પ્રકરણ - ૩
THE KNOWLEDGE OF FIRE BIRD
"હું અને મારી બહેન જાપાનમાં હતા. ત્યાં અમે ફરી રહ્યા હતા. એ જગ્યાએ કેટલાય બીજા બધા પ્રેમીપંખીડા અને દંપતીની જોડી હતી. મારી બહેન મારા કરતા ત્રણ મિનિટ નાની છે. પણ જાણે મારા કરતા ત્રણ-ચાર વર્ષ નાની હોય તેમજ રહેતી. હું એની સામે દરેક વસ્તુ હારી જતો. મારા પર હક મોટી બહેનનો કરતી.અમે હોટસ્પ્રિંગમાં પગ બોળીને બેઠા હતા. અમે એની પહેલા પણ ઘણું બધું ફર્યા છે, એણે મારા ખભા પર માથું મૂક્યું. એણે મારો જમણો હાથ એના બંને હાથથી પકડી રાખ્યો હતો. અને એ બોલી," ભયલુ, મને મમ્મા-ડેડીની યાદ આવે છે." એની અવાજ ઉદાસ હતો. હા, યાદ તો મને પણ આવતી હતી પણ એ કાર એક્સિડન્ટમાં અમે ચારેય મરી ગયેલા. મમ્મા-ડેડી તો મરી ગયા, જ્યારે અમે બન્ને બાકી હતા, આ રીતે." 2399 અમે વાત કરી રહ્યો હતો. તીર્થ આ વાતને ગંભીતાથી લેતો ન હતો. એ મારી બાજુમાં હતો એ મને વારેવારે કોણી મારીને કહેતો હતો કે જો એની બહેન કેટલી સારી છે.
"હું એ પણ એના માથા પર ટેકો લીધો, અમે બધાંને જોઈ શકતા હહતા અમે અમને કોઈ નહીં. અમે બધાની મજા લેતા હતા. મને અચાનક ખતરો અનુભવાયો, અમે બંને સાવચેત થઈને જે-તે અજાણી શક્તિથી બચવા માટે કંઈ પણ કરીએ તે પહેલા જ જાણે અમારી બાજુમાં ડાઈનમાઈટ જેવો વિસ્ફોટ થયો. ત્યાં હાજર જીવિત લોકોને તો કોઈ ફરક ના પડ્યો પણ એની અસર અમારા પર સારી થઈ.જાનકી બેભાન થઈ ગઈ હતી. મારી હાલત પણ કંઈ કરી શકવાની ન હતી. હું જોતો રહી ગયો અને એ લોકો મારી જાનીને લઈ ગયા. એ વિસ્ફોટ પછી હું હલી પણ શક્યો નહિ. જાણે કે હું આખા શરીરે લકવો મારી ગયો. એ મારી આંખોની સામેથી લઈ ગયા." એ રીત સરનો રડી પડ્યો, તે નીચે બેસી ગયો. મેં કોઈ આત્માને રડતા પેલી વાર જોઈ હતી. હા, મેં ભૂતોની વાતો ઘણી સાંભળી હતી કે રસ્તામાં રડતા ભૂતો મળે પણ કોઈ દિવસ કારણ વિચાર્યું ન હતું. હા, એ વાત અલગ કે એમની મોટા ભાગની માણસને હેરાન જ કરતી હોય છે.
પછી એ અચાનક જ ગુસ્સામાં ઉભો થયો, ઈશાનિયા તરફ એની ધ્યાન જતા બોલે છે,"તે હુમલો કરનારમાં આ સૌથી આગળ હતી, આજ તો લીડર હતી." આટલું બોલતાની સાથે જેને ઈશાનિયા પર હમલો કર્યો, હું પરિસ્થિતિ સમજી ગઈ કે એ સમયે એનું શરીર જેની પાસે છે તે પણ ત્યાં હતો કે હતી. ડિફેન્ડર શિલ્ડ પ્રોજેકટ કરીને ઈશાનિયાને બચાવે છે. સાથે જ સમયસૂચકતા વાપરીને 2399ને કેદ કરે છે. તે સમયે જો દેવરાજ અંકલ વચ્ચે ના પડ્યા હોત તો પાક્કું એક પ્રેક્ટિસ મેચ થઈ જાત.
"શાંતિ, ગુમાવ્યું તો દરેકે કંઈ ને કંઈ છે જ. આમ લડવાનો કોઈ મતલબ નથી." અંકલ બોલ્યા, 2399 હજી પણ શિલ્ડ તોડીને બહાર આવવા માંગતો હતો.
"તું એ આના જેવી બીજી વ્યક્તિને જોઈ છે, તે કેવી દેખાતી હતી?" અંકલ ડાયરીને હાથમાં લઈને બોલ્યા.
