ગામડાં નું પ્રભાત એટલે સૂર્ય ઊગે,ચોમેર પ્રકાશ
ફેલાઈ જાય.મનેખને ઊંઘમાંથી જગાડવાનું કામ પ્રભાતનું
ગામડાં માં પ્રભાત નું સૌન્દર્ય નયનરમ્ય હોય છે. ગામડાનું પ્રભાત મધુર સંગીત રેલાવનારુ હોય છે. અગાઉના વખતમાં તો ગામડાનો માણસ પ્રભાતે જ ઉઠે ત્યારથી મધુર સંગીત સાંભળતો ઊઠતો.ગામડામા પોહ ફાટે એ સાથે ઘંટી વલોણાના અને પ્રભાતિયાનો અવાજ સંભળાતો.આ મધુર અવાજ બધાને જગાડવાનું કામ કરતા.એ અવાજ સાથે પંખીઓ નો મીઠો કિલકિલાટ પણ હોય.એ અવાજ મારગ શોધવામા મદદ કરતો.પ્રભાતના વખતે નરસિંહ મહેતાના પ્રભાતિયાં ગવાતાં હોય.
જાગને જાદવા ,
કૃષ્ણ ગોવાળિયાં
તુજ વિના ઘેનમાં
કોણ જશે ...?
ગામડું એટલે દેેેેશનો પ્રાણ, નેં ખેડૂત એટલે ગામડાં
નો પ્રાણ ગામડાં ની ધરતી સાથે જડાઈ ગયેલા ને 'જગતના તાત' નું બિરૂદ પામેલા ખેડૂતનો દર્શન એટલે રાષ્ટ્રપ્રાણ નું દર્શન ? ટાઢ તડકો ને વરસાદ વેઠી કાળી મજૂરી કરી અન્ન
પકવે એ ખેડૂત, અન્ન પકવીને બધાને અર્પણ કરે દરેકને હિસ્સો પહોંચાડ્યા પછી, વધેલુ પોતાના ઘેર લઈ જાય એ ખેડુત, ખેડૂત થકી આ ગામડું ટક્યું છે. આથી તો ગામડાનું પ્રાણ કહેવાય છે ખેડૂત.
વાત્રક નદીના કાંઠે નું બાલપુર ગામ ની આ વાત નેં
ઘણા વર્ષોના વહાણ વહી ગયા.પણ ત્યાં ની લોકવાર્તાઓ, લોકકથાઓમાં આજે પણ કાળું અને રૂપલીને લોકો યાદ કરે છે. બંને આ મલકના પ્રેમીઓ હતા તેઓના પવિત્ર પ્રેમની વાતો લોકોને આજે યાદ છે. તેઓની પ્રેમ કહાની વાત્રકના કાંઠે ફૂલીફાલી હતી. વાતક નો કાંઠો એટલે નદીકાંઠે પ્રકૃતિ પૂરબહારમાં ખીલેલી જોવા મળે છે. તેમાંય વહેલી પ્રભાતે વાત્રકના કાંઠે નું સૌંદર્ય અનોખું ઊગતા સૂર્યના બાલ કિરણો નદીના ખળખળ વહેતા જતા પાણીમાં સોનેરી પટ્ટા પાડતા હોય છે. તે જોઈને અનેરો આનંદ થાય છે. એ વખતે તો વરસાદ મન મૂકીને વરસતો અત્યારે એવું જોવા મળતું નથી.
અષાઢી બીજ ની રાતે આકાશ ચકડોળે ચડ્યું. પાછલી રાતે ધરતી પર વાવાઝોડા નું ઘમાસાણ મંડાયું. કૂકડો બોલતા તો ધરતી અને આભ એકતાર થઈ બેઠા. નેં વહેલી પરોઢે થતા થતામાં તો પેલો મેહુલો ગડગડાટ કરતો ડુંગરોની ઓતરાદી હારમાળામાં ચાલતો થયો.વાયરા વંટોળ અને વિજળીઓ પણ લશ્કર સાથે જતાં સરંજામ ની જેમ અલોપ થઈ ગયા.
