part 1
બપોર નો સખત તડકો જાણે આજ તો આકાશ માંથી અગ્નિ ઝરતી હોઈ અને આવી અગ્નિ માં કૉલેજ ના એડમિશન માટે સ્કૂલ પતાવી અને નવી જિંદગી અને આશાઓ સાથે આવેલા છોકરા છોકરીઓ નો ચિક્કાર મેળો લાગેલો. બપોર ના 2.30 વાગ્યા હશે પણ ના તો છોકરાંઓ કે ના તો વાલી ઓ ના મોઢા પર થાક દેખાય બસ ચારે બાજુ આશા અને ઉલ્લાસ થી ભરેલા ચહેરા.બધા આગળ શું કરવું એની ચર્ચા કરતા ઉભા હતા એવા માં એક નાનકડા ગામ માંથી આવેલી શાંત ઉભેલી બધા સામે અચરજ થી તાક્યા કરે અને શહેર નું નવુ વાતાવરણ અને લોકો ને નિહાળતી એકદમ સીધી દેખાવમાં,સરળ સ્વભાવમાં અને સામાન્ય રીતે વાતો કરવાવાળી પણ આજ એનું મોં બંધ અને આંખો વાત કરી રહી હતી. નવા શહેર માં નવા લોકો સાથે એકલા કઈ રીતે રહેશે. આમ તો ભણવામાં બહુ જ હોશિયાર અને 12th સાયન્સ પતાવ્યા પછી તરત જ એને શહેર ની સારી કૉલેજમાં એડમિશન મળી ગયું હતું. પણ આજે કૉલેજ નો એ દિવસ હતો જ્યારે ફાઇનલ ગ્રેડ આપી અને આગળ નું પ્રવાહ નક્કી થવાનો હતો. ત્યાં અચાનક જ આટલા અવાજ વચ્ચે એક બૂમ આવે છે ખેવના તને ખબર નથી તારું નામ બી.ફાર્મ માં ફાઇનલ થઈ ગયું છે અને તને સરકારી માં કોઈ પણ જાત ની વધારા ની ફી વગર એડમિશન મળ્યું છે. આ સંભાળતા જ ખેવના ની આંખો માં પાણી આવી જાય છે અને ખેવના એના પિતા ન એકદમ ગળે લગાવીલે છે. ખેવના માટે કૉલેજ તો થઈ ગઈ હવે રેહવાની વ્યવસ્થા કરવાની હતી. ખેવના ઘરે રહી ને ભણેલી એટલે હોસ્ટેલ માં રેહવું અઘરૂં તેમ જ આકરું થઈ જવાનું હતું. ખેવના નો ઇન્ટરવ્યુ થાય છે અને ખેવના ને ત્યાં હોસ્ટેલ માં પણ તરત જ એડમિશન મળી જાય છે.ખેવના ને રૂમ નંબર આપવામાં આવે છે. ખેવના મમ્મી સાથે રૂમ માં જાય છ. મમ્મી રૂમ જુએ છે આંખ માં પાણી અને મન માં મુંજવણ કે ખેવના એકલી રહેશે તો કઈ રીતે.મમ્મી અને ખેવના સમાન ઠીક કરે છે અને રૂમ આપી દીધા પછી તરત જ મમ્મી અને પપ્પા બંને ખેવના ને આટલા મોટા શહેર માં એકલા રહેતા શીખવી અને થોડી સલાહ સાથે ખૂબ આગળ વધવા ના આશીર્વાદ આપી ને નીકળી જાય છે. થોડી વાર થાય છે અને રૂમ માં બી.ફાર્મ વળી જ એક છોકરી આવે છે જે દેખાવ માં ખેવના થી વધારે સુંદર અને સ્વભાવ માં પણ ખેવના જેટલી જ સુંદર બન્ને ને હોસ્ટેલ માં સાથે જ એડમિશન મળેલું અને કૉલેજ માં પણ, આવતા ની સાથે જ તે રૂમ માં આવેલી અને એક ખૂણામાં બેસી ને રડતી ખેવના ને જુએ છે અને તેની પાસે જઈ ને એકદમ નાના બાળક જેવું સ્મિત કરી ને પૂછે છે આજે જ તારું એડમિશન થયું છે ને એટલે તને રડવું આવે છે કે તારે અહીં એકલા રેહવું પડશે? ખેવના સહેજ માથું હલાવી ને હા કહે છે. એ તો આજ પહેલો દિવસ છે હોસ્ટેલ નો એટલે લાગી રહ્યું છે,એક વાર અહીં ગમી ગયું ને તો પછી ઘરે નહીં ગમે હું તો "11th standard" થી જ બહાર હોસ્ટેલ માં રાહુ છું આવું કેહતા જ એ હસી અને કહ્યું તારું નામ ખેવના છે ને? ખેવના એ પૂછ્યું તને કેમ ખબર પડી? મારુ નામ નિધિ છે હમણાં જ્યારે તારા મમ્મી પપ્પા અહીં થી બહાર નીકળ્યા અને એમને ખબર પડી કે હું તારી સાથે રેહવાની છું તો કઈ ને ગયા કે બેટા ખેવના તારી સાથે રેહવાની છે એ અમારા અહીંથી નીકળી ગયા પછી રડશે સાચવી લે જે. અહીંથી નિધિ અને ખેવના ની ફ્રેંડશીપ ચાલુ થાઈ છે.