2399 શાંત થયો,"હું તમારા પર ભરોસો કેવી રીતે કરી શકું?"
"આના સિવાય તારી પાસે બીજો રસ્તો જ નથી. ભરોસો તો તારે જખ મારીને પણ કરવો પડશે." આ સમયે અંકલના અવાજમાં સ્મશાન શાંતિ અને ધગધગતા લાવાની ગરમી હતી.
"મારી પાસે બીજા પણ ઘણા રસ્તા છે. એની ચિંતા તમે ના કરો. એટલે મારે મરાવાની જરૂર નથી." આ સમયે 2399ના મગજમાં ખાલી બદલો જ હતો. એના જવાબમાં મને એક જોશથી ભરેલો અને મગજ વગરનો હીરો દેખાતો હતો.
આ વખતે અંકલ થોડી અદાથી બોલ્યા," હમારે પાસ ગોલ્ડન સોર્સરર હૈ."
"એ તો મારી બહેન પણ હતી." તે ગુસ્સામાં શિલ્ડ પર મુક્કો મારતા બોલે છે.
"તારે સાચે જ મદદ જોઈએ છે." અંકલે ડિફેન્ડેરને ઈશારો કર્યો, એણે શિલ્ડ હટાવી, 2399 શાંતિથી ઉભો રહ્યો," હું વિશ્વાસ કરું છું."
"તે બીજી ઈશાનિયાને જોઈ છે. કેવી દેખાતી હતી, એના કપડાં, શરીર પર કોઈ નિશાની કંઈ પણ?" અંકલ ડાયરીનું એક નવું પાનું ખોલતા બોલ્યા.
"શરીરનો બાંધો નાના જેવો જ હતો. અસેસીઅન એજન્ટ જેવા ફૂલ બોડી કવર કપડાં, એ જ સ્ટાયલની ટોપી, જે એની આંખો સુધીનો ચહેરો ઢાંકતો હતો. જતા-જતા એને મને એનો આખો ચહેરો બતાવેલો, જ્યાં હું કશું જ કરવા માટે અશક્ત હતો." તે હાથ પછાડતા બોલે છે.
અંકલ આખી વાત ઈશાનિયાની કરે છે. અંકલની આદત હતી કે ડાયરીમાં બધું જ પેન્સિલથી લખતા. તેઓ ઉપર લખે છે-"પરિસ્થિતિ" અને નીચે બુલેટ મૂકીને લખવાનું શરૂ કરે છે.
*ડાર્ક સોલએ જીવિત માનવ પર હમલો કર્યો.
*એક આત્માને કેદ કરી.
*તેણે ઈશાનિયાના શરીરની જરૂર છે. તેને એક શરીરની જરૂર છે. એથી તે તેની કાળજી રાખે છે.
આ બધું અંકલ જોરથી બોલતા પણ હતા જેથી બીજાને પણ ખબર પડે. આ સાંભળીને ડિફેન્ડર બોલે છે,"આવી રીતે કોલેજમાં પેલી છોકરી પર પણ હુમલા થયેલા છે. પણ હું દર વખતે એને બચાવવામાં સફળ થઈ જતો, ખબર નહીં આગળ કેટલે સુધી કરી શકીશ. એ છોકરીનું નામ માનસી છે." એની વાત સાંભળીને એનું નામ મને જાણવાની ઈચ્છા થઈ.
અંકલ કંઈક નોંધતા બોલ્યા,"કેટલા સમયથી?" એમના મગજમાં જાણે આખી પરિસ્થિતિનો તાળો મેળવવાની યોજના ચાલતી હોય એમ લાગ્યું.
"સાત મહિના" એ બોલ્યો.
"તમને બધાને એવું નથી લાગતું કે આ કોઈ બહુ મોટી રમત ચાલી રહી હોય. તું સાત મહિનાથી તેણીને બચાવે છે. છ મહિના પહેલા ઈશાનિયાની ઘટના બની. આ કોઈ મોટી યોજના છે. આત્મા ગમે તેવી હોય એણે કંઈક કરવું હોય તો જ અને એની સીમાની બહાર નીકળીને કંઈક કરવું હોય તો જ શરીર, માનવી અને બીજી આત્માઓની જરૂર પડે." તે ગંભીરતાથી બોલ્યા.
"અંકલ, પેલી છોકરી પર એક જ આત્મા હમલો કરતી હતી, કોઈ દિવસ બીજી આત્મા જોઈ નથી કે પછી આના કેવા પ્રમાણે કોઈ શરીર." તે વચ્ચે બોલ્યો.
"અંકલ ડાયરીમાં આગળ નોંધ કરે છે.
*એની પાસે સાથી છે, કેટલા આપણને ખબર નથી.