એક રાતમાં ધરતી એ જાણે પાસું ફેરવી નાખ્યું.ગઈ
કાલે તો એ શ્વાસ રૂંધાઇ જાય એવી વરાળો કાઢતી હતી.જયારે આજે એના પર લાંબા થઈને ઉંઘી જવાનું મન થાય.એવી ઠંડીપોચી અને રળિયામણી બની બેઠી હતી. ઝરમર ઝરમર વરસાદ ના ફોરાં પડતાં હતા.ખાણોને ખાબોચિયાં છલકાઈ રહ્યા હતા.જયારે દેડકા તો જાણે જાત જાતના સુર કાઢી રહ્યા હતા.ઝાખરાં જેવી લાગતી પેલી વનરાજી આ એક જ રાતમાં...મરક મરક હસી રહી હતી.
પક્ષીઓ પણ આભમાં કોઈક ખૂણામાંથી ટોળાબંધ ઉતરી
આવ્યાં ન હોય ! રમવાને વરસાદના વધામણાં ગાવા માટે
એ ટાણે મોર ટહુક તો હોય ટેહુ ટેહુ...
અષાઢ મહિનો એટલે વ્રત નો મહિનો ગામની છોડીઓ વાત્રક ના કાંઠે શિવાલય પુજા અર્ચના કરવા આવે
આજે કાળું એ રૂપલી અને મધલી નેં સાથે મંદિરે પુજા કરવા
આવતા સાથે જોયા. એમની હારે ગોમની બીજી છોડીયો
હતી.કાળું એટલે ગોમનો એક ખેડૂત યુવાન જે ભણેલો ઓછું પણ વહેવારૂ વધારે.દેખાવે સહપ્રમાણ ઉંચો રંગે ગોવર્ણો મજબૂત ખડતલ શરીર અઢાર વર્ષનો યુવાન એના
બાપ જેવો જ લાગતો હતો.એનો બાપ તો નાનપણમાં જ
મોટે ગામેત્રરે જયો હતો.વિધવા માં એ એને લાડકોડથી
મોટો કર્યો.માં નું નામ જીવી ડોશી એપણ સંસ્કારી અને બીજા પ્રત્યે પ્રેમભાવ રાખવા વાળા આખું ગોમ તેમને વખાણે કે કેવી સંસ્કારી બઈ પોતાનું જીવતર ભરી જવાની માં ઘરવાળો સુખો આ મલક માં એકલી મૂકીને મોટાં ગામેત્રે
જતો રહ્યો હતો. આને આખું આયખું કાળું પાછળ કાઢ્યું.
આખાય ગોમમા ઓમનું ખોરડું ઉજડું કહેવાતું હતું.હોમે
(રૂપા) રૂપલી નો બાપો પણ ગોમનો મુખી એટલે રૂપલી બધી જ સુખ સાહ્યબી વચ્ચે ઉછરેલી.એક નાનો ભઈ સુખી પરીવાર આજુબાજુ ના ગોમડાઓમા એના બાપ ધનજી
નું નામ હારા માણહ તરીકે લેવાતું હતું. આમતો રૂપા એનું નામ પણ ગોમમા લોકો અને સખીઓ રૂપલી કહીને લાડમાં બોલાવતા હતા.નામ પ્રેમાણે ના એના ગુણ ખુબ ધોળી દુધ જેવી અને ઉંચી વિધાતાએ જાણે કોઈ કલાત્મક મૂર્તિ કંડારી હોય તેવી દેખાય.ઉપરથી નીચે સુધી જાણે જોયા જ કરીએ હરગમાથી જાણે ઈંદ્ર ની અપ્સરા હોય એવી લાગે.