ખેવના માટે હોસ્ટેલ ની જિંદગી ખૂબ નવી અને અલગ હતી જ્યારે નિધિ માટે એક દૈનિક. નિધિ ખેવના ને રોજ કંઈક ને કંઈક નવું સમજાવતી અને ખેવના ને એ બહુ જ ગમતું. દરરોજ સવારે નિધિ ખેવના ને જગાડે, એના માટે હોસ્ટેલ ની બનેલી કોફી અને નાસતો પણ લઈ ને રાખે અને બન્ને સાથે તૈયાર થઈ અને કૉલેજ જતા. નિધિ માટે છોકરો કે છોકરી બહુ ફેર ના રહેતો અને કૉલેજ માં શરૂઆતમાં તો ખેવના એકલા જ બેસતી પછી ધીમે ધીમે કૉલેજ માં ફ્રેંડસ બનવા ના શરુ થયા. રોજ ખેવના અને નિધિ સાથે આવે અને જાય બંને નું ટિફિન પણ જોડે બને અને બંને નું જમવાનું પણ સાથે જ થાઈ. ખેવના જલ્દી કોઈ સાથે વાત ના કરે પણ જો એક વાર કોઈ ગમી જાય તો એક મિનિટ એ ચૂપ ના બેસે અને નિધિ એમાંની એક હતી. ખેવના ને નિધિ ની સાથે રેહવું બહુ જ ગમતું. કૉલેજ ચાલુ થઈ રેગ્યુલર અને ગ્રુપ મોટું થતું ગયું જેમાં ચિત્રા,અભય,નિહાર,દ્રવ્ય,કવિતા,નિધિ અને ખેવના.નિહાર દેખાવમાં એકદમ શાંત,શ્યામ,નિખાલસ અને કાઠિયાવાડી બોલી વાળો. દરરોજનું સાથે બેસવા ઉઠવાનું ગ્રુપ માં વાતો કરવાની કૉલેજ માં સાથે ફરવાનું સાથે પ્રોજેકટ સાથે આખી રાત જલસા સાથે કૉલેજ ના બે વર્ષ કઇ રીતે પુરા થયા એ ખબર જ ના રહી.
ખેવના અને નિહાર પણ ખૂબ સારા ફ્રેંડસ બની ગયા હતા. ખેવના મૂળ બરોડા ની હતી એટલે એને કાઠિયાવાડી વાતો સાંભળી ને માથું દુઃખવાનું ચાલુ થઈ જાય પણ એને નિહાર ની કોઈ વાત થી માથું ના દુઃખે બસ બેઠા બેઠા સાંભળ્યા જ કરે. નિહાર પોતાની બધી વાતો ખેવના ને કહેતો અને ખેવના પણ એને સાંભળતી.ગ્રુપ માં પણ ક્યાંય બહાર જવાનું થાય તો ખેવના બસ નિહાર અને નિધિ જોડે જ રહેવાનું પસંદ કરતી. નિધિ અને નિહાર આ બંને ખેવના માટે મિત્રો કરતા પણ વિષેશ હતા.ખેવના ને નિહાર બહુ જ ગમતો પણ તેને આ વાત ના તો કદી સ્વીકારી કે ના તો કોઈ ને કહી હતી. એક દિવસ ખેવના અને નિહાર સાથે બહાર જાય છે અને નિહાર ખેવના ને એટલું કહી ને સાથે લઇ જાય છે કે મારે તને બહુ ખાસ વાત કહેવી છે. ખેવના ખૂબ જ ઉત્સાહ થી અને એવી તો શું વાત છે એ વિચારતા વિચારતા જ રહી ગઈ ને કેફે આવી જાય છે.નિહાર ખૂબ જ ગંભીર અને શું કહેવું એ માટે શબ્દો વિચારી રહ્યો હતો ત્યાં જ અવાજ આવે છે સર ઓર્ડર અને એ ખેવના ને કાંઈ પણ ઓર્ડર આપવા કહે છે. ખેવના પૂછે છે કેમ આજે એટલો ગંભીર છે કે તે મને કહ્યું તું ઓર્ડર કર નહીં તો નિહાર ખાવાનો બહુ જ શોખીન. ઓર્ડર આપ્યા પછી ખેવના હસતા કહે છે કે કેમ આજે આ કાઠિયાવાડી રેડિયો બંધ છે. હું તો કંઈક રસપ્રદ મ્યુઝિક ના વહેમ માં અહીં આવી હતી.