"અંકલ, ઓછામાં ઓછા બે" 2399 બોલ્યો," અમારા પર હમલો થયો ત્યારે બે આત્માઓ અને આનું શરીર હતું.
અંકલ આગળ નોંધે છે.
*એ લોકો પાંચેક જણ હોવાની સંભાવના છે.
*મનસા ગોલ્ડન સોર્સરર અને જાનકી પણ, પણ બંનેની ગુપ્તકલા નથી ખબર.
છેલ્લી નોંધ વાંચીને મેં સવાલ કર્યો,"અંકલ, આ ગોલ્ડન સોર્સરર શું છે?"
"ગોલ્ડન સોર્સરરની મેં વાતો જ સાંભળી છે મારા ગામમાં. એવું કહેવાય છે કે યોગ્ય વ્યક્તિના શરીરમાં પ્રવેશીને સ્પેસ એન્ડ ટાઈમ જેવી રિયાલિટી પર કાબુ મેળવી શકે છે."
"સ્પેસ એન્ડ ટાઈમ જેવા રિયાલમમાં ચેન્જ, એ પણ સ્પિરિચુઅલ પાવરની મદદથી, કોઈ ચાન્સ જ નથી, જો આ દુનિયામાં આત્મા છે તો વિજ્ઞાન પણ છે એ પણ ખૂબ જ સારી રીતે અને પુરાવા સાથે." તીર્થ જે શાંતિથી બેઠો હતો તે વચ્ચે બોલ્યો તે થોડો ચિડાયેલો હતો,"દીદી મને તો લાગે છે કે તમારી હાલતમાં આ લોકોનો હાથ લાગે છે. પોતાના મનસૂબા પુરા કરવા માટે આ લોકો એ જ કંઈક કર્યું છે. અને હવે આવી હવામાં અધ્ધર વાતો." એ ત્યાંથી નીકળી ગયો, એટલું બોલીને કે હું ઘરે જાવ છું.
"મનસા એ ખૂબ જ તફલિકમાં છે, પહેલા તો તારું મૃત્યુ અને તું અત્યારે એની સામે આવી રીતે." હું અંકલની વાત સમજી ગઈ, સાથે તીર્થના મનની સ્થિતિ. હું એની પાછળ જતી જ હતી કે મને અંકલે રોકી," મનસા, તું એની પાછળ ન જઈશ, એ જાતે ઘરે જઈ શકે છે, મારા ખ્યાલથી એ સમજુ તો છે."
"હા, છે." શું કરવું મને સમજાતું ન હતું."તો શું તમે આ બધામાં માનો છો. હું તો નથી જ માનતી." મારા ભાઈના જવાથી હું જાણે ભાંગી પડી હતી. હું ત્યાંથી નીકળી ગઈ, શું કરવું મને સમજાતું નહતું. હું સિલિંગની આરપાર નીકળતી છત પર ગઈ. ઈશાનિયા મારી પાછળ આવી, સાથે સાથે બીજા બધા પણ.
"હા, મને પણ વિશ્વાસ ન હતો, બસ આ જે ઘટનાઓ બની એના પછી છે, હું બાળપણથી આત્માઓને જોઈ શકું છું, પણ કોઈ દિવસ એમની સાથે વાત કે કોઈ જાતનો વ્યવહાર નહતો કર્યો. હું એવા ગામમાંથી આવું છું જે ગામ જ આવી જ બધી સમસ્યાઓના નિવાકરણ માટે પ્રખ્યાત છે. આઈ લુસ માય એવરીથિંગ. જયારે તારી પાસે મોકો છે, બધું બચાવવાનો." અંકલ મને સમજાવતા બોલ્યા.
"આ મારી લડાઈ નથી." હું કોઈ અજ્ઞાત ડરમાં હતી.
"જો તને એમ લાગતું હોય કે આ તારી લડાઈ નથી તો તારી સૌથી મોટી ભૂલ છે. મારી જોડે જે ખરાબ થવાનું હતું તે થઈ ગયું છે, અંકલ જોડે જે કઈ પણ થવાનું હતું તે થઈ ગયું છે. બાકી તારું એક પરિવાર છે. યુ કેન સેવ ધેમ." 2399 બોલ્યો," હું તો મૃત્યુ પછી પણ મારી બહેનને બચાવી ના શક્યો."
"મારે તમારો સાથ નથી જોઈ તો કે નથી આપવો." આ વાક્ય હું બોલી હતી મને યાદ ન હતું, 2399 એ જણાવેલું.
"ડિફેન્ડરઆને શિલ્ડમાં કેદ કર."
"પણ કેમ?"
