Ha bas aaj prem - 2 in Gujarati Love Stories by Jay Rangoliya books and stories PDF | હા બસ આજ પ્રેમ... ૨

Featured Books
Categories
Share

હા બસ આજ પ્રેમ... ૨

જય અને રુહી એક ટ્યુશન ક્લાસિસ ની બહાર મળ્યા હતા...રોજ સાંજે નાસ્તો કરવા જવાના નિયમિત ક્રમ મુજબ આજે પણ જય પોતાની બાઈક લઈ એના મીત્ર મનોજ સાથે નાસ્તો કરવા પહોંચી ગયો હતો....

આગળ...


હજુ તો તે હાથ માં નાસ્તા ની પ્લેટ લે એ પેલા તો ત્યાંથી કેટલી ક છોકરી ઓ ત્યાં થી નીકળી...એ છોકરી ઓ માં રુહી પણ હતી...આમ તો જય જે છોકરી મળે એની સામે લાઈન મારતો...એમાંય જય ને મનોજ ભેગા હોય એટલે પૂરું j સમજી લ્યો..પણ રુહી ને જોતા જ જય જાણે આજુબાજુ નું બધું જ ભૂલી ગયો...બસ એને જ જોતો રહ્યો...મનોજ પણ એને ટકોર તો હોય બોલ્યો...પ્રેમ થઈ ન જાય હો ધ્યાન રાખજે...નાના મને થોડી પ્રેમ થાય ..શું મન્યા તુંય..લે આ તારી પ્લેટ...આમ તો વટ માં ને વટ માં જય બોલી ગયો...પણ ઘરે જતી વખતે વારે વારે પાછળ ફરી ને જોતો હતો...ઘરે જઈને પણ એના જ વિચારો માં ગીતો ગણ ગણાવતો પોતા ના રૂમ માં જઈ ને સુઈ ગયો...બીજે દિવસે સવારે ઉઠી ને ફ્રેશ થઈ ને ત્યાં સવાર થી જ નાસ્તા ની દુકાને પહોંચી ગયો...


તેની રાહ માં ને રાહ માં કયારે બપોરના 2 વાગી ગયા એને ખબર જ ના રહી...અને ત્યાં જ રુહી આવી પહોંચી પોતાની ફ્રેન્ડ્સ સાથે...રુહી તો ટ્યુશન માં ચાલી ગઈ...એની તો ખ્યાલ સુદ્ધાં પણ ન હતો કે કોઈ એને છુપાઈ ને જોઈ રહ્યું છે...સાંજે 5 વાગ્યા નો ટાઇમ હતો...જય તેને જોવા હજુ ત્યાં જ બેઠો હતો...રુહી ટ્યુશન માંથી છૂટી બહાર નીકળી...આજ વખતે એને નોટિસ કર્યું કે જય એને જોઈ રહ્યો છે ...રુહી એ જેવું જય તરફ જોયું...જય એ ત્યારે જ મોઢું ફેરવી લીધું...૨ ઘડી તો એમ લાગ્યું કે હમણાં આવી ને ૨-૪ પડશે મોઢા પર...પણ પાછું વળી ને જોયું તો રુહી તો ક્યાંય હતી જ નહિ.. હાસ કારો થયો...બચી ગયા...


અરે હજુ તો જિંદગી પૂરી થઈ ગઈ છે....એમ વિચારીને જય એ ભર તડકા માં આકાશ તરફ જોયું...ભગવાન ને આજીજી કરતો હોય એવું લાગ્યું...થોડી વાર તો...શું કામ ??? એવો એક પ્રશ્ન એના મન માં આવી ચડયો...શું હું એક જ મળ્યો તો...કે જેને એને પોતાના થી પણ વધુ પ્રેમ કર્યો...એ માત્ર એક પળ માં મૂકી ને જતી રહી...વાહ થોડી વાર તો એમ થઈ ગયું ક આ જિંદગી જ ખોટી છે...કેમ ન આને અહીંયા જ પૂરી કરી નાખીએ....પણ મોબાઈલ ની સ્ક્રીન પર એનો ને પોતા નો ફોટો જોતા વિચાર્યુ...કેમ ન હજુ થોડીક રાહ જોઈ લઈએ....


જેની સાથે પ્રેમ થઈ ને એ વ્યક્તિ તમને ચાહે ગમે તેટલું દુઃખી કેમ ન કરે....તમને એનું દુઃખ દુઃખ લાગે j નહિ...કોઈ કે સાચું જ કહ્યું છે ને...


મૌત ભી આ જા યે તેરે ઇન્તેઝારર મે

મૌત ભી આ જા યે તેરે ઇન્તેઝાર મે


હમ ઉસકો ભી ગલે લગા લેંગે તેરે પ્યાર મેં


ત્યાં થી પાછો બાઈક લી ને નીકળેલો જય હવે એના વિચારો માં તળાવ ની પારી એ જય ને બેસી ગયો...એકલો એકલો હસતો હતો...ત્યાં મનોજ આવી પહોંચ્યો....ક્યાં હતો તો...હતો ક્યાં હે ...સવાર નો કોલ કરું છું જરાક તારા ફોન માં તો જો...જય એ ફોન ની સ્ક્રીન માં જોયું તો મનોજ ના ૪૨ મિસ્સેડ કોલ હતા..થોડીક ગુસ્સિલી વાતો પછી જય ના મોઢા માંથી અચાનક જ નીકળી ગયું... મન્યાં પ્રેમ થઈ ગયો યાર...અને મન્યો આ સાંભળી ને તળાવ ની પારી પર ઉભો ઉભો જોર જોર થી હસવા લાગ્યો....


ક્રમશ....