એટલા માં જ નિહાર બોલી ઉઠે છે ખેવના શુ કહું આજે અવાજ નથી નીકળતો બહુ મેહનત કરી છે એક છેલ્લો રસ્તો નીકળવા માટે અને એ રસ્તો તું છે. ખેવના કઇ સમજી નહીં.શું કહે છે નિહાર કંઈક ખુલી ને વાત કર આ તારી આવી વાત મને સમજ નથી પડતી. એટલા માં જ નિહાર બોલ્યો નિધિ....અને ખેવના ની અંદર એક શાંતિ અને સન્નાટો છવાઈ ગયો અને એણે થોડા ધીમા અવાજે પૂછ્યું નિધિ શું આગળ? ખેવના તું એની સાથે જ રહે છે અને તારા થી વધારે કદાચ એને કોઈ નથી ઓળખતું પણ જ્યારથી મેં એને કૉલેજ ના પેહલા દિવસે જોઈ છે એની કથ્થાઈ આંખો, એના લાંબા વાળ એની વાતો કરવાની રીત, એની સમજણ અને એની સાદગી મને બહું ગમી ગઈ છે. અને હવે આપડી કૉલેજ ને પુરી થવાંમાં બસ આઠ મહિના બાકી રહ્યા છે. મારે નિધિ ને કેહવું છે કે હું એના માટે શું વિચારું છું મને એને રોજ જોવાની આદત થઈ ગઈ છે,કૉલેજ પછી પણ હું કદાચ એને બહુ યાદ કરીશ હું વિચારું છું કે આ વાત હું એને એક વાર જાણવું પણ ડર છે કે અમારી ફ્રેંડશીપ પેહલા જેવી નહીં રહે. મને કાઈ સમજ નહીં પડતી તું કોઈ રસ્તો બતાવ મને. થોડી વાર તો ખેવના એકદમ ચૂપ વિચારે છે એ ખુશ પણ હતી અને દુઃખી પણ, એના માટે બન્ને સરખા જ મહત્વના હતા. થોડી વાર પછી એ નોર્મલ થઈ અને નિહાર ને સમજાવે છે કે કોઈ ગમવું એ ખરાબ વાત નથી અને જ્યાં સુધી હું નિધિ ને ઓળખું છું એ વાત સમજશે અને તને એ ગમે છે તો એક વાર તારે જરૃર વાત કરવી જોઈએ જિંદગી એક વાર બધા ને તક આપે છે પછી એ તમારા પર છે કે તમે એને કઈ રિતે જુઓ છો.નિહાર એને કહે છે તને લાગે છે હું આ વાત કરું કે મારે કરવી જોઈએ? ખેવના એકદમ થી હા કહે છે અને હસતાં હસતાં બોલે છે રેડિયો રાહ શુ જુએ છે સ્ટેશન ઓન કર અને કહી દે જે ભર્યું છે ચાર વર્ષથી.....આ વાત પછી બન્ને છુટા પડે છે.