"મારા પર ભરોસો રાખ. જલ્દી સમય નથી." ઈશાનિયાના આટલું બોલતાની સાથે જ ડિફેન્ડરએ મને કેદ કરી. મારી આજુબાજુ વાદળી રંગની પારદર્શક શિલ્ડ આવી ગઈ. જેવી હું આખી કવર થઈ કે તરત જ મને એવું લાગ્યું કે કોઈકની સાથે માનસિક તાર જોડાયેલો છે જે તૂટી રહ્યો હોય, મને કોઈક અજ્ઞાત પીડા થવા લાગી. આ બધું મને ધૂંધળું યાદ છે. એની બીજી સેકન્ડ પર મારો મારા પરથી કાબુ ગયો. કોઈ મને કાબુ કરતું હતું. બાકીની વાતો મને ડિફેન્ડરએ કહી હતી. હું એ એક જ પંચમાં શિલ્ડ તોડીને પોતાને આઝાદ કરી.
"થોડીવાર પણ તું આને રોકી નહિ શકે, પાછો પોતાને ડિફેન્ડર કહે છે, મારે એના પર સ્પેલનો ઉપયોગ કરવા માટે સમય જોઈશે."
"હા, હું મારો પૂરો પ્રયત્ન કરું છું. આ ગોલ્ડન સોર્સરર છે. હું એને ત્રીસ સેકેન્ડ કરતા વધારે નહીં રોકી શકું."
"હું કરી લઈશ."
મનસા જેવી જ ફરી કેદ થઈ કે આંખે જોઈ શકાતું હતું કે એ કોઈ બીજાના કાબુમાં જય રહી છે. દેવરાજ અને સુમિતસરને ઈશાનિયાએ નીચે જવા માટે કહ્યું, કહ્યું શું બૂમ મારીને જવા માટે કહ્યું.
"ઈશાનિયા તું કરવા શું માંગે છે?" 2399 બોલ્યો એ પણ ડિફેન્ડેરને મદદ કરી રહ્યો હતો.
"મને ખૂબ જ જોર પડે છે." ડિફેન્ડર ગોઠણ પર આવી ગયો હતો, 2399ની મદદ હોવા છતાં.
"રિલ્મીક્રો" ઈશાનિયાએ સ્પેલ વાપર્યો. એની સાથે જ માણસની અંદરથી એક કાળા રંગનો પડછાયો નીકળીને નાશ પામી ગયો.
( મીડ ક્રેડિટ સીન- આ દ્રશ્ય વિશે ખાલી વાચક અને અમુક પાત્રોને જ ખબર હશે.
"માસ્ટર, આપણી ચાલ નાકામ રહી, પેલી છોકરીનો જે ડર હતો તે સાચો પડ્યો." મનસા પર જેણે હમલો કર્યો હતો તે બોલે છે.
"કંઈ નહીં, પ્લાન બી સારું કરો. એના માટે ઈલયૂઝનને મોકલ." કોઈ અજ્ઞાત સંગઠનનો બોસ.
"ઓકે, બોસ"
"સર, આઈ એમ ઓન માય વે." ઈલયૂઝન નીકળતા બોલ્યો.
મીડ ક્રેડિટ સીન એન્ડ )
અમે હવે નીચે બેઠા હતા. અમે બધા વિચારમાં હતા કે આવું કેવી રીતે બને? કોઈ આત્મા કોઈના શરીર પર કાબુ મેળવે એ સામાન્ય વાત છે. અમુક લોકો પર આત્મા કાબુ મેળવી શકતી નથી, એ પણ વાત સામાન્ય. પણ એની માંને સાલું આ તો મારા પાર જ કાબુ મેળવ્યો. એક આત્મા પર કેવી રીતે?
"આપણો શત્રુ હજી પણ અજ્ઞાત છે." 2399 બોલ્યો.
"પહેલા તો આપણે એકબીજાથી અજ્ઞાન છીએ, એ વાતને દૂર કરી એ."સુમિતસર બોલ્યા.
"ડિફેન્ડર તું તારું નામ કહે?" ઈશાનિયા બોલી, હું એ જોયું કે તેણીને એમાં રસ હતો.
"નામમાં તો કંઈ છે નહીં પણ કબીર, મૃત્યુ પહેલા લોકો મને કબીર કહેતા હતા." ડિફેન્ડર એટલે કે કબીર બોલ્યો. એની સાથેના થયેલા અતિ અલ્પ સંવાદમાં મને એમ લાગે છે કે સ્વભાવે શાંત અને વિચારશીલ જીવ છે.
"2399 તારું શું છે અસલ નામ?" મને આમ રસ હતો, મારા ભાઈના ઉંમરનો છે એટલે.
"અ...... મારુ અસલ નામ જૈમીન છે."
"તારા નામ પાછળનું કારણ?, આ કબીરને તો ડાર્ક સોલ્સએ ડિફેન્ડર નામ આપ્યું." દેવરાજ અંકલ બોલ્યા.
