધું કે હવે અમે ગામડે પાછા જાય છીએ... એટલે બીજે દિવસે એ ગામડે ચાલ્યા ગયા... એમાં બન્યું એવું કે બાપા ને વ્યવહારિક કામ માટે બહાર ગામ જવાનું થયું એટલે એ બાપા તો સવારે વહેલા નીકળી ગયા.. એમાં બરોબર માજી ઢોસા ભુલાઈ ગયું એના બદલે ડોસા યાદ રખાઈ ગયું.. એમાં 10 વાગ્યે ગંગા બહેન ની બહેનપણી જયાબહેન આવ્યા.. એટલે બેય ડોશી વાતુ એ ચડી ગઈ એમાં વાત ઉપર વાત આવી એટલે એ ગંગા બહેન એ જયાબહેન ને કીધું કે અમે એક દિવસ સુરત હોટલ માં જમવા ગયા હતા... ત્યાં ડોસા ખાધા... એ પણ સાંભાર (દાળ) સાથે... એમાં જયા બહેન એ નામ પણ પહેલી વાર સાંભળ્યું હતું એમાં પણ ગંગા બહેન પેહલા ઢોસા ને બદલે ડોસા બોલ્યા એટલે અહીંયા ગેરસમજણ થઈ ગઈ માં જયા બહેન એમ સમજ્યાં કે આ ડોસી પેહલા ડોસા (કરસન ભાઈ) ને ખાઈ ગઈ.. એ પણ દાળ માં બોળી ને... અને એમાંય કરસન ભાઈ બહાર ગયા હતા એટલે એને એવું જ લાગ્યું... બસ આ શબ્દો ની ઉથલ પાથલ માં થઈ ગેરસમજ... જયા બહેન એના ઘર તરફ નિકળી તો ગયા પણ રસ્તા માં જે મળે એને કહેતી જાય "ડોસી ડોસા ને ખાઈ ગઈ", "ડોસી ડોસા ને ખાઈ ગઈ".... સાંજ પડ્યે વાત આખા ગામ માં ફેલાઈ ગઈ કે ડોસી (ગંગા બહેન) ડોસા ( કરસન ભાઈ) ને જ ખાઈ ગઈ.. બીજે દિવસે સવારે ગંગા બહેન લાકડી લઈ ને ગામ માં કારિયાણા ની દુકાને ગયા.. દુકાન માં 3-4 બાપા બેઠા હતા બધા માજીને જોઈ ને ઘબરાઈ ગયા... એમ પણ ના પુછાય કે ડોસા નો સ્વાદ કેવો હતો... માજી એ દુકાનવાળા ને કીધું ડોસા બનાવાનો સામાન આપો... એક તો જોઈને જ ડરી ગયા હતા ને પાછો ડોસા બનાવાનો સમાન માગ્યો ત્યાં તો પેહલા 3-4 બેઠેલાં બાપા ચપ્પલ મૂકી ને એવા ભાગ્યા અને ગામ ના બીજા બાપાઓ ને કહેતા ગયા આજે ઘર માં રહેજો માજી આજે એક ડોસાને ખાઈ જશે.. બધા ઘર માં ઘુસી ગયા... ગામ માં કરફ્યુ લાગી ગયું... માજી દુકાન થી ઘરે જવા નીકળ્યા ત્યાં તો કોઈ દેખાઇ નહીં.. મૂળ વાત માજી ને ખરેખર ખબર નહીં કે ઘરે આવેલા જયા બહેન ગઈ કાલે શુ ભગો કરતાં ગયા છે.... હવે કોઈ ગામ માં દિવસ માં બહાર ન આવે તો નવાઈ લાગવાની પણ આતો ગંગા બહેન હતા એટલે એને તો લાગ્યું કે બધા સુતા હશે અથવા કામ પર ગયા હશે ખેતરમાં.. એ ઘરે ગયા પછી ગામ ના પાદર માં મીટીંગ રાખી કે ગંગા બહેન નું શુ કરવું.... એ એના પતિ કરશન ભાઈ ને ખાઈ ગઈ છે બીજા ડોસા ને ખાવાની તૈયારી કરી રહી છે... ચર્ચા થાય ન થાય તે પહેલાં કરશન બાપા વ્યવહારિક કામ પૂરું કરી ગામ માં આવ્યા... એને પણ નવાઈ લાગી સારું આ ગામ માં સવાર માં મિટિંગ નક્કી કંઈક થયું છે... એટલે કરશન બાપા એ પૂછ્યું કે શું થયું કેમ અહીંયા શા માટે ભેગા થયા...? કરશન ભાઈ જોઈ બધા ને એમ લાગ્યું કે ભૂત છે ગામ ના ને એ ખબર નહી કે કરશન ભાઈ બહાર ગામ ગયેલ... એમાં તો 3-4 ડોસા તો પડી ગયા ડરી ને.. કરશન બાપા એ કહ્યું થયું છે શું આ લોકો ડરે છે કેમ એ જણાવો એટલે એક જણા એ કરશન બાપા ને અડી ને ખાતરી કરી ને જોયું કે ભૂત છે કે સાચે કરશન બાપા જ છે એ પછી માંડી ને વાત કરી કે આમ થયું... પછી કરશન બાપા એ કહ્યું ના હોઈ... ચલો મારા ઘરે હમણાં બધું સરખું કરી દવ... ઘરે ગયા બધાય ગંગા બહેન ને આશ્ચર્ય થયું કે આટલા બધા ગયા હતાં વ્યવહારિક કામ માટે કરશન બાપા સાથે નક્કી કંઈક મોટું કામ હશે... એમાં કરશન બાપા એ પૂછ્યું શુ કરે છે ગંગા બહેન ને કીધું ડોસા બનવાનું ખીરું તૈયાર કરું છે... એ સાંભળી ને બીજા 2-3 ડોસા ને ચક્કર આવી ગયા 4-5 ડોસા ચપ્પલ મૂકી ને ભાગ્યા... એવું થયું એટલે કરશન બાપાએ બધી વાત માંડી ને કરી.... ત્યારે ગંગા બહેન ને સમજાયું કે ભાગો બધો એ પહેલી જયાએ કર્યો છે... પછી જયા બહેન ને બોલાવ્યા ને ગંગા બહેન ખીજણા અને કહ્યું ગાંડી એ ડોસા એટલે ચોખા અને અડદ ના પુડલા... તે સાંભળવામાં ભગો કર્યો ને આખા ગામ ને ભોગવવું પડ્યું... સારું થયું કોઈ ડોસો બીક માં ને બીક માં ઉકલી ના ગયા નહિતર પછી ગામ માં ગરબડ થઈ જાત.... હવેથી કાન ખુલા રાખજે જયા...
ત્યાં......
કરશન બાપા બોલ્યા ગંગા તારુ મગજ ભાડે દીધુ છે કે તારે આ ઢોસા ને બદલે ડોસા બોલ તો થાય જ ને ગેરસમજણ.... પછી બેય ડોશીએ એક બીજાની માફી માંગી ને પછી બધા માટે ગંગા બહેને હરખે થી "ડોસા" ને બનાવ્યા ને ખવડાવ્યા બધા એ રાહત નો શ્વાસ લીધો અને મજાથી માજી ના હાથ ના "ડોસા" ખાધા... ને હેમખેમ બધા પોતાના ઘરે ગયા... ત્યારથી ગંગાબહેન "ડોસા" વાળા માજી થી ઓળખવા મંડ્યા????