અને પેલી મધલી કોય ઓછી સુંદર નહોતી શંકરને પ્રસન્ન કરવા કોઈ શામળી ભીલડી નો રુપ લઈને આ પૃથ્વી ઉપર આવી હોય. તેવી ઉંચી શ્યામ અને ખડતલ બાંધા વાળી સાગના સોટા જેવી સ્વભાવે તીખી મરચાં જેવી અને બોલકણી માથાની ફરેલ કોઈ એનું નામ લેતા સોવાર વિચારે. ગરીબ ઘર ની છોડી મધલી અને રુપલી બાળપણથી જ સાથે મોટી થયેલી. ઉંમરે બેય સરખી જાણે બંને બહેનો હોય તેવો બંનેને હેત એકબીજા વગર ચાલે નહીં. બંનેના મકાન પણ એક ફળિયામાં આજુબાજુ કાળુ નું
મકાન ગોમ ના પાછળના ફળિયામાં પાછળથી સીમ ચાલુ થઈ જાય. એટલે કાળુ ના મકાન આગળથી રસ્તેથી સીમમાં આવ જાવ કરતા લોકોની અવરજવર દેખાય આ કાળું રુપલી અને મધલી ત્રણેય બાળપણના ભેરુઓ સાથે રમેલા નેહારે જયેલા ભણેલા વાત્રકના કાંઠે રખડેલા અને નદીમાં ખૂબ જ ધુબાકા મારીને નાયેલા. ભેસો ચરાવવા કાળું અને મધલી જતા ત્યારે રૂપલી સાથે થઇ જતી ઘણીવખત મોડું થતું. તો એની માં નો મારે ખાતી પણ તોયે ત્રણેય એ બાળપણમાં ઘણી મજા મસ્તી કરેલી. પણ હવે ત્રણે મોટા થઈ ગયા હતા હવે એ વખત ક્યાં હતો.
હવે પહેલાં જેવા નાના ચો હતાં. એટલે એકબીજા સાથે ઓછું મળવાનું થતું રૂપલી અને મધલી મળતા અને કાળું ને યાદ કરતા. હવે તો કાળું મોટો થઈને ઘરની બધી જવાબદારી નિભાવતો હતો. આમ તો સુખી ઘર પણ એ તો કાળું ની રાતદાળાની કાળી મજૂરી ના લીધે. અત્યારે સારી હાલતમાં હતા કાળુ ની માં જીવી ડોશી ને હવે એક જ ઈચ્છા હતી કાળુ ના લગન કરાવીને સારી વહું લાવી ને નિરાંતે પ્રભુ ભક્તિ કરું. પણ આ તો કાળું તો માનતો જ નહોતો કાળું માટે આજુબાજુના ગોમની ઘણી છોડીઓના માગા આવી ગયા હતા. પણ તે ચોય ગમારતો નોહતો. એને કોઈ ગમતું જ નહોતું. ચોહી ગમે નેનપણ થી જ પેલી રૂપલી ના રૂપમાં મોહી જયોતો. પાછી પેલી રૂપલીને કાળું માં પોતા માણીગર દેખાતો હતો. પણ આજ સુધી કોઈ દિવસ બેને એક બીજા જોડે કોઈ વખત આ વિશે વાત કરેલી નહીં. કાળું ને એમ કે રૂપલી પેલ કરશે કે તું મને ગમે છે. અને રૂપલીને એમ હું વળી બઈ ની જાત પેલ તો પુરુષની જાત જ આગળ થઈને કરે આવો તો બન્નેનો નિર્દોષ પ્રેમ.