"હા, છે ને, જે ગાડીમાં અમારો અકસ્માત થયો તે ગાડીનો નંબર 2399 હતો અને એ સમયે મારી બહેનને કહેતો હતો કે કુત્તી નઈ નઈ તો નંબર અને મારા છેલ્લા શબ્દો થોડા મળતા હતા એટલે હું પોતાને 2399 કેવા લાગ્યો." જૈમીનના ચહેરા પર એક પળ માટે સ્મિત આવી ગયું.
"એક મિનિટ આટલાં ગંભીર સમયમાં આપણે આવી વાત કેમ કરીએ છે? કબીર અચાનક બોલ્યો. બીજું કોઈ કંઈ પણ બોલે તે પહેલા એને એક જોરદાર મુક્કો જમીન પર માર્યો, કે વિસ્ફોટ થાય એવા હવાના મોજાં નીકળ્યા જે એટલે શક્તિશાળી હતા કે ઘરનો કેટલોક સામાન પડી ગયો, કેટલીક કાચની વસ્તુઓ તૂટી ગઈ. એનો ધક્કો એટલો બધો હતો કે અંકલ અને સુમિતસર એક જ સોફા પર હોવા છતાં એ પાછળ ખસી ગયા. જેવું શાંત થયું કે બધાને ફરતે પ્રોટેકશન શિલ્ડ રચી દીધી," આપણા પર અલગ અલગ રીતે અને અલગ કરવા માટે વારે વારે ચાલ ચાલવામાં આવે છે. આપણે કોઈ યોજના બનાવીને એને અનુસરવી પડશે, એ પણ એવી યોજના કે જેમાં આપણે બધા અલગ રહી એ પણ સમય સમયે મળતા રહીએ."
"વાત તો સાચી છે એક દિવસમાં જ બે વાર હમલો થઈ ગયો છે." ઈશાનિયા ચિંતામાં બોલી.
"જો આપણે સાથે નહીં રહીએ તો એ લોકોની સરળતા વધી જશે. જેવુ મારી બહેન સાથે થયું." જૈમીનએ એનો મુદ્દો મુક્યો.
"આ વાત પણ સાચી છે." સુમિતસર બોલ્યા.
"જે કંઈ કરવું હોય તે નક્કી કરો, હું મનસાના ભાઈની પાછળ જાવ છું." ઈશાનિયા બોલીને નીકળી ગઈ.
"પણ જે આપડે નક્કી કરીશું એ એને ખબર કેવી રીતે પડશે?" જૈમીન બોલ્યો.
"એની ચિંતા તું ના કરીશ." અંકલ બોલ્યા," પ્લાન વિચારો."
"જેવી રીતે ઈશાનિયા મનસાના ભાઈને બચાવશે. એવી રીતે હું માનસીને બચાવીશ, ત્યાં સુધી એટલે કે આ બંને પાંચમી સોલ શોધશે." કબીરએ એક સુઝાવ મુક્યો.
"પાંચમી સોલ કયાં છે?" સુમિતસર વિચારમાં પડી ગયા.
"જૈમીને ખબર છે." કબીર બોલ્યો.
"મને ખબર છે? કોણ?"
"હા, જયારે તું સીધો આવીને ઈશાનિયા પર હમલો કર્યો હતો ત્યારે તું બોલ્યો હતો કે મારી પાસે બીજા ઘણાં રસ્તા છે." કબીરે જૈમીનના શબ્દો પર પ્રકાશ નાખ્યો.
"હા, એ તો મેં જોશ-જોશમાં બોલી ગયો હતો. પણ હું એક ને ઓળખું છું. પણ એને શોધવો પડશે. દુનિયાના કાયા ખૂણે હશે તે મને નથી ખબર." જૈમીન કંઈક યાદ કરતા બોલ્યો.
"બસ તો પછી હું માનસીને બચાવીશ. ત્યાં સુધી તમે એને શોધો. ત્રણ દિવસનો સમય છે. હું અને ઈશાનિયા એ લોકોને રોકી શકીશું." કબીરએ પ્લાન પાક્કો કર્યો.
"પણ હું તારી વાત પર ભરોસો કેમ કરું અને તારી વાર કેમ માનું?" જૈમીન હજી પણ થોડો અતડો હતો.
"કારણકે તમે બધાં મારી લીડરશીપ નીચે રહેશો." દેવરાજ અંકલ બોલ્યા,"આ ગ્રુપના દરેક મોટા નિર્ણય હું લઈશ. મનસા અને જૈમીન તમે એ પાંચમી સોલ શોધશો. તો ચાલુ પડી જાવ."