રૂમ પર કોઈ હોતું નથી ખેવના રૂમ પર આવી ને બહુ રડે છે. અને રાત્રે એ અને નિધિ મળે છે. નિધિ ને થયું એક વાર, કે ખેવના રડી હોઈ ક કંઈક થયું હોય પણ એને થયું હવે અલગ થવાનો સમય નજીક આવ્યો છે એટલે કદાચ રડી હશે.ખેવના અને નિધિ ફરી વતો કરે છે પણ ખેવના નિધિ ને કશું કહ્યા વગર જ સુઈ જાય છે. એને નિહાર ની વાત નિધિ ને કહી નહીં કરણ કે એ નિહાર ની ખુશી અને નિધિ ના હાવભાવ બગાડવા નોહતી માંગતી. બીજા દિવસે સવારે ખેવના સુતી હોઈ છે અને નિધિ તેને જગાડી ને કહે છે હું જાઉં છું નિહારે કંઈક કામ થી બોલાવી છે સવાર સવાર માં અને કંઈક ખાસ કામ છે એવું પણ કહી રહ્યો હતો. તું તૈયાર થઈ જા ત્યાં હું હમણાં આવી જઈશ.ખેવના નિધિ ને જવા દઈ ફરી સુઈ જાય છે પણ વિચારો એટલા કે એ સુવા ના દે. ખેવના તૈયાર થઈ ને રાહ જુએ છે.
થોડી વાર પછી નિધિ આવે છે અને આવતા ની સાથે પલંગ પર બેસે છે ચૂપ ચાપ. ખેવના અજાણતા જ પૂછે છે શું થયું અને નિધિ કહે છે કે નિહાર આજે મને મળ્યો અને એણે મને પોતાના મન ની વાત કરી અને કહ્યું હું એને બહુ ગમું છું અને મારી સાથે એ પુરી જિંદગી નીકળવા માંગે છે. ખેવના કહે છે શું વાત કરે છે. તો તે શું કહ્યું છોકોરો ખોટો નથી અને તું તો એને ચાર વર્ષ થી ઓળખે પણ છે. પણ નિધિ કહે છે એણે જે કાંઈ કહ્યું એ એના મન ની વાત હતી પણ મને એના માટે એવી કોઈ જ લાગણી નથી અને મારી સગાઈ નક્કી થવા પર છે તો મારા માટે એ વાત હવે શક્ય નથી. હા અમે હજુ પણ સારા ફ્રેંડસ છીએ અને રહેશું એ વાત ની હું એને ખાતરી આપી ને આવી છું. અને બીજી વાત તો એ ખેવના કે આપણે લોકો સાથે રહીએ છીએ એ વાત ને ચાર વર્ષ થયાં અને હું જ્યાં સુધી તને ઓળખું છું તને નિહાર ગમે છે પછી ભલે તું સ્વીકારે નહીં......અને ખેવના નિધિ ની સામે જોતી જ રહી જાય છે.તું મને આટલું કઈ રીતે ઓળખી લે છે નિધિ મારી કોઈ વાત કહ્યા વગર તું સમજી કઈ રીતે જાય છે? અને નિધિ હસતા મોઢે બોલે છે કે મેડમ તમે કોઈ ને પોતાની મન ની વાત કેહવા પ્રેરીત કરો છો અને પોતે કશું કેહતા નથી અને ખેવના અચરજ સાથે હસી પડે છે. હવે તને મારે શીખવવું પડશે કે તારે આગળ શું કરવું એ... ખેવના મોઢું હલાવતા ના કહે છે અને ઉમેરે છે એને તારા માટે બહુ લાગણી છે અને તે ના કહી છે એ વાત નો ફાઈદો હું કઈ રીતે લઈ શકું. બન્ને ની વાતો ફરી ચાલુ થાય છે અને સાંજે ફરી ખેવના અને નિહાર મળે છે. ખેવના બધું કહી દે છે કે હા મારી આ વાત થઈ નિધિ સાથે પણ નિહાર ના ચહેરા પર કોઈ ઉદાસી નોહતી એ બહુ ખુશ હતો કે એણે વાત કહી નાખી અને હવે એ વાત એને જિંદગીભર ખટકશે નહીં. એ પછી ફરી ખેવના,નિધિ અને નિહાર હતા એવા ફ્રેંડસ બની જાય છે પણ હવે ખેવના અને નિહાર નું સાથે રહેવાનું વધતું જાય છે.