ગોમમાં કાળું ના ભેરૂબંધો પણ ઘણા માલજી, ભીમો, પશાકાકા, મંગળુ આ બધા કાળું ના બાળપણના ભેરૂબંધો ખાલી પશાકાકા જ આ બધા માં વડીલ જેવા બધા સાથે ભળી ગયેલા. થોડા ઘણા સુખી અને ગોમમા નાની અમથી દુકાન એટલે આખાય ગોમની ખબર રાખે. સ્વભાવે સરળ અને મળતાવડા કોક વખત ગુસ્સો પણ કરે પણ પછી બધું ભૂલી જાય. આખા ગોમમાં જો કોઈ લોકો બીતા હોય. તો તે આ ગોમના દેવા થી એના ધંધા એવા કાળા, દારૂ, જુગાર છોડ્યું વગેરે લોકો ની આગી પાસી ગોમની વહું દીકરીઓ ઉપર ખરાબ નજર રાખવી. ગરીબ માણસને વગર વાકે હેરાન કરવા. અને ગમે તે સારા પ્રસંગે ડખા ઉભા કરવા એ એનો રોજ નો ધંધો આમ પાસો સુખી એટલે વધુ ફાટ્યો હતો. અને એના બે-ચાર માણસોની ટોળકી લઈને ગોમના ચોરે બેઠો બેઠો પોતાની વાહવાહી એ ના માણસો જોડે કરાવે. અને આવતી જતી છોડીયો ઉપર ખરાબ નજર નાખતો રે. ગોમમાં કોઈ એને છંછેડી ના ખરાબ મગજનો જાડીબુદ્ધિ નો બુધ્ધી નો લઠ્ઠ પાસો દેખાવે કાળો અને પાછો થોડો ભારે શરીરે અને ઊંચો જાણે ચંબલના ડાકુ હોય. ગોમની છોડીયો તો એ ને જોતા જ રસ્તો બદલી નાખે. પણ જો કોઈ આનાથી ના બીતું હોય તો તે મધલી એ તો ઓની હોમે જાય અને એક બે મન ની જોખતી જાય (ગાળો) એટલે આ એની સામે જોવે નહીં. દેવાને તો પેલી
રૂપલી નાનપણથી ગમતી. આ પાછો બાળપણમાં કાળું ના ભેગું ફરેલો, ભણેલો પણ મોટો થયો અને અવળા ધંધે લાગી ગયો. એટલે કાળું આનાથી છેટો જ રહેવા લાગ્યો. એટલે આને ગમતું નહીં પાછું એને ખબર કે રૂપલી કાળું ને ગમાડે છે.એટલે કાળું ને અને આને બને નહી પણ દેવો કાળું નું કોઈ બગાડી ના હકે એને ખબર હતી.
આજે વરસાદ નો વરાપ થઈ ગયો હતો. ગોમના લોકો મેઘરાજાનું સ્વાગત કરી પોતાના ખેતર બળદ અને હળ લઈને વાવણી કરવા માટે જવા લાગ્યા હતા.ચોમાસાના પેલા વરસાદ પછી જમીનને ખેડવા હળોતરા કરવાનો દિવસ આ દિવસે આખું ગામ વહેલું જાગે પુરુષો હળ,બળદ અને અન્ય ખેતીના સાધનો ની તૈયારીઓ કરે. સ્ત્રીઓ પણ સવારે વહેલી ઉઠે અને ઘરના આદમીઓ માટે ખાવા પીવાની અને તેમને વિદાય કરવાની તૈયારી કરે. બળદોના કપાળે ચાંદલો કરી નાડાછડી બાંધે હળ જેવા હળ ને પણ કંકુનો ચાંદલો કરી નાડાછડી બાંધે. ઘેર ઘેર આ વિધિ થાય પછી શુકન જોઈ બળદ હાકે ખેતરની દિશા તરફ માર્ગમાં જે સામે મળે તેની સાથે લીધેલો ગોળ આપી મોં મીઠું કરાવે.આમ શુકન જોઈ ખેતરમાં જાય ત્યા કોદાળી થી પાંચ ટચકા મારે ચાંસ કાઢી અને ઘેર આવી કંસાર (લાપસી) જમે.