એ પછી અમે ચાર લોકોને લઈને અંકલ બંગલાના એક અંડરગ્રાઉન્ડ રૂમમાં લઈ ગયા," આ રૂમ એ છે જેમાં પેલું રિચુઅલ પરફોર્મ કર્યું હતું. આ રૂમને મેં ખાસ વિધિથી બાંધેલો છે. ગમે તેવી આત્મા અહીં આવી શકે નહીં પણ પ્યોરની મને નથી ખબર."
"ઓકે, સર તો આપણે મહત્વની વાતો અહીં જ કરીશું, સેફટી માટે પછી જોઈ લઈશું." જૈમીન બોલ્યો.
"મનસા તો તમે લોકો નીકળો." કબીર પણ હવે નીકળવાનો હતો.
"દિવ્ય શક્તિઓ તમારો સાથ આપે." અંકલે અમને કહ્યું.
હું અને જૈમીન નીકળ્યા કે તરત તે મને છત પર લઈ ગયો. અમે બંનેએ કેટલીક જરૂરી વાત પુરી કરી કે જેથી કોઈ મુશ્કેલીના સમયે ઈશારામાં પણ સારી એવી સમજ જળવાઈ રહે અમે એની બહેન જેવી ઘટના ફરીના બને. પણ એ મને નામ થઈ બોલાવતો હતો જે મને ના ગમ્યું. જ્યારે મેં પૂછ્યું તો કહે કે હું એનાથી નાની છું એટલે.
"મારુ મૃત્યુ ભલે તેર વર્ષની ઉંમરમાં થયું હોય, મારો દેખાવ ભલે હજી તેર વર્ષના તરુણ જેવો હોય, પણ હું છું તો તેત્રીસ વર્ષનો." જૈમીન એકદમ ગંભીરતાથી બોલ્યો.
જે હોય તે પણ મને તે એ તેર વર્ષનો દેખાતો હતો એટલે મને જરા પણ ઈચ્છા નહતી થતી કે હું એને માનથી બોલવું. મને ડર એ હતો કે એને ખોટું ન લાગી જાય," સારું જૈમીન અંકલ, જેવી તમારી ઈચ્છા."
"એય.... મને અંકલ ના કહીશ." તે એકદમ ચિડાય ગયો.
"હા, તારી ઉમર તો એટલી જ છે ને." મેં એની સામે આંખના ઉલાળા કર્યા.
"ઓકે, તમે જીત્યા પણ હું તમને નામથી બોલવીશ."
"સરસ, હવે બોલ જવાનું છે ક્યાં?" એ વખતે ત્યાં સુધી પહોંચવાનો કોઈ રસ્તો, રસ્તો ક્યાંથી હોય જયારે મંજિલ જ ખબર નહતી.
"હું અને મારી બહેન એને અનાયાસે માંડ્યા હતા. એને મને એકલામાં લઈને મારી બહેનથી છુપાવીને એક વાત કરી હતી કે એના ભવિષ્યમાં નિયતિ કંઈક અલગ છે. મને નહતી ખબર કે આવી હશે." જૈમીન થોડો જાણે ભૂતકાળમાં જતો રહે છે.
" જો યાર મારી સાથે કામ કરવું હોય તો આ રડવાનું બંધ કર." મને આ દુઃખી આત્માની દુઃખી વાતો જરાય ગમતી નહતી.
"મનસા, એને મને એ વખતે કહ્યું હતું કે યોગ્ય સમયે આપણે ફરી મળીશું, મને નથી ખબર કે કેવી રીતે ફરી મળીશું." જૈમીન શુન્ય હતો.
"તો આપણી પાસે બે-ત્રણ દિવસ છે, દિલથી બોલ જે તું તારી બહેન સાથે હોત તો ક્યાં જાત?" ખબર નહીં કેમ મને આ વિચાર આવ્યો.
"જાપાન વૉસ અવર લાસ્ટ સ્ટોપ, વી સ્ટારટેડ અવર જર્ની ફ્રોમ વેસ્ટ ટુ ઇસ્ટ. શી ટોલ્ડ મી આફ્ટર ધેટ વી વિલ સ્ટે ફોર એવેર એટ સાંકડી પટ્ટીનો દેશ ચીલી. ખબર નહીં કઈ નવલકથામાં એના વિશે શું વાંચી લીધું હતું." જૈમીને તો મારી સામે જગ્યા આપી જ મૂકી દીધી.
"આપણે ચીલી જઈશું. એ આપણને ત્યાં જ મળશે."
"ત્યાં જ મળશે કેવી રીતે કહી શકો."
"કારણ કે આ નિયતિ છે. કેવી રીતે જવું છે."