બન્ને ને એક બીજા ની કંપની ગમે છે છેલ્લે કૉલેજ પુરી થઈ જાય છે અને બધા એમ.ફાર્મ પતાવી અને સારી જગ્યા એ નોકરી કરવા લાગી જાય છે. નિધિ ની પણ સગાઈ થઈ જાય છે અને નિહાર નોકરી સાથે એક બુક લખવાનું ચાલું કરે છે. અને ખેવના પણ નોકરી સાથે આગળનો અભ્યાસ ચાલુ રાખે છે.આ વાત ને લગભગ વર્ષ થવા આવ્યું હશે પણ નિહાર અને ખેવના એક જ શહેરમાં હોવાથી અવાર નવાર મળતા રહેતા. હવે સમય આવી ગયો હતો ખેવના ની સગાઈ ની વાતો નો અને ખેવના હવે નિહાર ને લઇ ને બહુ ગંભીર થઈ ગઈ હતી. બસ આખો દિવસ નિહાર અને એની વાતો માં જ નીકળી જતો ભણવા નું ચાલુ હતુ પણ નિહાર ને લઈ ને કદી તેનું ભણવાનું અટક્યું નોહતું પણ એને વધારે પ્રેરણા મળતી નિહાર સાથે રહી ને. એક દિવસ ખેવના નક્કી કરે છે કે હવે મારે મારા મન ની વાત નિહાર ને કહેવી જ પડશે હું છોકરી થઇ અને મન ની વાત કહીશ એ કદાચ નવાઈ ની લાગે પણ હવે જે છે એ બસ આજ છે. ગ્રુપ માં આમ તો બધા જાણતા નિહાર ને બાદ કરતાં કે ખેવના ને નિહાર કેટલો ગમે છે. ખેવના એક દિવસ એક પત્ર લખે છે નિહાર ને અને બધી વાત જણાવે છે કે એ નિહાર ને કેટલો પ્રેમ કરે છે અને એ પોતાનું આગળ નું પૂરું જીવન એની સાથે વિતાવવા માંગે છે. એક સમય એ મેં તને સલાહ આપી હતી મન ની વાત કહેવા ત્યારે ખબર નોહતી કે બહુ હિંમત જોઈએ છે વાત રજૂ કરવા આજ બહુ સમય પછી મને એ હિંમત મળી છે આ પત્ર સ્વીકાર જે અને વળતા જવાબ ની હું રાહ જોઇશ.
પણ નિહાર નો કોઈ જવાબ આવતો નથી. એ કામ માં વ્યસ્ત રહે છે અને ખેવના નોકરી માં, નિહાર એવું વર્તન કરે છે જાણે એને કોઈ પત્ર મળ્યો જ નથી. એક રવિવાર બધા ફ્રેંડસ ફરી મળવાનું અને ખેવના નો જન્મદિવસ માનવાનું નક્કી કરે છે. ખેવના ને આ વાત ની જાણ નથી હોતી.એ તો રવિવારે હોટેલ માં જમવા જાય છે અને ત્યાં બધાં તેનું જોર શોર અવાજ સાથે સ્વાગત કરે છે કૅકે કટ કરે છે અને બધા તેને શુબકામના આપે છે.આજે ખેવના રોજ કરતા બહુ અલગ અને સુંદર લાગતી હતી અને આજના દિવસે પણ એની આંખો નિહાર ને શોધી રહી હતી પણ નિહાર ક્યાંય પણ દેખાતો નહોતો એ નિધિ ને પૂછે છે કેમ નિહાર નથી આવ્યો અને નિધિ મનમાં હશે છે અને કહે છે નહીં આવવાનો હોઈ તું કેમ રાહ જુએ છે પણ....
થોડી વાર માં બ્લેક શર્ટ અન બ્લ્યુે જીન્સ માં એકદમ તૈયાર થઈ ને ખેવના ની ખુરશી ની પાછળ આવી અને ખુરશી ને સહેજ ખેંચે છે અને ખેવના ઉભી થઇ જાય છે કોણ છે કહીં ને અને નિહાર ને જોઈ ને ફરી ચૂપ થઈ જાય છે. અને એક હલકું સ્મિત એના ચહેરા પર છવાઈ જાય છે.નિહાર મસ્તી કરતા કહે છે શું છે આજે કેમ લાલ ડબ્બો થઇ ને આવી છે... અને ખેવના ચિડાય જાય છે. નિહાર ખેવના ને માનવતા ખિસ્સા માંથી રિંગ નું બોક્સ નીકળે છે અને ઘૂંટણ પર બેસી ને ખેવના ને લગ્ન માટે પ્રોપોસ કરે છે. બધા આ વાત જોઈ ને હસવા લગે છે અને ખેવના ને કહે છે આ તો આજ નો અમારા બધા નો પ્લાન હતો તને બેસ્ટ જન્મદિનની ગિફ્ટ આપવાનો.... to be continue...