કાળું ના ઘેર પણ એની બા આ બધી તૈયારી માં પડી હતી. કાળું બળદોને નવી લાવેલી ઘંટડીઓ બાંધતો હતો. અને એની બા બાજરો કાઢી હતી એટલામાં માલજી આયો અને કાળું ને દાણા અંગે પૂછવા લાગ્યો અલ્યા કાળું થોડા ઘણા દાણાનું થાય. તો તારો પાર માનું એમ બોલી પોતાનું રોવા માંડ્યો. કાળુ બોલ્યો જા મારી બા ઘરમાં દોણા કાઢે છે. જેટલા જોઈએ એટલા લઇ જા કાળું તારો આ ઉપકાર અરે એમાં ઉપકાર શેનો એકબીજાના કોમના આવીએતો ભેરુબંધ સેના. માલજી દોના લઈને હજી નીકળ્યો એટલામાં રૂમઝૂમ કરતી મધલી ઠેઠ કાળું પાહે આવી. ને મોટેથી બોલી કાળું આજ તો કોઈ જુદો જ લાગે છે હું વાત છે કાળું એની હોમુંજ જોતો રહ્યો.એ બોલ્યો તું
ચાર આવી હુંકોમ હતું. હવાર હવાર માં દારો ખરાબ કરવા.
મધલી બોલી ચમ એવું બોલ્યો. કોમ હોય તો જ આવું એમ.
એમનેમ ના આવું કોમ બોલ કોમ મારા બાપુએ થોડા દોણા ઓલે કીધું હ પાકશે એટલે દોઢા આપીશું. કાળું બોલ્યો હારાઓ બધા અહીં હું ધરર્માદો કરવા બેઠો છું. કે દોણા લેવા ઓનીકોર હેડયા આવો છો. મધલી કોઈ બોલી નહીં કાળું બોલ્યો જા ઘરમાં મારી બા ને કેજે આપી દેશે પાછી આવીશ લેવા એવી જ પાછા આપવા આવજે નકર આ કાળુને ભીખ માગવાના વારા આવશે. તમે બધા ગોમવારા ભેગા થઈને મધલીએ તો હાભળ્યું ન હાભળ્યું કરી ને ઘરમાં દોડી ના દોણા લેવા. કાળું ની બા ઘરમાં બેઠી હતી એટલામાં મધલી ને જોઈને એ સમજી ગઈ મધલી ને દોણા આપ્યા. અને પછી બધી ઘરની આડી-અવળી વાત કરીને કાળું ના લગનની વાત કરી કે અમારો કાળું કોઈ છોડી ગમારતો જ નહીં. મધલી બોલી કાકી એના માટે તો તમારે રાજકુમારી ગોતવી પડશે અહીં ગોમડામાં ચોથી મળે પણ કાળું ની બા ને તો પહેલાથી જ મધલી ગમતી હતી. એની ચપળતા બુદ્ધિ અને ખાનદાની ખોરડું બધા તે જાણતા હતા. અને બંનેના ઘર સરખા બહુ પૈસાદાર નહીં પણ ખાનદાની ઘર તો ખરું ને એમને તો મધલી માં પોતાની કાળું ની વહું દેખાતી હતી. ઘણીવાર તો મધલી ને કહેવાનું મન થઇ જતું પછી તે મન મનાવીને લેતા વાત બદલીને મધલી આવે એટલે કોઈને કોઈ હારૂ ખાવાનું આપીને ખવડાવીને મોકલતા. મધલી પણ જાણતી કે કાળું ની બા કોક વખત તો પોતાની મનની વાત મારા માં બાપુને કહેશે. કે મારા કાળું હાટું તમારી મધલી ને મારા ઘરની વહુ બનાવી છે. આવું વિચારતી વિચારતી મધલી ત્યાંથી રમઝટ હેડી જાણે વીજળી ગઈ. આભાર...
વધુ ભાગ-૨ માં
# અર્પણ #
વાત્રક કાંઠાના પ્રેમીઓ ને