"મારી બહેન માટે સ્પેસ ફેક્ટર કોઈ અસ્તિવ નહતું. એ આપના જેવી આત્માઓ માટે વોર્મ હોલ બનાવી શકતી હતી. માનવી પર એનો અસર નહતો." જૈમીન પોતાની શક્તિ પર ધ્યાન લગાવતા બોલ્યો, "મારી ખાસિયત મેજીકલી મશીન પર કાબુ મેળવવાની છે."
"આપણી સવારી."
"આ ખટારો!!!!!!!!"
"જસ્ટ વેઈટ એન્ડ વૉચ બેબ્સ." મારી સામે સ્મિત કરતા બોલ્યો. એની સાથે વાતો કરતા-કરતા હું અહીં આવી ગઈ મારા ધ્યાનમાં જ ન હતું.
એને ગાડીના બોનટ પર હાથ મુક્યો. આંખો બંધ કરી જ્યારે ખોલી આછા લીલા રંગની હતી, એના હાથમાંથી પણ એ જ રંગના પ્રકાશથી ચમક તો હતો.
"નાવ ઇટ્સ આ ફ્લાયઇંગ કાર."
હું એની શક્તિનો નમૂનો જોઈને ખુશ જરૂર થઈ. અમે થોડીવારમાં તો મંજિલ પર પહોંચી ગયા. ત્યાં પહોંચીને અમે બંને એક બીજાના મોઢા જોવા લાગ્યા. હવે આગળ શું?
"ચાલ આખા દેશને ઉપરથી જોઈએ." મને એક વિચાર આવ્યો અને હું એ એને અમલમાં મુક્યો.
"સારું દેખીએ શું છે આપણી કિસ્મતમાં?" એની પાસે પણ બીજો રસ્તો નહતો.
અમે વારંવાર પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ જવુ અને એમ કરતા કરતા દક્ષિણથી ઉત્તર તરફ જવાનું નક્કી કર્યું. થોડીવારમાં આખો દેશ પૂરો થવા આવ્યો પણ હજી કંઈ મળ્યું નહતું.
"તને કંઈ યાદ છે?"
"મને ખબરના પડી શું કેવા માંગો છો."
"અબે... ડફોળ કોઈ એવી વાત કે જે જગ્યાની હિંટ આપે."
"ના, મને એવી કોઈ ખાસ વાત કે દિશા નહતી બતાવી."
"તને કંઈ અનુભવાય છે કંઈ ગડબડ લાગે છે." મને એ જ અનુભવાયુ જે એક ડાર્ક સોલના હોવા પર હોય. હું કંઈ પણ કરું એ પહેલા જ મારી ચહેરાની એકદમ નજીકથી એક આગમાં લપેટાયેલી તલવાર પસાર થઈ. એ જૈમીનને સહેજ ઘસરકો કરતી ગઈ. અચાનક તલવાર હવામાં અટકી અને જે દિશામાંથી આવી હતી ત્યાં જવા લાગી.
"તલવારની પાછળ ચાલ, મનસા." જૈમીન એ તરફ જતા બોલ્યો.
અમે જ્યારે પહોંચ્યા ત્યારે વાદળથી પણ ઉપર હતા. ત્યાં એક સોલ બીજી ડાર્ક સોલસ્ સાથે લડતી હતી.
"મનસા મંજિલને મદદ જોઈએ છે." જૈમીન મદદ કરવા માટે ઉપડ્યો. હું પણ એક સામે લડવા ગઈ.હવે ત્રણની સામે ત્રણ થઈ ગયા. અમે જેને લેવા આવ્યા હતા એ તલવારથી લડી રહ્યું હતું.
"આપણી પાસે સમાન શક્તિઓ છે, લેટ્સ ફાઈટ હેન્ડ ટુ હેન્ડ કૉબેટ." મારી સામેની સોલએ પ્રસ્તાવ મુક્યો. હજી મેં પોતાની શક્તિઓ પર કાબુ અને કલા નહતી મેળવી, મેં હા પડી. પકડીને ટીપવાની જ હતી ને મારા ભાઈની જેમ. અમે લડતા હતા.
એને મને એક જોરથી મુક્કો માર્યો. હું થોડી અસંતુલિત બની એ મને બીજો મુક્કો મારવા જતી હતી, હું એનાથી બચી અને સાથે બીજી જ સેકન્ડે એને પેટમાં મુક્કો માર્યો. એ કમરમાંથી આગળની તરફ વળી ગઈ પણ સાથે મને એને જોરથી ધક્કો માર્યો. હું થોડી પાછળ ગઈ. મારુ સંતુલન બગડ્યું કે એને જરા પણ વાર ન લાગી મારી પાસે આવીને પોતાના નખ મોટા કરીને મને માર્યા. મારા શરીર પર કોઈ ઘા ના નિશાન તો ન હતા પણ દર્દ તો એટલું જ થતું હતું. મારો પિત્તો ગયો કે મારા હાથમાં એક ખંજર લાવીને એના પર બે-ચાર ઘા કરી દીધા. અને મને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું. એના શરીરમાંથી લોહી નીકળતું હતું. એ પોતે પણ મારી સામે જોતી હતી. એને બધાંને પાછળ હટી જવા માટે કહ્યું. ડાર્ક સોલ્સ એ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ત્યાંથી નીકળી ગઈ. હવે અમે સુરક્ષિત હતા.
"આ લોકો ભાગી કેમ ગયા?" જૈમીન બોલ્યો.
"કારણ કે પ્યોર સોલ ના હાથનો માર ખાધો એટલે." જેને મળવા આવ્યા હતા એ બોલ્યો.
"એ તો આપણે બધાં છેને!" મને પણ ખબર ના પડી.
"તારું નામ? મારુ રણજિત છે." રણજિત બોલ્યો.
"મનસા"
"અમે બધાં પ્યોર સોલ્સ છીએ પણ હું પરફેક્ટ પ્યોર સોલ્સ છે." એ બોલ્યા,"હું કેટલીય સદીઓથી શોધું છું."
"પરફેક્ટ પ્યોર સોલ એટલે શું?"
"તારા મૃત્યુનું કારણ કહે તો જરા." એ બોલ્યા.
"હું સ્કુટી પરથી પડી અને માથામાં વાગવાથી મૃત્યુ થયું." મેં શાંતિથી જવાબ આપ્યો.
"2399 તું કેવી રીતે મૃત્યુ પામ્યો હતો?"
"કાર એક્સિડન્ટમાં" જૈમીન બોલ્યો.
"બંને કહો મૃત્યુમાં ભૂલ કોની?"
હું કહ્યું કે મારી ભૂલ હેલ્મેટ ન હતો પહેર્યો. જ્યારે જૈમીન બોલ્યો કે સામેથી જે કાર આવતી હતી એનો ડ્રાઈવર નશામાં હતો એના લીધે જ અમારું આખું પરિવાર મૃત્યુ પામ્યું.
આટલું સાંભળીને તો એ સોલ જેને મળવા આવ્યા હતા તેણે આકાશ તરફ જોઈને જોરથી બૂમ પડી, "તારા બરાબરી નું કોઈ આવી ગયું છે. તારા મનસૂબા મેં તે વખતે અસફળ કર્યા હતા.... આ વખતે હું તારું મૃત્યુ લઈને આવું છું."
પછી મારી તરફ ફરીને મને કહ્યું કે,"મનસા, તું જે વિચારે છે એના કરતા તું કંઈક વધારે છે. અને જો મારી ગણતરી સાચી છે તો ડાર્ક સોલ્સ કંઈક બહુ જ મોટું વિચારી રહ્યા છે."
"શું કરવા માંગે છે?" મેં પૂછી લીધું.
"જયારે વર્ષો પહેલા હું એમની સાથે લડ્યો હતો ત્યારે એ લોકો કોઈ મશીન બનાવ્યું હતું જે લોકોને મારી પ્યોર સોલ્સ બનવી શકે અને એ લોકોની નાની-મોટી મદદ કરીને ડાર્ક સોલ બની શકે, એમનો લીડર એવું માને છે કે સારું કે ખરાબ જેવું કશું જ નથી જે છે તે પાવર છે. મહત્વની એક વાત જીવન માત્ર પૃથ્વી પર જ છે એવું નથી. આ દુનિયા તારી કલ્પના કરતા પણ મોટી છે." એને મને આંખમાં આંખ મેળવીને કહ્યું.
"તમે મારી બહેનને બચાવવામાં મદદ કરશો?" જૈમીન વચ્ચે બોલ્યો.
"તારી બહેનની મદદ તો મારી નિયતિ છે, હું ના કેવી રીતે કહી શકું." એમને તલવાર મ્યાનમાં મૂકી," લોકો મને ફાયર બર્ડ કહે છે.
"કેમ?" મેં સહજતાથી પૂછ્યું તો એમને કહ્યું કે સમય એનો જવાબ આપશે.
( એન્ડ ક્રેડિટ સીન..
જાનકી એક કાચના નળાકાર ચેમ્બરમાં છે. એ બેભાન છે. હવામાં લટકી રહી છે અને એમાંથી ધીમે ધીમે શક્તિ ખેંચીને એક મશીનમાં જતી હતી જેનો આકાર એવો હતો કે કોઈ પોર્ટલ ખોલવાનું હોય.
ડાર્ક સોલ્સનો બોસ ત્યાં નજીક આવીને બોલે છે,"કાઉન ડાઉન ઇસ જસ્ટ સ્ટેટેડ."
એન્ડ ક્રેડિટ સીન ઇન્ડેડે)